Last Update : 27-April-2012, Friday

 
દિલ્હીની વાત
 

મહત્વનાં બીલો અટવાયાં....
નવી દિલ્હી, તા. ૨૬
યુપીએ સરકારના વ્યૂહ ઘડનારાઓ માટે સૌ પ્રથમ કામ ફાયનાન્સિયલ બીલ પાસ કરાવવાનું છે. ૨૦૧૨-૧૩નું બજેટ તો પાસ થઇ ગયું છે. પણ મહત્વનું એવું ફાયનાન્સ બિલ પાસ કરીને બંધારણીય જવાબદારી નીભાવવાની છે. ૭ કે ૮ મેા રોજ ફાયનાન્સિયલ બિલ પાસ થાય એવી સંભાવના છે. બાકીના મહત્વનાં એવાં ૪૦ જેટલાં બીલો મે માસના બીજા અઠવાડિયામાં હાથ પર લેવાશે એમ મનાય છે. આ સત્રમાં જ આ મહત્વનાં બિલો પાસ થાય એવી આશા રખાય છે.
એવી જ રીતે ખૂબ ચર્ચાસ્પદ એવું લોકપાલ બિલ લોકસભામાંથી પસાર થયું છે પરંતુ રાજ્યસભામાં અટવાયું છે. આ દરમ્યાન વિવિધ મંત્રાલયો માટે ગ્રાન્ટ માગવાની શરૃઆત થઇ ગઇ છે આમ તો આ સિસ્ટમ પરંપરાગત છે છતાં સરકારે ગ્રાન્ટ અંગે ત્રીજી મેની મુદત આપી છે કેમ કે નાણાપ્રધાન પ્રણવ મુકરજી એશિયન ડેવલોપમેન્ટ બેન્કની વાર્ષિક મીટીંગમાં ભાગ લેવા મનીલા ગયા છે.
સોનિયા પાસે ઓછા વિકલ્પ
કોંગ્રેસના વર્તુળોમાં જે ગણગણાટ ચાલે છે તે સરકારમાં આવી રહેલા ફેરફારોનો છે. એન્ટોની કમિટીનો રિપોર્ટ આવતાં જ ફેરફારો થશે. તાજેતરની વિધાનસભાની ચૂંટણી અંગેના રીપોર્ટમાં પક્ષની હાર માટે કયા નેતા જવાબદાર છે તેનો ઉલ્લેખ હશે. જો કામગીરી નહીં બતાવતા પ્રધાનો સામે સોનિયા ગાંધી તાત્કાલિક પગલાં નહીં ભરે તો તેમના માટે તે રાજકીય નબળાઇ ગણાશે. બીજી તરફ સોનિયા ગાંધી પાસે વિકલ્પો પણ ઓછા છે. કામ નહીં કરતા સામે પગલાં પણ લેવાના છે અને પક્ષમાં કામ કરવા સામે સામેથી રાજીનામા આપવા તૈયાર થનારને શહીદ પણ થવા દેવા તે માગતા નથી. સૂત્રો કહે છે કે રાજીનામાની ઓફર કરનાર સલમાન ખુરશીદ સામે પણ ટાર્ગેટ છે. તેમના મુસ્લિમ તરફી નિવેદનોએ પક્ષને નુકશાન પહોંચાડયું હતું. તેમની પત્ની પણ ચૂંટણી હાર્યા હતા...
રાષ્ટ્રપતિ પદ માટેની રેસ...
રાષ્ટ્રપતિ પદ માટેની પસંદગી અંગેની સ્પર્ધા તેજ બની રહી છે. ઉપરાષ્ટ્રપતિ હમીદ અંસારીને રાષ્ટ્રપતિ બનાવવા મુલાયમસિંહ યાદવ સંમત નથી તો બીજી તરફ ભાજપ પોતાના કાર્ડ ખોલવા તૈયાર નથી. પક્ષ આ મુદ્દે સાચવીને આગળ વધે છે. ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ ભૈરોસિંહ શેખાવતને રાષ્ટ્રપતિ પદની રેસમાં ઉભા કરીને મેળવેલી કફોડી હારવાળી બાજી ફરીથી રમવા ભાજપ તૈયાર નથી. એ.પી.જે. કલામના નામ માટે પણ પક્ષ સ્પષ્ટ નથી કે જેમને ભાજપ સત્તા પર હતું ત્યારે રાષ્ટ્રપતિ બનાવ્યા હતા...!!
અહલુવાલિયાના વળતા પાણી
આયોજન પંચની પાંખો કાપવા સંસદમાં ભલામણ થઇ રહીછે તે તો ઠીક પણ આયોજન પંચના ડેપ્યુટી ચેરમેન મોન્ટોકસિંહ અહલુવાલિયાની નિરાશાજનક કામગીરી સામે પણ ફરીયાદ ઉઠી છે.
ફાયનાન્સીયલ બાબતોની સંસદીય કમિટીના વડા ભાજપના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રિય પ્રધાન યશવંતસિંહા છે, તેમણે પણ આયોજન પંચ સામે સંખ્યાબંધ મુદ્દે પ્રહારો કર્યા છે.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved