Last Update : 27-April-2012, Friday

 

શાઝહાન પદમશી મસાલા ફિલ્મ કરવાનો શોખ છેવટે પૂરો થયો

 

શાઝહાનનો દાવો છે કે તે કોમેડી સારી રીતે કરી જાણે છે. ઘણી કોમેડી ફિલ્મો કર્યાં પછી તે આ જાૅનર વિશે ઘણું સમજી ગઈ છે. આ ઉપરાંત ‘હાઉસ ફૂલ-ટુ’ના સંવાદો એટલા રમૂજી હતા કે તેને કંઈ વઘુ કરવું જ પડ્યું નહોતું.
ત્રણ વરસ પૂર્વે રોકેટ સંિહઃ સેલ્સમેન ઑફ ધ યર’થી પોતાની કારકિર્દી શરૂ કરનારી શાઝહાન પદ્‌મશીનો સંઘર્ષ હજુ પૂરો થયો નથી. તાજેતરમાં રિલિઝ થયેલી તેની ફિલ્મ ‘હાઉસફૂલ-ટુ’ને બૉક્સ ઑફિસ પર તો સફળતા મળી છે પરંતુ, તેને આ ફિલ્મ કેટલી ફળશે એ વિશે અત્યારે ખાતરી પૂર્વક કઈ કહી શકાય તેમ નથી. જો કે મસાલા ફિલ્મ કરવાની ૨૪ વર્ષની આ યુવતીની ઈચ્છા આ ફિલ્મે પૂરી કરી છે. ‘‘સાજિદ ખાન દિગ્દર્શિત અને સાજિદ નડિયાદવાલા નિર્મિત એક ફિલ્મનો ભાગ બનવાનું હું સપનું જોતી હતી. તેમની સાથે કામ કરવાની ઈચ્છા ન હોય એવો કોઈ કલાકાર તમને મળશે નહીં. તેમની સાથે કામ કરતી વખતે આપણે કામ કરતા હોય એવું લાગતું જ નથી. તેમની સાથે કામ કરવાનો આ એક મોટો લાભ છે.’’ શાઝહાન કહે છે.
શાઝહાનનો દાવો છે કે તે કોમેડી સારી રીતે કરી જાણે છે. ઘણી કોમેડી ફિલ્મો કર્યાં પછી તે આ જાૅનર વિશે ઘણું સમજી ગઈ છે. આ ઉપરાંત ‘હાઉસ ફૂલ-ટુ’ના સંવાદો એટલા રમૂજી હતા કે તેને કંઈ વઘુ કરવું જ પડ્યું નહોતું. સાજિદ ખાન એક અદ્‌ભૂત દિગ્દર્શક હોવાનું તેને આ ફિલ્મના અનુભવ પછી લાગે છે.
આ ફિલ્મમાં શાઝહાન શ્રેયસ તળપદે સાથે જોવા મળે છે. ‘‘કોમેડી શ્રેયસનું એક જમા પાસુ છે. ‘ગોલમાલ’માં તેનો અભિનય અફલાતુન હતો. તેના કોમિક ટાઈમંિગ પર્ફેક્ટ હોય એમ મને લાગે છે. આ કારણે તેની સાથે મારા દ્રશ્યો હોય ત્યારે મારો અભિનય આપોઆપ સારો થઈ જતો હતો. અજય સાથે પણ આ જ વાત લાગુ પડે છે. ‘દિલ તો બચ્ચા હૈ જી’માં મારે માત્ર પ્રવાહ સાથે આગળ વધવાનું હતું. શ્રેયસ લોકોની સારી નકલ કરી શકે છે. હકીકતમાં તો ‘હાઉસફૂલ-ટુ’ના કલાકારોમાંના બધા જ સારા નકલખોર હતા. માત્ર હું જ આમા અપવાદ હતી.’’ શાઝહાન કહે છે.
આ ફિલ્મમાં બીજા કલાકારો પાછળ ઢંકાઈ જવાનો શાઝહાનને ડર નહોતો. ફિલ્મના કલાકારોમાંથી સૌથી જુનિયર અને નાની હતી. અને આવા ટેલન્ટેડ કલાકારો પાછળ ઢંકાઈ જવામાં પણ તેને કોઈ ફરિયાદ નહોતી. હકીકતમાં તો બોમન ઈરાની, રણધીર કપૂર, ૠષિ કપૂર, મિથુન ચક્રવર્તી, અક્ષય કુમાર અને જ્હોન અબ્રાહમ અને અસિન બધા જ લોકપ્રિય કલાકારો હોવાથી તેમની સાથે કામ કરવાનો તેને ગર્વ થયો હતો અને તેની એક મોટી સિઘ્ધી છે એમ તે ગર્વથી કહે છે.
અક્ષય અને અજય પાસેથી શું શીખવા મળ્યું એ પ્રશ્નના ઉત્તરમાં આ અભિનેત્રી કહે છે, ‘‘અજય સાથે મેં ઘણો સમય પસાર કર્યો હતો. તે તેના કામ પ્રત્યે ઘણો સમર્પિત છે. તેનું ઘ્યાન તેના કામ પર જ હોય છે. તે સેટ પર આવે છે ત્યારથી જ તેનું બઘુ ઘ્યાન તેના કામ પર જ કેન્દ્રિત થઈ જાય છે. નિયમોનુસાર તે કામ કરે છે. કામ પૂરું થઈ ગયા પછી તે સંપૂર્ણ બદલાઈ જાય છે. એ અજય રમૂજી અને હસમુખો છે. કામ ઉપરાંત તે ફિટનેસ અને ડાયેટ બાબતે પણ ઘણો ચોક્કસ છે.’’
‘રોકેટ સંિહ’ પછી તે હવે આ ક્ષેત્રની અનુભવી થઈ ગઈ છે. દક્ષિણની ફિલ્મો સહિત ‘હાઉસ ફૂલ-ટુ’ તેની પાંચમી ફિલ્મ હતી. હવે તે વઘુ આત્મવિશ્વાસુ બની ગઈ છે એમ શાઝહાન દાવા સાથે કહે છે.
હજુ સુધી શાઝહાને એક પણ ફિલ્મ સાઈન કરી નથી. તેની પાસે કેટલીક ફિલ્મોની ઑફર છે. જો કે તે દક્ષિણની ફિલ્મોમાં વ્યસ્ત છે. સમય મળે તો આ વર્ષે થિયેટર કરવાની તેની ઈચ્છા છે. સ્ટેજ પર અભિનય કરવાનો રોમાંચ અનેરો હોય છે એમ તેનું કહેવું છે.
વિનોદ ખન્નાના ભત્રીજા અખિલ કપૂર સાથે ફરતી હોવાની અફવાનો શાઝહાન સ્પષ્ટ શબ્દોમાં ઈન્કાર કરે છે.

Share |
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved