Last Update : 27-April-2012, Friday

 
 

કોલકાતાને યુસુફનો એક રન આશરે ૧૩ લાખમાં પડયો !
સ્ટાર ખેલાડીઓનો ફ્લોપ શો ઃ જંગી રકમનો સોદો ફ્રેન્ચાઇઝીઓને ભારે પડયો

કોહલી,મેકુલમ, વિનય કુમાર, મુરલી વિજય જેવા ઓક્શનના હીરો મેદાનમાં ઝીરો સાબિત થઇ રહ્યા છે

નવી દિલ્હી,તા.૨૬
આઇપીએલની પાંચમી સિઝનમાં હજુ સુધી ટ્વેન્ટી-૨૦ના ટોચના કેટલાંક સુપરસ્ટાર ખેલાડીઓ કોઇ ખાસ કમાલ કરી શક્યા નથી. હાઇપ્રોફાઇલ લીગ અગાઉની હરાજીમાં જે ખેલાડીઓ માટે ફ્રેન્ચાઇઝીઓએ લાખ્ખો-કરોડો રૃપિયા ખર્ચ્યા હતા, તેમનો ફ્લોપ શો ટીમ મેનેજમેન્ટ અને માલિકોને પરેશાન કરનારો બની રહ્યો છે. ટ્વેન્ટી-૨૦માં અત્યાર સુધી ધમાકેદાર દેખાવ કરનારા યુસુફ પઠાણ, વિરોટ કોહલી,મેક્યુલમ જેવા દિગ્ગજ ખેલાડીઓ હજુ કોઇ ઝંઝાવાતી કે યાદગાર ઇનિંગ રમી શક્યા નથી. આઇપીએલના આ સિઝનના સુપર ફ્લોપ ખેલાડીઓ પર એક નજર...
યુસુફ પઠાણ
૭ મેચમાં ૨૯ રન
જાન્યુઆરીમાં યોજાયેલી હરાજીમાં કોલકાતાએ યુસુફ પઠાણને આશરે ૧૦.૫ કરોડમાં ખરીદ્યો હતો. ૨૦૧૦માં રાજસ્થાન તરફથી યુસુફે મુંબઇ સામે ૩૭ બોલમાં ઝંઝાવાતી સદી ફટકારી હતી જો કે આ સિઝનમાં યુસુફની આક્રમક બેટિંગ જોવા મળી શકી નથી. ૨૯ વર્ષીય ઓલરાઉન્ડરે બોલિંગમાં સારો દેખાવ કર્યો છે પણ બેટિંગમાં તે નિષ્ફળ રહ્યો છ. તેણે સાત મેચમા ૫.૮૦ની સરેરાશથી માત્ર ૨૯ રન નોંધાવ્યા છે, જેમાં તેનો હાઇએસ્ટ સ્કોર ૧૫ રનનો જ છે. મીડિયાના એક અહેવાલ મુજબ કોલકાતાને અત્યાર સુધીમાં યુસુફ પઠાણનો એક રન આશરે ૧૩ લાખ રૃપિયામાં પડયો હોવાનું મનાય છે.
વિરાટ કોહલી
૮ મેચમાં ૧૨૯ રન
આશરે ૯ કરોડની પ્રાઇઝ ધરાવતા બેંગ્લોરના વાઇસ કેપ્ટન કોહલીનો દેખાવ પાંચમી સિઝનમાં સરેરાશ રહ્યો છે. તેણે એક અડધી સદી ફટકારી છે પણ ઓવરઓલ તેના તાજેતરના ફોર્મ અને પ્રતિભાને જોતા હાલનો દેખાવ સાવ સાધારણ છે. કોહલીએ ૮ મેચમાં ૧૮.૪૨ની રન સરેરાશ સાથે કુલ ૧૨૯ રન નોંધાવ્યા છે. ઈંગ્લેન્ડ અને ત્યાર બાદ ઓસ્ટ્રેલિયામાં પણ લડાયક દેખાવ કરનારો કોહલી હવે વધુ સારો દેખાવ કરશે તેવી આશા બેંગ્લોરને છે.
બ્રેન્ડન મેકુલમ
૪ મેચમાં ૩૬ રન
આઇપીએલની સૌપ્રથમ મેચમાં ૧૫૮ રનની ઝમકદાર ઇનિંગ રમનારા ન્યુઝીલેન્ડનો વિકેટકિપર બેટ્સમેન બ્રેન્ડન મેકુલમ પણ કોલકાતાની ટીમ માટે આ સિઝનમાં કોઇ નિર્ણાયક ઇનિંગ રમી શક્યો નથી. કોલકાતાએ આશરે સાડા ચાર કરોડ રૃપિયામાં ખરીદેલા મેકુલમે આ સિઝનમાં ચાર મેચમાં માત્ર ૩૬ રન જ નોંધાવ્યા છે. તેની સરેરાશ માત્ર ૯ રનની રહી છે અને તેનો હાઇએસ્ટ સ્કોર ૧૫નો છે. મેકુલમ હાલતો કોલકાતાની ટીમ માટે જવાબદારી રૃપ બની ગયો છે.
મુરલી વિજય
૫ મેચમાં ૩૧ રન
૨૦૧૧ની હરાજી પહેલા ચેન્નઇએ જે ચાર ખેલાડીઓને રિટેન કર્યા તેમાં મુરલી વિજય હતો. શરૃઆતની આઇપીએલમાં નોંધપાત્ર દેખાવ કરનારો વિજય આ સિઝનમાં ફ્લોપ રહ્યો છે.આ સિઝનમાં મુરલી વિજય પાવર પ્લેની ઓવરમાં પણ ચોગ્ગા-છગ્ગા ફટકારતો જોવા મળ્યો નથી. વિજયે પાંચ મેચની પાંચ ઇનિંગમાં ૬.૨૦ની રન સરેરાશ સાથે કુલ ૩૧ રન કર્યા હતા. જેમાં તેનો હાઇએસ્ટ સ્કોર ૧૧ રનનો છે, જે બેંગ્લોર સામે તેણે નોંધાવ્યો હતો.
સૌરભ તિવારી
૮ મેચમાં ૮૪ રન
આઇપીએલની શરૃઆતની સિઝનમાં મુંબઇ તરફથી ક્લાસિક બેટિંગ કરીને મીડિયાનુ અને ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચાનારા સૌરભ તિવારીને આશરે ૮ કરોડમાં બેંગ્લોરે ખરીદ્યો હતો. જો કે બેંગ્લોરમાં જોડાયા બાદ સૌરભની બેટિંગમાં કોઇ ખાસ કમાલ જોવા મળી શક્યો નથી. તિવારી આ સિઝનમાં કુલ આઠ મેચ રમ્યો છે અને તેમાં તેણે ૧૬.૮૦ની સરેરાશથી ૮૪ રન નોંધાવ્યા છે. તેનોહાઇએસ્ટ સ્કોર ૨૬ રનનો રહ્યો છે.
વિનય કુમાર
૨૫૮ રન આપી ૬ વિકેટ ઝડપી
ભારતીય ટીમના ફાસ્ટ બોલર વિનય કુમાર માટે આઇપીએલની હરાજી જેકપોટ સાબિત થઇ હતી.
બેંગ્લોરે વિનયન તેની બેઝ પ્રાઇઝની દસગણી કિંમતે ખરીદ્યો હતો. તેના માટે આશરે પાંચ કરોડ ચુકવાયા હતા. જો કે આ સિઝનમાં વિનય સાવ ફ્લોપ રહ્યો છે. તેેણે ૨૫૮ રન આપીને છ વિકેટ ઝડપી છે, એટલે એક વિકેટ ઝડપવા માટે તેણે સરેરાશ ૪૩ રન ખર્ચ્યા છે. તેની ઇકોનોમી પણ ૯.૨૧ની રહી છે, જે ખુબ જ અસમાન્ય કહી શકાય તેવી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સ્ટાર ખેલાડીઓનો ફ્લોપ શો ઃ જંગી રકમનો સોદો ફ્રેન્ચાઇઝીઓને ભારે પડયો
તેંડુલકરને રાજ્ય સભામાં નોમિનેશન મળતાં ભારતીય ક્રિકેટજગત ખુશખુશાલ
નડાલે ગાર્સિયા-લોપેઝ સામે ૬-૧, ૬-૨થી વિજય મેળવ્યો
ઓસ્ટ્રેલિયા સામેની આખરી ટેસ્ટ જીતવા વિન્ડિઝને ૩૭૦ રનનો પડકાર

ટુર્નામેન્ટના બીજા તબક્કામાં ટીમોની ખરી કસોટી થશે

માર્ચ મહિનામાં રૃપિયા-ડોલરના ફ્યુચરમા થયેલા રેકોર્ડ કામકાજ

ચાર મહિનામાં પહેલીવાર વિદેશી સંસ્થાઓ નેટ સેલર, સ્થાનિક સંસ્થાઓ નેટ બાયર
નાણાવટી પંચને એક્સટેન્શન મુદ્દે મોદી સરકારનો ખુલાસો પૂછો
ચેમ્બર કારોબારીના ૪ સભ્ય ઓછી હાજરી બદલ ગેરલાયક ઠરશે

ગુજરાતમાં જિનેટિકલી મોડિફાઈડ મકાઈના વાવેતર પર પ્રતિબંધ

સિટીબસના ભાજપના જ કોન્ટ્રાક્ટરના ૭૦ ડ્રાઇવરોની અચાનક હડતાળ
અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્‌ટી અંગેનો રિપોર્ટ આપો ઃ હાઇકોર્ટનો હુકમ
એપ્રિલ વલણનો સાંકડી વધઘટે અંત ઃ S & P ડાઉન ગ્રેડ અસરે પીએસયુ બેંકિંગ, પાવર શેરોમાં વેચવાલી
ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને ગારમાંથી મુક્ત રાખવા એફઆઈઆઈનો અનુરોધ
પરિણામો નવા ફોર્મેટમાં રજૂ કરવાના સેબીના આદેશથી કંપનીઓ મુસીબતમાં
 
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved