Last Update : 27-April-2012, Friday

 

ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ

- સમરમાં આગ દઝાડતી ગરમીથી બચવા લોકો જાત જાતના નુસખા અપનાવે છે. ત્યારે યંગસ્ટર્સ ગરમીથી બચવા હેલમેટ પહેરે છે. તો કેટલાંક યંગસ્ટર્સ તો સ્પોર્ટસ હેલમેટ વઘુ પસંદ કરે છે. સમર બાદ હેલમેટ ઉભરાઇ પર ચડાવી દે છે.

ઉનાળાની શરૂઆત થતાં જ વાહનચાલકો પણ ગરમીથી પરેશાની અનુભવતા હોય છે. ભરબપોરે તો આગ ઝરતી ગરમીમાં ચાર રસ્તા પર સિગ્નલ આવે અને ઉભા રહેવાનો પણ વાહનચલાકોને કંટાળો આવે છે. તો કેટલાંક વાહનચાલકો તો ટ્રાફિક નિયમનનો ભંગ કરીને સિગ્નલ તોડી નાસી છૂટતા હોય છે. ત્યારે યંગસ્ટર્સે ગરમીથી બચવા એક નવો રસ્તો શોઘી કાઢ્‌યો છે. યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટ પહેરવાનો પણ ક્રેઝ દિનપ્રતિદિન વઘી રહ્યો છે. તો કેટલાંક યંગસ્ટર્સ તો ફક્ત સમર દરમિયાન જ હેલમેટનો ઉપયોગ કરીને બાકીની સિઝનમાં તો હેલમેટને ઉભરાઇએ ચઢાવી દે છે.
આ અંગે આસિફ અન્સારી કહે છે કે, યંગસ્ટર્સ ખાસ કરીને ઉનાળા દરમિયાન જ હેલમેટ ખરીદવાનો આગ્રહ રાખે છે. તો કેટલાંક યંગસ્ટર્સ ટ્રાફિક નિયમનના પાલન માટે હંમેશા હેલમેટ પહેરીને વાહન હંકરતા હોય છે. પણ કોલેજીયન યંગસ્ટર્સ તો ફક્ત ફેશન કે મોંઘીદાટ બાઇક હંકારે ત્યારે એક્સ્ટ્રા લૂક માટે હેલમેટ પહેરે છે. હેલમેટમાં ખાસ કરીને સ્પોટ્‌ર્સ ટાઇપ હેલમેટ વઘુ પ્રમાણમાં ચાલે છે. હેલમેટમાં વિવિઘ દેખાવ, સાઇઝ, કંિમત, ફીચર્સ, ફિટીંગ વગેરેનું ઘ્યાન રાખીને યંગસ્ટર્સ હેલમેટ ખરીદે છે. ઉપરાંત હેલમેટમાં ફુલ ફેસ હેલમેટ, ઓપન ફેસ હેલમેટ, હાફ હેલમેટ, ફ્‌લીપ અપ હેલમેટ, મોટોક્રોસ હેલમેટ, કેપટાઇપ હેલમેટ, વિમેન્સ હેલમેટ, ચિલ્ડ્રન હેલમેટ વગેરે પ્રકારના હેલમેટનો સમાવેશ છે. પણ સમર દરમિયાન ખાસ કરીને હેલમેટનું વેચાણ વઘી જાય છે.
આશિષ વ્યાસ કહે છે કે, સમર દરમિયાન અંગ દઝાડતી ગરમી હોવાથી હું હેલમેટ પહેરવાનો આગ્રહ રાખું છું. એમાંય ખાસ કરીને સ્પોટ્‌ર્સ ટાઇપ હેલમેટ મને વઘુ પસંદ છે. વળી હેલમેટ ખરીદતી વખતે હું હેલમેટનો દેખાવ, તેની સાઇઝ, કંિમત, કમ્ફર્ટેબલ છે કે નહીં, સેફ્‌ટી, ફિટીંગ, તેનો લુક, ડિફરન્ટ કલર્સ, ડિઝાઇન, આઇએસઆઇ માર્કો વગેરે ખાસ ઘ્યાનમાં રાખું છું. સમર સિઝન પૂરી થાય એટલે હું મારુ હેલમેટ સાચવીને પેકંિગ કરી મૂકી દઉ છું. વળી મારી બાઇક મેં મોડીફાઇડ કરાવેલી છે. જેથી બાઇક ચલાવું ત્યારે સમથીંગ ડિફરન્ટ દેખાઉ એ માટે પણ સ્પોટ્‌ર્સ ટાઇપ હેલમેટ પહેરું છું. ક્યારેક હાઇવે પર થઇને બહારગામ જવાનું હોય ત્યારે હેલમેટ પહેરું છું. પરંતુ કેટલાંક હેલમેટ તકલાદી હોવાથી પછડાય ત્યારે તૂટી જાય છે.વળી વારંવાર હેલમેટ તૂટી જતા હોઇ હું હંમેશા સારી અને ટકાઉ હેલમેટ જ ખરીદવાનો આગ્રહ રાખુ છું. મારા ગૂ્રપમાં પણ અમે જ્યારે બહાર ક્યાંક ફરવા જઇએ ત્યારે તમામ લોકો હેલમેટમાં સજ્જ થઇને જ જઇએ છીએ. ક્યારેક અમે સાથે મળીને શહેરની આસપાસનું કોઇ પ્લેસ પસંદ કરી તેની મુલાકાતે જઇએ ત્યારે પણ અચૂક હેલમેટ પહેરવાનું પસંદ કરીએ છીએ.
અંકિતા મકવાણા કહે છે કે, મારે મારા બાળકને સ્કૂલે મૂકવા અને લેવા જવાનું થાય છે. ત્યારે સેફ્‌ટીના ભાગરૂપે હું હેલમેટ પહેરું છુ. એમાંય હું ઓપન ફેસ ટાઇપનું હેલમેટ પહેરવાનો આગ્રહ રાખું છું. પરંતુ સમર દરમિયાન ગરમીનું પ્રમાણ વઘારે હોવાથી અને કોઇ પણ જાતની ખરીદી કે અન્ય કોઇ કામથી ક્યાંય પણ બહાર જવાનું થાય એટલે હેલમેટ પહેર્યા વગર હું ક્યારેય બહાર નીકળતી નથી. એનાથી સેફ્‌ટી પણ રહે છે અને ગરમીથી રક્ષણ પણ મેળવી શકાય છે. પરંતુ ચોમાસુ અને શિયાળા દરમિયાન હેલમેટ ઓછું પહેરું છું. કારણકે એ સમયે મને નથી લાગતું કે હેલમેટ પહેરવું જોઇએ.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સ્ટાર ખેલાડીઓનો ફ્લોપ શો ઃ જંગી રકમનો સોદો ફ્રેન્ચાઇઝીઓને ભારે પડયો
તેંડુલકરને રાજ્ય સભામાં નોમિનેશન મળતાં ભારતીય ક્રિકેટજગત ખુશખુશાલ
નડાલે ગાર્સિયા-લોપેઝ સામે ૬-૧, ૬-૨થી વિજય મેળવ્યો
ઓસ્ટ્રેલિયા સામેની આખરી ટેસ્ટ જીતવા વિન્ડિઝને ૩૭૦ રનનો પડકાર

ટુર્નામેન્ટના બીજા તબક્કામાં ટીમોની ખરી કસોટી થશે

માર્ચ મહિનામાં રૃપિયા-ડોલરના ફ્યુચરમા થયેલા રેકોર્ડ કામકાજ

ચાર મહિનામાં પહેલીવાર વિદેશી સંસ્થાઓ નેટ સેલર, સ્થાનિક સંસ્થાઓ નેટ બાયર
નાણાવટી પંચને એક્સટેન્શન મુદ્દે મોદી સરકારનો ખુલાસો પૂછો
ચેમ્બર કારોબારીના ૪ સભ્ય ઓછી હાજરી બદલ ગેરલાયક ઠરશે

ગુજરાતમાં જિનેટિકલી મોડિફાઈડ મકાઈના વાવેતર પર પ્રતિબંધ

સિટીબસના ભાજપના જ કોન્ટ્રાક્ટરના ૭૦ ડ્રાઇવરોની અચાનક હડતાળ
અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્‌ટી અંગેનો રિપોર્ટ આપો ઃ હાઇકોર્ટનો હુકમ
એપ્રિલ વલણનો સાંકડી વધઘટે અંત ઃ S & P ડાઉન ગ્રેડ અસરે પીએસયુ બેંકિંગ, પાવર શેરોમાં વેચવાલી
ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને ગારમાંથી મુક્ત રાખવા એફઆઈઆઈનો અનુરોધ
પરિણામો નવા ફોર્મેટમાં રજૂ કરવાના સેબીના આદેશથી કંપનીઓ મુસીબતમાં
 
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved