Last Update : 27-April-2012, Friday

 

૨૦૨૦નું સોનેરી ભવિષ્ય... આહાહા!

 
લો! આપણા આયોજન પંચે જોરદાર ભવિષ્યવાણી બહાર પડાી છે કે ‘‘૨૦૨૦ સુધીમાં ભારતમાંથી ગરીબી દૂર થઈ જશે!’’
અમને લાગે છે કે અમારે પણ આવી સોનેરી ભવિષ્ણવાણીઓ બહાર પાડી દેવી જોઈએ! જેમકે...
* * *
૨૦૨૦ સુધીમાં સોનિયા ગાંધીની બિમારીનું સાચું કારણ બધાને જાણવા મળી જશે!
* * *
૨૦૨૦ સુધીમાં રાહુલ ગાંધી લગ્ન પણ કરી લેશે!
* * *
અને ૨૦૨૦ સુધીમાં મનમોહનસંિહ એકાદ વાર ગુસ્સે પણ થઈ જશે!
* * *
૨૦૨૦ સુધીમાં પાકિસ્તાનવાળા ઝરદારી હજયાત્રા કરી આવશે! એટલું જ નહિ, એ પછી એ માણસ ‘સુધરી’ પણ જશે!
* * *
૨૦૨૦ સુધીમાં કસાબ અને અફઝલ ગુરુને ફાંસી અપાઈ ગઈ હશે... (બગાસું ના ખાઓ, યાર!)
* * *
૨૦૨૦ સુધીમાં એકાદ સાસ-બહુ સિરીયલનો વિધિસર રીતે ‘ધી એન્ડ’ જોવા મળશે... (બગાસાં બંધ, પ્લીઝ!)
* * *
૨૦૨૦ સુધીમાં ઈન્ડીયાની ટીમ ‘ફૂટબોલ’નો વર્લ્ડ-કપ જીતશે! (હવે મઝા પડીને?)
* * *
૨૦૨૦ સુધીમાં અર્જુન રામપાલ ‘એક્ટીંગ’ કરતાં શીખી જશે!
* * *
૨૦૨૦ સુધીમાં અમિતાભ બચ્ચન ‘નિવૃત્ત’... (શાંતિ રાખો, શાંતિ રાખો) નિવૃત્ત... અભિનેતાનો ‘રોલ’ કરશે!
* * *
૨૦૨૦ સુધીમાં ગુજરાતી લોકો ‘ગુજરાતી’ ફિલ્મો પણ જોતા હશે!
* * *
૨૦૨૦ સુધીમાં પદ્મનાભ મંદિરનો ખજાનો બિલકુલ સલામત હશે... અને ૨૦૨૦ સુધીમાં સ્વીસ બેન્કોમાંથી ભારતીય કાળા નાણાં પણ પાછાં આવી ગયાં હશે... (ફરી બગાસાં?)
* * *
૨૦૨૦માં ભપ્પી લાહિરી એક ટીવી શૉમાં માત્ર ગળામાં એક સીઘુંસાદું માદળિયું પહેરીને આવશે!
* * *
૨૦૨૦માં રાખી સાવંત ‘આસ્થા’ ચેનલ પર ગીતાપાઠ કરતી હશે!
* * *
૨૦૨૦માં રજનીકાન્તના કોઈ એસએમએસ નહિ ફરતા હોય... અને ૨૦૨૦માં ટીવી પર સીઆઈડી સિરીયલ જોનારા ૧૦૦થી વઘુ પ્રેક્ષકો તો હશે જ!
* * *
૨૦૨૦ સુધીમાં વાયબ્રન્ટ ગુજરાતના નામે જેટલા લાખ-કરોડોના એમઓયુ થયા હતા એ બધા જ રૂપિયાનું રોકાણ પણ થશે!
* * *
નથી માનતા? ચલો, ૨૦૨૦ સુધીમાં મુખ્યમંત્રીને અમેરિકાના વિઝા મળી જશે! (હવે ખુશ?)
* * *
ચલો, ૨૦૨૦ સુધીમાં ઈન્ડિયા ‘સુપર પાવર’ બની જશે!!! (કેવી રીતે?) અરે ભઈ, ભારતની ગરીબી દૂર કરવાનું કામ ‘સુપર પાવર’ વિના થશે શી રીતે?)
- મન્નુ શેખચલ્લી
Share |
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved