Last Update : 28-April-2012, Saturday

 

કલ્કીએ ચુંબન વખતે પ્રસન્નજીતના હોઠ કરડી ખાધા

-અભિનેત્રીનું પ્રથમ દીર્ઘ-તીવ્ર ચુંબન

 

- ફિલ્મ ‘શાંઘાઇ’ના સેટની ઘટના

મુંબઇ તા.૨૭
‘શૈતાન’ અને ‘દેવડી’માં કલ્કી કોરિલને એક ચુંબન દ્રશ્ય આપ્યું હતું પરંતુ, આ ચંુબન દ્રશ્ય પલક ઝપકતા જ પૂરું થઇ ગયું હતું. પરંતુ તેણે પડદા પર ક્યારે પણ કોઇને દીર્ધ ચુંબન કર્યું નથી આથી દિબાકર બેનર્જીએ તેની અને પ્રસન્નજીત વચ્ચે એક દીર્ધ ચુંબન દ્રશ્યનું શૂટંિગ કરવાનું કલ્કીને કહ્યું ત્યારે આ બંને ફિલ્મની બેકગ્રાઉન્ડ વાર્તા સમજે એ આવશ્યક હતું આથી આ દ્રશ્ય ફિલ્માવતા પૂર્વે આ બંનેએ અતુલ મોંગિયાની એક વર્કશોપમાં ભાગ પણ લીધો હતો. આ કારણે તેમને ઘણી મદદ મળી હતી. પરંતુ પીવીઆર પિકચર્સની આઠમી જૂને રિલિઝ થતી ફિલ્મ ‘શાંઘાઇ’ના સેટ પર કલ્કીએ પ્રસન્નજીતના હોઠ કરડી ખાધા હતા. દિબાકરે જણાવ્યા પ્રમાણે, ‘કલ્કીનું પાત્ર ઘણું જટીલ છે તે બે અલગ દેશના માતા-પિતાની એક ભારતીય પુત્રીનું પાત્ર ભજવે છે પરંતુ તેનો વિદેશી જેવી દેખાય છે. એક નાના શહેરમાં રહેતી હોવાથી હમેશા તેના દેખાવથી જ તેને વિશે અભિપ્રાય બાંધવામાં આવે છે. આ નાનકડા ગામમાં એક લડત ચલાવતી વખતે તેની મુલાકાત એક ક્રોધી અને આદર્શવાદી પુરુષ સાથે થાય છે જે તેની સામાજિક ચળવળ માટે જાણીતો છે અને સચ્ચાઇને હંમેશા ટેકો આપે છે આ આઘેડ પુરુષ અને યુવાન સ્ત્રી વચ્ચે એક શક્તિશાળી સેકસ્યુઅલ કેમેસ્ટ્રી છે.
કલ્કીની સામે એક સમસ્યા ઊભી થાય છે ત્યારે તે હંિમત હારી જાય છે અને પ્રસન્નજીત તેને લડવાની પ્રેરણા પૂરી પાડે છે. આ સમયે તે લાગણીના પૂરમાં તણાઇને પ્રસન્નજીતને ભેટી પડે છે.’
રસોડામાં શૂટંિગ કરવામાં આવેલા આ દ્રશ્યના મૂડમાં આવવા માટે દિબાકરે કલ્કીને પ્રસન્નજીત પર આક્રમણ કરવાની સૂચના આપી હતી. ‘મેં તેને પહેલ કરવા માટે કહ્યું હતું. આ બંનેએ રિહર્સલ કર્યું હોવા છતા આ દ્રશ્યનું શૂટંિગ કરવું તેને માટે ઘણું મુશ્કેલ હતું. દરેક ટેક પછી તે બીજા રૂમમાં દોડી જતી હતી અને પોતાની લાગણીઓમાં ઉછાળો લાવવા માટે રડતી હતી. શૂટંિગ દરમિયાન તેણે પ્રસનજીતના હોઠ કરડી ખાધા હતા,’ એમ દિબાકરે ઉમેર્યું હતું.
દિબાકર આ દ્રશ્યના શૂટંિગ પછી ‘કટ’ કહેવાનું ભૂલી ગયા હોવાથી એક વિચિત્ર પરિસ્થિતિ સર્જાઇ હતી. ‘રીતસરનું પ્રસનજીત પર આક્રમણ કરવાની સૂચના મને અપાઇ હતી અને તે ‘કટ’ કહે નહીં ત્યાં સુધી ચુંબન કરતા રહેવાનું દિબાકરે મને કહ્યું હતું. અને અમે ફ્રેમની બહાર જતા રહ્યા હોવાનું અમને ભાન પણ થયું નહોતું અને અમે ચુંબન કરતા રહ્યા હતા,’ એમ કલ્કીએ કહ્યું હતું.
આ પ્રસંગને યાદ કરતા આજે પણ પ્રસન્નજીતના ચહેરા પર સ્મિત ફેલાઇ જાય છે. અભિનેતાએ જણાવ્યા પ્રમાણે, ‘દિબાકરે કલ્કીને આક્રમક બનવા માટે કહ્યું હતું તે ઘણું રડતી હતી અને મને મારતી પણ હતી. પરંતુ, હું શાંત હતો. શૂટંિગ દરમિયાન હું શાંત જ હોઉ છું. મારું આ પ્રથમ ચુંબન દ્રશ્ય નહોતું. મેં દરેક પ્રકારના રોમાન્ટિક દ્રસ્યો ભજવ્યા છે.’

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
તેંડુલકરે રાતોરાત રાજકારણમાં પ્રવેશ કરતાં ક્રિકેટ ચાહકોએ આંચકો અનુભવ્યો
સંસદમાં કોઇને મિત્ર ન બનાવવા તેંડુલકરને ચેતન ચૌહાણની સલાહ
ક્રિકેટમાં સફળતા પછી રાજકારણની પીચ પર ભાગ્ય અજમાવનારા ક્રિકેટરો
આખરી ટેસ્ટમાં વિન્ડિઝનો પરાજય ઓસ્ટ્રેલિયાએ શ્રેણી ૨-૦થી જીતી લીધી

હારની હતાશા ખંખેરીને અમે આજે ચેન્નઇનો સામનો કરીશું

જમવાની બાબતમાં ઝગડો થતાં પતિએ પત્નીની હત્યા કરી દીધી
ઉમતા ચકચારી કેસમાં ૧૦૯ આરોપી નિર્દોષ
FII ની શેરોમાં ઉછાળે વધતી વેચવાલી ઃ સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે વધ્યામથાળેથી ૨૨૦ પોઇન્ટ તૂટી ૧૭૦૨૨ બોલાયો
SIP ને બદલે બજારમાં સીધાં જ દાખલ થતાં રોકાણકારો
૨૦૧૧-૧૨માં સેઝમાંથી થતી નિકાસમાં ૧૫ ટકાનો વધારો

આઈસીઆઈસીઆઈ બેંકનો ચોથા ત્રિમાસિકનો ચોખ્ખો નફો ૩૧ ટકા વધીને રૃ.૧૯૦૨ કરોડ

ચીનમાંં પ્રથમ ત્રિમાસિકગાળામા ંઔદ્યોગિક નફામા ૧.૩ ટકાનો ઘટાડો નોંધાયો
ખડોળના પાટીયા નજીક આઇશર પલ્ટી ખાતા ૧૦ના મોત ઃ સાત ગંભીર
એક પછી એક એમ બે લકઝરી બસ આગમાં સ્વાહા

મુસ્લિમ સાથે પુત્રીએ લગ્ન કરતાં પિતાએ ઝેર પીધું

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved