Last Update : 28-April-2012, Saturday

 
એમસીએક્સ પર કીમતી ધાતુઓ નરમ બિનલોહ ધાતુઓ તેજ ક્રૂડ ઓઈલ પણ ઢીલું
કૃષિચીજોમાં મેન્થા તેલ અને એલચી ઘટયા કોમડેક્સ ૩.૧૦ પોઈન્ટ વધી ૩૯૮૮.૧૮
મુંબઇ, તા.૨૭
એમસીએક્સ પર આજે સાંજના પાંચ વાગ્યા સુધીના પ્રથમ સત્રમાં કામકાજમાં સાધારણ વધારો થયો હતો. આજે ૩,૫૧,૨૧૫ સોદામાં રૃ.૧૮,૧૦૨.૧૬ કરોડ (ગઈકાલે રૃ.૧૭,૯૧૭.૯૩ કરોડ)ના વેપાર થયા હતા. આમાં સોના-ચાંદીનો હિસ્સો રૃ.૮,૮૮૫.૪૧ કરોડથી ઘટી રૃ.૮,૪૪૫.૦૧ કરોડનો હતો.
આજે સોનામાં ૬૨,૫૮૧ સોદામાં રૃ.૪,૩૧૯.૮૨ કરોડનાં ૧૪,૮૭૬ કિલો (ગઈકાલે રૃ.૪,૪૦૪.૧૪ કરોડનાં ૧૫,૨૪૧ કિલો)નો ધંધો થયો હતો. આજે ઓપ્ન ઈન્ટરેસ્ટ ૨૧,૮૦૧ કિલોનો હતો. ચાલુ વાયદામાં રૃ.૩,૪૭૫.૦૫ કરોડનાં ૧૧,૯૬૧ કિલો, મિની વાયદામાં રૃ.૭૯૩.૩૯ કરોડનાં ૨,૭૩૭ કિલો, ગિનીમાં રૃ.૩૦.૩૪ કરોડનાં ૧૦૫ કિલો અને પેટલમાં રૃ.૨૧.૦૩ કરોડનાં ૭૩ કિલોના વેપાર થયા હતા.
ગઈકાલે સોનાના ભાવમાં દેખાયેલો સુધારો આજે શાંત પડી ગયો હતો અને વાયદામાં એકંદરે સાંકડી વધઘટે નરમાઈ હતી. વાયદા રૃ.૩થી રૃ.૧૫ જેલા ઘટયા હતા. એકમાત્ર ચાલુ ડિસેમ્બર વાયદો રૃ.૪૦ વધી રૃ.૩૦,૧૨૦ થયો હતો. ચાલુ જૂન વાયદો રૃ.૧૫ ઘટી રૃ.૨૯,૦૧૫ હતો. મિની વાયદા રૃ.૩થી રૃ.૧૨, ગિનીનો એપ્રિલ વાયદો રૃ.૧૫૮ ઘટી રૃ.૨૩,૧૧૮ અને પેટલના વાયદા રૃ.૧થી રૃ.૫ જેટલા ઘટયા હતા. એપ્રિલ વાયદો રૃ.૫ ઘટી રૃ.૨,૮૪૯ રહ્યો હતો.
ચાંદીમાં પણ આજે ધંધો ઓછો હતો. આજે ૮૦,૯૮૯ સોદામાં રૃ.૪,૧૨૫.૧૯ કરોડની ૭૩૩.૯૬૭ ટન (ગઈકાલે રૃ.૪,૪૮૧.૨૭ કરોડની ૮૦૪.૯૨૪ ટન) ચાંદીનો ધંધો થયો હતો. આજે ઓપ્ન ઈન્ટરેસ્ટ ૯૯૬.૬૨૩ ટનનો હતો. ચાલુ વાયદામાં રૃ.૨,૮૩૨.૪૮ કરોડની ૫૦૪.૩૯૦ ટન, મિની વાયદામાં રૃ.૯૯૦.૭૯ કરોડનાં ૧૭૬.૦૭૦ ટન અને માઈક્રો વાયદામાં રૃ.૩૦૧.૯૨ કરોડનાં ૫૩.૫૦૭ ટન ચાંદીનાં કામ થયાં હતાં.
સોનાની જેમ ચાંદીના વાયદાનો સુધારો પણ આજે ઠંડો પડી ગયો હતો અને લાંબી મુદતના ચાલુ ડિસેમ્બર વાયદામાં રૃ.૨૧૨ના સુધારાને બાદ કરતાં બાકીના બધા વાયદા રૃ.૭થી રૃ.૧૦૯ જેટલા ઘટયા હતા. ચાલુ મે વાયદો સૌથી વધુ રૃ.૧૦૯ ઘટી રૃ.૫૫,૮૧૫ રહ્યો હતો. મિની એપ્રિલ પણ રૃ.૧૧૫ ઘટી રૃ.૫૫,૮૧૯ રહ્યો હતો. નજીકના વાયદા નરમ હતા, જ્યારે દૂરના વાયદામાં પ્રમાણમાં ઘટાડો ઓછો હતો. માઈક્રો વાયદા રૃ.૧થી રૃ.૧૧૫ જેટલા ઘટયા હતા. એપ્રિલ માઈક્રો રૃ.૧૧૫ અને ઓગસ્ટ માઈક્રો માત્ર રૃ.૧ ઘટયા હતા.
બિનલોહ ધાતુઓમાં સર્વાંગી સુધારો હતો. તાંબાના વાયદા રૃ.૧.૭૫થી રૃ.૧.૯૫, નિકલના વાયદા રૃ.૪.૭૦થી રૃ.૧૧.૯૦, એલ્યુમિનિયમના વાયદા ૫૫ પૈસાથી રૃ.૧.૧૦, સીસાના વાયદા ૯૦ પૈસાથી રૃ.૧.૨૦ અને જસતના વાયદા ૨૫ પૈસાથી ૬૫ પૈસા જેટલા વધ્યા હતા. તાંબામાં રૃ.૩,૬૯૯.૮૯ કરોડનાં ૮૪,૪૦૬ ટન, નિકલમાં રૃ.૬૨૮.૨૪ કરોડનાં ૬,૫૩૬.૭૫૦ ટન, એલ્યુમિનિયમમાં રૃ.૩૫૭.૯૪ કરોડનાં ૩૨,૯૯૦ ટન, સીસામાં રૃ.૭૧૬.૧૪ કરોડનાં ૬૪,૨૮૫ ટન અને જસતમાં રૃ.૪૦૭.૧૯ કરોડનાં ૩૮,૩૧૫ ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાના ભાવોમાં રૃ.૭થી રૃ.૧૩નો ઘટાડો રહ્યો હતો. ક્રૂડ તેલ મે વાયદો રૃ.૯ ઘટી રૃ.૫,૪૯૫ બંધ રહ્યો હતો, જ્યારે બ્રેન્ટ ક્રૂડ તેલના બંને વાયદા રૃ.૧થી રૃ.૭ સુધર્યા હતા. બ્રેન્ટ ક્રૂડ તેલ મે વાયદો રૃ.૧ વધી રૃ.૬,૩૦૬ બંધ હતો. નેચરલ ગેસ રૃ.૩થી રૃ.૩.૪૦ ઢીલું હતું. ક્રૂડ તેલમાં રૃ.૧,૯૩૦.૧૨ કરોડનાં ૩૫,૧૧,૬૦૦ બેરલ્સ, બ્રેન્ટ ક્રૂડ તેલમાં રૃ.૧૦.૪૧ કરોડનાં ૧૬,૫૦૦ બેરલ્સ અને નેચરલ ગેસમાં રૃ.૩૬૮.૩૭ કરોડનાં ૩,૨૧,૬૫,૦૦૦ એમએમબીટીયૂનો ધંધો થયો હતો.
કૃષિ અને અન્ય ચીજોમાં સીપીઓમાં રૃ.૧.૭૦થી રૃ.૫.૩૦નો સુધારો હતો. સીપીઓ એપ્રિલ વાયદો રૃ.૧.૭૦ વધી રૃ.૬૨૧.૬૦ રહ્યો હતો. એલચીના ચારેય વાયદા રૃ.૨૦.૯૦થી રૃ.૫૦ની રેન્જમાં ઘટયા હતા. એલચી મે વાયદો રૃ.૨૦.૯૦ ઘટી બંધમાં રૃ.૧,૧૦૬.૪૦ રહ્યો હતો. ખાંડ-એમ કોલ્હાપુર મે વાયદો રૃ.૧૯ના ભાવઘટાડા સાથે રૃ.૨,૮૩૧ બંધ રહ્યો હતો. બટેટાની જાતોમાં આગ્રા વાયદા રૃ.૫.૬૦થી રૃ.૧૫.૮૦ અને તારકેશ્વર વાયદા રૃ.૧.૧૦થી રૃ.૯ની રેન્જમાં સુધર્યા હતા. બટેટા-આગ્રા મે વાયદો રૃ.૫.૬૦ વધી રૃ.૧,૦૭૩.૬૦ અને તારકેશ્વર મે વાયદો રૃ.૮.૭૦ વધી રૃ.૮૯૯.૬૦ બંધ રહ્યા હતા. મેન્થા તેલના ચારેય વાયદા રૃ.૫૮.૨૦થી રૃ.૬૮.૮૦ની રેન્જમાં નરમ હતા. મેન્થા તેલ એપ્રિલ વાયદો રૃ.૬૭.૭૦ ઘટી રૃ.૧,૬૨૫.૩૦ થયો હતો. કપાસનો એપ્રિલ વાયદો રૃ.૨૨.૩૦ ઘટી રૃ.૭૨૦.૫૦ના ભાવ બંધમાં રહ્યા હતા. કોટનના દૂર ડિલિવરી જુલાઈ વાયદામાં અપવાદરૃપ રૃ.૨૦ના ઘટાડા સિવાય અન્ય વાયદા રૃ.૩૦થી રૃ.૧૦૦ જેટલા વધ્યા હતા. કોટન એપ્રિલ વાયદો રૃ.૧૦૦ વધી રૃ.૧૭,૦૮૦ બંધ રહ્યો હતો. સીપીઓમાં રૃ.૨૫૪.૭૪ કરોડનાં ૪૦,૩૦૦ ટન, એલચીમાં રૃ.૧૩૫.૬૫ કરોડનાં ૧,૧૯૯ ટન, ખાંડ-એમ કોલ્હાપુરમાં ૧૦ ટન, બટેટા-આગ્રામાં રૃ.૧૧.૯૩ કરોડનાં ૧૦,૭૧૦ ટન, બટેટા-તારકેશ્વરમાં રૃ.૨.૬૭ કરોડનાં ૨,૮૮૦ ટન, મેન્થા તેલમાં રૃ.૬૫.૧૫ કરોડનાં ૪૫૦ ટન, કપાસમાં રૃ.૧.૨૩ કરોડનાં ૩૪૦ ટન અને કોટનમાં રૃ.૪૬.૭૬ કરોડનાં ૨૬,૯૦૦ ગાંસડીના વેપાર થયા હતા.
કોમડેક્સ આજે ૩.૧૦ પોઈન્ટ વધી ૩૯૮૮.૧૮ રહ્યો હતો. અંતર્ગત આંકોમાં મેટલ ઈન્ડેક્સ ૧૬.૦૬ પોઈન્ટ વધી ૫૦૫૬.૬૨, એનર્જી ઈન્ડેક્સ ૮.૦૧ પોઈન્ટ ઘટી ૩૫૮૨.૪૦ અને એગ્રી ઈન્ડેક્સ ૧.૭૯ પોઈન્ટ વધી ૩૪૬૦.૩૦ રહ્યા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
તેંડુલકરે રાતોરાત રાજકારણમાં પ્રવેશ કરતાં ક્રિકેટ ચાહકોએ આંચકો અનુભવ્યો
સંસદમાં કોઇને મિત્ર ન બનાવવા તેંડુલકરને ચેતન ચૌહાણની સલાહ
ક્રિકેટમાં સફળતા પછી રાજકારણની પીચ પર ભાગ્ય અજમાવનારા ક્રિકેટરો
આખરી ટેસ્ટમાં વિન્ડિઝનો પરાજય ઓસ્ટ્રેલિયાએ શ્રેણી ૨-૦થી જીતી લીધી

હારની હતાશા ખંખેરીને અમે આજે ચેન્નઇનો સામનો કરીશું

જમવાની બાબતમાં ઝગડો થતાં પતિએ પત્નીની હત્યા કરી દીધી
ઉમતા ચકચારી કેસમાં ૧૦૯ આરોપી નિર્દોષ
FII ની શેરોમાં ઉછાળે વધતી વેચવાલી ઃ સેન્સેક્ષ ઇન્ટ્રા-ડે વધ્યામથાળેથી ૨૨૦ પોઇન્ટ તૂટી ૧૭૦૨૨ બોલાયો
SIP ને બદલે બજારમાં સીધાં જ દાખલ થતાં રોકાણકારો
૨૦૧૧-૧૨માં સેઝમાંથી થતી નિકાસમાં ૧૫ ટકાનો વધારો

આઈસીઆઈસીઆઈ બેંકનો ચોથા ત્રિમાસિકનો ચોખ્ખો નફો ૩૧ ટકા વધીને રૃ.૧૯૦૨ કરોડ

ચીનમાંં પ્રથમ ત્રિમાસિકગાળામા ંઔદ્યોગિક નફામા ૧.૩ ટકાનો ઘટાડો નોંધાયો
ખડોળના પાટીયા નજીક આઇશર પલ્ટી ખાતા ૧૦ના મોત ઃ સાત ગંભીર
એક પછી એક એમ બે લકઝરી બસ આગમાં સ્વાહા

મુસ્લિમ સાથે પુત્રીએ લગ્ન કરતાં પિતાએ ઝેર પીધું

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved