Last Update : 27-April-2012, Friday

 

રીસ વિધરસ્પૂન સંબંધો વાટાઘાટોથી સુધરી શકે છે

 


ફિલિપે સાથેના એવા અને ડિકોન નામના સંતાનો પછી હવે રીસ ત્રીજીવાર માતા બનવાની છે. તેનું આ ત્રીજું સંતાન છે અને જીમનું પ્રથમ સંતાન છે.
૩૧ વર્ષની અભિનેત્રી રીસ વિધરસ્પૂન સેક્સી અને ખૂબસુરત છે એ વાતમાં શંકાને જરા પણ સ્થાન નથી. ૨૦૦૮માં રયાન ફિલિપે સાથેના છૂટાછેડા અને ગયા માર્ચ મહિનામાં હોલીવૂડના એજન્ટ જીમ તોથ સાથેના તેના લગ્ન પછી રીસ ઘણી બદલાઈ છે. ‘‘હવે મારું જીવન સરસ રીતે આગળ વધી રહ્યું છે.’’ રીસ કહે છે, ‘‘હું પોતે કોણ છું એ હકીકત સાથે આટલા વર્ષે હું સાનુકૂળતા અનુભવી રહી છું. હવે હું એ પણ વિચારવા લાગી છું કે હું ખરાબ દેખાતી નથી અને હું સેક્સી છું.’’ એમ રીસ ઉમેરે છે.
ફિલિપે સાથેના એવા અને ડિકોન નામના સંતાનો પછી હવે રીસ ત્રીજીવાર માતા બનવાની છે. તેનું આ ત્રીજું સંતાન છે અને જીમનું પ્રથમ સંતાન છે. પ્રસ્તુત રીસ સાથેની એક મુલાકાત...
તારી તાજેતરની ફિલ્મ ‘ધીસ મિન્સ વોર’ માં તારે માટે બે પુુરુષો લડે છે. તો શું રિયલ લાઈફમાં તને આવો અનુભવે થયો છે?
ના, મારે માટે ક્યારે પણ કોઈ બે પુરુષ લડ્યા નથી.
એક જ સમયે બે પુરુષ સાથે ડેટંિગ કરવા વિશે શું અભિપ્રાય છે? શું તે આવું ક્યારે કર્યું છે?
ના, આ બંને સાથે કેવી રીતે તાલ મેળવવો એ હું ક્યારે પણ સમજી શકું તેમ નથી. એક પુરુષ સાથે ડેટંિગ કરવાના જ ફાંફાં છે. તો બે પુરુષ સાથે ફરવાનોે પ્રશ્ન જ ઊભો થતો નથી.
તને કોઈ સાથીની તલાશ હોય તો તું ‘ગુગલ સર્ચ’ કરીને તેના બેકગ્રાઉન્ડ વિશે જાણકારી મેળવશે?
આનો એક લાભપણ છે અને ગેરલાભ પણ છે. તમે જેની સાથે ફરતા હો એને વિશે જાણકારી મેળવી શકાય છે. અને ઓનલાઈન પ્રેમમાં પડતાં લોકોની ટકાવારી પણ વધતી જાય છે.
‘ડેટંિગ’નો તારો અનુભવ કેવો રહ્યોે છે?
મને ડેટંિગ ભયંકર લાગે છે.
આવો અનુભવ થવાનું કોઈ ચોક્કસ કારણ?
મને ‘ડેટંિગ’ માથાના એક દુઃખાવા સમાન લાગે છે. સાચું કહું તો મેં ક્યારે પણ આ અનુભવ લીધો જ નથી. મેં સીધા લગ્ન જ કર્યાં હતાં અને એ લગ્નનો અંત આવ્યા પછી બીજા લગ્ન કર્યાં હતાં. મને ‘ડેટંિગ’માં વઘુ વિશ્વાસ નથી.
તારું ઘ્યાન આકર્ષવા માટે કોઈ પુરુષે શું કરવું જરૂરી છે?
આજે હું મારા જીવનના એક એવા તબક્કા પર છું જ્યાં મને રસપ્રદ, ઉત્સુક અને જીવનને પ્રેમ કરતા લોકોની જરૂર છે.
તને કયા વિષયોમાં રસ છે?
મને બધા જ વિષયો પર વાત કરવી ગમે છે. રાજકારણથી માંડીને જીવન સુધીના દરેક વિષય પર હું ચર્ચા કરી શકું છું.
‘ધીસ મિન્સ વોર્સ’ માં તું ઘણી સેક્સી લાગે છે. સામાન્ય રીતે તારા શરીર સાથે તુ સેક્સી અને સાનુકૂળ હોવાનું જ અનુભવે છે?
મારા શરીર સાથે હું સાનુકૂળ છું, પરંતુ સેટ પર દિગ્દર્શકે ઘણી વાર મારા પર આનું દબાણ કરવું પડતું હતું. મને મનાવવી પડતી હતી. મને લાગે છે કે ફિલ્મમાં મેં ઘણા ચૂસ્ત કપડા પહેર્યાં હતાં. આવું પાત્ર આ પૂર્વે મેં ક્યારે પણ ભજવ્યું નહોતું.
હવે તુ માતા બની ગઈ હોવાથી તારી જાતને સેક્સી માનવાની વાત શું તારે માટે મુશ્કેલ છે?
ના, હકીકતમાં તો હવે હું મારી જાતને ખરા અર્થમાં ઓળખતી થઈ છું. માતા બનવાની વાત જ તમને વઘુ શક્તિશાળી બનાવે છે. આ ઉપરાંત ઉંમર વધે છે તેમ તમારા વિચારો પણ બદલાતા જાય છે અને તમે બીજી સ્ત્રીઓને માન આપતા શીખો છો. અમુક વસ્તુઓનું તમને મૂલ્ય સમજાય છે અને તમારી જાત પ્રત્યે તમે માનની નજરથી જુઓ છો. આ સેક્સી છે કે નહીં એ હું કરી શકતી નથી. પરંતુ આ આત્મવિશ્વાસ છે અને મને લાગે છે કે સેક્સી અને આત્મવિશ્વાસ એકબીજાના પર્યાય છે.
તારા પ્રશંસકો તરફથી તને કોઈ વિચિત્ર અનુભવ થયો છે?
મારા એક પુરુષ ચાહકે મને જકડીને એક ચુંબન કર્યું હતું. આ બનાવ મારી એક ફિલ્મ પ્રિમિયર દરમિયાન બન્યા હતો.
તારી બીજી બધી જવાબદારીઓને કારણે તે તારી ફિલ્મોની સંખ્યા ઓછી કરી દીધી હોય એમ લાગે છે...
ના, આમ પણ હું વઘુ ફિલ્મો કરતી જ નથી વર્ષમાં એક જ ફિલ્મ કરું છું. મારી પાસે એક માતાની ફૂલ ટાઈમ નોકરી છે. આ નોકરી મારી પ્રાથમિકતા છે.
કઈ ફિલ્મો તને પ્રેરણા પૂરી પાડે છે?
‘ડિઝાઈન ફોર લિવંિગ’ મારે માટે એક મોટી ફિલ્મ છે. હું ‘વોટર ફોર એલિફન્ટ્‌સ’ ફિલ્મ કરતી હતી ત્યારે હુ ંરોજ જુદી જુદી જૂની ફિલ્મો જોતી હતી. આમાંની ‘ધ થીન મેન’ સિરિઝ પણ મને ગમી હતી. ‘ધ આર્ટિસ્ટ’ ફિલ્મ સારી છે. આ ફિલ્મે મને ‘ધ થીન મેન’ની યાદ દેવડાવી હતી.
તારી ફિલ્મ ‘વૉક ધ લાઈન’માં તારા રોલમાં તારે ગાવાનુ ંપણ હતું. શું વાસ્તવિક જીવનમાં ક્યારે પણ તે ઘરમાં એક ગીત વગાડીને તેના તાલે નૃત્ય કર્યું છે?
હા, અને મારા સંતાનો તેમના કાન બંધ કરીને એ ગીત પૂરું થવાની રાહ જુએ છે. અને મને નૃત્ય કરતી જોઈને તેઓ ઘણા શરમાઈ જાય છે.
શું તને લાગે છે કે બધા સંબધો એક યુદ્ધ છે અને શાંતિ માટે સતત પ્રયાસ કરવો પડે છે?
મને લાગે છે કે તમારે સંબંધ માટે તૈયાર થવું પડે છે. ખોટી વ્યક્તિ સાથે તમે કામ ખરું કામ કરી જ ન શકો અથવા તો સાચી વ્યક્તિ સાથે તમે ખોટું કામ કરી શકતા નથી એમ કહેવાય? આ બાબતે હું જરા મૂંઝાઉ છું. તમે સાનુકૂળ પરિસ્થિતિમાં આવી જાવ પછી તમારે સમાધાન કરવાની વૃત્તિ રાખવી જોઈએ. મને સંબંધ યુદ્ધ જેવા નથી લાગતા મને લાગે છે કે સંબંધો વાટાઘાટોથી સુધરી શકે છે.ુ

Share |
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved