Last Update : 27-April-2012, Friday

 

અસિન ધીમે પણ મક્કમ પગલે પોતાના ઘ્યેય તરફ આગળ વધી રહી છે

 

કોઈ અભિનેત્રીની ત્રણ ફિલ્મોમાંથી બે ફિલ્મ હિટ જાય અથવા તો પ્રથમ ફિલ્મ જ તેને ઢગલાબંધ એવોર્ડ અપાવે ઉપરાંત ત્રણ વર્ષ જેટલી અલ્પ કારકિર્દી દરમિયાન આમિર ખાન, અક્ષય કુમાર, અજય દેવગણ, સલમાન ખાન જેવા કલાકારો જોડે કામ કરવાની તક મળે તો એ અભિનેત્રીને સ્ટાર કલાકારોની યાદીમાં સમાવી શકાય છે. આ જોતા અસિન થોટ્ટુમકલને એક સ્ટાર કહી શકાય છે. જો કે અસિનને આવા લેબલમાં જરા પણ વિશ્વાસ નથી તેમજ તે પોતાની જાતને રેટ રેસમાં સામેલ પણ કરતી નથી. તેમજ પોતાનું માર્કેટંિગ કરીને લોકપ્રિયતા કે ફિલ્મો મેળવવાની કે સમાચારોમાં ઝળકવાની વાત પણ તેને ગમતી નથી તે મહેનત કરવામાં માને છે અને અહીં લાંબી ઈનંિગ રમવાનો તેનો ઇરાદો છે.
ગયે વર્ષે સુપર હિટ ફિલ્મ ‘રેડી’ પછી તાજેતરમાં તેની ફિલ્મ ‘હાઉસફૂલ-ટુ’ રિલિઝ થઈ છે. આ ફિલ્મ સમીક્ષકોને પસંદ પડી નથી. પરંતુ ફિલ્મ સારું ઓપનંિગ મેળવવામાં નસીબદાર સાબિત થઈ છે. તેની જગ્યાએ બીજી કોઈ અભિનેત્રી હોત તો સુપર હિટ ફિલ્મ આપ્યા પછી તેણે ધડાધડ ફિલમો સાઈન કરીને ફિલ્મની સફળતાની રોકડી કરવામાં પાછું વળીને જોયું નહોત. પરંતુ, અસિને ફિલ્મ સાઈન કરવામાં ઉતાવળ કરી નહોતી. એક વર્ષ પછી તેની ફિલ્મ રિલિઝ થઈ હોવા છતા તેને લોકોની નજરથી દૂર થઈ જવાનો ડર નથી. બે ફિલ્મની રિલિઝ વચ્ચેનો લાંબો ગાળાનું કારણ સ્પષ્ટ કરતા અભિનેત્રી કહે છે, ‘‘આમ મેં યોજનાપૂર્વક કર્યું નહોતું. મને આવી રીતે જ કામ કરવું ગમે છે. હું ઉતાવળ કરવામાં માનતી નથી. અમે ગયા વર્ષની શરૂઆતમાં ‘હાઉસફૂલ-ટુ’નું શૂટંિગ શરૂ કર્યું હતું પરંતુ આ ફિલ્મને બનતા અને રિલિઝ થતા ઘણી વાર લાગી હતી. આ વાત મારા હાથમાં નથી. આ ઉપરાંત મારે ઘણી બધી ફિલ્મો કરવી નથી. કોઈ વાત પૂરવાર કરવાનું મારા પર દબાણ નથી. તેમજ વર્ષ દરમિયાન અમુક ફિલ્મો કરવી જ પડશે એવું પણ કોઈએ મારા પર દબાણ કર્યું નથી. લોકોની નજર સામે નહીં રહેવાને કારણે લોકો તમને ભૂલી જાય છે એવા લોકોના દાવા સાંભળી હું ગભરાતી નથી. મને આ રીતે જ કામ કરવું ફાવે છે.
જો કે સમાચારોમાં વઘુ ઝળક્યા વિના કામ કરવાની તેની પઘ્ધતિ તેને માટે લાભદાયક બની છે. હકીકતમાં ‘હાઉસફૂલ’માં અસિન નિર્માતા સાજિદ નડિયાદવાલા અને દિગ્દર્શક સાજિદ ખાનની પ્રથમ પસંદગી હતી. પરંતુ કોઈ કારણસર વાત જામી નહીં અને તેના સ્થાન પર દીપિકા પદુકોણ આવી ગઈ હતી. આ ઉપરાંત સાજિદે તેને ‘ધન્નો’ આઈટમ ગીત પણ ઑફર કર્યું હતું. પરંતુ, અસિને આ ઑફરનો અસ્વીકાર કર્યો હતો. આ વાત નીકળતા જ સ્મિત ફરકાવી અસિન કહે છે, ‘‘આ વિષય પર ચર્ચા કરવાનો તો કોઈ અર્થ નથી. ભૂતકાળને હવે ઉખેળવાની કોઈ જરૂર નથી. પહેલા ‘હાઉસફૂલ’ અને પછી ‘ધન્નો’ મને ઑફર થઈ હતી. એ પછી ત્રીજી વાર ‘હાઉસફૂલ-ટુ’ માટે તેમણે મારો સંપર્ક કર્યો હતો. ત્યારે મારે ખરેખર તેમની ટીમ સાથે કામ કરવું હતું. આ મારી પહેલી મલ્ટીસ્ટારર ફિલ્મ હતી અને મારે માટે આ એક યાદગાર અનુભવ સાબિત થયો હતો.
નવાઈની વાત તો એ છે કે આ ફિલ્મમાં અસિન ઉપરાંત જેક્વેલિન ફર્નાન્ડિસ, શાઝહાન પદમશી અને ઝરીન ખાન જેવી ચાર અભિનેત્રીઓ હોવા છતા સેટ પર તેમની વચ્ચે લડાઈ-ઝઘડા થયા હોવાનું સંભળાયું નહોતું. ‘‘બધાને આ વાતની ઘણી નવાઈ લાગી હોવાનું હું જાણું છું. આનો શ્રેય અમને (ચાર અભિનેત્રીઓ) અને ફિલ્મ સર્જકોને જાય છે. અમને કોઈ તકલીફ પડે નહીં અને અસુવિધા થાય નહીં તેનું તેમણે પૂરપૂરું ઘ્યાન રાખ્યું હતું. ફિલ્મમાં અમારા સહયોગ અને પાત્ર વિશે અમે બધા શરૂઆતથી જ સ્પષ્ટ હતા. આથી અસલામતી અનુભવવાનો પ્રશ્ન જ ઊભો થયો નહોતો. તેમજ આ બધી અભિનેત્રીઓ ઘણી સાલસ અને મળતાવડી છે. અમને એકબીજા સાથે સારું ફાળતું હતું. આ બધામાં જેક્વેલિન સાથે મારા દ્રશ્યો વઘુ હોવાને કારણે મને તેની સાથે વઘુ બહેનપણા હતા. અમે બધાએ હજુ સુધી એકબીજા સાથે સંપર્ક જાળવી રાખ્યો છે.’’
આ ઉપરાંત અક્ષયકુમાર સાથે પણ કામ કરવાની તેને મઝા આવી હતી. અક્ષય શિસ્તનું પાલન કરવામાં એક્કો છે. અને સૌને પ્રેરણા પૂરી પાડતો હોવાનો તેનો દાવો છે.
આ ફિલ્મમાં અસિન ગ્લેમરસ પાત્રમાં છે અને એક અફવા પ્રમાણે સાજિદે તેને વજન ઊતારવાનો આદેશ આપ્યો હતો. પરંતુ વજન ઊતારવાનો નિર્ણય તેનો પોતાનો જ હતો. કોઈએ તેના પર દબાણ કર્યું નહોતું. ‘રેડી’ દરમિયાન તેનું વજન વધી ગયું હોવાથી તેને પોતાને જ વજન ઓછું કરવાની જરૂરિયાત લાગી હતી. એમ તે કહે છે.
આ ફિલ્મ પછી હવે તેની રોહિત શેટ્ટી દિગ્દર્શિત ‘બોલ બચ્ચન’ ફિલ્મ રિલિઝ થવાની છે. આ ફિલ્મમાં તે અજય દેવગણ અને અભિષેક બચ્ચન સાથે કામ કરે છે. અજય સાથે તેની આ બીજી અને અભિષેક સાથે પહેલી ફિલ્મ છે. આ બંને સાથે મળીને સેટ પર ધમાલ મચાવે છે. એમ અસિન કહે છે. આ ઉપરાંત અસિન શાહરૂખ ખાન સાથે ‘ટુ સ્ટેટ્‌સ’માં કામ કરવાની હોવાની એક અફવા હતી. ‘‘મારી પાસે આવીને કોઈએ આ બાબતનો ખુલાસો માગ્યો નહોતો. આ સમાચાર સાવ ખોટા છે હજુ સુધી આ બાબતે વાત આગળ વધી નથી. આમિર અને સલમાન સાથે કામ કર્યા પછી હવે શાહરૂખ સાથે કામ કરવું મને ગમશે. આ ઉપરાંત રણબીર કપૂર, રણવીર સંિહ, ઈમરાન ખાન અને શાહિદ કપૂર જેવા મારી ઉંમરના અભિનેતાઓ સાથે પણ કામ કરવાની મારી ઈચ્છા છે, ’’ અસિન કહે છે.
અત્યાર સુધી પોતાની કારકિર્દીએ જે આકાર લીધો છે એનાથી અસિનને સંતોષ છે. ટૂંક સમયમાં મેળવેલી સફળતાથી તે ખુશ છે. દક્ષિણમાંથી બૉલીવૂડમાં આવીને સફળતા મેળવનારી ગણીગાંઠી અભિનેત્રીઓમાં નામ સામેલ હોવાનો તેને ગર્વ છે.
બૉલીવૂડના નિયમો પર ચાલ્યા વિના અસિને આ ક્ષેત્રમાં પોતાનું એક ચોક્કસ સ્થાન પ્રાપ્ત કર્યું છે એ વાત સાબિત કરે છે કે તે ધીમે પણ મક્કમ પગલે પોતાના ઘ્યેય તરફ આગળ વધતી જાય છે.ુ

Share |
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved