Last Update : 27-April-2012, Friday

 
અમિતાભ બચ્ચનના અભિનેત્રી પત્ની, અભિનેત્રી ઐશ્વર્યા રાયના સાસુ અને અભિષેકના મમ્મી આ જયા ભાદુરી બચ્ચનને ઓળખો છો ?

- એનસીસીના બેસ્ટ કેડેટ હોવાથી તેઓ લશ્કરમાં જોડાવાનું વિચારતા હતા
- પહેલી ફિલ્મ 'ગુડ્ડી' કઈ રીતે મળી ?

આજના મહાનાયક અમિતાબ બચ્ચનને તો આખું જગત ઓળખે છે. નાના બાળકથી માંડીને મોટી ઉંમરના દાદા સુધી અમિતાભ બચ્ચનનું નામ પડે એટલે જોશમાં આવી જાય છે.
આ જ અમિતાભ બચ્ચન જ્યારે પ્રથમ ફિલ્મમાં ચમકવા માટે આવ્યા ત્યારે એમને કોઈ જ ઓળખતું નહોતું પણ જ્યારે એમને ફિલ્મમાં લેવા કોઈ દિગ્દર્શક કે નિર્માતા તૈયાર થયા ત્યારે એમની સામે હીરોઇન તરીકે આવવા પણ કોઈ તૈયાર નહોતું થતું ! ત્યારે એક એવી પ્રતિભાશાળી હિરોઇને એમની સાથે ફિલ્મમાં ઉતરવાની તૈયારી બતાવી કે પછી એ બન્નેની જોડી 'રીલ લાઇફ'માં ઘણી ફિલ્મમાં સાથે આવી અને 'રીયલ લાઇફ'માં પણ એ બન્ને સાથે જ રહ્યા ! એ પ્રતિભાશાળી હીરોઇન બીજી કોઈ નહીં પણ અમિતાભ બચ્ચનના અર્ધાંગિની 'જયા ભાદુરી બચ્ચન' છે !
એપ્રિલ મહિનાની ૯મી તારીખે એમનો જન્મદિવસ ઉત્તરપ્રદેશમાં હમણાં જ સત્તા પર આવેલી સમાજવાદી પાર્ટીએ જયાજીને ફરી વાર સંસદમાં રાજ્યસભાના સભ્ય પણ બનાવ્યા.
અભિનય હોય યા રાજકારણ જયાજીએ હંમેશા મૌનમાં જ વિશ્વાસ રાખ્યો છે અને એમણે હંમેશાં પોતાના બાજીના પત્તા બંધ જ રાખ્યા છે અને જ્યારે જયાજી પોતાના પત્તા ખોલે છે ત્યારે સામે નેતા હોય કે અભિનેતા હોય પણ ભલભલાના છક્કા છૂટી જાય 'કોરા કાગઝ'નું ગીત 'મેરા પઢને મેં નહીં લાગે દિલ' અથવા તો 'ગુડ્ડી'નું 'બોલે રે પપિહરા' અથવા તો 'અભિમાન'નું 'સજન બિંદીયા લે લેગી તેરી નિંદિયા' અથવા તો 'અનામિકા'નું 'બાહોં મેં ચલે આઓ' અથવા 'ઝંઝીર'નું 'ચક્કુ-છૂરિયા તેજ કરા લો' એ બધા ગીતોમાં જે નટખટ અદાઓ છે તેમજ જે બાળક જેવી તોફાન મસ્તી છે એ જયા ભાદુરી સિવાય કોઈ જ ન કરી શકે. આ દરેક ફિલ્મના પાત્રને જયાજીએ જીવી બતાવ્યું છે. અને 'મીલી'ની એક્ટીંગની તો વાત જ જુદી છે !
જયા ભાદુરી જાણીતા પત્રકાર તરુણકુમાર ભાદુરીના પુત્રી છે જબલપુરમાં એમનો જન્મ અન તેમનું બાળપણ નાગપુર તથા ભોપાલમાં વીત્યું. કલાના સંસ્કાર માતાપિતાથી મળેલા છે. જાણે ગળથૂથીમાંથી જ ! જયાજીના માતા ઇંદિરા ભાદુરી પણ એક સારા અભિનેત્રી હતા. ઘરમાં જ્યારે પણ તેઓના નાટકનું રિહર્સલ ચાલતું હોય ત્યારે જયાજી બહુ ધ્યાનથી એ નિહાળતા... જો એમાંથી એમને કંઈક શીખવાનું હોય તેઓ ધોરણ ૭માં ભણતા હતા ત્યારે જ ભરતનાટયમની તાલીમ મેળવી લીધી હતી.
દરમ્યાનમાં એવું બન્યું કે, પપ્પા તરુણકુમાર સાથે જયાજી એકવાર પોતાના માદરે વતન કલકત્તા ગયાત્યાં બંગાળના પ્રતિભાવંત મહાન દિગ્દર્શક તપન સિન્હાની એક ફિલ્મનું શુટિંગ જોવા તેઓ પિતાજી- પત્રકાર સાથે ગયા.
તે વખતે તેમની મુલાકાત ત્યારના પ્રથમ હરોળના અભિનેત્રી શર્મિલા ટાગોર સાથે થઈ. શર્મિલા ટાગોર પણ શ્રેષ્ઠ અભિનેત્રી ત્યારે ગણાવા લાગેલા. એમણે મૌસમ, તલાશ, સફર, કાશ્મીર કી કલી, દાગ અને આરાધના જેવી ફિલ્મોમાં ઉત્તમ અભિનય આપ્યો છે. તેમજ ઘણા એવોર્ડ જીત્યા છે. એવા આ શર્મિલા ટાગોર જેઓ આજના પ્રથમ હરોળના અભિનેતા સૈફ અલીખાનના મમ્મી છે અને હમણાં જ જેમનું અવસાન થયું એ મહાન ક્રિકેટર નવાબ પટૌડીના પત્ની છે. એ શર્મિલાજીએ જયા ભાદુરીને પ્રોત્સાહન આપ્યું અને બંગાળ ભારતના બીજા એક મહાન દિગ્દર્શક સત્યજીત રાય સાથે એમની ઓળખાણ પણ કરાવી આપી.
એ સાથે જ જયાજીને સોનેરી તક મળી પણ ગઈ. મુલાકાતના થોડા દિવસો પછી એમને સત્યજીત રાયનો તાર મળ્યો સત્યજીત રાય એમની નવી ફિલ્મ 'મહાનગર' માટે જયાજીને એક મહત્ત્વનો રોલ આપવા ઇચ્છતા હતા.
આંતરરાષ્ટ્રીય નામના મેળવનારા ફિલ્મકાર સત્યજીત રાય સાથે કામ કરવાના એ અવસરે જયા ભાદુરીના જીવનની આખી દિશા જ બદલી નાંખી.
'બેસ્ટ એનસીસી કેડેટ'નો એવોર્ડ પ્રધાનમંત્રીના હસ્તે મળ્યા પછી સેનામાં ભરતી થવાના સપના જોવાવાળા જયા ભાદુરીએ હવે અભિનેત્રી બનવાના ફેંસલો લઈ લીધો હતો. પોતાના પિતાની સંમતિ લઈને એમણે નવી શરુ થયેલી પુણેની ફિલ્મ ઇન્સ્ટીટયૂટ કોલેજમાં પ્રવેશ મેળવ્યો એમને પ્રવેશ મળ્યા પછી એન.સી.સી.માંથી ઇનામરૃપે મળેલા રૃા. ૮૦૦ કોલેજની ફી ભરવાના કામમાં આવ્યા. એ કોલેજમાં ક્લાસ શરુ થયા ને જયાને સ્કોલરશિપ પણ મળી ગઈ. ડાયરેક્ટર અને વિદ્યાર્થી એવા મદન બાવરિયાએ એમની વિદ્યાર્થી તરીકેની પ્રથમ ફિલ્મ 'સુમન' માટે મુખ્ય ભૂમિકા માટે જયાજીને પસંદ કર્યા. જેમાં જયાની એક્ટીંગના ખૂબ વખાણ થયેલા.
એ જમાનાના એક મહાન નિર્માતા અને દિગ્દર્શક બાસુ ચેટર્જીએ જયાને પોતાની 'સારા આકાશ' ફિલ્મ માટે ઓફર કરી પણ કોલેજના નિયમો આડા આવ્યા (જ્યાં સુધી કોલેજમાં એક્ટીંગની ટ્રેનિંગ ચાલતી હોય ત્યાં સુધી બહારની કોઈપણ ફિલ્મમાં કામ સાઇન કરી શકાય નહી એવો કોલેજનો નિયમ છે.) એ પછી ટ્રેનિંગનો કોર્સ પૂરો થયા પછી એમાં પણ જયાજી 'ટોપર' રહ્યા અને સુવર્ણચંદ્રક પણ મેળવ્યો પૂણેની એ ફિલ્મી કોલેજના પ્રિન્સીપાલ જગત મુરારી હતા એ જમાનાના મહાન દિગ્દર્શક ઋષિકેશ મુખરજી સાથે જગત મુરારીએ જયાજી અંગે ચર્ચા કરી. ઋષિકેશ મુખરજીએ એડિટીંગ ટેબલ પર જયાજીની ફિલ્મ 'સુમન' જોઈ અને જયાજીને 'ગુડ્ડી' ફિલ્મ મળી ગઈ.
'ગુડ્ડી'માં દુનિયાની સચ્ચાઈ બતાવવામાં આવેલી છે. આ ફિલ્મમાં જયાજીએ 'ગુડ્ડી' નામની એવી છોકરીની ભૂમિકા કરી છે કે જે ફિલ્મ કલાકાર ધર્મેન્દ્રની પાછળ પાગલ હોય છે.
એ પોતાના સાચા પ્રેમની અવગણના કરે છે એ પ્રેમીની એ ભૂમિકા મૂળ તો અમિતાભ બચ્ચનને આપવામાં આવી હતી પણ એ જ ગાળામાં રાજેશ ખન્નાની 'આનંદ' સુપરહીટ થઈ જવાથી ફિલ્મનું ઘણું બધુ શુટિંગ થઈ ગયું હોવા છતાં હૃષિદાએ 'ગુડ્ડી' ફિલ્મમાંથી અમિતાભના બધા સીન કાપીને એમની જગ્યએ સમિત વીજને સાઇ કર્યો. જો કે એડિટીંગ કર્યા પછી પણ એ ફિલ્મમાં અમિતાભ સાથેનો એકાદ સીન તો હજી આજે પણ ગુડ્ડીમાં જોવા મળે છે.
જયા ભાદુરીએ અમિતાભ બચ્ચનને પહેલી વાર પુણેની ફિલ્મ કોલેજના કેમ્પસમાં જોયા હતા જયાં એ ખ્વાજા અહમદ અબ્બાસની સાથે 'સાત હિન્દુસ્તાની' (જે અમિતાભ બચ્ચનની પહેલી ફિલ્મ છે.)ના લોકેશન હંટીંગ માટે આવ્યા હતા.
પછી જયાજી અને અમિતાભ બચ્ચન હૃષિદાના યુનિટમાં સાથે કામ કરવા લાગ્યા અને ધીમે ધીમે એમની દોસ્તી જામતી ગઈ તથા છેવટે 'ચટ મંગની પટ બ્યાહ' કરીને જીવનસાથી બની ગયા.
અમિતાભ બચ્ચન જ્યારે ફિલ્મમાં સંઘર્ષ કરતા હતા ત્યારે જયા ભાદુરી સફળ અભિનેત્રી બની ચૂક્યા હતા. તેમ છતાં તેમણે અમિતજી સામે 'જંજીર'માં કામ કરવાની તૈયારી બતાવી ! અને 'જંજીર' હીટ ગઈ. (જંજીર ફિલ્મથી અમિતાભ બચ્ચનને 'એંગ્રી યંગમેન'નું સફળ બિરૃદ મળ્યું પછી તો અમિતાભ બચ્ચને પાછું વાળીને જોયું જ નથી.
'અભિમાન', 'મીલી', 'જંજીર', 'બંસી બિરજુ', 'એક નજર', 'ચુપકે ચુપકે', 'સિલસિલા', 'કભી ખુશી કભી ગમ' જેવી ફિલ્મોમાં ત્યારે એમની જોડી ખૂબ જામી હતી.
'અભિમાન' પેલા ગાયક, અભિનેતા, લેખક- નિર્માતા અને દિગ્દર્શક એવા કિશોરકુમાર અને એમના પ્રથમ પત્ની રૃમાદેવીના વચ્ચેના અહમ્ના ટકરાવાની વાર્તા હતી. એમાં શ્રેષ્ઠ અભિનય માટે જયાજીને ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
'કોરા કાગઝ'માં જયાજીની સામે દેવઆનંદના ભાઈ વિજયઆનંદ હતા. 'કોરા કાગઝ'માં પતિ- પત્ની વચ્ચે અમીરી- ગરીબીના ટકરાવની વાર્તા હતી એના અભિનય માટે પણ જયાજીને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.
'નોકર'માં સંજીવકુમાર જેવા શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ કલાકાર અને મહાન માનવી સાથે જયાજીએ કામ કર્યું છે. એ ફિલ્મ માટે પણ એમને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે.
આટલા બધા એવોર્ડ મળ્યા છતાં તેમજ એમનામાં અભિનયની શ્રેષ્ઠ કક્ષાની પ્રતિભા હોવા છતાં પણ પોતાના સંતાનો અને કુટુંબ ખાતર જયાજીએ પોતાના અભિનયનું બલિદાન આપી દીધું એમની પુત્રી શ્વેતા અને પુત્ર અભિષેકના જન્મ પછી એમણે ઘરને અને કુટુંબને જ પ્રાધાન્ય આપ્યું અને સંતાનોને સારું શિક્ષણ તેમજ સારા સંસ્કાર આપવા એમણે અભિનયને તિલાંજલિ આપી દીધી.
અમિતાભ બચ્ચન જ્યારે 'કુલી' ફિલ્મના શુટિંગના અકસ્માત પછી જીવન- મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા ત્યારે જયા ભાદુરીમાં ધીરજ, આત્મવિશ્વાસ, પ્રાર્થના અને સાહસ બધા એક સાથે ભેગા થઈ ગયા આવા કપરા સમયે એકલા જયાજીએ અમિતાભ બચ્ચનની સાથે અમિતાભ બચ્ચનના માતાપિતા, એમના પોતાના શ્વેતા અભિષેક બધાને બહુ સારી રીતે સાચવ્યા હતા. એનું પરિણામ આપણી નજર સામે છે.
'ઉપહાર', 'પિયા કા ઘર', 'પરિચય', 'કોશિશ', 'જવાની દિવાની', 'શોલે', 'હજાર ચોરાસી કી મા' જેવી ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથરી ચૂકેલી જયા ભાદુરી પુણે ફિલ્મ ઇન્સ્ટીટયૂટની વિદ્યાર્થીઓની સંસ્થા ગ્રેફીટીનો પ્રાણ છે. જયાજી ઉદયશંકર પાણીની સાથે મળીને વિઝડમ ફિલ્મ ફેસ્ટીવલનું આયોજન કરવામાં કોઈ કચાશ નથી રાખતા.
જયાજી જીદ્દી પણ છે અને એટલે સીધું કામ પૂરું કરીને જંપે છે. પાક્કા છે અને પોતાનું ધાર્યું કરવાવાળા છે એમનું મન જે કહેશે એ જ કરવાવાળા છે. હવે સાંસદના રૃપમાં સમાજને પણ કંઈક આપવા માગે છે એમાં પણ એ ફિલ્મની જેમ સફળ થાય એવી ઇચ્છા !
- ગુણવંત છો. શાહ

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સ્ટાર ખેલાડીઓનો ફ્લોપ શો ઃ જંગી રકમનો સોદો ફ્રેન્ચાઇઝીઓને ભારે પડયો
તેંડુલકરને રાજ્ય સભામાં નોમિનેશન મળતાં ભારતીય ક્રિકેટજગત ખુશખુશાલ
નડાલે ગાર્સિયા-લોપેઝ સામે ૬-૧, ૬-૨થી વિજય મેળવ્યો
ઓસ્ટ્રેલિયા સામેની આખરી ટેસ્ટ જીતવા વિન્ડિઝને ૩૭૦ રનનો પડકાર

ટુર્નામેન્ટના બીજા તબક્કામાં ટીમોની ખરી કસોટી થશે

માર્ચ મહિનામાં રૃપિયા-ડોલરના ફ્યુચરમા થયેલા રેકોર્ડ કામકાજ

ચાર મહિનામાં પહેલીવાર વિદેશી સંસ્થાઓ નેટ સેલર, સ્થાનિક સંસ્થાઓ નેટ બાયર
નાણાવટી પંચને એક્સટેન્શન મુદ્દે મોદી સરકારનો ખુલાસો પૂછો
ચેમ્બર કારોબારીના ૪ સભ્ય ઓછી હાજરી બદલ ગેરલાયક ઠરશે

ગુજરાતમાં જિનેટિકલી મોડિફાઈડ મકાઈના વાવેતર પર પ્રતિબંધ

સિટીબસના ભાજપના જ કોન્ટ્રાક્ટરના ૭૦ ડ્રાઇવરોની અચાનક હડતાળ
અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્‌ટી અંગેનો રિપોર્ટ આપો ઃ હાઇકોર્ટનો હુકમ
એપ્રિલ વલણનો સાંકડી વધઘટે અંત ઃ S & P ડાઉન ગ્રેડ અસરે પીએસયુ બેંકિંગ, પાવર શેરોમાં વેચવાલી
ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને ગારમાંથી મુક્ત રાખવા એફઆઈઆઈનો અનુરોધ
પરિણામો નવા ફોર્મેટમાં રજૂ કરવાના સેબીના આદેશથી કંપનીઓ મુસીબતમાં
 
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved