Last Update : 27-April-2012, Friday

 

શ્વેતા કવાત્રા ગર્ભાવસ્થાની સુખદ પળો વર્ણવે છે


માનવ ગોહિલ સાથે વિવાહબંધનમાં બંધાયેલી શ્વેતા લાંબે ગાળે ગર્ભાવસ્થાનો આનંદ માણી રહી છે. ‘ફેમિલી’ શરૂ કરવામાં આટલું બઘું મોડું કેમ કર્યું તેના એક ઉત્તરમાં શ્વેતા કહે છે કે, મને લાગે છે કે કદાચ હું યોગ્ય સમયની રાહ જોતી હતી. મને પછીથી ભાન થયું હતું કે માતૃત્વને ઠેલવાથી માતા બનવાની તક ગુમાવી દઇશ. ગર્ભાવસ્થા સાથે ખોટી રીતે એક પ્રકારનો ‘ડર’જોડી દેવામાં આવ્યો છે. જોકે હવે સમય બદલાયો છે અને નારી કારકિર્દી બનાવવા ઘરની બહાર નીકળી છે.માતા બનવા ઇચ્છતી નારીએ માતા બનવા માટે સ્વયંને સંપૂર્ણ રીતે તૈયાર કર્યા બાદ જ માતૃત્વ ધારણ કરવાનો વિચાર અમલમાં મુકવો જોઇએ તેવું મારું માનવું છે.
શ્વેૈતા તેના ફિગર તથા સ્વાસ્થ્યનું સંપૂર્ણ રીતે ઘ્યાન આપે છે. તેને ગળપણ બહુ ભાવે છે. વધારાની કેલરી બાળવા તે નિયમિત યોગ તથા વ્યાયામ કરે છે. ગર્ભાવસ્થાના શરૂઆતના તબક્કામાં પણ તે સાવધાની રાખીને ‘વેઇટસ’ કરતી હતી. તેણે ેં હવે કાર્ડિયો અને યોગ પણ શરૂ કર્યા છે.
શ્વેતાની માતાએ પોતાના પરિવાર માટે સંપૂર્ણ સમય તથા ઘ્યાન આપ્યું છે તેનો તેને ગર્વ છે. અને શ્વેતા પણ તેની માતાનો આ ગુણ અપનાવા માગે છે. તે કહે છે કે મારા કરતાં મારી માતા વધારે વ્યસ્ત હોવા છતાં તેણે પરિવારની પૂરતી કાળજી રાખી છે. શ્વેતાની માતા સ્વચ્છતા પ્રત્યે વઘુ ઘ્યાન આપતી હતી તેમ શ્વેતાનું કહેવું છે.
માનવ ગોહિલ કેવો પિતા બની શકે તેવા એક પ્રશ્રનના ઉત્તરમાં શ્વેતા કહે છે કે તેનામાં ઉત્તમ પિતા બનવાના સંપૂર્ણ ગુણ છે. તે દરેક વયના લોકો સાથે ભળી જાય છે. અમારા બિલ્ડીંગના બાળકો સાથે તો માનવ વિવિધ રમતો પણ રમે છે. અમને બન્નેને બાળકો પસંદ છે.
પ્રસૃતિ બાદ ફરી કામે ચડવાની શ્વેતાને ઉતાવળ નથી. તેને આડેધડ કામ કરવું નથી. તે ઉત્સાહજનક સ્ક્રિપ્ટની રાહ જોવા તૈયાર છે તેથી સારી સ્ક્રિપ્ટ મળશે ત્યારે જ તે ઓફર સ્વીકારશે.

Share |
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved