Last Update : 27-April-2012, Friday

 

ઈરફાન ખાન ‘સલામ બોમ્બે’ થી ‘પાન સંિહ તોમર’ સુધીની સફર

 


1988નું વર્ષ ખાન કલાકારોનું હતું. ‘કયામત સે કયામત તક’થી આમિર ખાને રૂપેરી પડદો ગજાવ્યો હતો. ‘ફૌજી’ સિરિયલમાં શાહરૂખ ખાન તેનું કમાલ દેખાડી રહ્યો હતો. ‘બીવી હો તો ઐસી’માં સલમાન ખાનનો ચહેરો ચમક્યો હતો. અને ‘સલામ બોમ્બે’ દ્વારા ઈરફાન ખાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ મૂક્યો હતો. આજે આમિર એક પર્ફેક્શનિસ્ટ છે શાહરૂખ તેના ‘બાદશાહ’ના સ્ટેટસને ઝાલી રાખવાના પ્રયાસ કરી રહ્યો છે. અને શર્ટ વગરનો સલમાન વેચાય છે. તેમજ પોતાનું યોગ્ય સ્થાન મેળવવા માટે ઈરફાને ઘણો સંઘર્ષ કર્યો છે.
‘અમેઝંિગ સ્પાઈડરમેન-ફોર’ જેવી મોટી સુપરહીરો ફિલ્મમાં ઈરફાન વિલનના પાત્રમાં જોવા મળ્યો હતો. આ ઉપરાંત તે એન્ગ લીની ‘લાઈફ ઓફ પી’માં પીનું પાત્ર ભજવે છે. આ ઉપરાંત ‘પાન સંિહ તોમર’ તેને એ તેને તેના જીવનની સૌ પ્રથમ સોલો હિટ ફિલ્મ આપી છે. ડાન્સ, ગીત અને હિરોઈન વગરની આ ફિલ્મે સમીક્ષકોની પ્રશંસા મેળવી હતી તેમજ ફિલ્મમાં ઈરફાનના પાત્રના પણ ખોબલે-ખોબલા ભરીને વખાણ થયા હતા. વિશ્વના સૌથી શક્તિશાળી ફિલ્મ સર્જકો માત્ર આ જ ખાન કલાકારને ઓળખે છે. લીએ જણાવ્યા પ્રમાણે, પીના પાત્રમાં ઈરફાનનો વિચાર કરવામાં તેમને જરા પણ વિચાર કરવો પડ્યો નહોતો. જો કે નસીરુદ્દીન શાહ અને ઓમ પૂરી જેવા કલાકારો પણ આંતરરાષ્ટ્રીય સ્તર પર સિઘ્ધી મેળવી શક્યા છે પરંતુ ઈરફાન આ બાબતે તેમના કરતા વઘુ ભાગ્યશાળી સાબિત થયો છે એ વાતમાં કોઈ શંકા નથી.
આ બધા કલાકારોથી તે અલગ જ કેમ તરી આવે છે એ પ્રશ્નના ઉત્તરમાં ઈરફાન કહે છે, ‘‘આ માટેના હું ચોક્કસ કારણો આપી શકું તેમ નથી. જીવનમાંથી રહસ્યની બાદબાકી કરવા જેવી આ વાત છે.’’
‘પાન સંિહ તોમર’ રિલિઝ થઈ ત્યારે ઈરફાન મુંબઈની બહાર હતો. શૂટંિગને કારણે સતત પ્રવાસ કરતો હોવાથી ઈરફાન આ ફિલ્મની તેમજ તેના અભિનયની પ્રશંસાનો સાથી બની શક્યો નહોતો. ‘પાન સંિહ તોમર’ આર્મીના એક જવાનની વાર્તા છે જે તેના પિત્રાઈ ભાઈએ કાયદાનું પાલન કરવાનો અસ્વીકાર કરતા ‘બાગી’ બની જાય છે. આ એક વાસ્તવિક ઘટના પર આધારિત એક ફિલ્મ છે.
ઈરફાનના મનપસંદ પાત્રોમાનું આ એક પાત્ર છે. આ ફિલ્મના મુખ્ય પાત્રે તેને તેના પિતાની યાદ દેવડાવી હતી. ‘‘મારા દિલને સ્પર્શી જાય અને મને ભજવવું ગમે એવા એક પાત્રની મને તલાશ હતી. મને ઘણી નેગેટિવ ભૂમિકાઓ ઑફર થાય છે. પરંતુ આ પાત્રની નેગેટિવિટી એક વિચિત્ર લાગણીને જન્મ આપે તેવી હતી.’’ ઈરફાન કહે છે.
અભિનય ઈરફાનના પરિવારના સભ્યોની નસોમાં વહે છે. તેની ફિલ્મ ‘પાન સંિહ તોમર’ રિલિઝ થઈ હતી એ પછી તરત જ તેના મોટા પુત્ર બાબિલ આતમે અ ‘મિડસમર નાઈટ્‌સ ડ્રીમ’ દ્વારા થિયેટરમાં પ્રવેશ કર્યો હતો. ‘‘તેનો સ્વભાવ પ્રતિસ્પર્ધાત્મક છે. ‘પાન સંિહ તોમર’ જોયા પછી તેણે મને તરત જ કહ્યું હતું કે, ‘‘શું હું તમારા અભિનયથી સારો અભિનય કરી શકીશ?’’
ઈરફાન એક એવો કલાકાર છે તે દરેક પાત્રમાં આબેહૂબ ઢળાઈ જાય છે. તે માટી જેવો છે. જેને જોઈતો ઘાટ આપી શકાય છે. ‘‘હું અભિનય જ કરીશ એ હું હમેશાં જાણતો હતો.’’ નેશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં તેનો તેના ગુરુ પ્રસન્ના સાથે પરિચય થયો હતો. ત્યાર બાદ જે થયું એ એક ઈતિહાસ છે.
૫૦ વર્ષના આ અભિનેતા માટે સફળતાનો માર્ગ ઘણો મુશ્કેલ હતો. એક ટેલન્ટેડ કલાકાર તરીકે ઓળખ મેળવતા તેને વર્ષો લાગ્યા હતા. શરૂઆતમાં તેને નાના પાત્રો ભજવીને સંતોષ માનવો પડ્યો હતો. ટી.વી. સિરિયલ ‘ચંદ્રકાંતા’ના શૂટંિગ દરમિયાન તેને વહેલી સવારે ત્રણ વાગે શૂટંિગ પર બોલાવવામાં આવતો હતો. અને તે સેટ પર જ સૂઈ જઈને પોતાના વારાની રાહ જોતો હતો.
આસિફ કાપડિયાની ‘વેરિયર્સ’એ તેની કારકિર્દીની દિશા બદલી નાખી હતી.
‘‘પ્રસિઘ્ધી એક પીંજરા જેવી છે. માર્કેટ તમને એક ચોક્કસ વસ્તુમાં ફીટ કરવા માગે છે. પ્રયત્ન કરીને તમે એમા થોડા ફેરફાર કરો છો. અચાનક જ તેમને એ સુધારા-વધારા ગમી જાય છે અને તમારો એની સાથે સંબંધ બંધાઈ જાય છે. આ પછી પ્રસિઘ્ધી એક પીંજરું બની જાય છે. ઉદાહરણ સ્વરૂપે હું સમાચારોમાં રહેવા માટે કોઈ પીઆરની નિમણુક કરું તો એ પછી તેમણે સર્જેલા સમાચારોનું મારે અનુકરણ કરવું પડે છે એને વારે વારે રિપિટ કરતા રહેવું પડે છે. પરંતુ તમને એનો આનંદ મળતો નથી એની તમને જાણ થાય છે.’’ ફિલસૂફી વ્યક્ત કરતા ઈરફાન કહે છે.
ખાન અટક તેને માટે અગત્યની નથી. હકીકતમાં તો તે પોતાના નામથી પણ મુક્તિ મેળવવા માગે છે. ‘‘નામ અવરોધરૂપ સાબિત થાય છે’’ એવો તેનો દાવો છે. પરંતુ નામ વિના પણ આ કલાકારની ટેલન્ટ તેને લોકોથી દૂર કરી શકે તેમ નથી. આ એક એવો કલાકાર છે જેની ટેલન્ટ જ તેની ઓળખ માટે પૂરતી છે.

 
Share |
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved