Last Update : 28-April-2012, Saturday

 

એસ.જી. હાઈવેની હોટલમાંથી યુવતી, દારૃ સાથે પકડાયેલા
'ગોડમધર'ના પુત્ર કરણે ખોટી ઓળખ આપી પોલીસને છેતરી

સંતોકબેન જાડેજાના પુત્ર કરણે 'કમલ પટેલ' નામ આપ્યુંઃ કરણ અને મિત્ર વિશાલને પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા

અમદાવાદ
એક સમયે ભારે ચર્ચામાં રહેલા 'ગોડમધર' સંતોકબેન જાડેજાનો પુત્ર કરણ જાડેજા અમદાવાદમાં ધરપકડ દરમ્યાન ખોટું નામ આપી પોલીસને થાપ આપી ગયાની ચોંકાવનારી વિગતો ખૂલી છે. ગત રવિવારે રાતે એસ.જી. હાઈવેની હોટલમાંથી બે યુવતીઓ સાથે વિશાલ ચંદારાણા અને કમલ પટેલ નામના યુવકો દારૃ-બિયરની મહેફીલ માણતા પકડાયા હતા. વસ્ત્રાપુર પોલીસે કાર્યવાહી કરી બન્નેને જામીનમુક્ત કર્યા હતા. બાદમાં, પોલીસને માહિતી મળી કે, કમલ પટેલ નામધારી શખ્સ કરણ જાડેજા હતો. વર્ષો પછી અમદાવાદમાં સક્રિય થયેલો કરણ જાડેજા ખોટું નામ આપી થાપ આપી ગયાની વિગતો મળતાં પોલીસે વિશાલ અને કરણને ફરી પૂછપરછ માટે નોટિસ ફટકારી છે.
રવિવારે રાતે એસ.જી. હાઈવે ઉપર ગુરૃદ્વારા પાસે આવેલી હોટલ ઈડનમાં વસ્ત્રાપુર પોલીસને ચેકીંગ દરમ્યાન બે યુવક અને બે યુવતી શંકાસ્પદ જણાયા હતા. પોલીસે રાજકોટના મોટી ટાંકી ચોક પાસે ગુરૃનિષ્ઠા સોસાયટીમાં રહેતા વિશાલ જગદીશભાઈ ચંદારાણા (ઉ.વ. ૩૪) અને કાલાવડ રોડ ઉપર દૂરદર્શન ફલેટમાં રહેતા કમલ સુમનભાઈ પટેલ (ઉ.વ. ૩૮)ને બે યુવતીઓ સાથે મધરાતે ૩-૩૦ વાગ્યે મહેફીલ માણતા પકડયા હતા. અમદાવાદની બિજલ અને સ્નેહલ નામની યુવતીઓ સાથે હોટલના રૃમ નંબર ૩૦૫માંથી બે યુવકોને દારૃની એક બોટલ, બે બિયર અને બિયરના ૩ ખાલી ટીન સાથે પકડી પાડયા હતા.
રાજકોટના વિશાલ ચંદારાણા શેરબ્રોકર છે અને તેના બિલ્ડર મિત્ર કમલ સાથે ધંધાના કામે આવ્યો હોવાનું જાહેર કરાયું હતું. એક સમયે સાથે ભણતી યુવતી અને તેની મિત્ર હોટલમાં મળવા આવી હોવાની કેફીયત પોલીસને આપવામાં આવી હતી. વિશાલ અને કમલ સામે તેમની મિત્ર એવી યુવતીઓ સાથે દારૃ-બિયરની મહેફીલ માણવાના આરોપસર કેસ કરી વિધીવત્ કાર્યવાહી કરવામાં આવી હતી.
દરમ્યાન, વસ્ત્રાપુરના પી.એસ.આઈ. નઈમખાન પઠાણને એવી માહિતી મળી હતી કે- કમલ પટેલ નામ આપનાર શખ્સ સૌરાષ્ટ્રના એક સમયના ચર્ચાસ્પદ 'ગોડમધર' સંતોકબેન જાડેજાનો પુત્ર કરણ છે. લાંબા સમયથી અમદાવાદમાં સક્રિય ન હોવાથી મોટાભાગના પોલીસ કર્મચારીઓ કરણ સરમણભાઈ જાડેજાને જોયે ઓળખતાં નથી. કરણ જાડેજાએ તેનો 'લૂક' બદલીને મૂછો વધારી હોવાની વિગતો પણ પોલીસને મળી હતી. અંતે, મૂળ સૌરાષ્ટ્રના જાણકાર, અનુભવી પોલીસકર્મીઓને રવિવારે રાતે પાડવામાં આવેલો આરોપીનો ફોટો બતાવવામાં આવ્યો હતો. આ પછી કમલ પટેલ જ કરણ જાડેજા હોવાની શંકા મજબૂત બની હતી. જ્યારે, શેરનો ધંધો કરતો વિશાલ ઉઘરાણીના કામે અમદાવાદ આવ્યો હોવાની વિગતો પણ પોલીસને મળી છે. આ સંજોગોમાં પૂછપરછની આવશ્યકતા જણાઈ છે. વસ્ત્રાપુરના પી.આઈ. મનોજ શર્માએ કહ્યું કે- મહેફીલના આરોપસર પકડાયેલો આરોપી કમલ પટેલ નહીં પણ કરણ જાડેજા હોવાની શંકા મજબૂત બનતાં વસ્ત્રાપુર પોલીસે બે આરોપી વિશાલ અને કમલને વિશેષ પૂછપરછ માટે સી.આર.પી.સી. ૧૬૦ મુજબ નોટિસ પાઠવી છે. પોલીસને શંકાસ્પદ જણાતાં સવાલોના જવાબ આરોપીઓ નહીં આપે તો વિધીવત્ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
તેંડુલકરે રાતોરાત રાજકારણમાં પ્રવેશ કરતાં ક્રિકેટ ચાહકોએ આંચકો અનુભવ્યો
સંસદમાં કોઇને મિત્ર ન બનાવવા તેંડુલકરને ચેતન ચૌહાણની સલાહ
ક્રિકેટમાં સફળતા પછી રાજકારણની પીચ પર ભાગ્ય અજમાવનારા ક્રિકેટરો
આખરી ટેસ્ટમાં વિન્ડિઝનો પરાજય ઓસ્ટ્રેલિયાએ શ્રેણી ૨-૦થી જીતી લીધી

હારની હતાશા ખંખેરીને અમે આજે ચેન્નઇનો સામનો કરીશું

જમવાની બાબતમાં ઝગડો થતાં પતિએ પત્નીની હત્યા કરી દીધી
ઉમતા ચકચારી કેસમાં ૧૦૯ આરોપી નિર્દોષ
FII ની શેરોમાં ઉછાળે વધતી વેચવાલી ઃ સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે વધ્યામથાળેથી ૨૨૦ પોઇન્ટ તૂટી ૧૭૦૨૨ બોલાયો
SIP ને બદલે બજારમાં સીધાં જ દાખલ થતાં રોકાણકારો
૨૦૧૧-૧૨માં સેઝમાંથી થતી નિકાસમાં ૧૫ ટકાનો વધારો

આઈસીઆઈસીઆઈ બેંકનો ચોથા ત્રિમાસિકનો ચોખ્ખો નફો ૩૧ ટકા વધીને રૃ.૧૯૦૨ કરોડ

ચીનમાંં પ્રથમ ત્રિમાસિકગાળામા ંઔદ્યોગિક નફામા ૧.૩ ટકાનો ઘટાડો નોંધાયો
ખડોળના પાટીયા નજીક આઇશર પલ્ટી ખાતા ૧૦ના મોત ઃ સાત ગંભીર
એક પછી એક એમ બે લકઝરી બસ આગમાં સ્વાહા

મુસ્લિમ સાથે પુત્રીએ લગ્ન કરતાં પિતાએ ઝેર પીધું

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved