Last Update : 27-April-2012, Friday

 

ઉદિતા ગોસ્વામી વરિષ્ઠ નાગરિકો માટે કાર્ય કરવા કટિબદ્ધ

 

ઉપરાંત અભિનેત્રી પોતાની ફિલ્મ ‘ડાયરી ઓફ બટર ફ્‌લાય’ના નિર્માતાથી પણ નારાજ છે. તે તેમના પર કેસ કરવાનું વિચારે છે. ‘તેમણે એવું ઘણું કર્યું છે જે તેમણે નહોતું કરવું જોઈતું. આ ફિલ્મના પોસ્ટરમાં ઉઘાડી પીઠવાળી જે તસવીર છે તે મોર્ફ કરેલી છે.

આજકાલ અભિનેત્રી ઉદિતા ગોસ્વામી ચંિતિત જોવા મળે છે. થોડા દિવસ અગાઉ તેના પિતાનો અકસ્માત થયો હતો. બે બાઇકસવારોએ તેમને ટક્કર મારી હતી અને હાલમાં તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ઉપરાંત અભિનેત્રી પોતાની ફિલ્મ ‘ડાયરી ઓફ બટર ફ્‌લાય’ના નિર્માતાથી પણ નારાજ છે. તે તેમના પર કેસ કરવાનું વિચારે છે. ‘તેમણે એવું ઘણું કર્યું છે જે તેમણે નહોતું કરવું જોઈતું. આ ફિલ્મના પોસ્ટરમાં ઉઘાડી પીઠવાળી જે તસવીર છે તે મોર્ફ કરેલી છે. અત્યારે તો હું બીજા કામમાં વ્યસ્ત છું પરંતુ આ વિશેની સ્પષ્ટતા હું નિર્માતા પાસેથી માગીશ’ એવું ઉદિતાએ કહ્યું હતું.
ઉદિતાના પિતા સવારના ૫.૩૦ વાગ્યામાં મોર્નંિગ વોક કરવા નીકળ્યા હતા. તેઓ લોખંડવાલાના શાસ્ત્રી નગરની બહાર નીકળ્યા ત્યારે બે બાઇકસવારોએ તેમને ટક્કર મારી હતી. આથી તેઓ રસ્તાની એક તરફ ફંગોળાઈ ગયા હતા. બાઇકચાલકો તો ભાગી ગયા હતા. અને અભિનેત્રીના પિતા લોહીના ખાબોચિયામાં બેભાનાવસ્થામાં પડી રહ્યા હતા. બાદમાં તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
અભિનેત્રી આ વિશે પોલીસ ફરિયાદ કરવા ગઈ તો પોલીસે એફઆઇઆર નોંધવામાં રસ દાખવ્યો જ નહીં. આથી ઉદિતાને ખૂબ ગુસ્સો આવ્યો છે. ‘હું મારાથી બનતા તમામ પ્રયાસ કરું છું છતાં મારા પિતાનો અકસ્માત કરનારા યુવકોની પોલીસે ધરપકડ કરી નથી. મુંબઈ શહેરની પોલીસની આવી વર્તણૂંક જોઈને દુઃખ થાય છે. મારી પાસે પૂરતા પુરાવા છે છતાં તેઓ દાદ આપતાં નથી. આ જોઈને નિરાશ થવાય છે’ એવું ઉદિતાએ દુઃખદ સ્વરે કહ્યું હતું.
તેના પિતાની તબિયત હવે થોડી સારી છે. તેમની એડીનું હાડકું બહાર નીકળી ગયું હતું એટલે રિકન્સ્ટ્રક્શન સર્જરી કરી તે બેસાડવામાં આવ્યું છે. હજુ ત્રણ મહિના સુધી તે ઊભા થઈ શકશે નહીં. આથી ઉદિતાનો પરિવાર તાણગ્રસ્ત જોવા મળે છે.
અત્રે નોંધનયી છે કે ઉદિતાના પિતાનો આ બીજી વખત અકસ્માત થયો છે. ‘એક વર્ષ અગાઉ એક ૧૫ વર્ષના તરુણે કાર ડ્રાઇવ કરતી વેળા મારા પિતાને ટક્કર મારી હતી. આથી તેઓ પડી ગયા હતા અને કપાળ પર ટાંકા આવ્યા હતા’ એવી માહિતી અભિનેત્રીએ આપી હતી.
વરિષ્ઠ નાગરિકો માટે નક્કર કાર્ય કરવાનો દ્રઢ નિર્ધાર કરનારી ઉદિતાને આજના યુવાનોના ગાફેલ વર્તનને જોઈને આંચકો લાગ્યો છે. ‘લોકો દારૂ પીને ગાડી ચલાવનારાઓની વાતો કરે છે. પરંતુ વહેલી સવારે ચાલવા જતાં વરિષ્ઠ નાગરિકોની સાથે શું બને છે તેની કોેઈને ચંિતા નથી. તે સમયે સિગ્નલ પણ ચાલુ હોતા નથી. તથા કોઈ પોલીસકર્મી પણ મળતો નથી. આ સમયે મુંબઈ તદ્દન અસુરક્ષિત હોય છે. હું આ બાબતને ગંભીરતાથી લઈશ અને સુરક્ષાના પગલાં લેવાનું સૂચવીશ’ એવું ઉદિતાએ કહ્યું હતું.

 

Share |
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved