Last Update : 27-April-2012, Friday

 

મઘુર ભંડારકર ‘‘જીવન ફૂલોની શૈયા નહીં બલ્કે કાંટા બિછાવેલી પથારી છે’’

 

મઘુર ભંડારકર હમણા તેમની ફિલ્મ ‘હિરોઈન’ને કારણે ચર્ચામાં છે. આ ઉપરાંત તેમણે ‘ફેશન-ટુ’ની સ્ક્રિપ્ટ તૈયાર કરી દીધી છે. તેમજ ‘આશિકી-ટુ’નું દિગ્દર્શન સંભાળવાની ભૂષણ કુમારની ઑફરનો અસ્વીકાર કરવા માટે પણ તેઓ સમાચારમાં છે. પ્રસ્તુત મુલાકાતમાં તેમણે આ બધી બાબતનો ખુલાસો કરીને પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો છે.....
‘હિરોઈન’માં તમે કરીનાના આગ્રહને કારણે અરૂણોદય સંિહને કાઢી મૂકીને તેને સ્થાને રણદીપ હૂડાને સાઈન કર્યો હોવાનું સંભળાય છે. પોતાના નિયમો પર કામ કરવા માટે પંકાયેલા મઘૂરમાં આવો બદલાવ કેવી રીતે આવ્યો?
* કોઈ પણ કલાકારે મારા કામમાં ચંચુપાત કર્યો નથી કારણકે હું કયા પ્રકારનો ફિલ્મ સર્જક છું એ સૌ જાણે છે. હું મારી કલ્પના અનુસાર જ ફિલ્મ બનાવું છું. ફિલ્મમાં થયેલા કેટલાક ફેરફાર પછી મેં ફિલ્મની સ્ક્રિપ્ટમાં પણ ફેરફાર કર્યો હોવાથી અરૂણોદયને સ્થાને રણદીપ આવી ગયો છે. આમા કરીનાનું કોઈ પણ દબાણ નથી. આ મારો અંગત નિર્ણય હતો. અરૂણોદય મારો મિત્ર છે અને તે એક સારો કલાકાર છે. તેણે મને કહ્યું હતું. ‘‘મઘુરજી, આ તમારો નિર્ણય છે. હું પાત્રને લાયક ન હોઉં અને હું આ ફિલ્મ છોડી દઉં એમ તમે ઈચ્છતા હો તો હું એમ જ કરીશ.’’ મેં તેને ફેરફાર વિશે સમજાવ્યો પણ હતો.
શું તમે સ્ટારનો અહમ પોષો છો?
* ‘હિરોઈન’નું શૂટંિગ શરૂ થાય એ પહેલા જ મિડિયાએ ખોટા સમાચારો છાપવાનું શરૂ કરી દીઘું હતું. મારી ફિલ્મના પાત્રને લાયક હોય એવું મને લાગે તો જ હું એ કલાકારને સાઈન કરું છું. કોઈપણ નિર્માતા કે કલાકારે મારા નિર્ણયમાં દખલ કરી નથી. અને હું કોઈના ખોટા અહમનો ઉત્તેજન પણ આપતો નથી. હું મારી મરજી મુજબ કામ કરીને ખુશ છું.
સ્ટાર સંચાલિત આ ઈન્ડસ્ટ્રીમાં શું દિગ્દર્શકના હાથમાં બધી સત્તા રહે છે ખરી?
* અત્યાર સુધી મેં અજય દેવગણ, પ્રિયંકા ચોપરા, તબુ, રવીના ટંડન જેવા ઘણા કલાકારો સાથે કામ કર્યું છે પરંતુ તેમણે ક્યારે પણ મારા કામમાં દખલ કરી નથી. હવે કરીનાને પણ આ જ વાત લાગુ પડે છે. તે અફલાતુન અભિનેત્રી છે. તે દિગ્દર્શકની સૂચના અનુસાર કામ કરે છે. નવા દિગ્દર્શકો સાથે કામ કરતી વખતે કેટલાક કલાકારો આમ કરતા હશે કારણ કે નવા દિગ્દર્શકો આ કામ નિપુણતાથી કરી શકશે નહીં એવી તેમને શંકા હોય છે. પરંતુ છેવટે દિગ્દર્શક જ સુકાની છે. આજના કલાકારો ચતુર છે. દિગ્દર્શક આ ફિલ્મનું સુકાન સંભાળી શકશે નહીં. એમ તેમને લાગે તો તેઓ તરત જ એ ફિલ્મ કરવાની ના પાડી દે છે.
સૈફ અને કરીનાના લગ્નને કારણે ‘હિરોઈન’નું બીજુ શેડયૂલ બે સપ્તાહ અગાઉ યોજવાનું નક્કી થયું હતું. તેમના લગ્ન તમારી ફિલ્મ માટે અવરોધ બની શકે છે એમ લાગે છે? શું આ માટે તમે તૈયાર છો?
* આ તેમનો અંગત નિર્ણય હોવાથી હું આ વિશે વાત કરવા માગતો નથી. મને આ વાતની ખબર નથી. હું માત્ર એટલું જ કહી શકું છું કે મારા શેડ્યૂલમાં કોઈ ફેરફાર થયો નથી. હું કલાકારો સાથે પ્રોફેશનલ સ્તરે કામ કરું છું. તેમના અંગત જીવનમાં હું માથુ મારતો નથી.
તમારી નજીકના લોકો કહે છે કે ‘હિરોઈન’ તમે રોષને કારણે બનાવી રહ્યા છો?
* ના, હું આમ માનતો નથી. મારી ફિલ્મો દ્વારા મેં મારી ક્ષમતાનો પરિચય આપી દીધો છે. ‘હિરોઈન’ બનાવીને મારે કોઈ સમક્ષ કંઈ પૂરવાર કરવાનું નથી. આ ક્ષેત્રમાં અફવાઓ સામાન્ય છે. અને હવે હું એનો સામનો કરતા શીખી ગયો છું.
શું તમે હવે ઐશ્વર્યા રાય બચ્ચન સાથે કામ કરશો?
* આ વિષય પર ઘણું કહેવાઈ ચૂક્યું છે.
‘ફેશન-ટુ’ની સ્ક્રિપ્ટ તૈયાર છે અને આ વર્ષના અંતમાં તેનું શૂટંિગ શરૂ થશે એ વાત સાચી છે?
* ‘ફેશન-ટુ’ બનાવવાનો વિચાર છે પણ એની સ્ક્રિપ્ટ તૈયાર થઈ ગઈ હોવાના સમાચાર ખોટા છે. હમણા હું ‘હીરોઈન’માં વ્યસ્ત હોવાથી ‘ફેશન-ટુ’ વિશે મેં વિચાર્યું નથી. ‘હિરોઈન’ પછી કઈ ફિલ્મ બનાવીશ એ મેં હજુ સુધી નક્કી કર્યું નથી. એ એક રાજકીય ડ્રામા કે અંધારી આલમનો વિષય કે કોમેડી અથવા ‘ફેશન-ટુ’ હોઈ શકે છે.
‘આશિકી-ટુ’ માટે ભૂષણને ના પાડવા પાછળ કોઈ ખાસ કારણ હતું?
* આ મારા પ્રકારની ફિલ્મ ન હોવાથી મને લાગ્યું હતું કે આ ફિલ્મની પૂરો ન્યાય આપી શકીશ નહીં.
‘ડર્ટી પિક્ચર’ પછી કરીનાએ ‘હીરોઈન’ માં બોલ્ડ દ્રશ્યો આપવાની તૈયારી દેખાડી હતી. એ બાબતે તમારે શું કહેવું છે?
* ના, શરૂઆતથી જ કરીનાને સ્ક્રિપ્ટ અને તેના દ્રશ્યોની જાણકારી હતી. અમે તેના એક પણ દ્રશ્યમાં ફેરફાર કર્યો નથી. કરીના પ્રોફેશનલ છે અને તે રોલની ગંભીરતા સમજે છે. એણે ‘હિરોઈન’ કરવાની હા પાડી એ જ દિવસે તેણે મને કહ્યું હતું કે, ‘‘મઘુર, હું તમારા વિઝન પ્રમાણે કામ કરીશ. મને પાત્રની શક્ય હોય એટલી નજીક લઈ જવાના પ્રયત્ન કરજો.’’
‘હિરોઈન’ અને ‘ડર્ટી પિક્ચર’ની સરખામણી થાય છે એ બાબતે શું ખુલાસો કરવો છે?
* આ બધી ચર્ચા માટે આ ઘણું વહેલું છે. આનો નિર્ણય ફિલ્મ જોયા પછી જ લઈ શકાય તેમ છે. અમારી ફિલ્મ સમકાલીન બૉલીવૂડની છે. બંનેની સરખામણી થઈ શકે તેમ નથી.
આજથી ૧૦ વરસ પછી કોઈ તમારા જીવન પર આધારિત ફિલ્મ બનાવશે તો તમે શું કરશો?
* મારા જીવનમાં ઘણી રસપ્રદ ઘટના બની હોવાથી ઘણા લોકોએ મને મારા જીવન પર આધારિત એક ફિલ્મ બનાવવાનો આગ્રહ કર્યો છે.
તો પછી તમને આમ કરતા કોણ રોકે છે? તમે નહીં તો આ ફિલ્મને કયો દિગ્દર્શક પૂરેપૂરો ન્યાય આપી શકશે એમ તમને લાગે છે?
* મને ખબર નથી. કોઈને મારા જીવન પર ફિલ્મ બનાવવી હોય તો તે બનાવી શકે છે. પરંતુ અમુક બાબતો તો મેં પોતે અનુભવ લીધો છે. આથી મને લાગે છે કે આ ફિલ્મ બનાવવા માટે હું જ સૌથી લાયક છું. મારું જીવન ફૂલોની પથારી નથી તે એક કડવી વાસ્તવિક્તા છે. ુ

Share |
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved