Last Update : 28-April-2012, Saturday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૮-૦૪-૨૦૧૨, શનિવાર
વૈશાખ સુદ સાતમ-ગંગા સપ્તમી-ગંગા પૂજન.
અક્ષર પુરૂષોત્તમ મંદિરનો પાટોત્સવ (અમદાવાદ-શાહીબાગ)
પૂર્વના પવનનો સંકેત ?

 

દિવસના ચોઘડિયા ઃ કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયા ઃ લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૧૧ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૩ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૧૨ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૧ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૧૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૮ મિ.
નવકારસી સમયઃ (અ) ૬ ક. ૫૯ મિ. (સૂ) ૭ ક. ૦૦ મિ. (મું) ૭ ક. ૦૨ મિ.
જન્મરાશિ ઃ આજે સવારના ૧૦ ક. ૧૭ મિ. સુધીમાં જન્મેલ બાળકની મિથુન (ક.છ.ઘ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ પુનર્વસુ સાંજના ૪ ક. ૪૦ મિ. સુધી પછી પુષ્ય
ગોચર ગ્રહ ઃ સૂર્ય-મેષ, મંગળ-સંિહ, બુધ-મીન, ગુરૂ-મેષ, શુક્ર-વૃષભ, શનિ-તુલા (વ.) રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ(યુરેનસ) મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન ચંદ્ર - સવારના ૧૦ ક. ૧૭ મિ. સુધી મિથુન પછી કર્ક.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
ઉત્તરાયણ ગ્રીષ્મ ૠતુ રા.દિ.વૈ.૮ માસ-તિથિ-વાર ઃ વૈશાખ સુદ સાતમને શનિવાર.
ગંગા સપ્તમી. ગંગોત્પત્તિ. ગંગાપૂજન. મહાપાત વ્યતિપાત રાત્રે ૨૮ ક. ૧૬ મિ.થી શરૂ.
અમદાવાદ (શાહીબાગ) અક્ષર પુરૂષોત્તમ મંદિરનો પાટોત્સવ પૂર્વમાં પવન ફૂંકાય તો આકાશ વાદળછાયુ જણાય અથવા પાણીના ફોરા પડે ?
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જમાદિલ આખર માસનો ૬ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ આદર માસનો ૧૪ રોજ ગોશ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ ગંગા સપ્તમીનો આજનો દિવસ સગા સંબંધી-મિત્રવર્ગથી વ્યસ્તતાવાળો રહે. નોકરી-ધંધાના કામમાં આળસ, કંટાળો આવે.

 

વૃષભ ઃ ધર્મકાર્ય, વ્યવહારિક, સામાજીક કે નોકરી-ધંધા અંગે કોઈને મળવાનું થાય, વધારાનો ખર્ચ થાય. મસ્તક, આંખમાં દર્દપીડાથી સંભાળવું.

 

મિથુન ઃ આપના નોકરી-ધંધાના, ઘર, પરિવારના કામમાં ઘ્યાન આપી શકો. ખાણીપીણીના ધંધામાં ધંધો, આવક થાય. સીઝનલ નોકરીનું કામ મળી રહે.

 

કર્ક ઃ ગંગા પૂજનના આજના દિવસે ધર્મકાર્યથી હૃદય-મનની પ્રસન્નતા, આનંદ રહે. જુના સંસ્મરણો, સંબંધો તાજા થાય.

 

સંિહ ઃ અન્યના કારણે આપના અંગત કામમાં રૂકાવટ જણાય. નોકરી-ધંધાના કામમાં નાણાંભીડ અનુભવાય છતાં વધારાનો ખર્ચ થાય.

 

કન્યા ઃ રૂકાવટવાળા, ચંિતાવાળા કામમાં ક્ષણિક હળવાશ રહે પરંતુ વિરોધીઓથી વઘુ પડતા આત્મવિશ્વાસમાં રહેવું નહીં. ધંધામાં આવક થાય.

 

તુલા ઃ હરોફરો, કામકાજ કરો પરંતુ હૃદય-મનની આંતરિક ચંિતા વ્યથા, પીડાના કારણે વિચારોની એકાગ્રતા જળવાય નહીં. ગુસ્સામાં તકલીફ થાય.

 

વૃશ્ચિક ઃ ગંગા સપ્તમીનો આજનો દિવસ આપના રોજીંદા કામકાજમાં, નોકરી-ધંધામાં તેમજ ખાવાપીવામાં, વાહન ચલાવવામાં સંભાળવો પડે.

 

ધન ઃ વાણીની મીઠાસ, વ્યવહારની નમ્રતા સામાજીક, વ્યવહારિક, કૌટુંબીક તેમજ નોકરી ધંધાના કામમાં સાનુકૂળતા, સફળતા અપાવે.

 

મકર ઃ ગંગા સપ્તમીનો આજનો દિવસ હૃદય-મનની પ્રસન્નતાનો રહે. બહાર કે બહારગામ જવાનું થાય. નોકરી ધંધામાં હળવાશ થતી જણાય.

 

કુંભ ઃ આજે ધર્મકાર્ય થાય, અન્યને મદદરૂપ થઈ શકો. નોકરી-ધંધાના, ઘર પરિવારના કામ અંગેની ચર્ચા વિચારણા થાય.

 

મીન ઃ પુત્ર પૌત્રાદિકના, ઘર પરિવારના કામ અંગે વ્યસ્તતા રહે, વધારાનો ખર્ચ થાય. નોકરી ધંધાના કામમાં ચંિતા હળવી થાય.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૮-૦૪-૨૦૧૨, શનિવાર

આજથી શરૂ થઈ રહેલ આપનું જન્મવર્ષ ધર્મકાર્ય, શુભકાર્યથી હૃદય-મનની પ્રસન્નતાનું રહે. પુત્ર પૌત્રાદિકના વિદ્યાભ્યાસ, વિવાહ-લગ્ન કે નોકરી, ધંધાના કામની પ્રગતિ-સફળતાથી આનંદ અનુભવો. નોકરી-ધંધામાં વર્ષ આરોહ-અવરોહનું રહે. સગા સંબંધી, મિત્રવર્ગ, ઘર, પરિવાર, વડીલ વર્ગના પ્રશ્ને અવારનવાર તમારા રોજીંદા કામમાં રૂકાવટ, મુશ્કેલી જણાય. પત્નીના આરોગ્યના કારણે, સ્વભાવના કારણે, મકાન-વાહન-મીલ્કતના પ્રશ્ને, સંયુક્ત પરિવારના પ્રશ્ને ચંિતા-મુંઝવણ રહે. વર્ષના ઉત્તરાર્ધમાં રાહત થતી જાય. સ્ત્રી વર્ગને મિત્રવર્ગ, આડોશ પાડોશીના કારણે શાંતિ, રાહત જણાય નહીં. વર્ષના ઉત્તરાર્ધમાં અવિવાહીતને વિવાહ-લગ્નનો પ્રશ્ન ઉકેલાય. વિદ્યાર્થીવર્ગને ભણવામાં આત્મવિશ્વાસ વધતો જાય. મહેનતનું શુભ ફળ પ્રાપ્ત થાય.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગન ચંિતાતુર બેઠો હતો એ જોઈને મિત્ર મગને પૂછ્‌યું, ‘કેમ આમ ઉદાસ બેઠો છે ?’
‘શું કરું યાર ?’ છગને જવાબમાં કહ્યું, ‘હું જેને પ્રેમ કરું છું એ લીલીએ મને અઠવાડિયામાં લગ્ન કરી નાખવાની ચેતવણી આપી છે...’
‘તો એમાં શું ?’ મગને કહ્યું, ‘એક કામ વહેલું કે મોડું કરવાનું તો છે ને ?’
‘બરોબર જ છે તારી વાત’ છગને કહ્યું, ‘પણ પછી હું કોની સાથે પ્રેમ કરીશ ?... એની મને ચંિતા થાય છે.’

[Top]
 

આજ ની રેસીપી

તાપશામક શરબત-આઈસ્ક્રીમ-કુલ્ફી-કોલ્ડ્રિંક્સ

હનીમૂન ડ્રિંક

 

સામગ્રી ઃ ૨ બોટલ કૅમ્પા કોલા (ઠંડું), ૨ મોટા ચમચા લીંબુંનું શરબત, ૧ કપ વેનીલા. આઇસક્રીમ, ૧ મોટો ચમચો રૂહ-અફઝા, થોડો બરફનો ભૂકો.

 

રીત ઃ સૌ પ્રથમ મોટા ગ્લાસમાં તળિયે બરફનો ભૂકો નાખો તેના પર ૧-૧ ચમચો લીંબુંનું શરબત અને પછી કૅમ્પા કોલા રેડી તેના પર આઇસક્રીમ અને ૧/૨ - ૧/૨ મોટો ચમચો રૂહ-અફઝા રેડી તરત જ પીરસો સાતે ચમચી આપવી.

 

 

ગ્રેપ ફૅન્ટસી

 

સામગ્રી ઃ ૪૫૦ ગ્રામ તાજું ક્રીમ, ૨૫૦ ગ્રામ તાજી બી વિનાની અંગૂર, ૫૦ ગ્રામ કાજુ, પાંચ ટીપાં પીળો અને બે ટીપાં લીલો રંગ, ૧ કપ અંગૂરનો રસ ૧ ચમચી વેનીલા એસેન્સ, ૨ મોટા ચમચા જિલેટીન, ૧ કપ દૂધ, ૧ ચમચો લાલ ટુટીફૂટી.

 

રીત ઃ સૌ પ્રથમ દૂધ, ૧ ચમચો લાલ રૂટીફૂટી રાખો. ૧૫ મિનિટમાં જિલેટીન ફૂલી જશે. હવે તાજા ક્રીમમાં ખાંડ અને નાખીને ખૂબ ફીણો તથા તેમાં અંગૂરનો રસ ઉમેરો. ૧ કપ અંગૂર જુદી કાઢી લઇ બાકીની અંગૂરને બારીક સમારી મિશ્રણમાં ભેળવી દો. હવે ગ્રેપ આઇસક્રીમ તૈયાર થઇ ગયો. હવે એના ત્રણ ભાગ કરી એક ભાગને સફેદ રહેવા દો. તેમાં કાજુનો ભૂકો મિક્સ કરી ફ્રીઝમાં જામવા માટે મૂકો. બીજા ભાગમાં લીલારંગ અને તીજા ભાગમાં પીળોરંગ ભેળવી ફ્રીઝમાં મૂકી દો. ૨-૩ કલાકમાં આઇસક્રીમ જામી જશે.

[Top]

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved