Last Update : 28-April-2012, Saturday

 

ખડોળના પાટીયા નજીક આઇશર પલ્ટી ખાતા ૧૦ના મોત ઃ સાત ગંભીર

નવાગામ ગાયકવાડીથી ભરવાડ પરિવાર સુરત સીમંત અને લગ્ન પ્રસંગ પતાવી પરત સુરત જતો હતો તે વેળાએ ગોજારી કરૃણાંતિકા ઘટી

(ટ્રંકકોલ) ધંધુકા, તા.૨૭
ધંધુકા-બગોદરા માર્ગ પર આવેલ ખડોળ ગામના પાટીયા નજીક આજે ગોજારી કરૃણાંતિકા સર્જાતા ૧૦ વ્યક્તિના મોત નિપજવા પામ્યાં હતાં. વલભીપુરનાં નવાગામ ગાયકવાડીથી ભરવાડ પરિવાર સુરત મુકામે ઘઉં ભરેલ આઇશરમાં બેસી સીમંત અને લગ્ન પોતાના વતનમાં પતાવીને પરત ફરતા હતા તે વેળાએ આઇશર ખાળીયામાં પલ્ટી ખાઇ જતા કરૃણાંતિકા ઘટવા પામી હતી. અકસ્માતમાં સાત વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા તમામન ભાવનગર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.
'ન જાણ્યુ હતુ જાનકી નાથે કે કાલે શુ થવાનું છે' ઉક્ત પંક્તિને સાર્થક કરતી ગોજારી ઘટના આજે ધંધુકાથી નવ કિલોમીટર દૂર આવેલ ખડોળ ગામના પાટીયા પાસેના જૈન મંદિર નજીક ઘટવા પામી હતી. ભાવનગર જિલ્લાનાં વલભીપુર તાલુકાનાં નવાગામ ગાયકવાડીના વતની અને હાલ સુરત મુકામે રહેતા ભરવાડ પરિવાર વતનમાં હનુભાઇ પોપટભાઇની બે દિકરીઓનાં લગ્ન પ્રસંગ અને ગભરૃભાઇના પુત્રવધુનો સીમંત પ્રસંગ પૂર્ણ કરી સુરત તરફ જવુ હોય તે વેળાએ વલભીપુરનાં હળીયાદ ગામે રહેતા પ્રફુલભાઇ સુરેશભાઇ દેવીપૂજક આઇશર નંબર જીજે-૩-ઝેડ-૭૮૬૯માં ઘઉની બોરીઓ ફરી સુરત જતા હોય તે આઇશરમાં લિફ્ટ મેળવી પરિવાર સુરત જવા બોરીઓ પર બેસી રવાના થયો હતો તે વેળાએ ધંધુકા-બગોદરા માર્ગ પર આવેલ ખડોળ ગામના પાટીયા પાસે રાત્રીના ૧૨-૪૫ કલાકનાં સુમારે આગળ જતી રિક્ષાને ઓવરટેક કરી આઇશરનાં ચાલકે આગળ જતા આઇશર પરનો કંટ્રોલ ગુમાવતા બાજુની ખાઇમાં પલ્ટી ખાઇ જતા આઇશરમાં રાખેલ ઘઉની બોરીઓ તળે ચકદાઇ જતા નવાગામ ગાયકવાડી ખાતે રહેતા રયાબેન રણછોડભાઇ ભરવાડ, હથાભાઇ જેરામભાઇ ભરવાડ, લક્ષ્મીબેન ભરવાડ, ટીડીબેન ભુરાભાઇ ભરવાડ, જસુબેન રાજુભાઇ ભરવાડ, શાંતુબેન ગભરૃભાઇ ભરવાડ, જાનુબેન શેલાભાઇ ભરવાડ, જીવુબેન નાનુભાઇ ભરવાડ, વાલીબેન ગભરૃભાઇ ભરવાડ અને છ માસનુ માસુમ બાળક અજયનું ઘટના સ્થળ પર જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અન્ય કાળીબેન દેવજીભાઇ, પ્રફુલભાઇ સુરેશભાઇ, તેજલબેન જાનુભાઇ, રાજુભાઇ ગભરૃભાઇ, જગદિશભાઇ રમેશભાઇ અને ગભરૃભાઇ દાનાભાઇ અને મહેશ રણછોડભાઇ કાણકીયાને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલીક સારવાર અર્થે ધંધુકા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર અર્થે ભાવનગર સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યારે અકસ્માત સર્જી આઇશરનો ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો.
ઉક્ત ઘટનાનાં પગલે ધંધુકા પોલીસ મથકના પી.એસ.આઇ. સહિતનો મસમોટો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને મૃતકનો કબ્જો મેળવી ધંધુકા હોસ્પિટલમાં પી.એમ. અર્થેની તજવીજ હાથ ધરી હતી. ઘટનાનાં પગલે ભારે આક્રોદ સાથે અરેરાટી મચી જવા પામી હતી.
ઉક્ત ઘટના સંદર્ભે નવાગામ ગાયકવાડી ખાતે રહેતા ધુડાભાઇ લક્ષ્મણભાઇ મીરએ આઇશર નંબર જીજે-૩-ઝેડ-૭૮૬૯નાં ચાલક સામે ધંધુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા ધંધુકા પોલીસે ચાલક સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

અકસ્માતમાં મૃતકોની યાદી
ક્રમ નામ
(૧) રયાબેન રણછોડભાઇ ભરવાડ (ઉ.વ.૩૨)
(૨) હથાભાઇ મેરામભાઇ ભરવાડ (ઉ.વ.૪૦)
(૩) લક્ષ્મીબેન ભરવાડ (ઉ.વ.૬૫)
(૪) ટીડીબેન ભુરાભાઇ ભરવાડ (ઉ.વ.૫૦)
(૫) જસુબેન રાજુભાઇ ભરવાડ (ઉ.વ.૨૮)
(૬) શાંતુબેન ગભરૃભાઇ ભરવાડ (ઉ.વ.૫૦)
(૭) જાનુબેન શેલાભાઇ ભરવાડ (ઉ.વ.૦૩)
(૮) વાલીબેન ગભરૃભાઇ ભરવાડ (ઉ.વ.૨૨)
(૯) જીવુબેન નાનુભાઇ ભરવાડ (ઉ.વ.૭૦)
(૧૦) અજયભાઇ ભરવાડ (ઉ.વ.૬ માસ)
ઇજાગ્રસ્તોની યાદી
ક્રમ નામ
(૧) મહેશભાઇ રણછોડભાઇ ભરવાડ (ઉ.વ.૧૨)
(૨) ગભરૃભાઇ દાનાભાઇ ભરવાડ (ઉ.વ.૬૫)
(૩) જગદિશભાઇ રમેશભાઇ ભરવાડ (ઉ.વ.૧૨)
(૪) કાળીબેન દેવજીભાઇ ભરવાડ (ઉ.વ.૪૧)
(૫) રાજુભાઇ ગભરૃભાઇ ભરવાડ (ઉ.વ.૩૦)
(૬) તેજલબેન જાનુભાઇ ભરવાડ (ઉ.વ.૦૫)
(૭) પ્રફુલભાઇ સુરેશભાઇ વણોદીયા (ઉ.વ.૨૬)

જીગર પંડયા

પુત્રની નજર સામે માતાએ અંતિમ શ્વાસ લીધા
ભાવનગર, શુક્રવાર
નવાગામ ગાયકવાડીનાં વતની અને સુરત ખાતે રહેતો પરિવાર પોતાનાં વતનમાં લગ્ન પ્રસંગ અને સીમંત પ્રસંગ પૂર્ણ કરીને પરત સુરત ખાતે જવા રવાના થયો હતો તે વેળાએ ધંધુકાથી નવ કિમી દૂર આઇશર ખાળીયામાં પલ્ટી ખાતા ઘઉની ગુણુ તળે દબાઇ જતા નવ વ્યક્તિનાં મોત નિપજ્યાં હતાં જેમાં પુત્ર મહેશ રણછોડભાઇ કાણકીયાની નજર સામે તેની માતા રયાબેનનું મોત નિપજ્યું હતું જ્યારે મહેશને ગંભીર ઇજા પહોંચતા ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ઘટનાનાં પગલે આઘાત સાથે અરેરાટી છવાઇ જવા પામી હતી.

 

પરિવાર લગ્ન પ્રસંગ અને સીમંત પ્રસંગ હરખતા હૈયે કરી પરત ફર્યો અને કરૃણાંતિકા સર્જાઇ
સુરત ખાતે રહેતો પરિવાર પોતાના વતનમાં પ્રસંગોપાત આવી પરત ફરતો હતો
ભાવનગર, શુક્રવાર
જ્યારે ખડોલ ગામના પાટીયા પાસે અકસ્માત સર્જાતા ૧૦ વ્યક્તિનાં એકીસાથે મોત નિપજતા આક્રોદ છવાઇ જવા પામ્યો હતો. સુરત ખાતે રહેતો પરિવાર પોતાના વતનમાં પ્રસંગોપાત આવી પરત સુરત ફરી રહ્યો હતો તે વેળાએ કરૃણાંતિકા સર્જાવા પામી હતી.
વલભીપુર તાલુકાનાં નવાગામ ગાયકવાડી ખાતે રહેતા હનુભાઇ પોપટભાઇની બે દિકરીઓનાં લગ્ન ગત તા.૨૫મીના રોજ હોય જ્યારે આજ ગામમાં રહેતા ગભરૃભાઇનાં દિકરાની વહુનો ૨૬મીના રોજ સીમંત પ્રસંગ હોય જે બંને પ્રસંગો હરખતા હૈયે ઉજવી ગત રાત્રીનાં પરિવાર ઘઉ ભરેલા આઇશરમાં સુરત, નવસારી અને બારડોલી જવા રવાના થયો હતો તે વેળાએ કોઇને કલ્પનાસુધ્ધા ન હોતી કે આગળ શું થવાનું છે. લગ્નનાં રૃડા ગીતો ગવાયા બાદ ખડોળ ગામ પાસે કરૃણાંતિકા સર્જાતા ભરવાડ સમાજમાં આક્રોદ છવાઇ જવા પામ્યો હતો.

 

ધંધુકા અકસ્માતમાં ભોગ બનનારના પરિવારને સહાય

સરકાર દ્વારા તમામ મૃતકના પરિવારને એક-એક લાખની સહાય જાહેર કરાઈ
ભાવનગર, શુક્રવાર
ધંધુકા હાઈ-વે પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલાના પરિવારને રાજ્ય સરકાર દ્વારા એક - એક લાખની સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
ધંધુકા પાસે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ૧૦ લોકોનાં મૃત્યુ થતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ હતી. દરમ્યાન આ ઘટનાની જાણ યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન મહેન્દ્ર ત્રિવેદી પ્રદેશ મંત્રી જીતુ વાઘાણી તથા જિલ્લા ભાજપ પ્રમુખ જેબલીયાએ મુખ્યમંત્રીને કરતા મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત પરિવારોને સાંત્વના પાઠવી હતી અને તમામ મૃતકના પરિવારને એક-એક લાખની સહાયની ઘોષણા કરી હતી.
એટલું જ નહિ અકસ્માતમાં ઈજા પામેલા લોકોને તદન વિનામુલ્યે તમામ પ્રકારની સારવાર મળી રહે તે માટેનો આદેશ પણ રાજ્ય સરકારે કર્યો હોવાનું પ્રદેશ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. ત્રણેય પદાધિકારીએ મુખ્ય મંત્રી પ્રત્યે આભારની લાગણી પણ વ્યક્ત કરી હતી.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
તેંડુલકરે રાતોરાત રાજકારણમાં પ્રવેશ કરતાં ક્રિકેટ ચાહકોએ આંચકો અનુભવ્યો
સંસદમાં કોઇને મિત્ર ન બનાવવા તેંડુલકરને ચેતન ચૌહાણની સલાહ
ક્રિકેટમાં સફળતા પછી રાજકારણની પીચ પર ભાગ્ય અજમાવનારા ક્રિકેટરો
આખરી ટેસ્ટમાં વિન્ડિઝનો પરાજય ઓસ્ટ્રેલિયાએ શ્રેણી ૨-૦થી જીતી લીધી

હારની હતાશા ખંખેરીને અમે આજે ચેન્નઇનો સામનો કરીશું

જમવાની બાબતમાં ઝગડો થતાં પતિએ પત્નીની હત્યા કરી દીધી
ઉમતા ચકચારી કેસમાં ૧૦૯ આરોપી નિર્દોષ
FII ની શેરોમાં ઉછાળે વધતી વેચવાલી ઃ સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે વધ્યામથાળેથી ૨૨૦ પોઇન્ટ તૂટી ૧૭૦૨૨ બોલાયો
SIP ને બદલે બજારમાં સીધાં જ દાખલ થતાં રોકાણકારો
૨૦૧૧-૧૨માં સેઝમાંથી થતી નિકાસમાં ૧૫ ટકાનો વધારો

આઈસીઆઈસીઆઈ બેંકનો ચોથા ત્રિમાસિકનો ચોખ્ખો નફો ૩૧ ટકા વધીને રૃ.૧૯૦૨ કરોડ

ચીનમાંં પ્રથમ ત્રિમાસિકગાળામા ંઔદ્યોગિક નફામા ૧.૩ ટકાનો ઘટાડો નોંધાયો
ખડોળના પાટીયા નજીક આઇશર પલ્ટી ખાતા ૧૦ના મોત ઃ સાત ગંભીર
એક પછી એક એમ બે લકઝરી બસ આગમાં સ્વાહા

મુસ્લિમ સાથે પુત્રીએ લગ્ન કરતાં પિતાએ ઝેર પીધું

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved