Last Update : 27-April-2012, Friday

 

ફિલ્મો અને સ્ત્રીસમાનતા

કેટલાક શબ્દો સાથે વાંચવા-સાંભળવાની ટેવ હોતી નથી. ફિલ્મો અને સ્ત્રી-સમાનતા એવા બે શબ્દો છે. સ્ત્રીસમાનતા અને સ્ત્રીસશક્તિકરણનું કથાવસ્તુ ધરાવતી ફિલ્મોની બિલકુલ નવાઇ નથી. ૧૯૩૦ના દાયકામાં આવેલી, ‘હંટરવાલી’ ફીયરલેસ નાદિયાની સ્ટંટ ફિલ્મોથી માંડીને ‘મધર ઇન્ડિયા’ની મૂળ ફિલ્મ ‘ઔરત’ જેવી સામાજિક ફિલ્મોમાં સશક્ત અને યાદગાર સ્ત્રીપાત્રો આવ્યાં છે.
લોકપ્રિયતામાં પણ પુરૂષ અભિનેતાઓની સરખામણીમાં સ્ત્રી અભિનેતાઓ (એટલે કે અભિનેત્રીઓ) જરાય ઊણાં ઉતરે એમ નથી. ફિલ્મઉદ્યોગના આરંભકાળે એક તરફ સાયગલ, પૃથ્વીરાજ કપુર, મોતીલાલ,અશોકકુમાર જેવા અભિનેતાઓ સ્ટાર બન્યા ત્યારે તેમની સરખામણીમાં કાનનદેવી, ખુર્શીદ, નૂરજહાં, સુરૈયા જેવી ગાયિકા-અભિનેત્રીઓની સ્ટારવેલ્યુ જરાય ઓછી ન હતી. આ ચારે નામ એવાં હતાં કે તેમની સામે હીરો ગમે તે હોય, એ પોતે આખી ફિલ્મનો ભાર ઉપાડી શકે. તેમ છતાં, મૂળભૂત પુરૂષપ્રધાન માનસિકતાને કારણે સ્ટાર સીસ્ટમમાં પુરૂષ અભિનેતાઓની બોલબાલા વધારે જ રહી.
ફિલ્મોનો સ્ટુડિયો યુગ પૂરો થયા પછી દેવ આનંદ, દિલીપકુમાર અને રાજ કપુર જેવી સ્ટાર વેલ્યુ, ખ્યાતિ, પ્રતિષ્ઠા અને લાગલગાટ સફળતા ભાગ્યે જ કોઇ અભિનેત્રીને મળી. ગીતા બાલી, મઘુબાલા, મીના કુમારી, વહીદા રહેમાન અને બીજી ઘણી અભિનેત્રીઓ સક્ષમતાની દૃષ્ટિએ દેવ-દિલીપ-રાજ કરતાં કોઇ રીતે ઉતરતી ન હતી. અભિનયની દૃષ્ટિએ તેમનું યોગ્ય મૂલ્યાંકન થયું, પણ એ કેવળ અભિનેત્રીઓની સરખામણીએ. આખી ઇન્ડસ્ટ્રીમાં સ્ત્રી અને પુરૂષ અભિનેતાઓને સાથે, એક હરોળમાં ગણીને તેમની સરખામણી કરવાનું કદી બન્યું નહીં. એવું થઇ શકે અથવા કરી શકાય, એવું પણ પિતૃસત્તાક મૂલ્યો ધરાવતી દુનિયામાં બન્યું નહીં. એકંદરે, થોડા અપવાદ બાદ કરતાં હીરોઇનના ભાગે હીરો પછીનું જ સ્થાન આવ્યું. દેવ આનંદ અને રાજ કપૂર જેવા સુપરસ્ટાર પોતે નિર્માતા બન્યા, એટલે તેમની ફિલ્મોની કથાઓ મુખ્યત્વે હીરોકેન્દ્રી જ રહી. દિલીપકુમાર પોતે નિર્માતા ન બન્યા, પણ નિર્દેશનમાં તેમની દખલ એટલી હતી કે તે પોતાનું મહત્ત્વ બરાબર જળવાઇ રહે તેનો ખ્યાલ રાખતા.
આ દેખીતી અસમાનતાની અસર હીરો અને હીરોઇનનાં મહેનતાણા ઉપર પણ પડે એ સ્વાભાવિક છે. રાજેશ ખન્ના અને ખાસ કરીને અમિતાભ બચ્ચનના યુગમાં હીરોઇનનું સ્થાન સાવ ગૌણ અને ઘણી વાર કેવળ શોભાની પૂતળી જેવું બની ગયું. ઉદારીકરણ અને ફિલ્મઉદ્યોગના વ્યાવસાયીકરણ પછી પણ અત્યારે ત્રણ ખાન સુપરસ્ટારની ટક્કરમાં કદી કોઇ હીરોઇનની ગણના થતી નથી.
કરીના કપુર, કેટરીના કૈફ, વિદ્યા બાલન અને પ્રિયંકા ચોપરા જેવાં નામ મોખરે ખરાં, પણ હીરોઇનની યાદીમાં. વિદ્યા બાલન જેવી અભિનેત્રીએ આખી ફિલ્મનો ભાર ફક્ત પોતાના ખભે ઉપાડી બતાવ્યો છે. છતાં ફિલ્મઉદ્યોગની પરંપરાનો ભાર, એકલદોકલ ફિલ્મના ભાર કરતાં ઘણો વધારે નીવડ્યો છે.
અત્યાર લગી એકવીસમી સદીના હંિદી સુપરસ્ટારની ફિલ્મ દીઠ સાત-આઠ કરોડ રૂપિયાની ફી સામે ટોચની હીરોઇનની ફી ત્રણ-ચાર કરોડ રૂપિયા રહેતી હતી. (જેમ વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટમાં પુરૂષ ચેમ્પિયન કરતાં સ્ત્રી ચેમ્પિયનને મળતી ઇનામી રકમ ઓછી હતી.) પરંતુ હવે ફિલ્મ ઉદ્યોગમાં પણ સમય બદલાઇ રહ્યો હોવાનાં એંધાણ મળે છે. એક અખબારી અહેવાલ પ્રમાણે, પ્રિયંકા ચોપરા નવી ફિલ્મમાં કામ કરવાના રૂ.૯ કરોડ માગે છે અને વિદ્યા બાલને ફિલ્મદીઠ રૂ.૭ કરોડનો આંકડો પાડ્યો છે.
કરીના કપુર વળી તોતંિગ ફી ઉપરાંત ફિલ્મના નફામાંથી પણ હિસ્સાની માગણી કરે છે. કેટરીના કૈફે પોતાનું મહેનતાણું વધારીને ફિલ્મ દીઠ રૂ. પાંચ-છ કરોડ કરી નાખ્યું છે. આ ફી પુરૂષ સુપરસ્ટારોને બાદ કરતાં, ઘણા અભિનેતાઓની ફીને ટપી જાય એવી છે. ટોચની અભિનેત્રીઓની વધેલી ફીનો આંકડો ખાન ત્રિપુટીની ફી કરતાં હજુ ઓછો છે, પરંતુ છેલ્લા એકાદ-બે વર્ષોમાં હીરોઇનકેન્દ્રી ફિલ્મોની સફળતાને પગલે, તેમના મહેનતાણામાં રહેલો ભેદભાવ ઘટવાની શરૂઆત થઇ છે.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સ્ટાર ખેલાડીઓનો ફ્લોપ શો ઃ જંગી રકમનો સોદો ફ્રેન્ચાઇઝીઓને ભારે પડયો
તેંડુલકરને રાજ્ય સભામાં નોમિનેશન મળતાં ભારતીય ક્રિકેટજગત ખુશખુશાલ
નડાલે ગાર્સિયા-લોપેઝ સામે ૬-૧, ૬-૨થી વિજય મેળવ્યો
ઓસ્ટ્રેલિયા સામેની આખરી ટેસ્ટ જીતવા વિન્ડિઝને ૩૭૦ રનનો પડકાર

ટુર્નામેન્ટના બીજા તબક્કામાં ટીમોની ખરી કસોટી થશે

માર્ચ મહિનામાં રૃપિયા-ડોલરના ફ્યુચરમા થયેલા રેકોર્ડ કામકાજ

ચાર મહિનામાં પહેલીવાર વિદેશી સંસ્થાઓ નેટ સેલર, સ્થાનિક સંસ્થાઓ નેટ બાયર
નાણાવટી પંચને એક્સટેન્શન મુદ્દે મોદી સરકારનો ખુલાસો પૂછો
ચેમ્બર કારોબારીના ૪ સભ્ય ઓછી હાજરી બદલ ગેરલાયક ઠરશે

ગુજરાતમાં જિનેટિકલી મોડિફાઈડ મકાઈના વાવેતર પર પ્રતિબંધ

સિટીબસના ભાજપના જ કોન્ટ્રાક્ટરના ૭૦ ડ્રાઇવરોની અચાનક હડતાળ
અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્‌ટી અંગેનો રિપોર્ટ આપો ઃ હાઇકોર્ટનો હુકમ
એપ્રિલ વલણનો સાંકડી વધઘટે અંત ઃ S & P ડાઉન ગ્રેડ અસરે પીએસયુ બેંકિંગ, પાવર શેરોમાં વેચવાલી
ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને ગારમાંથી મુક્ત રાખવા એફઆઈઆઈનો અનુરોધ
પરિણામો નવા ફોર્મેટમાં રજૂ કરવાના સેબીના આદેશથી કંપનીઓ મુસીબતમાં
 
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved