Last Update : 27-April-2012, Friday

 

ઝરીન ખાન ઃ ‘‘સલમાન મારો ગોડફાધર નથી’’

 

કટરિના કૈફ અને ઝરીન ખાનમાં તેમના દેખાવ અને સલમાન ખાન ઉપરાંત પણ એક સામ્ય છે. આ બન્નેને પ્રથમ ફિલ્મને સરિયામ નિષ્ફળતા મળી હતી અને તેમાં તેમની ઘણી ટીકા થઈ હતી. આથી ‘હાઉસફૂલ-ટુ’ પાસેથી તેની ઘણી અપક્ષા હોય એ સ્વાભાવિક છે. આ ફિલ્મને સમીક્ષકોની ટીકા મળી છે, પરંતુ ફિલ્મનું નામ સાર્થક કરીને દર્શકો થિયેટરો પર ‘હાઉસ ફૂલ’ના પાટિયા ઝુલાવી રહ્યા છે.
‘વીર’ના ફિયાસ્કા પછી ‘રેડી’મા ‘કેરેકટર ઢીલા હૈ’ ગીતમાં ઝરીને સૌને અચંબામાં મૂકી દીધા હતા. ‘વીર’ પછી દરેક બાબતે મારી ટીકા થતી હતી. હું કેટરિના જેવી દેખાઉં છું. હું સ્થૂળ છું. તેમજ મારામાં ડ્રેસંિગની સૂઝ નથી વગેરે વગેરે વસ્તુઓ પર પાને પાના ભરાઈને લખાયું હતું. લોકોએ મારા નામ પર ચોકડી જ મૂકી દીધી હતી. મારે માટે આ સમય ઘણો મુશ્કેલ હતો. મને લાગ્યું હતું કે લોકોને મારા પર દ્વેષભાવ છે. એ પછી ‘કરેકટર ઢીલા હૈ’ આવ્યું. આ ગીત મારા જીવનનો એક મહત્ત્વનો વળાંક સાબિત થયું હતું. મારી જાત વિશે પોઝિટિવ વાતો સાંભળીને ઘણો આનંદ થયો હતો.’’ ઝરીન કહે છે.
સ્થૂળ કાયાની વાત છે તો ઝરીનનો દાવો છે કે આ ફિલ્મ માટે તેને વજન વધારવાની સૂચના આપવામાં આવી હતી. નવોદિત હોવાથી તે આ માટે ના પાડી શકી નહોતી. આ ફિલ્મ પહેલા કોઈએ તેને જોઈ નહોતી. એટલે સૌને લાગ્યું હતું કે પહેલેથી જ તેની કાયા ભરાવદાર છે. આ ફિલ્મ પછી શક્ય હોય એટલું ઝડપથી વજન ઉતારવાની જરૂરિયાત હોવાનું તે સમજી ગઈ હતી. અહીં ઘણી હરીફાઈ હોવાનું તેમજ આ ઇન્ડસ્ટ્રીના લોકો માફી નામનો શબ્દ જાણતા જ ન હોવાની ઝરીનની ફરિયાદ છે.
‘‘આ પછી લોકોએ મને ‘ફેટરિના’નું ઉપનામ પણ આપ્યું હતું. લોકો મને મોકો આપવા માગતા જ નહોય એમ મને લાગ્યું હતું. આ બધી નકારાત્મક વાતોનો સામનો કેવી રીતે કરવો ે મને સમજાતું નહોતું.’’ પોતાના મનનો બળાપો કાઢતા ઝરીન કહે છે.
શું તું કેટરિનાને મળી છે? આ પ્રશ્વ્નના ઉત્તરમાં ઝરીન કહે છે, ‘‘હા, હું તેને મળી છું. તેણે મારી સાથે સારી રીતે કરી હતી. તે મારી સિનિયર છે. આથી હું તેની પાસે વધારે અપેક્ષા રાખી શકું નહીં.’’
પોતે જે કલાકારો સાથે શૂટંિગ કરે છે એમને ‘તમારી કારકિર્દીની મોટી ફિલ્મના સેટ પર તમારું સ્વાગત છે.’’ એવા પ્રકારનો પત્ર સાજિદ મોકલે છે. આ પત્ર મળતાની સાથે જ તે ખુશ થઈ ગઈ હતી. અને તેણે એ પાત્રને એક યાદગીરી તરીકે જાળવી રાખ્યો છે. મલ્ટી સ્ટારર ફિલ્મમાં કામ કરવાનું કારણ સ્પષ્ટ કરતા ઝરીન કહે છે, ‘‘મને સોલો હિરોઈન તરીકે કેટલીક ઑફરો મળી હતી, પરંતુ એ ઑફરો નવોદિત દિગ્દર્શકો તરફથી જ આવી હતી. ‘વીર’ પછી હું કોઈ જોખમ ખેડવા માગતી નહોતી. હું બોલીવૂડની નથી અને અહીં મારો કોઈ ગોડફાધર પણ નથી. આથી મારા જેવા માટે બીજો મોકો મળવો મુશ્કેલ છે. હું સમજી-વિચારીને ખૂબ જ શાંતિથી યોગ્ય ફિલ્મ પસંદ કરવા માગતી હતી. મારે ‘હાઉસ ફૂલ-ટુ’ કરવી હતી કારણ કે, આ એક બ્રાન્ડ છે અને સાજિદ નડિયાદવાલા અને સાજિદખાન બન્ને સફળ છે. આ ઉપરાંત આ ફિલ્મમાં મને કેટલાક સિનિયર અને ટેલન્ટેડ કલાકારો સાથે કામ કરવાની તક મળી હતી.’’
આ ઉપરાંત ફિલ્મની બીજી ત્રણ હિરોઈન સાથે પણ કામ કરવાનો આ આનંદ મળ્યો હતો. એમ કહી ઝરીન ઉમેરે છે. ‘‘લોકો મારી આ વાત માનવા તૈયાર થશે નહીં એની મને ખબર છે પરંતુ હું બણગા ફૂંકતી નથી. સાચું જ કહું છું કે સેટ પર અમારી વચ્ચે કોઈ ઝઘડા થયા નહોતા. કારણ કે સૌને એક સરખી જ ટ્રીટમેન્ટ મળતી હતી ફિલ્મના આટલા બધા કલાકારો હોવાથી દરેકનો રોલ ટૂંકો હતો, પરંતુ સૌની નોંધ લેવાઈ હતી. શૂટંિગ નહોય ત્યારે પણ અમે સાથે જ રહેતા અને ફરતા હતા. ખાસ કરીને અમે ચારે છોકરીઓ સાથે જ રહેતા હતા અને કપડાં, મેકઅપ, હોલીડે, ફિટનેસ જેવી બધી બાબતો પર વાતો કરતા હતા. શાઝહાન અને હું સાથે પાર્ટી માણતા હતા અને જેકવેલિન અને હું સાથે ફિલ્મો જોતા હતા.’’
સાજિદ ખાન, અક્ષયકુમાર અને શ્રેયસ તળપદે ટીખળી ખોર હોવાથી સેટ પર શાઝહાન સૌથી નાની હોવાથી તે જ તેમને આસાન શિકાર બનતી હતી. ઝરીનનો દાવો છે કે તે એક ટોમબોય હોવાથી તેઓ તેમને તેમનામાં સામેલ કરતા હતા.
સલમાન તેનો ગોડફાધર હોવાની અફવા વિશે સ્પષ્ટતા કરતા ઝરીન કહે છે, ‘‘આ વાત ખોટી છે તે ઘણો વ્યસ્ત હોવાથી મારી સમસ્યા તેની પાસે લી જવી મને પસંદ નથી મને તેની સલાહની જરૂર હશે તો તેને હું સૌથી છેલ્લો સંપર્ક કરીશ. અને તેની સલાહ મને તરત જ મળી રહે છે.’’

Share |
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved