Last Update : 28-April-2012, Saturday

 
કાગળના બંડલ પર અસલી ચલણી નોટ મૂકી ઠગાઇની તરકીબ
વૃધ્ધાની બહાદુરીને કારણે બે ઠગ ઝડપાયા ઃ એક ફરાર

વ્યકિતને વાતોમાં પરોવી દાગીના લઇ લેતી ટોળકી રોકડ સામે કાગળનું બંડલ આપતી ઃ ઠગાઇ અને લૂંટના ૧૪ ગુનાનો ભેદ ખૂલ્યો

અમદાવાદ
કાગળના બંડલ પર ચલણી નોટ ગોઠવી ઠગાઇ કરતી ગેંગના બે સાગરિતો ૬૦ વર્ષના વૃધ્ધાની બહાદુરીને પગલે ઝડપાઇ ગયા છે. એક મહીના પહેલા ગેંગનો ભોગ બનેલા વૃધ્ધાએ દિલ્હી દરવાજા ખાતે ઠગ ટોળકીને જોઇને બુમો પાડતા બે સાગરિતોને પોલીસે ઝડપી લીધા છે. જયારે રિક્ષા લઇને એક શખસ ફરાર થઇ ગયો છે. માધુપુરા પોલીસની તપાસમાં આરોપીઓએ ૧૪ જેટલા લૂંટ અને ઠગાઇના ગુનાની કબુલાત કરી છે. આ ગેંગ પાસેથી મુદ્દામાલ ખરીદતા સોનીને પકડવા પોલીસે તપાસ કરી છે.
દિલ્હી દરવાજા ખાતે બુધવારે બપોરે ૧ વાગ્યે ૬૦ વર્ષના મણિબહેન વાધેલાએ એક રિક્ષામાં બેઠેલા ત્રણ શખસોને જોઇ બુમો પાડવાનું શરૃ કર્યું હતું. જેથી પેટ્રોલીંગ કરી રહેલી માધુપુરા પોલીસે સ્થળ પર પહોંચીને બે શખ્સોને ઝડપ્યા જયારે એક ફરાર થઇ ગયો છે. આ શખ્સોએ ગત તા.૭-૩-૨૦૧૨ના રોજ દિલ્હી દરવાજાથી પોતાને રિક્ષામાં બેસાડીને ચાકુ બતાવી દાગીનાની લૂંટ ચલાવ્યાનું મણિબહેને પોલીસને જણાવ્યું હતુ.પોલીસે જીતન ઉર્ફ કાલીયો પદમાજી અને ૧૭ વર્ષના એક કિશોરની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી.
પોલીસ તપાસમાં,જીતન,ગોપાલ અને તેના સાગરિતો રિક્ષા લઇને નિકળતા હતા. તેઓ મદદ કરવાના બહાને જેેેતે વ્યકિતને રિક્ષામાં બેસાડતા હતા.આ વ્યકિતને વાતોમાં લઇ તેના દાગીના ખરીદવાની ઓફર કરતા હતા. દાગીના આપવા વ્યકિત તૈયાર થાય તો કાગળના બંડલ પર ચલણી નોટ ગોઠવેલું બંડલ આપી દાગીના લઇ લેતા હતા. જો વ્યકિત ના માને તો ચાકુ બતાવીને દાગીના લૂંટી લેતા હતા.
આ ટોળકીની તપાસમાં કુલ ૧૪ જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો છે. જેમાં કડીમાં ત્રણ, ઓઢવ, નારોલ, સરખેજ, વાસણા, ગોતા, વસ્ત્રાપુર, કાળુપુર,ચિલોડા સહિત ૧૪ જેટલા સ્થળોએ લૂંટ અને ઠગાઇના ગુના કર્યાનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓને પૂછપરછ કરી ફરાર આરોપી રિક્ષાચાલક ગોપાલ તેમજ દાગીના ખરીદનાર પરેશ સોનીને પકડવા તજવીજ શરૃ કરી છે.

 

પોલીસને બંદૂક તાકી ડરાવતા બે પકડાયા ઃ એક ફરાર

આરોપીઓ પાસેથી બંદૂક,૧૧ કારતૂસ,સાત સિમકાર્ડ,મોબાઇલ, ત્રણ છરા મળ્યા ઃ દિનેશની ગેંગ લૂંટ કરવા આવ્યાની શંકા

અમદાવાદ
મેમ્કો ખાતે આજે વહેલી સવારે પોલીસ અને આરોપીઓ વચ્ચે ચાલેલા 'પકડ દાવ' ને પગલે રમૂજ ફેલાયું હતું. જોકે,પોલીસ સામે બંદુક તાકી ભાગતા બે આરોપીઓેે આખરે ઝડપાઇ ગયા છે. જયારે તેમનો સાગરિત ફરાર થઇ ગયો છે. ઉતરપ્રદેશ થી આવેલા આરોપીઓ પાસેથી છ કારતૂસ લોડ બંદૂક, પાંચ કારતૂસ,લોખંડની મૂઠ,રોકડ રકમ,બે મોબાઇલ,સાત સિમકાર્ડ મળી આવ્યા છે. પોલીસને આરોપીઓ કોઇ લૂંટની યોજના સાથે અમદાવાદમાં આવ્યાની શંકા છે.
શહેરકોટડા પોલીસે આજે સવારે ૭ વાગ્યે મેમ્કો ચાર રસ્તા ખાતેથી હથિયારો સાથે બે યુવકોેેને ઝડપ્યા છે. આ યુવકોમાં ઉતરપ્રદેશનો દિનેશ ઉર્ફ દેવ રામચંદ્ર શુકલા (ઉં.૨૪) અને પિન્કુ સેવાલાલ સોનીનો સમાવેશ થાય છે. જયારે તેઓનો ત્રીજો સાગરિત ઉદય ઝાલા ફરાર થઇ ગયો છે. પોલીસે આરોપીઓ પાસેથી ૮૫૦૦ની રોકડ,બે મોબાઇલ,સાત સિમકાર્ડ,લોખંડની મૂઠ,બંદૂક,૧૧ કારતૂસ તેમજ ત્રણ મોટા છરા જમા લઇ તપાસ કરી છે. આ આરોપીઓમાં દિનેશ અગાઉ ગોંડલ આંગડિયા લૂંટમાં તેના સાગરિતો સદામ,રાજુ ચૌહાણ અને જાવેદ સાથે પકડાયો છે. રાજકોટના મારામારી અને ચોરીના ગુનામાં ફરાર છે.
પોલીસ તપાસમાં પ્રાપ્ત વિગતો મૂજબ, મેમ્કો ચાર રસ્તા પાસે સવારે પોલીસ દ્વારા ટ્રાવેલ્સની બસોમાંથી ઉતરતા મુસાફરોનો સામાન ચેક કરવામાં આવતો હતો. સવારે ૭ વાગ્યે રોયલ ટ્રાવેલ્સની બસ આવી તેમાંથી ઉતરેલા તમામ મુસાફરોનો સામાન ચેક થઇ ગયો પણ, ત્રણ યુવકો બસમાંથી ઉતરતા નહતા. તેઓની હિલચાલ શંકાસ્પદ લાગતા કોન્સ્ટેબલે અન્ય સ્ટાફને લકઝરી બસ પાસે બોલાવ્યો હતો. પોલીસ સ્ટાફને બસ તરફ આવતા જોઇ અંદર બેસી રહેલા ત્રણ યુવકો કૂદીને ભાગ્યા હતા. જેમાં દિનેશે લોડ કરેલી બંદૂક તાકી પોલીસને ડરાવીને ભાગ્યો હતો. એસ્ટેટ તરફ ભાગેલા દિનેશન કોન્સ્ટેબલ કરણસિંહે પાછળથી ઝડપી લીધો હતો. દિનેશનો સાગરિત પિન્કુ ને પણ ઝડપી લેવાયો છે.
જયારે ઉદય ઝાલા ફરાર થઇ ગયો છે. પીઆઇ કે. કે. પરમારે જણાવ્યું કે -'દિનેશ અને તેના સાગરિતો ઉતરપ્રદેશ થી કોઇ ગુનાહિત કૃત્ય આચરવા માટે આવ્યા હોવાની શંકા છે. દિનેશનો ગુનાહિત રેકર્ડ ચકાસતા તે આંગડિયા લૂંટમાં અને ચોરીમાં સંડોવાયેલો છે. '

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
તેંડુલકરે રાતોરાત રાજકારણમાં પ્રવેશ કરતાં ક્રિકેટ ચાહકોએ આંચકો અનુભવ્યો
સંસદમાં કોઇને મિત્ર ન બનાવવા તેંડુલકરને ચેતન ચૌહાણની સલાહ
ક્રિકેટમાં સફળતા પછી રાજકારણની પીચ પર ભાગ્ય અજમાવનારા ક્રિકેટરો
આખરી ટેસ્ટમાં વિન્ડિઝનો પરાજય ઓસ્ટ્રેલિયાએ શ્રેણી ૨-૦થી જીતી લીધી

હારની હતાશા ખંખેરીને અમે આજે ચેન્નઇનો સામનો કરીશું

જમવાની બાબતમાં ઝગડો થતાં પતિએ પત્નીની હત્યા કરી દીધી
ઉમતા ચકચારી કેસમાં ૧૦૯ આરોપી નિર્દોષ
FII ની શેરોમાં ઉછાળે વધતી વેચવાલી ઃ સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે વધ્યામથાળેથી ૨૨૦ પોઇન્ટ તૂટી ૧૭૦૨૨ બોલાયો
SIP ને બદલે બજારમાં સીધાં જ દાખલ થતાં રોકાણકારો
૨૦૧૧-૧૨માં સેઝમાંથી થતી નિકાસમાં ૧૫ ટકાનો વધારો

આઈસીઆઈસીઆઈ બેંકનો ચોથા ત્રિમાસિકનો ચોખ્ખો નફો ૩૧ ટકા વધીને રૃ.૧૯૦૨ કરોડ

ચીનમાંં પ્રથમ ત્રિમાસિકગાળામા ંઔદ્યોગિક નફામા ૧.૩ ટકાનો ઘટાડો નોંધાયો
ખડોળના પાટીયા નજીક આઇશર પલ્ટી ખાતા ૧૦ના મોત ઃ સાત ગંભીર
એક પછી એક એમ બે લકઝરી બસ આગમાં સ્વાહા

મુસ્લિમ સાથે પુત્રીએ લગ્ન કરતાં પિતાએ ઝેર પીધું

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved