Last Update : 27-April-2012, Friday

 

મહક ચહલ એક દાયકેા સંધર્ષ કર્યા બાદ સફળતા મેળવનારી અભિનેત્રી

 

થોડા સમય અગાઉ ટીવી રિયાલિટી શો ‘બિગબોસ’માં ભાગ લેનારી મહક ચહલે ખાસ્સી લોકપ્રિયતા હાંસલ કરી હતી.વાસ્તવમાં અભિનેતા સલમાન ખાને મહકની સારી એવી તરફદારી કરી હતી અને આ વાત ચર્ચાસ્પદ બની હતી.
નોર્વેમાં જન્મેલી અને ઉછરેલી મહકને નાનપણથી જ ફિલ્મોમાં કામ કરવાની તમન્ના હતી. તે એક ફેશન શોના સંદર્ભમાં ચંદીગઢ આવી હતી અને તેણે નવા ફેશન ડિઝાઇનરોને બદલાયેલી જરૂરિયાત અનુસાર કેટલીક ટિપ્સ આપી હતી. અત્યારે અભિનેત્રી બનીને મહક એકદમ ખુશ છે. તેની બાળપણની ઇચ્છા પૂરી થઇ તેનો તેને આનંદ છે.તે કહે છે કે ‘આપણા દેશની માટીની મહક જ કંઇક અલગ છે.વળી આપણા દેશમાં તો મહેકતું રાજય પંજાબ છે.હું ઇચ્છું કે મારું નામ અહીં એટલું ચમકે કે બધા મને પંજાબી ફિલ્મની અભિનેત્રી તરીકે ઓળખે.’વાસ્તવમાંપંજાબી ફિલ્મ ‘દિલ અપના પંજાબી’ માં અભિનય કર્યા બાદ મહકના મનમાં આ લાગણી જાગૃત થઇ છે.
પોતાના ફિલ્મ પ્રવેશ વિશે વાત કરતાં મહકે કહ્યું હતું કે‘આ એક અજીબ દાસ્તાન છે.હું લંડનમાં અનેક સૌંદર્ય સ્પર્ધાની વિજેતા બની ચૂકી છું.ત્યાં ગ્લેમર ક્ષેત્રે મારું નામ હતું.પરંતુ બોલીવૂડમાં પ્રવેશવું સરળ નહોતું.મારે ઘણું ફરવું પડયું હતું. જો કે સલમાન ખાન સાથે મુલાકાત થયા બાદ મારો પ્રવાસ સરળ થઇ ગયો હતો.તેણે મારી મદદ કરી અને મને મારા મુકામે પહોંચાડી હતી.આમ છતાં આ મુકામે પહોંચતા ૧૦ વર્ષ લાગ્યા છે.પણ હું હતોત્સાહિત થઇ નહોતી. મારું આત્મબળ મજબૂત છે. ધીરજનાં ફળ મીઠા હોય છે તે કહેવતને મેં પૂરેપૂરી આત્મસાત કરી છે.આથી જ સલમાન સાથે મુલાકાત થયા બાદ મને આગળનો રસ્તો મળતો ગયો હતો.’
મહકના મતે બોલીવૂડમાં સફળતા મેળવવી સહેલી નથી. અહીં આગળ વધવા માટે માર્ગદર્શકની જરૂર પડે છે.તમને અભિનય કરતા આવડવો જોઇએ. આ ઉપરાંત તમારો દેખાવ પણ આકર્ષક હોવો જોઇએ.‘મારી પાસે દેખાવ અને અભિનય ક્ષમતા હતી પણ માર્ગદર્શક નહોતો એટલે આગળ વધવામા વિલંબ થયો.’એમ તેણે ઉમેર્યું હતું.
એક દાયકા સુધી જીવનના ઉતાર-ચઢાવ સાથે ઝઝુમતી મહકે મહેનત કરવાનું પસંદ કર્યું પણ શોર્ટકટ ન અપનાવ્યો.અહીં આવનારા ઘણા રાતોરાત સફળતાના શિખરે પહોંચી ગયેલા પણ જોવા મળે છે પરંતુ મહક ખૂબ સમજી વિડારીને પગલાં માંડતી હતી.આનાથી તને શું લાભ થયો?એમ પૂછતાં મહકે કહ્યું કે‘મારી શાખ વધી.મારું મનોબળ દ્રઢ બનતું ગયું અને જે કોઇ સફળતા મળી તે મેં જાતે મેળવેલી હતી.વાસુ ભગનાનીની એક ફિલ્મમાં મને એમ થયું કે મારી ઉપેક્ષા થઇ રહી છે તેા મેં તરત જ તે ફિલ્મ છોડી દીધી હતી.’
બોલીવૂડમાં કાસ્ટંિગ કાઉચની સમસ્યા છે અને તેનાથી બચવા જ પોતે લાંબો રસ્તો પસંદ કર્યો હોવાનું મહક જણાવે છે.મહક અહીં આવી ત્યારે તેને હિન્દી ભાષા બોલતાં આવડતી નહોતી. પણ આજે તે કડકડાટ હિન્દી બોલે છે. આમ આ સમય દરમિયાન તેણે પોતાની નબળાઇ પણ દૂર કરી હતી.
આજ ે ઘણી પંજાબી યુવતીઓ દક્ષિણ ભારતીય ફિલ્મમાં અભિનય કરીને આગળ આવી રહી છે. તેમને ભાષા સંબંધિત સમસ્યા નડતી નથી. આ વાતથી વાકેફ મહક કહે છે કે ‘કોઇ પણ વ્યક્તિભાષા જાણ્યા વગર જ સુપર સ્ટાર બની શકે છે.પરંતુ મારે આવા સમાધાન કરવા નહોતા.મેં મારું સ્વમાન જાળવીને આગળ વધવાનો નિર્ણય કર્યો હતો.’
‘હેલ્લો બ્રધર’ ફિલ્મના શૂટંિગ દરમિયાન મહકની મુલાકાત સલમાન ખાન સાથે થઇ હતી.સલમાને સંગીતકાર સાજીદ વાજીદ, નિર્માતા ડેવિડ ધવન અને સાજીદ નડિયાદવાલાને પણ મદદ કરી છે.તેણે મહકને ‘વૉન્ટેડ’અને ‘મૈં ઓર મિસિસ ખન્ના’ફિલ્મમાં કામ અપાવ્યું હપું.મહકે ‘નઇ પડોસન’ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી છે અને ‘ચમેલી’માં આઇટમ ગીત કર્યું છે.
પંજાબી ફિલ્મો વિશે વાત કરતા મહકે કહ્યું હતું કે,‘દક્ષિણની ફિલ્મોની જેમ પંજાબી ફિલ્મો બનતી નથી.પ્રવાસી ભારતીયોએ આ વાત પર ઘ્યાન આપવું જરૂરી છે.તેમણે પંજાબી ફિલ્મોમાં રોકાણ કરવું જોઇએ.’
આ અભિનેત્રીને પોતાના ઉજ્જવળ ભવિષ્યની આશા છે.

Share |
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved