Last Update : 27-April-2012, Friday

 

અરૂણોદય સંિહ બૉલ્ડ વિષયો પર બિન્ધાસ્ત ચર્ચા કરવાના મૂડમાં

.


કોઈ ચોક્કસ અભિનેત્રીને અરૂણોદય સંિહ સાથે કામ કરવાનો વાંધો હશે. પરંતુ દર્શકોના દિલમાં આ બુઘ્ધિશાળી, ઊંચો અને દેખાવડો યુવક વસી ગયો છે. આ મુલાકાતમાં અરૂણોદયે તેની સાથે કામ કરવાની ના પાડનારી અભિનેત્રીઓ, પ્રેમિકા સાથે કરેલો વિશ્વાસઘાત, સેક્સ જેવી ઘણી બાબતોની નિખાલસ ચર્ચા કરી છે....
તારી પાસે ‘એક બૂરા આદમી’, ‘બુઢ્ઢા ઈન અ ટ્રાફિક જામ’ અને સુધીર મિશ્રાની એક એક્શન ફિલ્મ છે. આ વિશે થોડું જણાવીશ?
* ‘એક બૂરા આદમી’ અને ‘બુઢ્ઢા ઈન અ ટ્રાફિક જામ’નું શૂટંિગ પૂરું થઈ ગયું છે. આ ફિલ્મો ફિલ્મ સર્જકો ક્યારે અને કેવી રીતે રિલિઝ કરે છે એની હું રાહ જોઈ રહ્યો છું. બીજી કોઈ પણ ફિલ્મ હજુ સુધી નક્કી થઈ નથી.
સુધીર મિશ્રા ‘રા-વન’ના અનુભવ સંિહા સાથે શાહરૂખ અને તારી સાથે એક એક્શન ફિલ્મ બનાવવાના હોવાની અફવા વિશે શું કહેવું છે?
* આ પ્રશ્નનો ઉત્તર સુધીર મિશ્રા જ આપી શકે તેમ છે. હું કાને સાંભળેલી વાતો પર વિશ્વાસ કરતો નથી. સુધીર સાથે ફરી એક વાર જરૂર કામ કરીશ. યોગ્ય સ્ક્રિપ્ટ અને નિર્માતાની રાહ જોવાય છે. એક દ્રશ્યમાં જ મને તેમની પાસેથી જેટલું શીખવા મળ્યું છે એવું બીજા કોઈ પાસેથી શીખવા મળ્યું નથી.
સામાન્ય રીતે તુ જોખમ ખેડવામાં માને છે કે સલામત રીતે આગળ વધવા માગે છે?
* મને જોખમ ખેડવા ગમે છે. જીવન બહાદૂરો માટે જ છે. તમે ચીલાચાલુ જીવન જીવીને સલામત રહી શકો છો. પરંતુ તમે કંટાળાજનક બની જાય છો. માટે ચીલાચાલુ જીવનથી અલગ જ અનુભવ જોઈએ છે.
લગ્ન માટેનો આદર્શ ઉમેદવાર, પ્લેબૉય, પ્રેમાળ પ્રેમી અને માયાળુ પતિ આમાથી કયું વિશેષણ તને ગમશે?
* એક રીતે જોતા આ બધા જ વિશેષણો મને ગમશે. હું કોઈ સાથે ગંભીર સંબંધમાં હોઉં તો પણ લોકો મને પ્લેબૉય કહે છે એવી મારી છાપ છે.
તારી પ્રેમિકા તારો વિશ્વાસઘાત કર્યાં પછી તારી પાસે પાછી આવે તો શું તુ તેને અપનાવશે?
* શરૂઆતમાં તો મારો ગુસ્સો એક જ્વાળામુખીની જેમ ફાટશે પરંતુ શાંત પડ્યા પછી તેણે આમ કેમ કર્યું એનું કારણ જાણવાનો પ્રયાસ કરીશ. શું મારામાં કોઈ ખોટ હતી? તેને મારામાં કોઈ ઉણપ લાગી હોય તો તે તેના જીવનમાં ખુશ રહી શકે છે.
આજના જમાનામાં પણ પુરુષો એક પત્ની અને પ્રેમિકા વર્જિન હોય એવો આગ્રહ રાખે છે. આ બાબતે તારો શું અભિપ્રાય છે?
* મારી પત્ની કે પ્રેમિકાનો સેક્સ પ્રત્યેના અભિગમ યોગ્ય હોવો જોઈએ. કોઈને અતિરેક કામવાસના ધરાવતી સાથી પસંદ નથી. તમે જે વસ્તુનો આનંદ માણી શકો એ વસ્તુનો આનંદ તમારી પત્ની કે પ્રેમિકા માણી શકે નહીં એવું મારું બેવડું ધોરણ નથી. તે સામાન્ય હોય ત્યાં સુધી તેના ભૂતકાળના પ્રેમ સંબંધો કે તે વર્જિન છે કે નહીં એ વાતનો મને કોઈ ફેર પડતો નથી.
તુ આ પ્રેમ સંબંધમાં ગંભીર નથી એ જાણ્યા પછી પણ તે સંબંધો બાંઘ્યા છે ખરા?
* હા, મારા જીવનમાં ઘણી એવી છોકરીઓ આવી છે અને અમે આ બાબતે ગંભીર નથી એમ અમે શરૂઆતથી જ સ્પષ્ટ છીએ. ‘વન નાઈટ સ્ટેન્ડ’માં મને વિશ્વાસ નથી.
શું તે ક્યારે પણ તારાથી મોટી ઉંમરની સ્ત્રી સાથે સંબંધ બાંઘ્યો છે?
* મોટા ભાગની મારી સ્ત્રી મિત્રો મારાથી મોટી જ છે. જો કે વઘુ પડતી મોટી ઉંમરની સ્ત્રી સાથે મેં ક્યારે પણ સંબંધ બાંઘ્યો નથી.
પડદા પર અભિનેત્રીઓ તારી સાથે રોમાન્સ કરવા કેમ તૈયાર નથી? પહેલા રિયા સેેને ‘એક બૂરા આદમી’માં તારી સાથે એક આઈટમ ગીત કરવાની ના પાડી એ પછી કરીના કપૂરને ‘હિરોઈન’માં પડદા પર તારી સાથે રોમાન્સ કરવો નહોતો......
* શું તેમની પસંદગી આટલી નબળી છે? મને ખબર નથી. હું આ બાબતે બઘુ વિચારતો જ નથી. આ પ્રશ્નનો ઉત્તર તેમની પાસેથી જ મળી શકશે.
એવી કઈ ત્રણ વસ્તુએ છે જેના સિવાય તુ રહી શકતો નથી?
* ખોરાક, પાણી અને સેક્સ.
કોસ્મેટિક સર્જરી કરાવવાનો વિચાર ક્યારે પણ આવ્યો છે?
* ના, હું જેવો છું એવો જ રહેવાનું પસંદ કરીશ.
કઈ વાતે તને ગુસ્સો આવે છે?
* લોકો બીજાના માથા પર દોષનો ટોપલો ઢોળે ત્યારે તેમજ તેમની સમસ્યાઓ માટે લોકો તમને દોષી ગણે એ હું સાંખી શકતો નથી. પોતાની જાતને જ સમજી નહીં શકતા લોકો બીજાના જીવનમાં દખલ કરે એ મને ગમતું નથી. આ લોકો સાવ મૂર્ખા છે.ુ

Share |
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved