Last Update : 28-April-2012, Saturday

 

મ્યુનિ. બસના ૭૦ ડ્રાઇવરોની હડતાળ યથાવત્‌
વીસ બસો ચાલુ કરવા ડ્રાઇવરો હડતાળિયાઓ વચ્ચે ઘમાસાણ

આપણે મ્યુનિ. તિજોરીના ટ્રસ્ટીઓ છીએ ને આપણે જ ધંધો સેટ કરીએ એ કેવું ! ઃ વિપક્ષના નેતાનો બોર્ડમાં પ્રશ્ન

અમદાવાદ, શુક્રવાર
એ.એમ.ટી.એસ.ના સત્તાવાળાઓએ બે મહિનામાં બે વખત ભાડા વધારો નાગરિકોના માથે ઝીંક્યા બાદ વઘુ સારી સુવિધા પૂરી પાડવાના બદલે બે હડતાળોની ભેટ આપી છે. ભાજપના કોર્પોરેટરના નામ સાથે સંકળાયેલી ખાનગી કોન્ટ્રાક્ટરના ડ્રાઇવરોની હડતાળ આજે બીજા દિવસે પણ ચાલુ રહેલા પ્રવાસીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. લાલ દરવાજા ખાતે લાંબા અંતરની બસો ઉપડતી હોય તેવા તમામ સ્ટેન્ડ પર પેસેન્જરોની લાંબી કતારો લાગી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર આદિનાથ બલ્ક કેરિયરની ૭૦ બસોના ડ્રાઇવરોએ ગઈકાલે પાડેલી હડતાળ આજે પણ યથાવત્‌ ચાલુ રહી હતી. આ પૈકી ડ્રાઇવરોની અહીંતહીંથી વ્યવસ્થા કરી ૨૦ બસોને બહાર કઢાઈ હતી. આ બસોને રૂપાલી અટકાવી હડતાળીયા ડ્રાઇવરોએ તેમની સાથે જોડાઈ જવા રકઝક શરુ કરતા થોડા સમય માટે મામલો તંગ બની ગયો હતો. એસ્મા- આવશ્યક સેવા ધારાનું ચેરમેન અને ટ્રાન્સપોર્ટ મેનેજર પાસે હથિયાર હોવા છતાં તે મૌન બેસી રહી પ્રજાની પડતી હાલાકીનો તમાશો જોઈ રહ્યા છે. તે બાબત ન સમજાય તેવી છે.
બીજી તરફ આ મુદ્દો આજે મ્યુનિ. બોર્ડની બેઠકમાં પણ ચમક્યો હતો. વિપક્ષના નેતાએ રાજકીય કાર્યકરો કે કોર્પોરેટરો જ મ્યુનિ.ના કોન્ટ્રાક્ટમાં પડતા હોવાની બાબત તરફ આંગળી ચીંધી ઉગ્ર રીતે જણાવ્યું હતું કે, આપણે સૌ મ્યુનિ.ની તિજોરીના ટ્રસ્ટી છીએ સિક્યુરિટી, ડોર ટુ ડમ્પ, એએમટીએસના કોન્ટ્રાક્ટ સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જોડાઈ જાય તે સ્હેજ પણ વ્યાજબી નથી. આ બાબતમાં સૂર પુરાવતા એક વકીલ સભ્યએ જણાવ્યું હતું કે, બીપીએમસી એક્ટમાં સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે, ચૂંટાયેલ પ્રતિનિધિ આર્થિક વ્યવહારોમાં પડે તો તે ગેરલાયક ઠરી શકે છે. આપણા જ હાથમાં સત્તા અને આપણે જ વેપાર કરવા માંડીએ એ કેવું !
ઉપરાંત ખાનગી ઓપરેટરોને રૂા. ૩૦ લાખ બે વખત ચૂકવાઈ ગયા છતાં આ અંગે પોલીસ ફરિયાદ કેમ ન કરાઈ તેવો મુદ્દો ઉપસ્થિત કરી બદરૂદ્દીન શેખે જણાવ્યું હતું કે, સમગ્ર મામલે ભીનુ સંકેલવાના પ્રયાસો થઈ રહ્યા છે. અત્યાર સુધી તમે જવાબદારી પણ નક્કી ન કરી શકો તે તમારી એકાઉન્ટની પદ્ધતિ કેટલી બેહુદી છે તે પુરવાર કર છે

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
તેંડુલકરે રાતોરાત રાજકારણમાં પ્રવેશ કરતાં ક્રિકેટ ચાહકોએ આંચકો અનુભવ્યો
સંસદમાં કોઇને મિત્ર ન બનાવવા તેંડુલકરને ચેતન ચૌહાણની સલાહ
ક્રિકેટમાં સફળતા પછી રાજકારણની પીચ પર ભાગ્ય અજમાવનારા ક્રિકેટરો
આખરી ટેસ્ટમાં વિન્ડિઝનો પરાજય ઓસ્ટ્રેલિયાએ શ્રેણી ૨-૦થી જીતી લીધી

હારની હતાશા ખંખેરીને અમે આજે ચેન્નઇનો સામનો કરીશું

જમવાની બાબતમાં ઝગડો થતાં પતિએ પત્નીની હત્યા કરી દીધી
ઉમતા ચકચારી કેસમાં ૧૦૯ આરોપી નિર્દોષ
FII ની શેરોમાં ઉછાળે વધતી વેચવાલી ઃ સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે વધ્યામથાળેથી ૨૨૦ પોઇન્ટ તૂટી ૧૭૦૨૨ બોલાયો
SIP ને બદલે બજારમાં સીધાં જ દાખલ થતાં રોકાણકારો
૨૦૧૧-૧૨માં સેઝમાંથી થતી નિકાસમાં ૧૫ ટકાનો વધારો

આઈસીઆઈસીઆઈ બેંકનો ચોથા ત્રિમાસિકનો ચોખ્ખો નફો ૩૧ ટકા વધીને રૃ.૧૯૦૨ કરોડ

ચીનમાંં પ્રથમ ત્રિમાસિકગાળામા ંઔદ્યોગિક નફામા ૧.૩ ટકાનો ઘટાડો નોંધાયો
ખડોળના પાટીયા નજીક આઇશર પલ્ટી ખાતા ૧૦ના મોત ઃ સાત ગંભીર
એક પછી એક એમ બે લકઝરી બસ આગમાં સ્વાહા

મુસ્લિમ સાથે પુત્રીએ લગ્ન કરતાં પિતાએ ઝેર પીધું

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved