Last Update : 27-April-2012, Friday

 

નેહા ઘૂપિયા આકર્ષક ફિગર માટે જાણીતી અભિનેત્રી ફિટનેસપ્રેમી છે

 


છેલ્લા એક દાયકાથી બોલીવૂડમાં રહેલી અભિનેત્રી નેહા ઘૂપિયાએ ગણતરીની ફિલ્મોમાં જ અભિનય કર્યો છે.છતાં તે પોતાના અભિનય ઉપરાંત આકર્ષક ફિગર માટે જાણીતી છે.‘એક ચાલીસ કી લાસ્ટ લોકલ’,‘ફસ ગયે ઓબામા’ ,‘દે ધનાધન’,‘કયા કૂલ હૈ હમ’,‘સંિઘ ઇઝ કંિગ’ જેવી ફિલ્મોમાં અભિનય કરનારી નેહા ૧૦ વર્ષ અગાઉ મિસ ઇન્ડિયા યુનિવર્સનો ખિતાબ જીતી હતી.‘ આ વર્ષો હજુ ગઇકાલ જેવા જ લાગે છે.કશું બદલાયું મથી.હું પણ બદલાઇ નથી.મારામાં હજુ એ જઉત્સાહ અને તરવરાટ છે.મેં ઘણી લાંબી મજલ કાપી છે અને ઘણું આગળ મારે જવાનું છે.’એમ નેહાએ જણાવ્યું હતું.
નેહાની કાયા સુડોળ અને આકર્ષક છે તેનું વજન જલદી વધતું કે ઘટતું નથી. પરંતુ તેનું બોડી સ્ટબબોર્ન હોવાથી તેણે વર્ક આઉટ કરવું પડે છે.વર્કઆઉટ કરવાથી નેહાના આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે. અભિનેત્રીને સાઇઝ ઝીરો ફિગરની જરાપણ ઘેલછા નથી. તે પોતાના ફિગરથી ખુશ છે.
નેહા સપ્તાહમાં ત્રણ વખત પાઇલેટ્‌સ કરે છે અને વીકએન્ડમાં બિક્રમ યોગ કરે છે.જો કે સૌથી વઘુ તો તે સપ્તાહમાં છ વખત ફ્રી સ્ટાઇલ વર્કઆઉટ કરે છે અને તેમાં તેને સૌથી વઘુ આનંદ આવે છે. શૂટંિગ બાદ નેહા જીમમાં જાય છે ત્યારે તેની પાસે સમય ઓછો હોવાથી ઓછી કસરત કરી શકે છે. અને ઘરે જઇને પૂરતી ઊંઘ કરી લે છે.આઉટડોર શૂટંિગ દરમિયાન નેહા રનીંગ અને સ્વિમીંગ કરીને વર્કઆઉટનું સેશન પૂરું કરે છે.
સવારના ઊઠીને તરત જ નેહાને ચા પીવા જોઇએ છે.ત્યારબાદ તે ‘એબીસી’(એપલ,બીચરુટ,કેરટ) જયુસ પીએ છે.વર્કઆઉટ કર્યાના ૩૦-૪૦ મિનિટ બાદ તે નાસ્તો કરે છે. નાસ્તામાં તે સિરિયલ્સ લેવાનું વઘુ પસંદ કરે છે.બપોરના જમણમાં રોટલી,શાક અને દાળ લે છે.સાંજના નાસ્તામાં ચા સાથે હોમમેડ કુકીસ અને રાતના ભોજનમાં સુપ,કઠોળ,સલાડ અને શાક લે છે.તે માઇક્રોબાયોટીક ડાયેટ લે છે અને તેમાં ડેરી તથા પ્રોસેસ્ડ ફૂડ લેવાની મનાઇ હોય છે.હાલમાં નેહાએ સાંજનો જમવાનો સમય બદલાવીને સાત વાગ્યાનો કરી નાંખ્યો છે.તે કહે છે કે માઇક્રોબાયોટીક ફૂડ થી તેના વાળ અને ત્વચાને લાભ થાય છે.‘મારો ઇરાદો ઓછું ખાઇને પાતળા દેખાવાનો નથી. પરંતુ યોગ્ય ખાઇને શરીરને સ્વસ્થ રાખવાનો છે.આજે માત્ર કલાકારો જ નહિ પણ સામાન્ય લોકો સુઘ્ધાં ફિટ રહેવાનો જપ્રયાસ કરતાં હોય છે.’એવું નેહાએ જણાવ્યું હતું.
અત્રે નોંધનીય છે કે આ વર્ષના આરંભથી નેહા શાકાહારી બની છે.તેણે એક લેખમાં વાંચ્યું હતું કે માંસાહારી ખોરાક શરીરમાં છ મહિના સુધી રહે છે અને પચતો નથી.‘આ ઉપરાંત પ્રાણીજન્ય ચરબી બળતાં પણ વાર લાગે છે.શનિ અને રવિવારે હું ખાવામાં થોડી છૂટ લઉં છું અને ચાઇનીઝ તથા ડેઝર્ટ ખાવાની મારી ઇચ્છા સંતોષું છું.’એમ નેહાએ જણાવ્યું હતું.
નેહા શાળામાં બાસ્કેટબોલ,સ્વિમંિગ અને સ્કવાોશ રમતી હતી.અભિનેત્રીના મતે કેટરીના કેફ સુંદર ફિગર ધરાવે છે.જયારે બીજી તરફ વિદ્યા બાલનનું ફિગર એકદમ પુષ્ટ છે.આમ છતાં તે આકર્ષક દેખાય છે.ફિટનેસની ઘેલછા નેહાને એકદમ એકટીવ અને સ્વસ્થ રાખે છે.

Share |
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved