Last Update : 28-April-2012, Saturday

 

આઈસીઆઈસીઆઈ બેંકનો ચોથા ત્રિમાસિકનો ચોખ્ખો નફો ૩૧ ટકા વધીને રૃ.૧૯૦૨ કરોડ ઃ શેરદીઠ રૃ.૧૬.૫૦ ડિવિડન્ડ

ગુ્રપનો નેટ નફો ૧૫ ટકા વધ્યો ઃ નેટ એનપીએ ૨૩ ટકા ઘટી

(વાણિજય પ્રતિનિધિ) મુંબઈ,તા.૨૭
ખાનગી ક્ષેત્રની ભારતની ટોચની બેંક આઈસીઆઈસીઆઈ બેંક લિમિટેડે ૩૧, માર્ચ ૨૦૧૨ના પૂરા થયેલા ચોથા ત્રિમાસિકમાં સ્ટેન્ડએલોન ચોખ્ખોે નફો ગત વર્ષના સમાનગાળાના રૃ.૧૪૫૨.૧૧ કરોડથી ૩૦.૯૬ ટકા વધીને રૃ.૧૯૦૧.૭૬ કરોડ નોંધાવ્યો છે. જયારે કુલ આવક રૃ.૮૭૯૭.૧૨ કરોડથી ૨૯.૬૨ ટકા વધીને રૃ.૧૧૪૦૩.૧૦ કરોડ થઈ છે. જયારે કોન્સોલિડેટેડ ધોરણે આઈસીઆઈસીઆઈ ગુ્રપનો ત્રિમાસિક ચોખ્ખો નફો રૃ.૧૫૬૮ કરોડથી ૧૫ ટકા વધીને રૃ.૧૮૧૦ અને સંપૂર્ણ વર્ષનો ગર્પનો ચોખ્ખો નફો રૃ.૬૦૯૩ કરોડથી ૨૫ ટકા વધીને રૃ.૭૬૪૩ કરોડ થયો છે. બેંકનું ચોખ્ખું વ્યાજ માર્જિન ૨.૭૪ ટકાથી વધીને ૩.૦૧ ટકા હાંસલ થયું છે. નોન-પરફોર્મિંગ એસેટ (એનપીએ) રેશિયો પણ ૦.૯૪ ટકાથી ઘટીને ૦.૬૨ ટકા થયો છે. બેંક દ્વારા શેરધારકોને શેરદીઠ રૃ.૧૬.૫૦ ઊંચુ ડિવિડંડ આપવાનું જાહેર કરાયું છે.
ચોથા ત્રિમાસિકમાં બેંક દ્વારા પ્રોવિઝન્સ અને કન્ટીજન્સીઝ પેટે રૃ.૪૬૯.૩૦ કરોડની જોગવાઈ કરી છે. જે પાછલા વર્ષના સમાનગાળામાં રૃ.૩૮૩.૬૧ કરોડની જોગવાઈ કરાઈ હતી. સ્ટેન્ડએલોન ધોરણે ૩૧, માર્ચ, ૨૦૧૨ના પૂરા થયેલા નાણાકીય વર્ષ ૨૦૧૧-૧૨માં બેંકનો ચોખ્ખો નફો રૃ.૫૧૫૧.૩૮ કરોડથી ૨૫.૫૦ ટકા વધીને ર.૬૪૬૫.૨૬ કરોડ થયો છે. જયારે કોન્સોલિડેટેડ ગુ્રપ ચોખ્ખો નફો રૃ.૬૦૯૩ કરોડથી ૨૫ ટકા વધીને રૃ.૭૬૪૩ કરોડ થયો છે વાર્ષિક ધોરણે બેંકનું ધિરાણ ૧૭ ટકા વધીને રૃ.૨,૫૩,૭૨૮ કરોડ થયું છે. જયારે થાપણો બચત થાપણો રૃ.૭૬૦૪૬ કરોડ અને ચાલુ ખાતાની થાપણો રૃ.૩૪૯૭૩ કરોડ રહી છે કાસા રેશિયો ડિસેમ્બર ૨૦૧૧ના ૪૩.૬ ટકાની તુલનાએ માર્ચ. ૨૦૧૨ના ૪૩.૫ ટકા જળવાયો છે.
રૃપિયામાં બેંકની નેટ નોન-પરફોર્મિંગ એસેટસ (એનપીએ) ૨૩ ટકા ઘટીને રૃ.૧૮૯૪ કરોડ રહી છે. જે ૩૧, માર્ચ ૨૦૧૧ના રૃ.૨૪૫૯ કરોડ હતી. બેંકનો નેટ નોન-પરફોર્મિંગ એસેટ રેશિયો ૦.૯૪ ટકાથી ઘટીને ૦.૬૨ ટકા રહ્યો છે. પ્રોવિઝન કવરેજ રેશિયો ૩૧, માર્ચ, ૨૦૧૧ના ૭૬ ટકાની તુલનાએ ૩૧, માર્ચ ૨૦૧૨ના ૮૦.૪ ટકા રહ્યો છ.ે ૩૧, માર્ચ, ૨૦૧૨ના અંતે નેટ રીસ્ટ્રકચર્ડ એસેટસ રૃ.૪૨.૫૬ કરોડ રહી છે.
આઈસીઆઈસીઆઈ ગુ્રપની ઈન્સ્યોરન્સ સબસીડીયરીઓમાં આઈસીઆઈસીાઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીનો વાર્ષિક ચોખ્ખો નફો રૃ.૮૦૮ કરોડથી વધીને રૃ.૧૩૮૪ કરોડ મેળવ્યો છે. જયારે પ્રીમિયમ આવક ચોથા ત્રિમાસિકમાં રૃ.૮૭૮ કરોડની તુલનાએ વધીને રૃ.૧૦૭૭ કરોડ મેળવી છે. ૩૧, માર્ચ, ૨૦૧૨ના અંતે વહીવટ હેઠળની અસ્કયામતો રૃ.૭૦,૭૭૧ કરોડ રહી છે. આઈસીઆઈસીઆઈ જનરલ દ્વારા કુલ વાર્ષિક પ્રીમિયમ આવક રૃ.૪૪૦૮ કરોડથી ૨૨ ટકા વધીને રૃ.૫૩૫૮ કરોડ મેળવાઈ છે. કંપનીએ રૃ.૪૧૬ કરોડની ખોટ નોંધાવી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
તેંડુલકરે રાતોરાત રાજકારણમાં પ્રવેશ કરતાં ક્રિકેટ ચાહકોએ આંચકો અનુભવ્યો
સંસદમાં કોઇને મિત્ર ન બનાવવા તેંડુલકરને ચેતન ચૌહાણની સલાહ
ક્રિકેટમાં સફળતા પછી રાજકારણની પીચ પર ભાગ્ય અજમાવનારા ક્રિકેટરો
આખરી ટેસ્ટમાં વિન્ડિઝનો પરાજય ઓસ્ટ્રેલિયાએ શ્રેણી ૨-૦થી જીતી લીધી

હારની હતાશા ખંખેરીને અમે આજે ચેન્નઇનો સામનો કરીશું

જમવાની બાબતમાં ઝગડો થતાં પતિએ પત્નીની હત્યા કરી દીધી
ઉમતા ચકચારી કેસમાં ૧૦૯ આરોપી નિર્દોષ
FII ની શેરોમાં ઉછાળે વધતી વેચવાલી ઃ સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે વધ્યામથાળેથી ૨૨૦ પોઇન્ટ તૂટી ૧૭૦૨૨ બોલાયો
SIP ને બદલે બજારમાં સીધાં જ દાખલ થતાં રોકાણકારો
૨૦૧૧-૧૨માં સેઝમાંથી થતી નિકાસમાં ૧૫ ટકાનો વધારો

આઈસીઆઈસીઆઈ બેંકનો ચોથા ત્રિમાસિકનો ચોખ્ખો નફો ૩૧ ટકા વધીને રૃ.૧૯૦૨ કરોડ

ચીનમાંં પ્રથમ ત્રિમાસિકગાળામા ંઔદ્યોગિક નફામા ૧.૩ ટકાનો ઘટાડો નોંધાયો
ખડોળના પાટીયા નજીક આઇશર પલ્ટી ખાતા ૧૦ના મોત ઃ સાત ગંભીર
એક પછી એક એમ બે લકઝરી બસ આગમાં સ્વાહા

મુસ્લિમ સાથે પુત્રીએ લગ્ન કરતાં પિતાએ ઝેર પીધું

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved