Last Update : 28-April-2012, Saturday

 

૧૦ ગ્રામદીઠ વધુ રૃ.૧૩૦થી ૧૩૫ વધ્યા
સોનામાં તેજી આગળ ધપતાં રૃ.૨૯ હજાર કુદાવતા ભાવો

ચાંદી પણ ઉછળી રૃ.૫૭ હજાર નજીક પહોંચી ઃ વિશ્વ બજારમાં ૩૧ ડોલરની સપાટી કુદાવી ગયેલા ભાવો

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,શુક્રવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે ચાંદીમાં આંચકા પચાવી ભાવો કિલોના રૃ.૫૫૦ ઉછળ્યા હતા જયારે સોનામાં તેજી આગળ વધતાં ભાવો ૧૦ ગ્રામના વધુ રૃ.૧૩૦થી ૧૩૫ ઉછળી રૃ.૨૯ હજારની સપાટીને પાર કરી ગયા હતા. ચાંદી ૯૯૯ના ભાવો કિલોના રૃ.૫૬૨૫૦ વાળા આજે રૃ.૫૬૭૨૦ ખુલી રૃ.૫૬૮૦ બંધ રહ્યા હતા. સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૨૮૯૧૦ વાળા રૃ.૨૯૦૬૫ ખુલી રૃ.૨૯૦૪૫ જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૨૯૦૫૦ વાળા રૃ.૨૯૨૦૫ ખુલી રૃ.૨૯૧૮૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ૧૬૫૪.૭૦ વાળા આજે નીચામાં ૧૬૫૦.૨૦ થયા પછી ફરી વધી ૧૬૫૭.૭૦ થઈ સાંજે ૧૬૫૬.૫૦ ડોલર રહ્યાના સમાચારો હતા ચાંદીના ભાવો વિશ્વ બજારમાં ૩૦.૮૫ વાળા ઉછળી ૩૧ ડોલરને પાર કરી ૩૧.૧૮ ડોલર સાંજે રહ્યા હતા. વિશ્વ બજારની મજબૂતાઈ તથા રૃપિયા સામે ડોલરની મજબુતાઈ વચ્ચે ઘરઆંગણે આજે બંને કિંમતી ધાતુઓમાં ઉંચી ગયેલી આયાત પડતરો વચ્ચે હાજરમાં વેંચનારા ઓછા તથા લેનારા વધુ રહ્યા હતા. ડોલરના ભાવો રૃ.૫૨.૫૫ વાળા આજે ઉંચામાં રૃ.૫૨.૬૫ તથા નીચામાં રૃ.૫૨.૪૮ વચ્ચે અથડાઈ છેલ્લે રૃ.૫૨.૫૪ વચ્ચે અથડાઈ છેલ્લે રૃ.૫૨.૫૪ રહ્યા હતા. મુંબઈમાં સાંજે ચાંદીના ભાવો રૃ.૫૬૮૦૦થી ૫૬૮૨૫ તથા કેશમાં ભાવો રૃ.૫૬૬૦૦થી ૫૬૬૨૫ બોલાઈ રહ્યા હતા.
રૃમાં નિકાસ છૂટ અંગે દિલ્હીમાં સોમવારે મળનારી મિટિંગ પર નજર ઃ ન્યુયોર્ક વાયદો ઉંચકાયો
મુંબઈ રૃ બજારમાં આજે ભાવો સૂસ્ત રહ્યા હતા. મથકોએ સ્પોટ પર મિલોની નવી ખરીદી નહિંવત રહી હતી. જો કે વિશ્વ બજારના સમાચારો મંદી અટકી પ્રત્યાઘાતી ઉછાળો બતાવતા હતા. ઘર આંગણે આજે સ્પોટના ભાવો ગુજરાત સંકર-૪ના રૃ.૩૩૫૦૦થી ૩૪૨૦૦, કલ્યાણના રૃ.૨૪૫૦૦, મધ્ય-પ્રદેશ તથા મહારાષ્ટ્ર બાજુ ભાવો ફરધર પાકના માલોના રૃ.૨૭૦૦૦થી ૨૯૦૦૦ તથા સારાના રૃ.૩૨૫૦૦થી ૩૩૫૦૦ રહ્યા હતા. મધ્ય-પ્રદેશમાં કુકશી બાજુ રૃ.૩૨૫૦૦ના મથાળે બેસ્ટ માલો માટે છૂટાછવાયા વેપારો મિલો માટે થયાના સમાચારો હતા, નોર્થ બાજુ નરમાના ભાવો મણના જાતવાર નીચામાં રૃ.૩૩૫૦થી ૩૪૦૦ તથા સારાના રૃ.૩૫૫૦થી ૩૬૩૦ રહ્યા હતા. દરમિયાન, ન્યુયોર્ક વાયદા બજારના ઓવરનાઈટ સમાચારો આજે ૧૪૨, ૧૩૧ તથા ૪૬ પોઈન્ટનો ઉછાળોે બતાવતા હતા. દિલ્હીમાં હવે સોમવારે મળનારી મિટિંગમાં રૃની વધુ નિકાસછૂટ આપવાં અંગે કેવો નિર્ણય કરાય છે તેના પર બજારની નજર રહી હતી.
ખાંડમાં ડિકન્ટ્રોલના પ્રશ્ને દિલ્હીમાં ત્રીજી મેના મળનારી મિટિંગ ઃ સોમવારે વધુ નિકાસ છૂટ અપાશે?
નવી મુંબઈ ખાંડ બજારમાં આજે માંગ પાંખી રહેતાં ભાવો સૂસ્ત રહ્યા હતા. કિવ.દીઠ ભાવો રૃ.૫થી ૧૦ નીચા બોલાઈ રહ્યા હતા. હાજરમાં ભાવો રૃ.૨૯૧૨થી ૨૯૫૨ તથા સારાના રૃ.૩૦૦૨થી ૩૧૧૧ રહ્યા હતા જયારે નાકા ડિલીવરીના ભાવો રૃ.૨૮૬૫થી ૨૯૧૦ તથા સારાના રૃ.૨૯૬૦થી ૩૦૫૦ રહ્યા હતા. મોડી સાંજે નાકાના ભાવો રૃ.૨૮૫૫થી ૨૯૬૦ તથા સારાના રૃ.૨૯૧૫ થી ૩૦૫૫ બોલાઈ રહ્યા હતા જયારે મિલો પર છેલ્લે ભાવો નાકાના ભાવોથી રૃ.૮૫ જટેલાં નીચા રહ્યાના સમાચારો હતા. દરમિયાન, ખાંડની વધુ નિકાસ છૂટ આપવી કે નહિં એ માટે દિલ્હીમાં સોમવારે મળનારી મિટિંગ પર બજાર તથા ઉદ્યોગની નજર રહી હતી, વિશ્વ બજારમાં ગુરૃવારે છેલ્લે ખાંડના ભાવોે રિફાઈન્ડ વ્હાઈટ ાલોના વધતા અટકી ઓગસ્ટ વાયદાના ૧૦ ડોલર ઘટી ૫૭૬.૮૦ ડોલર રહ્યાના સમાચારો હતા. ભારત કદાચ વધુ ખાંડની નિકાસછૂટ આપશે એવી શક્યતા વચ્ચે વિશ્વ બજારમાં ભાવો ઘટયાની ચર્ચા હતી. દરમિયાન, ખાંડ ઉદ્યોગમાં ડિ-કન્ટ્રોલ કરવું કે નહિં એ માટે ચર્ચા કરી અહેવાલ આપવા વડાપ્રધાનની ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલના અધ્યક્ષ ડો.રંગરાજનના વડપણ હેઠળ બનાવવામાં આવેલી કમિટીની મિટિંગ દિલ્હીમાં ૩જી મેના થનાર હોવાના સમાચારો હતા. હકીકતમાં શેરડીના ભાવો ખાંડના ભાવોના આધારે નક્કી થવા જરૃરી હોવાનું મિલ ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું. ભારતમાં ૨૦૧૧-૧૨ના ચાલુ ખાંડ વર્ષમાં ઉત્પાદન ૨૬૦ લાખ ટન જેટલું થવાની શક્યતા છે. જો કે ૨૦૧૨-૧૩ના આગામી વર્ષમાં ઉત્પાદન ઘટી ૨૪૫ લાખ ટન થવાની શકયતા આઈએસઓના સૂત્રોએ હાલ બતાવી છે. પાકિસ્તાનમાં જોકે ઉત્પાદન ૪૭ લાખ ટનથી વધી ૫૦ લાખ ટન થવાની શક્યતા બતાવાઈ છે. પાકિસ્તાનમાં ખાંડ માટે નિકાસ સરપ્લસ જથ્થો ૫ લાખ ટનથી વધી ૧૦ લાખ ટન થવાનો અંદાજ છે.
એરંડા તથા સોયાતેલ વાયદામાં ઘટાડે વેચાણો કપાતાં ભાવો ફરી ઉછળ્યા
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે એરંડા વાયદામાં ભાવો ઘટતા અટકી ઝડપી વધી આવ્યા હતા. મુંબઈ એરંડા જૂનના ભાવો રૃ.૩૪૧૨ વાળા રૃ.૩૪૨૦ ખુલી ઉંચામાં રૃ.૩૪૬૬ બંધ રહ્યા હતા. ૬૦ ટનના વેપારો થયા હતા અને મથકો પાછળ મુંબઈ વાયદામાં આજે ઘટાડે વેંચાણો કપાયા હતા. મુંબઈ હાજર એરંડાના ભાવો રૃ.૩૩૨૫ વાળા રૃ.૩૩૫૦ રહ્યા હતા. જયારે દિવેલના ભાવો રૃ.૫ વધી કોમર્શિયલના રૃ.૭૦૦, એફએસજીના રૃ.૭૧૦ તથા એફએસજી કંડલાના રૃ.૭૦૫ રહ્યા હતા. મથકોએ આજે એરંડાની આવકો ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ બાજુ મળીને ૭૫ થી ૭૭ હજાર ગુણી આવી હતી અને ત્યાં મથકોએ હાજર એરંડાના ભાવો ગામડાના રૃ.૬૭૦ રહ્યા હતા. રાજકોટ વાયદો છેલ્લે રૃ.૩૪૬૫ રહ્યો હતો. હૈદ્રાબાદ બાજુ આજે ૧૫૦૦ ગુણીની આવકો વચ્ચે એરંડાના ભાવો રૃ.૨૯૭૫થી ૩૦૦૦ તથા દિવેલના રૃ.૬૭૦ રહ્યાના સમાચારો હતા, દરમિયાન શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૨૮ પોઈન્ટ ઘટયા પછી આજે પ્રોજેકશનમાં ભાવો સાંજે ૧૫ પોઈન્ટ પ્લસમાં રહ્યા હતા જયારે મલેશિયામાં પામતેલનો વાયદો છેલ્લે ૫ પોઈન્ટ ઉંચો બંધ રહ્યો હતો. ઈન્દોરમાં આજે સોયાતેલ વાયદો રૃ.૭૭૩ વાળો ઉછળી રૃ.૭૮૦ છેલ્લે રહ્યોે હતો. મુંબઈ હાજર બજારમાં આજે પામતેલના ભાવો ૬૬૫થી ૬૬૬ તથા ક્રૂડ પામઓઈલ (સીપીઓ)ના રૃ.૬૨૪ રહ્યા હતા. હવાલા-રીસેલમાં ૧૫૦થી ૨૦૦ ટનના વેપારો થયા હતા. મુંબઈ હાજર બજારમાં સોયાતેલના ભાવો રિફા.ના રૃ.૭૨૬, સિંગતેલના રૃ.૧૨૪૫, કપાસિયા તેલના રૃ.૭૦૨, કોપરેલના રૃ.૭૧૦, સનફલાવરના રૃ.૬૭૦, રિફા.ના રૃ.૭૪૦ રહ્યા હતા. રાજકોટ બાજુ સિંગતેલના ભાવો રૃ.૧૨૫૫ તથા ૧૫ કિલોના રૃ.૧૯૨૦ બોલાઈ રહ્યા હતા, મુંબઈ ખોળ બજારમાં આજે ભાવો અથડાતા રહ્યા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
તેંડુલકરે રાતોરાત રાજકારણમાં પ્રવેશ કરતાં ક્રિકેટ ચાહકોએ આંચકો અનુભવ્યો
સંસદમાં કોઇને મિત્ર ન બનાવવા તેંડુલકરને ચેતન ચૌહાણની સલાહ
ક્રિકેટમાં સફળતા પછી રાજકારણની પીચ પર ભાગ્ય અજમાવનારા ક્રિકેટરો
આખરી ટેસ્ટમાં વિન્ડિઝનો પરાજય ઓસ્ટ્રેલિયાએ શ્રેણી ૨-૦થી જીતી લીધી

હારની હતાશા ખંખેરીને અમે આજે ચેન્નઇનો સામનો કરીશું

જમવાની બાબતમાં ઝગડો થતાં પતિએ પત્નીની હત્યા કરી દીધી
ઉમતા ચકચારી કેસમાં ૧૦૯ આરોપી નિર્દોષ
FII ની શેરોમાં ઉછાળે વધતી વેચવાલી ઃ સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે વધ્યામથાળેથી ૨૨૦ પોઇન્ટ તૂટી ૧૭૦૨૨ બોલાયો
SIP ને બદલે બજારમાં સીધાં જ દાખલ થતાં રોકાણકારો
૨૦૧૧-૧૨માં સેઝમાંથી થતી નિકાસમાં ૧૫ ટકાનો વધારો

આઈસીઆઈસીઆઈ બેંકનો ચોથા ત્રિમાસિકનો ચોખ્ખો નફો ૩૧ ટકા વધીને રૃ.૧૯૦૨ કરોડ

ચીનમાંં પ્રથમ ત્રિમાસિકગાળામા ંઔદ્યોગિક નફામા ૧.૩ ટકાનો ઘટાડો નોંધાયો
ખડોળના પાટીયા નજીક આઇશર પલ્ટી ખાતા ૧૦ના મોત ઃ સાત ગંભીર
એક પછી એક એમ બે લકઝરી બસ આગમાં સ્વાહા

મુસ્લિમ સાથે પુત્રીએ લગ્ન કરતાં પિતાએ ઝેર પીધું

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved