Last Update : 27-April-2012, Friday

 

ફિલ્મોમાંથી જાનવરની અદાકારીનો મોલ ઓછો થયો નથી

રાજેશ ખન્નાને સુપરસ્ટારનું બિરૂદ અપાવવામાં ‘હાથી મેરે સાથી’ ફિલ્મે સારો ભાગ ભજવેલો એમ કહી શકાય. આપણે ત્યાં અગાઉ પ્રાણીઓને મહત્ત્વની ભૂમિકામાં રજૂ કરતી ઘણી ફિલ્મો આવી ગઈ છે. ખાસ કરીને જેમિની ફિલ્મોમાં પ્રાણીઓનું ખાસ પાત્ર રહેતું. આજે પણ મૈંને પ્યાર કિયા અને તેરી મહેરબાનિયા જેવી ફિલ્મોમાં પશુ-પંખીઓનો ઉપયોગ થયેલો જોવા મળશે. આપણા દેશ ઉપરાંત વિદેશોમાં પણ પ્રાણીઓને મુખ્ય ભૂમિકામાં ચમકાવવામાં આવે છે.
અગાઉની ફિલ્મોમાં પ્રાણીઓ ક્યાં તો નાજુક નમણા કૂતરા બિલાડા રૂપે કંડારતા અથવા તો વ્હેલ જેવા જીવલેણ જોખમી પ્રાણીઓને મઘ્યમાં રાખી ફિલ્મો બનાવવામાં આવતી. સમયના વીતવા સાથે આજે દ્રશ્ય બદલાયું છે. આજે હોલીવુડમાં પ્રાણીઓને કલાકારો અદાકારો જેટલું જ મહત્ત્વ અપાય છે કારણ કે શ્વ્વાસ થંભાવી દેતી ભૂમિકા ભજવતા પ્રાણીઓ નિર્માતાઓને લાખો ડોલર કમાવી આપે છે. કલાકારોના પ્રમાણમાં સસ્તા પડે છે અને ક્યારેય નબળી એક્ટીંગ કરવાનો ભય નથી?
હોલીવુડમાં પ્રાણીઓને મુખ્ય પાત્ર તરીકે કંડારવાનું છેક મુંગી ફિલ્મોના જમાનાથી ચાલ્યુ આવે છે. કમાણીનો આ કિમિયો ૧૯૧૪થી અપનાવવામાં આવે છે. સુંવાળી રૂંવાટી ધરાવતી બિલાડીઓ, વફાદાર મિત્રના રૂપમાં ભૂમિકા ભજવતા કૂતરાઓમાંથી માંડી ખતરનાક કીલર વ્હેલ જેવા જનાવરો, રંગબેરંગી પીછા ધરાવતા પક્ષીઓના પાત્રો સમયના તકાદા પ્રમાણે પરિવર્તીત થતા રહ્યા છે છતાં મનમાં એવો સંદેહ તો જન્મે જ છે કે શું સમયાંતરે પ્રાણીઓને કેન્દ્રમાં રાખી ઉતારાતી ફિલ્મો પાછળ પ્રાણીઓ પ્રત્યે માનવીનો બદલાયેલો અભિગમ જવાબદાર છે કે પછી બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડવાની પાકી ગણતરી છે?
એમ.જી.એમ.ના માલિકે ફિલ્મોમાં પ્રાણીઓના વપરાશનો ઉલ્લેખ કર્યો હતો. ૧૯૯૨થી ૧૯૩૦ સુધી રીન ટીન ટીન નામના કૂતરાએ રૂપેરી પડદો ગજવ્યો હતો. મેક સેનેટની કોમેડી ફિલ્મ ડોગ બેનમાં પણ તેણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પેટ નામે જાણીતા બનેલા શ્વ્વાન અભિનેતાએ રીચ રોજર્સની બૂલેટમાં અવિસ્મરણીય ભૂમિકા ભજવી હતી. તો વળી પ્રત્યેક બાળકના માનીતા બની ગયેલા લેસી (હકીકતમાં કૂતરો હતો પણ કૂતરીની ભૂમિકા ભજવતો હોવાથી તેને વીંગ પહેરાવાતી.) ‘ધ કોલ ઓફ ધ વાઈલ્ડ’માં કલાર્ક ગેબલની સાથે બક નામના કૂતરાએ એક યાદગાર ભૂમિકા ભજવી હતી. તો ‘ધ થીન મેન’માં આસ્તા નામના કૂતરાએ ડિટેક્ટીવના મદદનીશ તરીકે ભૂમિકા ભજવી હતી.
૧૯૩૦ના દાયકાના આરંભમાં એમ.જી.એમ. દ્વારા પણ ફિલ્મોમાં પ્રાણીઓનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરાયો હતો. સામાન્ય રીતે બીજા જનાવરોની સરખામણીમાં કૂતરાઓ ઝડપથી અભિનય શીખી જતા હોય છે. જેમ્સ ટેર વિલીંગરે ૧૯૧૪માં જ્યારે તેની ફિલ્મની અભિનેત્રી ઓર્મી હોવળેની સાથે ૨૦ ફૂટ લાંબા અજગરને ફિલ્માવા સેન્સેશન જન્માવાની કોશિશ કરી ત્યારે પ્રેક્ષકોએ પ્રીમિયરમાં ધમાલ મચાવી દીધી હતી. આથી ઉલટુ ૧૯૬૭માં ટોમી સ્ટીલે ડીઝનીની મ્યુઝિકલ ફિલ્મ ‘ધ હેપીએસ્ટ મિલિયોનરી’માં મગરને ચમકાવ્યો ત્યારે પ્રેક્ષકોએ જબરદસ્ત દાદ દીધી હતી. ત્યાર પછી ૧૯૯૦માં તો ‘ધ ફ્રેશ મેન’માં બ્રાન્ડો સાથે ડ્રેગનના પાત્રને તો રીતસરનો વધાવાયો હતો. ફ્રી વીલીરને પણ દેશ વિદેશોમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો.
મોટા ગજાના લેખક નિર્માતા આલ્ફ્રેડ હીચકોક પક્ષીઓનો ઉપયોગ બહુ સારી રીતે કરી શકાય તેમ માનતા હતા. કારણ કે કબૂતરો ઉપરાંત પણ પક્ષીઓ માનવીના ખૂબ જ સારા સાથી બની શકે છે. ‘એ ડીસ્પેચ ફ્રોમ રોઇટર્સ’ નામના નાટકમાં કબૂતરોનો ઉપયોગ યુઘ્ધના સંદેશા મોકલવા માટે થયો હતો.
માછલીઓ પણ નિર્માતાઓની નજરમાંથી છટકવા પામી ન હતી. ‘કીલર શાર્ક’ ફિલ્મનું નિર્માણ ‘જોકા’ કરતા ૨૫ વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું. હોલીવુડમાં તો ચિતરી ચઢે તેવા જીવડાંઓને ચમકાવી પ્રેક્ષકોને ડરાવી સેનસેશન જન્માવાનું વળગણ છે ‘ધ ડેડલી મેન્ટીસ’, ‘ધ ફલાય’, ‘કીલર બીઝ’ જેવી ફિલ્મો આના ઉદાહરણ છે.
જોકે એક વાત નક્કી છે કે હોલીવુડના દિગ્દર્શકો કૂતરાથી માંડી તમામ પ્રાણીઓ કે જીવજંતુને કચકડાને પડદે જેવા ચિતરે છે એવા ચાલાક તેઓ કદી હોતા નથી. તેમને કેન્દ્રમાં રાખી ફિલ્માવાની ફિલ્મોના દિગ્દર્શક પાસે અજબની માનસિક શાંતિ જરૂરી છે. ૧૯૫૦ના દાયકામાં પ્રાણીઓ માટે આપવામાં આવતા બેટ્‌સી એવોર્ડ પણ કેટલાક પ્રાણીઓને આપવામાં આવ્યા હતા. ફ્રાન્સિસ (બોલતો ખચ્ચર) જીપ્સી તરીકે ઓળખાતા ઘોડા અને સામન્તાના નામે અભિનય કરી ચમકેલા બતકના બચ્ચાંને આ એવોર્ડ મળ્યા હતા. કૂતરાઓની જેમ ઘોડાઓને કેન્દ્રમાં રાખી પણ ફિલ્મો બનાવાઈ છે. બ્લેક સ્ટેલિયન આમાંથી ખાસ નોંધપાત્ર કહી શકાય.
આ ઉપરાંત ઓડ્રી હેપ્બર્ન જેવી જાજરમાન અભિનેત્રીનો ફિલ્મ ‘બ્રેકફાસ્ટ એટ ટીફેનીકા’માં બિલાડીએ અફલાતૂન ભૂમિકા ભજવી હતી. કીમ નોવાકની ‘બેલ બૂક એન્ડ કેન્ડલ’માં પણ બિલાડીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સામાન્ય રીતે બિલાડીઓને હોરર ફિલ્મમાં સારો મોકો મળી જાય છે. ઇટી જેવી જબરદસ્ત સફળ ફિલ્મ અગાઉ ચાર વર્ષ પહેલા ‘ધ કેટ ફોમ આઉટર સ્પેસ’ને પણ સારી પ્રશંસા મળી હતી.
ત્યાર પછી વાનરોએ પણ અસંખ્ય ફિલ્મોમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ‘ગોરીલાઝ ઇન ધ મીસ્ટ’ ટારઝન ધ એપમેન’ જેવી ફિલ્મોમાં વાનરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ડીઝનીની ‘સીક્રેટસ ઓફ લાઈફ’માં પ્રાણીઓની વર્તણૂકની અજબ સૃષ્ટિ ખડી કરવામાં આવી છે. આમાંની ઘણી ફિલ્મો દ્વારા આપણી પૃથ્વી પરના આપણાં સાથીઓ અને પૃથ્વીનું રક્ષણ કરવાની આપણી જવાબદારી વિશે પ્રકાશ પાડવામાં આવ્યો છે. ફ્રી વીલીરમાં એક છોકરા અને વ્હેલની કથા વણી લેવાઈ છે. અગાઉની ફિલ્મોની સરખામણીમાં પ્રાણીઓની સ્થિતિમાં ફરક પડ્યો છે. એમાં ના નહિ.ફ્રી વિલીર પ્રદર્શિત થયા પછી બ્રિટનમાં જળચર પ્રાણીઓને પાળવા પર પ્રતિબંધ મૂકી તેનો ધંધાદારી ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. પરંતુ હોલીવુડમાં તો આજે પણ અબોલ જનાવરોને નામે અઢળક નાણાં કમાય છે. વ્હેલ્સ અને ડોલ્ફીન્સ બન્ને પ્રકારની માછલીઓને કલાકારો રૂપે રજૂ કરી અમેરિકનો ડોલરની ટંકશાળ પાડે છે.

Share |
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved