Last Update : 28-April-2012, Saturday

 

SIP ને બદલે બજારમાં સીધાં જ દાખલ થતાં રોકાણકારો

છ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડોએ ગુમાવેલાં ૭ લાખ ફોલિયો

અમદાવાદ, શુક્રવાર
છેલ્લાં છ મહિના ભારતીય મ્યુચ્યુઅલ ફંડો માટે કષ્ટદાયક રહ્યાં છે. આ સમયગાળા દરમિયાન મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાંથી સાત લાખ કરતાં વધારે પોર્ટફોલિયો ઓછા થયાં છે. જોકે ઉદ્યોગ માટે સારા સમાચાર એમ છે કે, તેના ૬૧ ટકા કરતાં વધારે રિટેલ ઈન્વેસ્ટર ઈક્વિટી સ્કીમમાં જળવાઈ રહ્યાં છે.
ઉદ્યોગના સંગઠન એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એમ્ફી) પાસે ઉપલબ્ધ વિગતો અનુસાર માર્ચ ૨૦૧૨ને અંતેના છ મહિના દરમિયાન મ્યુચ્યુઅલ ફંડોએ દોઢ ટકા અથવા તો ૭ લાખથી વધારે પોર્ટફોલિયો ગુમાવ્યાં છે. માર્ચને અંતે તેમની પાસે ફકત ૪.૬૪ કરોડ ફોલિયો રહ્યાં હતાં.
માર્ચ ૨૦૧૨ને અંતે પૂરાં થયેલા વર્ષે કુલ ૭.૮ લાખ અથવા તો ૧.૭ ટકા ફોલિયો ઓછા થયાં હતાં. પોર્ટફોલિયોને બંધ કરવાની પ્રક્રિયા વધી હોવાના નિર્દેશ આ આંકડાઓ આપે છે.
ખાસ કરીને ઈક્વિટીના પોર્ટફોલિયોની દૃષ્ટિએ રિટેલ કેટેગરીમાં ફોલિયોની સંખ્યા ખાસ્સી ઘટી છે. દેખિતી રીતે જ બજારમાં પુષ્કળ વોલેટિલિટી હોવાથી રોકાણકારોએ પોર્ટફોલિયોને બંધ કરવાનું વલણ અપનાવ્યું હતું.
ઓક્ટોબર અને ડિસેમ્બર મહિના દરમિયાન મુંબઈ સ્ટોક એક્સચેન્જ (બીએસઈ)નો બેન્તમાર્ક સેન્સિટિવ ઈન્ડેક્સ ૫.૪ ટકા ઘટયો હતો પરંતુ, ઓક્ટોબરથી માર્ચ વચ્ચે તે ૬.૪ ટકા વધ્યો હતો. કેલેન્ડર વર્ષના પહેલાં ત્રણ મહિના દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)નું રોકાણ વધ્યુ હોવાથી શેરબજારમાં સુધારો થયો હતો.
ક્રિસિલ રિસર્ચના અહેવાલ પ્રમાણે જાન્યુઆરી ૨૦૧૨થી અમલી બને તેમ બેંકોએ તેમની નેટવર્થના ૧૦ ટકા સુધી જ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનો આદેશ આપતા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના પરિપત્ર પછીથી બેંકોના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ઘટયા હોવાથી સ્થાનિક બેંકો અને નાણાં સંસ્થાઓના ફોલિયોની સંખ્યામાં ઘટાડો થયો હતો.
આમ છતાં, ઉદ્યોગ માટે બીજા એક સારા સમાચાર પણ છે. બે કરતાં વધારે વર્ષથી ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડના ૬૧ ટકા રોકાણકારો ધીરજ રાખીને તેમની સ્કીમમાં ચીટકેલાં રહ્યાં છે.
ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રૃા. ૧.૩૪ લાખ કરોડના રિટેલ ઈન્વેસ્ટમેન્ટમાંથી છેલ્લાં બે વર્ષ દરમિયાન રૃા. ૮૨,૫૭૭ કરોડ રોકાણકારોએ ઉપાડયા નથી અથવા તો પાછા લીધાં નથી તેમ એમ્ફીની વિગતો દર્શાવે છે.
છેલ્લાં છ મહિના અને એક વર્ષ દરમિયાન ગિલ્ટ અને લિક્વિડ ફંડ્સ સહિતના મ્યુચ્યુઅલ ફંડોની ડેબ્ટ ઓરિએન્ટેડ સ્કીમમાં રોકાણકારોની સંખ્યા વધી છે અને તે અનુક્મે ૬.૧ અને ૧૩.૮ ટકાનો વધારો દર્શાવે છે.
વર્ષ ૨૦૧૧ દરમિયાન શેરબજારમાં આવેલી મંદીને કારણે રોકાણકારો વધુ સુરક્ષિત અને ખાતરીબંધ વળતર આપતાં સાધનો તરફ વળ્યા હોવાના નિર્દેશ તે આપે છે. ઉપરાંત, દેશમાં છેલ્લાં દોઢ વર્ષથી વ્યાજના દર ઉંચા હોવાથી પણ રોકાણકારો સેફ ઈન્વેસ્ટમેન્ટ કરતાં થયાં છે.
ફિક્સ્ડ મેચ્યોરિટી પ્લાન (એફએમપી) કેટગરીમાં રોકાણનું આકર્ષણ રહ્યું છે. માર્ચ ૨૦૧૨ને અંતેના વર્ષ સુધીમાં કુલ રૃા. ૧.૧૭ લાખ કરોડની ૭૧૮ એફએમપી ઓફર રજૂ કરાઈ હતી.
એસેટ અંડર મેનેજમેન્ટની (એયુએમ) દૃષ્ટિએ માર્ચ ૨૦૧૨ સુધીમાં કુલડેબ્ટ સેગમેન્ટમાં રિટેલનો હિસ્સો ૬.૧૫ ટકા હતો જે સ્પટેમ્બર ૨૦૧ કરતાં ૪.૮ અને માર્ચ ૨૦૧૨ કરતાં ૫ ટક વધારે હતો. શોર્ટ, અલ્ટ્રા શોર્ટ અને મિડિયમ ટર્મ સ્કીમમાં એવરેજ રિટર્ન સારૃ રહ્યું હતું.

મ્યચ્યુઅલ ફંડ્સની દિશા અને દશા

રોકાણકારોનો વર્ગ

ફોલિયોની સંખ્યા

બેંક/નાણાંસંસ્થાઓ

૨૭૨૭

કોર્પોરેટ્સ

૪,૨૭,૭૬૭

એફઆઈઆઈ

૧૬૦

હાઈ નેટવર્થ ઈન્વેસ્ટર

૮,૧૫,૩૨૪

રિટેલ

૪,૫૨,૦૬,૫૨૧

કુલ

૪,૬૪,૫૨,૪૯૯

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
તેંડુલકરે રાતોરાત રાજકારણમાં પ્રવેશ કરતાં ક્રિકેટ ચાહકોએ આંચકો અનુભવ્યો
સંસદમાં કોઇને મિત્ર ન બનાવવા તેંડુલકરને ચેતન ચૌહાણની સલાહ
ક્રિકેટમાં સફળતા પછી રાજકારણની પીચ પર ભાગ્ય અજમાવનારા ક્રિકેટરો
આખરી ટેસ્ટમાં વિન્ડિઝનો પરાજય ઓસ્ટ્રેલિયાએ શ્રેણી ૨-૦થી જીતી લીધી

હારની હતાશા ખંખેરીને અમે આજે ચેન્નઇનો સામનો કરીશું

જમવાની બાબતમાં ઝગડો થતાં પતિએ પત્નીની હત્યા કરી દીધી
ઉમતા ચકચારી કેસમાં ૧૦૯ આરોપી નિર્દોષ
FII ની શેરોમાં ઉછાળે વધતી વેચવાલી ઃ સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે વધ્યામથાળેથી ૨૨૦ પોઇન્ટ તૂટી ૧૭૦૨૨ બોલાયો
SIP ને બદલે બજારમાં સીધાં જ દાખલ થતાં રોકાણકારો
૨૦૧૧-૧૨માં સેઝમાંથી થતી નિકાસમાં ૧૫ ટકાનો વધારો

આઈસીઆઈસીઆઈ બેંકનો ચોથા ત્રિમાસિકનો ચોખ્ખો નફો ૩૧ ટકા વધીને રૃ.૧૯૦૨ કરોડ

ચીનમાંં પ્રથમ ત્રિમાસિકગાળામા ંઔદ્યોગિક નફામા ૧.૩ ટકાનો ઘટાડો નોંધાયો
ખડોળના પાટીયા નજીક આઇશર પલ્ટી ખાતા ૧૦ના મોત ઃ સાત ગંભીર
એક પછી એક એમ બે લકઝરી બસ આગમાં સ્વાહા

મુસ્લિમ સાથે પુત્રીએ લગ્ન કરતાં પિતાએ ઝેર પીધું

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved