Last Update : 28-April-2012, Saturday

 

તેલ મિલરો સામે સરકાર વામણી પૂરવાર
સિંગતેલમાં સળંગ ચોથા દિવસે ડબ્બે ઔરૃા ૧૦નો ઉછાળો ઃ નવાટીનના રૃા ૨૧૧૦

સિંગતેલના ભાવ કયાં જઈ અટકશે? ગૃહિણીઓમાં દેકારો ઃ બ્રાન્ડવાળાની સિન્ડીકેટના કારણે ઉચકાતા ભાવ

રાજકોટ, શુક્રવાર
ખાદ્યતેલના ભાવને કાબુમાં રાખવા સ્ટોક નિયંત્રણની તેલ - તેલિબિયાના ધંધાર્થીઓ પર કોઈ અસર પડી નથી. એક સપ્તાહ સુધી શાંત બેસી રહેલી તેલલોબીએ ફરી બમણા જોરથી મેદાનમાં ઉતરી હોય તેમ છેલ્લા સળંગ ચાર દિવસથી ડબ્બે રૃા ૧૦-૧૦નો વધારો કરી રાજકોટ સિંગતેલ ટેકસપેઈડ નવા ટીનનાં ભાવ રૃા ૨૧૦૦ની સપાટી કુદાવી રૃા ૨૧૧૦ બોલાવી દીધા છે. સિંગતેલ સહિત તમામ ખાદ્યતેલોમાં અસહ્ય ભાવ વધારો થતાં આમ પ્રજામાં ભારે દેકારો મચી ગયો છે.
સિંગતેલ પાછળ અન્ય સાઈડતેલોના ભાવ પણ ઉચકાયા છે. કપાસિયા તેલમાં ડબ્બે રૃા ૫ વધી રૃા ૧૧૩૫ થી ૧૧૪૫ પામોલીન તેલમાં પણ રૃા ૫ વધી ૧૦૫૫થી ૧૦૬૦ ના ભાવ રહ્યાં છે. સિંગતેલના ભાવમાં એકધારીતેજી ફૂંકાવા છતાં સરકારે શરૃઆતથી જ ઢીલી નીતિ રાખતા પરિસ્થિતિ કાબુ બહાર જતી રહી છે. ખાદ્યતેલોના ભાવના પ્રશ્ને ભારે હોબાળો મચતા સરકારે સ્ટોક નિયંત્રણનો ધારો નાખી દરોડા પાડતા એક સપ્તાહ સુધી ભાવો સ્થિર રહ્યાં બાદ ફરી બ્રાન્ડવાળાની સિન્ડીકેટે નવો ક્રોપ બજારમાં આવે તે પૂર્વે શકય હોય તેટલો નફો રળી લેવા ભાવ ઉચકાવાનું શરૃ કરી દીધું છે. રાજકોટ અને ગોંડલના તેલમિલરો સિંગતેલ લુઝ ૧૦માં બજારમાં ચાલતા ભાવથી રૃા ૫૦થી ૬૦ ઉચા ચૂકવી રૃા ૧૨૮૦થી ૧૩૦૦ના ભાવે સોદા કરતાં સીંગતેલના ભાવ કયાં જઈ અટકશે તે કહેવું મુશ્કેલ છે. સૌરાષ્ટ્રનાં ગણ્યા ગાઠયાં બ્રાન્ડવાળાઓ સિન્ડીકેટ રચી સિંગતેલમાં ભાવને અકલ્પનીય સપાટીએ પહોંચાડી પ્રજાને બેફામ લૂંટી રહ્યાં છે. જીવનજરૃરી એવા ખાદ્યતેલના ભાવને કાબુમાં રાખવામાં સરકાર સરેઆમ નિષ્ફળ ગઈ છે.
હવે ઉનાળુ મગફળીનો ક્રોપ પંદર દિવસમાં બજારમાં આવી જવાની ધારણા રહી છે. નવી સીઝન પૂર્વે જુનો સ્ટોક ઉંચાભાવે ઉપભોગતા વર્ગના ગળામાં પધરાવી રહ્યાં છે. સિંગતેલમાં ડબ્બે રૃા ૨૫-૫૦ વધતા ત્યારે ડબ્બા ખખડાવી દેકારો મચાવનારા ભાજપના કાર્યકરો તેલના ભાવમાં છ મહિનામાં ડબ્બે રૃા ૮૦૦નો તોતીંગ ભાવ વધારો થતાં ચૂંપ કેમ છે તેવો સવાલ ઉઠયો છે. સીંગતેલના ભાવ રૃા ૨૧૦૦ની સપાટીને કુદાવી જતાં આ પ્રજામાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
તેંડુલકરે રાતોરાત રાજકારણમાં પ્રવેશ કરતાં ક્રિકેટ ચાહકોએ આંચકો અનુભવ્યો
સંસદમાં કોઇને મિત્ર ન બનાવવા તેંડુલકરને ચેતન ચૌહાણની સલાહ
ક્રિકેટમાં સફળતા પછી રાજકારણની પીચ પર ભાગ્ય અજમાવનારા ક્રિકેટરો
આખરી ટેસ્ટમાં વિન્ડિઝનો પરાજય ઓસ્ટ્રેલિયાએ શ્રેણી ૨-૦થી જીતી લીધી

હારની હતાશા ખંખેરીને અમે આજે ચેન્નઇનો સામનો કરીશું

જમવાની બાબતમાં ઝગડો થતાં પતિએ પત્નીની હત્યા કરી દીધી
ઉમતા ચકચારી કેસમાં ૧૦૯ આરોપી નિર્દોષ
FII ની શેરોમાં ઉછાળે વધતી વેચવાલી ઃ સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે વધ્યામથાળેથી ૨૨૦ પોઇન્ટ તૂટી ૧૭૦૨૨ બોલાયો
SIP ને બદલે બજારમાં સીધાં જ દાખલ થતાં રોકાણકારો
૨૦૧૧-૧૨માં સેઝમાંથી થતી નિકાસમાં ૧૫ ટકાનો વધારો

આઈસીઆઈસીઆઈ બેંકનો ચોથા ત્રિમાસિકનો ચોખ્ખો નફો ૩૧ ટકા વધીને રૃ.૧૯૦૨ કરોડ

ચીનમાંં પ્રથમ ત્રિમાસિકગાળામા ંઔદ્યોગિક નફામા ૧.૩ ટકાનો ઘટાડો નોંધાયો
ખડોળના પાટીયા નજીક આઇશર પલ્ટી ખાતા ૧૦ના મોત ઃ સાત ગંભીર
એક પછી એક એમ બે લકઝરી બસ આગમાં સ્વાહા

મુસ્લિમ સાથે પુત્રીએ લગ્ન કરતાં પિતાએ ઝેર પીધું

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved