Last Update : 27-April-2012, Friday

 

હોલીવૂડની હસ્તીઓના લગ્નજીવનના લેખાજોખાં

 


હોલીવૂડના સિતારાઓના લગ્ન જીવનને નિષ્ફળ બનાવવા પાછળ નસીબ ઉપરાંત બીજા પરિબળો પણ ભાગ ભજવે છે
હૉલીવૂડની સેલિબ્રિટીઓના લગ્ન કાચ કરતા પણ વઘુ તકલાદી હોય છે. લગ્ન તૂટવા પાછળ પતિ કે પત્નીની લોકપ્રિયતા, તેમની ઉંમર તેમના પ્રેમસંબંધની મુદત, તેમના ભૂતકાળના લગ્નોનો ઇતિહાસ અને સેક્સ સિમ્બોલ જેવાં ઘણા પરિબળો કામ કરે છે.
ડેમી મૂર અને એસ્ટોન કુચરે લગ્ન કર્યાં ત્યારે આ સંઘ કાશીએ પહોંચવાનો નથી એવું ભવિષ્ય ભાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત પમેલા એન્ડરસન અને કિડ રોક, બ્રિટની સ્પિઅર્સ અને કેવિન ફેડરલાઈન વિશે પણ આવું જ ભવિષ્ય ભાખવામાં આવ્યું હતું. વિલ સ્મિથ અને જડા પિન્કેટ ૨૦૧૨ના ડિસેમ્બર મહિનામાં તેમના લગ્નની ૧૫મી વર્ષગાંઠ સાથે ઉજવશે નહીં એવું લોકો સમ ખાઈને કહેતા હતા. પરંતુ આ બંને હજુ સાથે છે પરંતુ તેમની વચ્ચેના સંબંધોનો અંત આવવાની તૈયારી હોવાની અફવાએ જોર પકડ્યું છે.
૨૦૦૬માં પરણેલા બેન એફલેક અને જેનિફર ગાર્નર તેમ જ મેટ ડેમોન અને લ્યુસિયાના બારોસો ૨૦૧૦માં તેમની પાંચમી લગ્નતિથિ સુધી છૂટા પડી જશે એમ કહેવાતું હતું. પરંતુ લોકોનું આ ભવિષ્ય વિધાન ખોટું પડ્યું છે અને આ બંને જોડી આજ સુધી સાથે છે.
ડેમી અને એસ્ટોનની વાત છે તો ડેમી એસ્ટોનથી વઘુ લોકપ્રિય તેમ જ એસ્ટોનથી ઘણી મોટી હોવાને કારણે તેમના લગ્ન જીવનને એક વર્ષની અવરદા આપવામાં આવી હતી. પરંતુ તેમનું લગ્નજીવન છ વર્ષ ટક્યું હતું. ગયે વર્ષે ૩૩ વર્ષના એસ્ટોન અને ૪૯ વર્ષની ડેમીએ છૂટાછેડા લીધા હતા. કેટી હોમ્સ અને ટોમ ક્રૂઝનું લગ્નજીવન પણ ઝાઝી દિવાળી જોશે નહીં એવી લોકોને અપેક્ષા હતી. ટોમની લોકપ્રિયતા, આ પૂર્વેના તેના નિષ્ફળ લગ્નો અને બંને વચ્ચે ઉંમરના તફાવતને કારણે લોકો શંકાશીલ હતા. પરંત સૌની ધારણા ખોટી પડી છે અને આ બંને હજુ સુધી સાથે છે અને તેમના પ્રેમમાં પણ ઓટ આવી નથી.
લગ્નજીવનની સફળતા કે નિષ્ફળતા પાછળ પત્નીની લોકપ્રિયતા મહત્ત્વનો ભાગ ભજવે છે. પત્ની પતિ કરતા વઘુ લોકપ્રિય હોય તો તેમના જીવનમાં ‘અભિમાન’ જેવી પરિસ્થિતિ સર્જાવાની શક્યતા છે. એક સંશોધનમાં જાણવા મળ્યા પ્રમાણે યુવાન દંપતીઓ તરત જ છૂટા પડવાનો નિર્ણય કરે છે. આ ઉપરાંત ઉતાવળે લગ્ન કરનારી જોડીને છૂટા પડતા પણ વાર લાગતી નથી. આ ઉપરાંત સેક્સ સિમ્બોલનું પરિબળ પણ ઇર્ષા તેમ જ અસલામતોને જન્મ આપે છે અને ધીરે-ધીરે આ લાગણી લગ્ન જીવનના અંત તરફ લઈ જાય છે.
સંશોધનમાં જાણવા મળ્યા પ્રમાણે અંગ પ્રદર્શન કરે એવા કપડા પહેરતી મહિલાઓને પોતાની પ્રશંસા કરવાની આદત હોય છે. આ કારણે સાથીને દગો આપવાની શક્યતા વધી જતી હોવાનું પરિણીત દંપત્તીઓ પર થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું હતું. પોતાની જાતની પ્રશંસા કરતા લોકોને બીજા સાથે સેક્સસંબંધ બાંધવાનો તેમનો અધિકાર હોય એમ લાઘે છે. આ ઉપરાંત તેઓ ભવ્યતા અને મહત્ત્વહીનતાની લાગણી વચ્ચે અટવાય છે અને સેક્સ્યુઅલી કોઈને તેમનામાં રસ છે એ વાત તેમનો અહમ પોષે છે આટલું જ નહીં પણ આ કારણે તેમને વિશે પ્રસિદ્ધ થતા સમાચારોને કારણે તેમની તરફ લોકોનું ઘ્યાન આકર્ષવામાં પણ તેઓ સફળ થાય છે. અહીં પણ પુરુષ પ્રધાન સમાજનો અહમ કામ કરી જાય છે. સંબંધોમાં બેવફાઈના કિસ્સા બાબતે સમાચારોમાં સ્ત્રી અને પુરુષને એક સરખુ જ મહત્ત્વ મળે છે. પરંતુ પુરુષોની બેવફાઈ કરતા સ્ત્રીઓની બેવફાઈ સંબંધ તૂટવા પાછળ મહત્ત્વનું કારણ બને છે.
લગ્ન પૂર્વેનો લાંબા સમયનો પ્રેમસંબંધ લગ્નને વઘુ વર્ષો સુધી ટકાવવા કારણભૂત બની શકે છે. આમ સેલિબ્રિટીઓનું લગ્ન જીવન તકલાદી બનાવવા પાછળ તેમના નસીબ ઉપરાંત આ પરિબળો પણ કામ કરી જાય છે.

Share |
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved