Last Update : 27-April-2012, Friday

 

સોશ્યલ નેટવર્કીંગ બહુ ઉપયોગી બન્યું છે
વાટકી વ્યવહારથી શૅરીંગ સુધી, સિસ્ટમનું નામ બદલાયું

- ઑન લાઇન શેરીંગનો યુગ ઃ પરંપરાગત પાડોશી વ્યવહારો અટવાઈ ગયા છે

એક સમય હતો કે જ્યારે વાટકી વ્યવહારનું પ્રભુત્વ હતું. એક ઘેર કોઈ નવી વાનગી બનતી તો પાડોશીના ઘેર તે પહોંચતી. જેથી પાડોશ સાથેના સંબંધમાં મીઠાશ આવતી હતી. મોટા શહેરોમાં તો પાડોશી સાથે ભાગ્યે જ બોલવાના વ્યવહાર હોય છે ત્યારે વાટકી વ્યવહારની તો તેમના માટે કલ્પના માત્ર બની જાય છે પરંતુ ટાઉન લેવલ અને ગામડામાં આજે પણ આ વાટકી વ્યવહારના સંબંધો હોય છે. વાટકી વ્યવહારથી મજબૂત બનતા સંબંધો સુખ-દુઃખના સમયે ઉપયોગી બની જાય છે.
હવે આપણે ઇન્ટરનેટ યુગમાં પ્રવેશી ચૂક્યા છીએ. સમાજમાં પરિવર્તન આવ્યું છે તેને સૌએ સ્વીકાર્યું છે. પરંતુ વર્ષો પહેલાં વસુધૈવ કુટુંબકમ્‌ની સાથે સંકળાયેલો વાટકી વ્યવહાર નવા નામે પ્રસરી રહ્યો છે. આ નવું નામ એટલે ઇન ફાઇલ શેરીંગ.
વાટકી વ્યવહારને જુનવાણી કહેનારાઓએ આ ફાઇલ શેરીંગ હોંશે-હોંશે આવકાર્યું છે.
વાચકોને જાણીને આશ્ચર્ય થશે કે સોશ્યલ નેટવર્કીંગ સાઇટ ફેસબુક પર દર અઠવાડીયે ૩.૫ અબજ જેટલી માહિતીની આપ-લે થાય છે. આજકાલ યુ ટયુબનો ઉપયોગ મોટા પાયે થાય છે. યુ ટયુબ પર દર મિનિટે ૪૮ કલાકના વીડીયો અપલોડ થાય છે. અન્ય સર્ફીંગ કરનાર જોઈ શકે અને ઉપયોગમાં લઈ શકે તે આશયથી યુ ટયુબ પર વીડીયો અપલોડ થતા હોય છે. એવી જ રીતે સોશ્યલ નેટવર્કીંગ સાઇટ ટવીટરનો ઉપયોગ તો ટોચની સેલિબ્રીટી અને ટોચના રાજકારણીઓ પણ કરે છે. રોજની ૨૫૦ મીલીયન જેટલી ટવીટસ થાય છે. એવી જ રીતે ફોટો શેરીંગ સાઇટ ફલીકર પર રોજ ૪.૫ મીલીયન ફોટા મુકાય છે.
ઑનલાઇન શૅરીંગ પાછળના ઘણાં કારણો છે. જેમકે પોતાની ઓળખ ઊભી કરવી, વિશ્વના લોકો સાથે મળવાની ઇચ્છા, પોતે જે જાણીતા હોય તે કહેવાની ઇચ્છા સંતોષવી, બીજાને માહિતી ટ્રાન્સફર કરવી, બીજાને ઉપયોગમાં આવે એવી માહિતી મુકવી, પોતાને જેમાં રસ છે એવા જ વિષય સાથે સંકળાયેલા લોકોને મળવું, એક અજાણ્યો સાથી મળે વગેરે મુદ્દાનો સમાવેશ થાય છે.
ઘણાં ન્યુઝ નીચે ઓપનીયન આપતા બ્લોગરોની વણઝાર હોય છે. આવા બ્લોગરો પોતાનો મત સાચો છે એમ લખવા પ્રયાસ કરે છે અને એવું લખતા-લખતાં બીજા બ્લોગર પર બળાપો પણ કાઢે છે. હવે તો આર્ટીકલોના નીચે ‘લાઇક ઇટ’વાળી કોલમ-આઇકોન મુકેલો હોય છે તે પણ શૅરીંગનો એક ભાગ હોય છે.
વાટકી વ્યવહાર, ઓટલા પરિષદ, ચૉરા પર બેસવું, મંદિરના ઓટલે બેસવું વગેરે વિચારોની આપ-લે સાથે સંકળાયેલા છે. માણસ થોડો સમય આવા ગુ્રપ સાથે જોડાઈને મન હળવું કરી લેતો હોય છે.
એવું જ સોશ્યલ નેટવર્કીંગમાં જોવા મળે છે. અહીં મળનારાઓ વિશ્વભરના લોકો હોય છે. તેઓ સાવ અજાણ્યા પણ હોય છે. જુનવાણી વ્યવહારોમાં ઓટલે મળનારાઓ થોડા જાણીતા ચહેરા હોય છે. જ્યારે વાટકી વ્યવહાર નજીકના લોકો સાથે થતો હોય છે. ઇન્ટરનૅટ પર વાટકી વ્યવહારને સ્થાન નથી પણ વિચારોની આપ-લે કરવાનું મજબૂત સ્ટેજ મળે છે. જોકે ઑવરઓલ કોન્સેપ્ટ તો વર્ષો પુરાણો ઓટલા પરિષદ કે વાટકી વ્યવહારનો જ હોય છે.
વિદેશમાં તો ખાસ કરીને અમેરિકા અને યુરોપમાં તો આપણે ત્યાંના વાટકી-વ્યવહારની સિસ્ટમ કે કુટુંબ ભાવના જ નહોતી એટલે ફેસબુક અને ટવીટરનો ડંકો વાગ્યો હતો કેમકે શૅરીંગ પ્રથા આવી માનસિક શાંતિ આપનાર હોઈ શકે છે તેવી તેમને ખબર નહોતી.
જ્યારે ભારતમાં તો શૅરીંગ પ્રથા સામાજીક સ્તરે ઉપલબ્ધ હતી, આપણે ત્યાં આ સામાજીક પ્રથા તોડીને ઇન્ટરનેટ પર શરૂ કરેલી શૅરીંગ પ્રથા સ્વીકારાઈ હતી. જોકે તેના કારણે મૂળ વાટકી વ્યવહાર જેવી સામાજીક પ્રથા ભૂલાઈ હતી.જોકે અહીં કમનસીબી એ છે કે આપણે ત્યાં ફેસબુક પર સાવ અજાણ્યાઓ સાથે ચેટીંગ કરતો વર્ગ છે પરંતુ બાજુમાં રહેતા પાડોશીને જયશ્રીકૃષ્ણ કહેવાનો સમય નથી. બાજુમાં રહેનારની સમસ્યા પૂછનાર કે હાય-હેલ્લોવાળી પ્રથા ધીરે ધીરે પાંગળી બની ગઈ છે.
આજે ભલે ઇન્ટરનેટ પર સોશ્યલ નેટવર્કીંગ ઝડપભેર વધી રહ્યું હોય પરંતુ એ દિવસો દૂર નથી કે જ્યારે પેલી જૂની વાટકી વ્યવહાર વાળી પ્રથા અમલમાં આવશે. જ્યારે આ જૂની પ્રથા શરૂ થશે ત્યારે ફેસબુકના વળતાં પાણી થશે એ પણ નક્કી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સ્ટાર ખેલાડીઓનો ફ્લોપ શો ઃ જંગી રકમનો સોદો ફ્રેન્ચાઇઝીઓને ભારે પડયો
તેંડુલકરને રાજ્ય સભામાં નોમિનેશન મળતાં ભારતીય ક્રિકેટજગત ખુશખુશાલ
નડાલે ગાર્સિયા-લોપેઝ સામે ૬-૧, ૬-૨થી વિજય મેળવ્યો
ઓસ્ટ્રેલિયા સામેની આખરી ટેસ્ટ જીતવા વિન્ડિઝને ૩૭૦ રનનો પડકાર

ટુર્નામેન્ટના બીજા તબક્કામાં ટીમોની ખરી કસોટી થશે

માર્ચ મહિનામાં રૃપિયા-ડોલરના ફ્યુચરમા થયેલા રેકોર્ડ કામકાજ

ચાર મહિનામાં પહેલીવાર વિદેશી સંસ્થાઓ નેટ સેલર, સ્થાનિક સંસ્થાઓ નેટ બાયર
નાણાવટી પંચને એક્સટેન્શન મુદ્દે મોદી સરકારનો ખુલાસો પૂછો
ચેમ્બર કારોબારીના ૪ સભ્ય ઓછી હાજરી બદલ ગેરલાયક ઠરશે

ગુજરાતમાં જિનેટિકલી મોડિફાઈડ મકાઈના વાવેતર પર પ્રતિબંધ

સિટીબસના ભાજપના જ કોન્ટ્રાક્ટરના ૭૦ ડ્રાઇવરોની અચાનક હડતાળ
અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્‌ટી અંગેનો રિપોર્ટ આપો ઃ હાઇકોર્ટનો હુકમ
એપ્રિલ વલણનો સાંકડી વધઘટે અંત ઃ S & P ડાઉન ગ્રેડ અસરે પીએસયુ બેંકિંગ, પાવર શેરોમાં વેચવાલી
ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને ગારમાંથી મુક્ત રાખવા એફઆઈઆઈનો અનુરોધ
પરિણામો નવા ફોર્મેટમાં રજૂ કરવાના સેબીના આદેશથી કંપનીઓ મુસીબતમાં
 

 

 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved