Last Update : 27-April-2012, Friday

 

બોલીવૂડના મોટા ભાગના ફિલ્મસ્ટાર્સની ઊંચી અને ખોટી પ્રાઈસ
આમિર, સલમાન અને શાહરૂખ ખાન જ એવા ત્રણ એક્ટર છે જેઓ મોટી પ્રાઇસ ટેગને લાયક છે

 

ફિલ્મ સ્ટાર્સની ફિલ્મ દીઠ પ્રાઈસ
રૂા.
આમિર ખાન ૪૦ કરોડ
શાહરુખ ખાન ૨૦-૨૫ કરોડ
સલમાન ખાન ૨૩-૨૭ કરોડ
અક્ષય કુમાર ૧૮-૨૨ કરોડ
હૃતિક રોશન ૧૫-૨૦ કરોડ
અજય દેવગન ૧૦-૧૬ કરોડ
રણબીર કપૂર ૮-૧૦ કરોડ
સૈફ અલી ખાન ૭-૧૦ કરોડ
શાહિદ કપૂર ૭-૮ કરોડ
ઇમરાન ખાન ૫-૭ કરોડ
સંજય દત્ત ૫-૭ કરોડ
અમિતાભ બચ્ચન ૪-૬ કરોડ
સલમાન જેટલા નાણાં એક ફિલ્મ કરીને કમાય છે (રૂા. ૨૩થી ૨૭ કરોડ) એટલા કમાવા કરીના કપૂરે આઠ ફિલ્મોમાં કામ કરવું પડે. ‘હાઉસફુલ’ અને ‘હાઉસફુલ-૨’ જેવી મલ્ટી-સ્ટારના સ્ટાર અક્ષયકુમારે પોતાની સોલો સ્ટારર (જેમાં એ એક માત્ર હિરો હોય) માટે સિનેમા હોલની બહાર વરસો થયા હાઉસફુલના બોર્ડ્‌સ જોયા નથી. પરંતુ છતાં એને એક ફિલ્મમાં કામ કરવાના રૂા. ૧૮થી ૨૦ કરોડ મળે છે. વિદ્યા બાલને ભલે એકલા હાથે ‘કહાની’ને ૬૦ કરોડથી વઘુનો બિઝનેસ કરાવી સુપરહિટ બનાવી હોય અને ‘ધ ડર્ટી પિક્ચર’ માટે ઢગલા મોઢે એવોર્ડ મેળવ્યા હોય, છતાં એ આજે પણ બોલીવૂડની સૌથી વઘુ પ્રાઇસ મેળવતી એક્ટ્રેસ નથી. ફિલ્મસ્ટાર્સની પ્રાઇસીસનું આ ડર્ટી પિક્ચર છે. નેવુના દાયકા સુધી અમિતાભ બચ્ચન એક માત્ર એવા સ્ટાર હતા જેને કરોડોમાં મહેનતાણું ચૂકવાતું હતુ.ં
ફિલ્મસ્ટાર્સની પ્રાઇસ વિચિત્રતાઓથી ભરેલી અને અવાસ્તવિક છે. એમના મહેનતાણાને તમે અભદ્ર અથવા આજ સુધી બનેલી કોઈ પણ સેક્સી હિન્દી ફિલ્મ કરતા વઘુ બીભત્સ ગણાવી શકો. એટલે જ એમની પ્રાઇસીસ વિશે જાણવાની પણ મજા છે.
સૌથી પહેલી વાત તો એ કે સ્ટાર પ્રાઇસીસ ભાગ્યે જ ફિક્સ્ડ હોય છે કારણ કે એક્ટરો પોતાના મિત્ર નિર્માતાઓ અને દિગ્દર્શકોને કન્સેશન્સ આપે છે.વળી, તેઓ યશ ચોપરા કે કરણ જાહેર જેવા મોટા નિર્માતાઓ સામે મોટું મોઢું ફાડવાનીગુસ્તાખી પણ નથી કરતા. કદાચ એટલા માટે કે મોટા બેનર્સમાં કામ કરવાથી ઇન્ડસ્ટ્રીમાં એમનું સ્ટેટસ વધે છે. એથી જ શાહરૂખ ખાન યશ ચોપરા અને કરણ જોહરની ફિલ્મોમાં બીજા બેનર્સ કરતા ઓછી પ્રાઇસમાં કામ કરે છે. વરસો પહેલાં, સલમાન ખાને ઇન્ડસ્ટ્રીમાંથી ફેંકાઈ ગયેલા સાવનકુમાર ટાકની વિનંતિથી એમની ફિલ્મને સેલેબલ બનાવવા એમાં મામૂલી રકમમાં કામ કર્યું હતું. આ ઉપરાંત, કોઈ સ્ટારને જો ઢાંસુ સ્ક્રીપ્ટ વાંચવા મળી હોય અથવા તો એને કોઈક મોટા ગજાના નિર્માતા કે દિગ્દર્શક સાથે ફિલ્મ કરવાના ઓરતા હોય તો એને પોતાની ફ્રીમાં કન્સેશન આપવામાં વાંધો નથી હોતો. આખરે તો નિર્માતાઓ અને દિગ્દર્શકોને જેટલી ટોપ સ્ટાર્સની જરૂર હોય છે એટલી જ સ્ટાર લોકોને સારી સ્ક્રીપ્ટો, મોટા બેનરો અને સફળ દિગ્દર્શકોની જરૂર હોય છે.
જાણીને નવાઈ લાગે કે ફિલ્મ સ્ટારની પ્રાઇસ પણ કોઈ પ્રોડક્ટની જેમ ડિમાંડ એન્ડ સપ્લાયના નિયમો મુજબ નક્કી થાય છે. ડિમાંડ જેટલી ઊંચી હોય અને સપ્લાય (એટલે કે સ્ટારની ડેટ્‌સ) જેટલી નીચી હોય એટલી પ્રાઇસ ઊંચી હોવાની. ટોચના હિરો લોકોના ગુ્રપને એક યુનિટ ગણીએ અને બધા નિર્માતાઓનું મળીને બીજું યુનિટ ગણીએ તો એક વાત દીવા જેટલી સ્પષ્ટ થઈ જાય છે કે સપ્લાય કરતા સ્ટાર્સની ડિમાંડ ઘણી વઘુ છે. એટલા માટે કે દર વરસે ૧૪૦થી ૧૫૦ હિન્દી ફિલ્મોનું નિર્માણ થાય છે. પરંતુ એની સામે વેચાય એવા અથવા તો જેમને લીડ રોલમાં લઈ શકાય એવા હિરો માંડ ૧૪ કે ૧૫ છે. એવું જ હિરોઈનોનું છે. એ હિસાબે દરેક સ્ટાર વરસે સરેરાશ ૧૦ ફિલ્મ કરતો હોવો જોઈએ પણ એવું બનતું નથી. આમિર ખાન અને શાહરૂખ ખાન જેવા પસંદગીમાં અતિ ચીકણા હિરો વરસે માંડ એક કે બે ફિલ્મ કરે છે. જ્યારે બીજા સલમાન અને અક્ષય જેવા એ ગ્રેડના એક્ટરો વરસે ૨, ૩ કે ૪ ફિલ્મમાં દેખાય છે.
આપણા એક્ટરો અને એમાં પણ ખાસ કરીને એ લિસ્ટમાં આવતા આર્ટિસ્ટોને એકદમ કઢંગી કહી શકાય એટલી ઊંચી પ્રાઇસ ચુકવાય છે એ એક ઉઘાડુ રહસ્ય છે. દર વરસે ૮૦ ટકા ફ્‌લોપ અને ૨૦ ટકા હિટ ફિલ્મોનો રેશિયો જોઈએ તો એના પરથી પણ એવું સ્પષ્ટ તારણ નીકળે કે આપણાં સ્ટાર્સ આટલી ઊંચી પ્રાઇસના હકદાર નથી. દર વરસે ૮૦ ટકા ફિલ્મો બોક્સ ઓફિસ પર અડિયલ ટટ્ટુની જેમ બેસી જાય છે અને ૯૦ ટકા હિન્દી ફિલ્મો એમના લીડ એક્ટરોને ચુકવાયેલી મોટી પ્રાઇસને વાજબી ઠેરવે એવુ સારું ઓપનંિગ પણ લઈ નથી શકતી એનો વિચાર કરીએ તો એક વાત દીવા જેટલી સ્પષ્ટ થઈ જાય છે કે બોલીવૂડના મોટાભાગના સ્ટાર્સને એમની લાયકાત કરતા ઘણું વઘુ વળતર ચૂકવાય છે. ફિલ્મની રિલીઝના પહેલાં ત્રણ દિવસમાં કયો સ્ટાર કેટલા દર્શકો મલ્ટિપ્લેક્સીસ અને સંિગલ સ્ક્રીન થિયેટરોમાં ખેંચી લાવે છે એના આધારે એની માર્કેટ વેલ્યુ નક્કી થાય છે. એ દ્રષ્ટિએ તમે એક્ટરને ફિલ્મનો આઇએસઆઇ માર્કો ગણી શકો. બોક્સ ઓફિસ પર સારો ઇનિશિયલ બિઝનેસ ખેંચવાની પોતાની તાકાતના જોરે જ ફિલ્મસ્ટાર્સ ૧૦, ૧૫ કે ૨૦ કરોડની પ્રાઇસ માગે છે. હકીકતમાં આમિર, સલમાન અને શાહરુખ જ એવા ત્રણ સ્ટાર્સ છે. જેઓ પોતાની પાત્રતા પ્રમાણેની પ્રાઇસ મેળવે છે. અજય દેવગણ અને હૃતિક રોશન ધીમે-ધીમે એ પોઝિશન તરફ આગળ વધી રહ્યા છે. પરંતુ વચ્ચે એકાદ ‘ગુઝારિશ’ કે ‘આક્રોશ’ જેવી ફિલ્મ આવીને એમને પાછા નીચે ખેંચી લાવે છે.
ખરું પૂછો તો અક્ષયકુમારની ૨૦ કરોડની પ્રાઇસ ટેગ ખોટી છે કારણ કે એની સોલો ફિલ્મો ઘણા વખતથી બોક્સ ઓફિસ પર ચાલતી નથી. એજ રીતે સની દેઓલ, શાહિદ કપૂર અને સૈફ અલી ખાન ક્યારેક વચ્ચે એકાદ સફળ ફિલ્મ આપી દે છે, પરંતુ સમગ્ર તથા એમનો રેકોર્ડ પણ બહુ સારો નથી. બોક્સ ઓફિસ પર એમના પરફોર્મન્સમાં આમિર, સલમાન અને શાહરુખ જેટલું સાતત્યાર નથી.
નવાઈની વાત એ છે કે બોલીવૂડના ટોપના જે ડઝનેક સ્ટાર્સ છે એમના પે પેકેટમાં ફિલ્મ ફ્‌લોપ જાય તો કાપ નથી મૂકાતો. આ બધામાં આમિર ખાનનો ક્લાસ જુદો છે. એ પોતાની ફી ઉપરાંત ફિલ્મના નફામાં પણ ભાગ માગે છે. એને કારણે એની પ્રાઇસ વધીને ફિલ્મ દીઠ રૂા. ૪૦ કરોડ જેટલી થઈ જાય છે.
પુરુષ પ્રધાન સમાજમાં નાયિકા પ્રધાન ફિલ્મો કરતા નાયક પ્રધાન ફિલ્મોને વઘુ સારું ઓપનંિગ મળતું હોય તો એમાં કોઈ નવાઈ નથી. નો વન કિલ્ડ જેસિકા અને કહાની જેવી મહિલા કેન્દ્રી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધીમી શરૂઆત કર્યા બાદ પછીથી જ ગતિ પકડી હતી. ધ ડર્ટી પિકચરને પણ ભલે નાયિકાપ્રધાન ફિલ્મ ગણાવાય પરંતુ એમાં ત્રણ હિરો અને હિટ ગીતો ઉપરાંત ગરમાગરમ દ્રશ્યો પણ હતા એ ન ભુલવું જોઈએ. ‘હિરોઈન’ માટે કરીના કપૂરને ભલે રૂા. ૪ કરોડની પ્રાઈસ ચુકવાઈ પણ ફિલ્મના નફામાંથી એને એક ટકો ભાગ પણ મળવાનો નથી. આ બઘુ જોતા બોલીવુડમાં હિરોઈનોના મહેનતાણામાં ખાસ કોઈ ક્રાંતિ નથી આવી. હિરોની સરખામણીમાં એકવીસમી સદીમાં પણ હિરોઈનને ઘણું ઓછું વળતર ચૂકવાય છે.
સ્ટાર્સની પ્રાઈસ આકાશને આંબતી હોય ત્યારે ‘કેપ્ટન ઓફ ધ શીપ’ ગણાતા દિગ્દર્શકો શા માટે પાછળ રહે? ઊંચુ મહેનતાણું મેળવતા દિગ્દર્શકોમાં રાજકુમાર હિરાની, રોહિત શેટ્ટી, અનીસ બઝમી, ફારાહ ખાન, ઇમ્તિયાઝ અલી, રાજકુમાર સંતોષી, પ્રભુ દેવા અને સાજિદ ખાનનો સમાવેશ છે. એ પૈકી હિરાની જેવા ટોચના સર્જકો તો ફિલ્મના નફામાં ભાગ પણ માગે છે. એને કારણે ફિલ્મ દીઠ એમની ફી વધીને રૂા. ૨૦ કરોડથી પણ વઘુ થઈ જાય છે. જ્યારે બીજા ટોચના દિગ્દર્શકો ફિલ્મદીઠ રૂા. ૩ ક.થી ૧૦ કરોડ વચ્ચે ચાર્જ કરે છે.ુ

Share |
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved