Last Update : 27-April-2012, Friday

 

જે. જયલલિતાને ફોન કરી સોનિયા સુનામી સર્જે છે

- સ્ટ્રેન્જ આર ધ વેઝ ઑફ ક્વીન્સ એન્ડ એમ્પ્રેસીઝ ઃ જયરામ રમેશ

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીનો વિજય થયો પછી તુર્ત જ સોનિયા ગાંધીએ, તેઓને ફેન કરીને અભિનંદનો પાઠવ્યાં હતાં. તેવી જ રીતે તમિળનાડુમાં પણ વિધાનસભાની ચૂંટણીમાં જે.જયલલિતા વિજયી થતાં સોનિયા ગાંધીએ, તેમને પણ અભિનંદનો પાઠવ્યાં હતાં.
જે. જયલલિતાને સોનિયા ગાંધીએ પાઠવેલાં અભિનંદનો વિષે કોંગ્રેસનો આ પ્રતિભાવ રહ્યો હતો. પક્ષે તેના પ્રમુખની આ કાર્યવાહીને (જયલલિતાને કરેલા ફોનને) સહજ રીતે જ ગણવા પત્રકારોને જણાવ્યું હતું. પરંતુ ‘બિટવીન-ધ-લાઈન્સ’ જુદી જ રાજ-રમત રમાતી હોવાની પત્રકારો તુર્ત જ ગંધ પારખી ગયા છે.

 

પહેલી દ્રષ્ટિએ તો, વાત સીધીને સાદી લાગે છે. પરંતુ અંદરની વાત જાણનારાઓ સમજે જ છે કે, ૨-જી કૌભાંડમાં જે પક્ષના (ડીએમકેના) લગભગ તમામ વરીષ્ઠ નેતાઓના હાથ ખરડાયેલા હોય, તે પક્ષ સાથે રહેવામાં કેટલું જોખમ છે.
આપણે આ પૂર્વેના એક લેખમાં જોયું કે, દેશનાં પાંચ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ, મહદ્‌અંશે, લોકસભાની આગામી ચૂંટણીના ‘‘પૂર્વરંગ’’ સમાન બની રહી છે. આથી સોનિયા ગાંધીની નજર-૨૦૧૪ની લોસભાની ચૂંટણી ઉપર છે.

 

કોઈ કહેશે કે, તે ચૂંટણીઓને તો હજી ત્રણ વરસ દૂર છે. પરંતુ રાજકારણ અત્યારે એટલી હદે ચકરાવી ચડ્યું છે કે ક્યારે શું બનશે તેની કરતાં શું નહીં બને તે વિચારવું પડે તેમ છે. વળી થોડા જ સમયમાં પંજાબ, અને ઉત્તર પ્રદેશની ચૂંટણીઓ આવવાની છે. માત્ર ૬ અને ૮ મહિનાની વાર છે. વિપક્ષો, ઢોલ ટીપીને ડીએમકે જેવા કૌભાંડથી ખરડાયેલા નેતાઓ ધરાવતા પક્ષનો સાથ લેવા માટે કોંગ્રેસ અને યુપીએના અન્ય તમામ પક્ષોને વગોવે જ.

 

બીજી તરફ જે. જયલલિતા પણ રાજકીય શતરંજનાં અઠંગ ખેલાડી છે. જે નેતા માર્ચ ૧૯૯૯માં, સુબ્રમણ્યમ્‌ સ્વામીએ યોજેલી ટી-પાર્ટીમાં ઉપસ્થિત રહેવા છેક ચેન્નાઈથી નવી દિલ્હી આવ્યાં હતાં, અને સોનિયા ગાંધીને સાથ આપી, એપ્રિલ ૧૯૯૯માં વાજપેયી સરકારને સત્તા ઉપરથી ઉથલાવી નાખવામાં સાથ આપ્યો હતો, તે જ જયલલિતા, નરેન્દ્ર મોદીની શપથવિધિ સમયે, ચેન્નાઈથી અમદાવાદ આવ્યાં હતાં તો બીજી તરફ પોતાની શપથવિધિ સમયે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને ઉપસ્થિત રહેવા આમંત્રણ પણ પાઠવી દીઘું હતું.
પક્ષોની વિચારધારા જોઈએ તો, અન્ના ડીએમકે સ્પષ્ટતઃ જમણેરી પક્ષ છે. જ્યારે ડીએમકેનો ઝૂકાવે જ ડાબેરી છે. વાસ્તવમાં કોંગ્રેસ પક્ષ પોતે પણ ડાબેરી ઝૂકાવ ધરાવતો પક્ષ છે. આટલું જ નહીં સ્વાતંત્ર્ય પછી તો તેણે સમાજવાદી સમાજ રચનાનો નારો જગાવી તેનું ડાબેરી વલણ સ્પષ્ટ કરી દીઘું હતું. જ્યારે, ભારતીય જનતા પક્ષ જમણેરી ઝૂકાવ ધરાવતો પક્ષ છે. અન્ના ડીએમકે પણ જમણેરી છે.

 

‘દીદી’ (મમતા બેનરજી)ની તો વાત જ જુદી છે. ફાયર બ્રાન્ડ મહિલા, માર્ક્સવાદીઓ અને તેના સાથીઓની સાથે દાયકાઓથી ટક્કર લઈ રહ્યા છે. છતાં તેઓને કોઈ જમણેરી કહી જ શકે તેમ નથી. તેમનો તૃણમૂલ કોંગ્રેસ પક્ષ લેફટ ઑફ સેન્ટર (મઘ્યમાર્ગી હોવા છતાં ડાબેરી ઝુકાવ ધરાવતો) પક્ષ છે. દીદીનું પોતાનું જીવન જ તે સ્પષ્ટ કરે છે. જ્યારે, જયલલિતા તો મહારાણી જેવું જીવન-સત્તા પર હોય કે ન પણ હોય છતાં-જીવે છે.

 

હવે થોડી નક્કર વાસ્તવિકતા તરફ જઈએ. એક વરીષ્ઠ રાજકારણી તરીકે એમ. કરૂણાનિધિની પ્રતિભા છે. સંભવ તે પણ છે કે, એ. રાજા કે, કરૂણાનિધિનાં પોતાનાં પુત્રી દ્વારા જ જે ખેલ ખેલવામાં આવ્યો હતો તેની તલસ્પર્શી માહિતી તેઓને હોય પણ નહીં. ઠીક છે કૈંક થોડા પૈસા તેઓ ભેગા કરતાં હશે તેવી શંકા ગઈ પણ હોય, પરંતુ સંયોગોએ તેમને મૂક કરી દીધા હોય. પછીથી પૂરી માહિતી પણ મળી હોય, ત્યારે ખૂબ જ મોડું થઈ ગયું હોય. વળી, ૨-જી સ્કેમ પછી ઊભી થયેલી પરિસ્થિતિ પામી જઈ તેમણે કેન્દ્રનાં શાસક-ગઠબંધનમાંથી, છૂટા નહીં થવાનો નિર્ણય લીધો હોય. કારણ કે, તો જ કનિમોઝી કે એ.રાજાને થોડા બચાવી શકાય.

 

તેઓ તે પણ જાણે છે કે લોકસભામાં ૨૭૨ની કટોકટ બહુમતીથી માત્ર એક જ સભ્ય વઘુ ધરાવતાં યુપીએ ગઠબંધનને લોકસભાના ડીએમકેના ૧૮ સભ્યોની જરૂર પણ છે. અનિવાર્ય છે. સોનિયા ગાંધી તેટલું સમજે જ છે. તેઓ તે પણ જાણે છે કે અન્ના ડીએમકેના માત્ર આઠ જ સાંસદો છે. જો ડીએમકે ખસી જાય તો જયામ્માના ૮ સાંસદો ભળે પણ ખરા તો યુપીએની સંખ્યા માત્ર ૨૬૩ થઈ જાય. આ પરિસ્થિતિ એ. રાજા ઉપર આરોપો મુકાયા ત્યારે પણ ઊભી જ થઈ શકે તેમ હતી. તે સમયે સપા અને રાજદએ સાથ આપવા કહ્યું પરંતુ, સોનિયાએ અકળ મૌન સેવ્યું. તેઓ જાણે જ છે કે સપાને સાથે રાખવાથી, હિન્દૂઓના મત તૂટે તેમ છે. તો લાલુપ્રસાદના હાથ તો પૂરેપૂરા કૌભાંડોથી ખરડાયેલા છે. તેઓ પ્રત્યે પણ હિન્દૂઓની કૂણી લાગણી પણ નથી.
અહીં કોમવાદ ઉશ્કેરવાની વાત નથી. માત્ર સત્ય હકીકત જ રજૂ કરવાની વાત છે. આ નક્કર વાસ્તવિકતા છે.

 

ભારતનાં રાજકારણમાં કેન્દ્ર સ્તરે, ઇન્દિરાજી પછી સૌથી સબળ અને સૌથી ચતુર રાજકારણીઓ આવ્યા હોય તો તેમાં અટલબિહારી વાજપેયી અને સોનિયા ગાંધીનાં નામો જ આપી શકીએ. આ મિથ્યાશ્વ્લાઘા (ભાટાઈ) નથી. સહજ રીતે જ સમજી શકાય તેવી સત્ય હકીકત છે.
એક પૂરી સંભાવના તેવી છે કે, સોનિયા કેન્દ્રમાં ડીએમકેને સાથે રાખે જ તો બીજી તરફ તમિળનાડુમાં અન્ના દ્રમુકને સાથે રાખે એટલે કે, તેને કેન્દ્ર તરફથી ભરપૂર સહાય મળતી રહે.

 

આમ અસામાન્ય બેલેન્સંિગ એક્ટ તેઓ કરી શકે તેવું સામર્થ્ય ધરાવે છે. ૧૯૯૯ના માર્ચમાં સુબ્રમણ્યમ સ્વામીએ યોજેલી ટી-પાર્ટી સમયે, જયરામ રમેશ પણ ઉપસ્થિત હતા. સોનિયા ગાંધી અને જે. જયલલિતા પરસ્પરને મળ્યાં. હસ્તઘૂનન પણ કર્યાં. અને સાથે જ ચાલીને ટી-પાર્ટીમાં શામેલ થવા ગયાં, ત્યારે જયરામ રમેશે કહ્યું હતું ઃ સ્ટ્રેન્જ આર ધ વેઝ ઑફ ક્વીન્સ એન્ડ એપ્રેસીઝ આ શબ્દો અક્ષરશઃ સાચા ઠરે તેમ છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સ્ટાર ખેલાડીઓનો ફ્લોપ શો ઃ જંગી રકમનો સોદો ફ્રેન્ચાઇઝીઓને ભારે પડયો
તેંડુલકરને રાજ્ય સભામાં નોમિનેશન મળતાં ભારતીય ક્રિકેટજગત ખુશખુશાલ
નડાલે ગાર્સિયા-લોપેઝ સામે ૬-૧, ૬-૨થી વિજય મેળવ્યો
ઓસ્ટ્રેલિયા સામેની આખરી ટેસ્ટ જીતવા વિન્ડિઝને ૩૭૦ રનનો પડકાર

ટુર્નામેન્ટના બીજા તબક્કામાં ટીમોની ખરી કસોટી થશે

માર્ચ મહિનામાં રૃપિયા-ડોલરના ફ્યુચરમા થયેલા રેકોર્ડ કામકાજ

ચાર મહિનામાં પહેલીવાર વિદેશી સંસ્થાઓ નેટ સેલર, સ્થાનિક સંસ્થાઓ નેટ બાયર
નાણાવટી પંચને એક્સટેન્શન મુદ્દે મોદી સરકારનો ખુલાસો પૂછો
ચેમ્બર કારોબારીના ૪ સભ્ય ઓછી હાજરી બદલ ગેરલાયક ઠરશે

ગુજરાતમાં જિનેટિકલી મોડિફાઈડ મકાઈના વાવેતર પર પ્રતિબંધ

સિટીબસના ભાજપના જ કોન્ટ્રાક્ટરના ૭૦ ડ્રાઇવરોની અચાનક હડતાળ
અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્‌ટી અંગેનો રિપોર્ટ આપો ઃ હાઇકોર્ટનો હુકમ
એપ્રિલ વલણનો સાંકડી વધઘટે અંત ઃ S & P ડાઉન ગ્રેડ અસરે પીએસયુ બેંકિંગ, પાવર શેરોમાં વેચવાલી
ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને ગારમાંથી મુક્ત રાખવા એફઆઈઆઈનો અનુરોધ
પરિણામો નવા ફોર્મેટમાં રજૂ કરવાના સેબીના આદેશથી કંપનીઓ મુસીબતમાં
 

 

 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

c
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved