Last Update : 27-April-2012, Friday

 

સાશ્વત ચેટર્જી ઃ‘મારું પાત્ર લોકોને આટલું બઘુ પસંદ પડશે એવી મારી ધારણા નહોતી’

 

હાલમાં રજૂ થયેલી ‘કહાની’ ફિલ્મ હિટ થઇ છે તે તો સહુ કોઇ જાણે છે. તેમાં વિદ્યા બાલનના અભિનયના પણ ભરપેટ વખાણ થયા છે તે પણ લોકો જાણે છે. પરંતુ એક વાસ્તવિકતા એ પણ છે કે આ ફિલ્મના કાતિલની પણ ચર્ચા ઠેરઠેર થઇ રહી છે. ઠંડા કલેજે જે રીતે તે લોકોને મોતને ઘાટ ઊતારવાના સિરિયલ કિલરના પાત્રમાં સાશ્વ્વત મુખર્જી નામનો બંગાલી ફિલ્મનો એક કલાકાર ઝળક્યો છે. આજે ચારેકોર ‘બોબ વિશ્વાસ’ ના પાત્રની ચર્ચા થઇ રહી છે. જાણીને નવાઇ લાગશે પરંતુ તેના પાત્રનો ફેસબુક પ્રોફાઇલ ૧૩,૮૩૫ જેટલો છે. એકટર તરીકેને તેની સફર વિશે જણાવતાં આ બંગાળી બાબુ કહે છે કે, કિશોરાવસ્થામાં મને થિયેટરમાં બહુ રસ હોવાથી હું નાટકો ખૂબ જોતો હતો. મેં જોયેલા દરેક દ્રશ્યની નકલ હું દર્પણ સામે જોઇને કરતો.હું જીવનમાં કઇ રીતે આગળ વધીશ તેનો મારા પિતા (સ્વ.સુબેન્દુ ચેટર્જી) બિલકુલ સ્પષ્ટ નહોતા. તેમની સતત દબાણને કારણે મારે પરાણે અભિનયને કારકિર્દી તરીકે અપનાવી પડી હતી. આ ઉપરાંત અન્ય એક કારણ એ પણ હતું કે, અભિનય જ એક એવી કારકિર્દી છે જેમાં તમે દેશ-વિદેશની મુસાફરી મફતમાં કરી શકો છો. મારી કારકિર્દીની શરૂઆત મેં થિયેટરો સાથે કરી જેમાં જેકોન ડેસ્ટીડર્સના ‘ચારબેક’નો પણ સમાવેશ હતો. તેમાં હું તેમની ડેઇલી સિરિયલમાં સહાય કરતો. ત્યાર બાદ ‘તોપસે’ બની. જોકે ‘કહાની’થી મને મસમોટો બ્રેક મળ્યો છે. ભાગ્યની દેવીની કૃપા મેળવવામાં હું સફળ થયો છું. આ પાત્ર તેને કઇ રીતે મળ્યું તે જણાવતાં સાશ્વ્વત કહે છે કે, મને સુજોયે આ પાત્રની ઓફર કરી ત્યારે હું આંચકો લાગ્યો હતો. બોલીવૂડમાં ઘણા એવા ટેલન્ટેડ કલાકારો છે જેઓ પાત્રને યોગ્ય ન્યાય આપી શકત તો પછી મને શા માટે પસંદ કરવામાં આવ્યો ? સુજોયનો દાવો એ હતો કે તે મને બનાળપણથી જ ઓળખે છે. તેના મોસાળના ઘરની સામે જ અમારું ઘર હતું. તેમજ તેણે મારો અભિનય પણ જોયો હતો અને આ પાત્ર માટે તે મને જ લેવા માગતો હતો. મારામાં રાખેલા તેના વિશ્વાસથી હું ગદ્‌ગદ્‌ થઇ ગયો હતો.
સુજોયે સાશ્વતને પાત્ર વિશે માહિતી આપતી વખતે ‘બિનિતો બોબ’ (નમ્ર બોબ) સૂચવ્યું ંહતું.આ એક શબ્દનો અડધો ભાગ ઘણું બઘું સમજાવી જતો હતો.‘બોબ’કેવો દેખાવો જોઇએ તેની ચર્ચા અમે ભેગા મળીને કરી હતી. તેનું પેટ ભારી મોટું બેડોળ, અને માથે ઓછા વાળ હોવા જોઇએ. એટલું જ નહીંે બન્ને હાથની આંગળીઓના નખ એકબીજા સાથે ઘસવાની તેની આદત. જે લોકોને ઓછા વાળ હોય છે તે લોકોને મોટા ભાગે આવી આદત હોય છે તેઓ એવું માનતા હોય છે કે આમ કરવાથી વાળ વધારી શકાય છે. જોકે આ તુક્કો મારા દિમાગની ઉપજ કામ કરી ગયો હતો. એટલું જ નહીં આ બાબત લોકોનું ઘ્યાન ખાસ્સું ખેંચી શકી હતી.
આ પાત્ર લોકોનું આટલું ફેવરિટ થશે તેનો જોકે સાશ્વ્વતને ખ્યાલ નહોતો. ‘બોબ’ના આટલા ક્રેઝ બાબતે તે હજુ પણ આશ્ચર્યમાં છે. સૌથી પહેલાં મને ઉષા ઉત્થુપે અભિનંદન આપ્યા હતા. તેમણે મને કોચિનથી ફોન કર્યો હતો જ્યાં તેમણે તેમના પરિવાર સાથે આ ફિલ્મ જોઇ હતી. અને તેણે કહ્યુ ંહતું કે, ‘‘ ડાર્લંિગ હું નહોતી જાણતી કે તું આટલો નીચ બની શકે ’’પરંતુ મારી પત્નીએ ઇન્ટરનેટ પર પાત્રને ઉદેશીને લખેલા અસંખ્ય પત્રો મને બતાવ્યા હતા જે જોઇને હું અવાક થઇ ગયો હતો.’’ મારા જીવનમાં આવું બનશે તેની કલ્પના સુદ્ધા મેં કરી નહોતી. મારા આટલા વખાણ થવાથી હું તો ગદગદ થઇ ગયો છું.
આ વાતનો કદાચ વિશ્વાસ ન બેસે પરંતુ સો ટકા સાચી છે કે સાશ્વ્વત ચેટર્જી સેલફોન રાખતો જ નથી. તેને જરૂર પડ્યે ત્યારે તે તેની પત્નીના સેલફોનનો ઉપયોગ કરે છે. તેનું માનવું છે કે સેલફોન વ્યક્તિને અંગત રીતે લોકોથી દૂર કરે છે.તેથી તેને તેનો વપરાશ પસંદ નથી.

Share |
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved