Last Update : 27-April-2012, Friday

 

ઇમરાન ખાન ઃ ‘સ્ટારડમ ક્ષણ ભંગુર છે’

 

૨૦૧૧ની હિટ ફિલ્મ ‘દિલ્હી બેલી’ અને ‘મેરે બ્રધર કી દુલ્હન’ના મુખ્ય અભિનેતા ઇમરાન ખાનની એક ખાસિયત એ છે કે તે સફળતા કે નિષ્ફળતાને તેના પર હાવી થવા દેતો નથી. તેનો પરિવાર અને મિત્રો તેના પગ જમીન પર ટકાવી રાખતા હોવાનો ઇમરાનનો દાવો છે.
પોતાની પ્રથમ લગ્ન તિથિ (૧૦ જાન્યુઆરી) ધામઘૂમથી ઉજવવાને બદલે ઇમરાન તેની પત્ની અવંતિકા મલિક સાથે અવંતિકાના એક અંગત મિત્રના લગ્નમાં ગયો હતો. જોકે આ દિવસના સંભારણા રૂપે ઇમરાને તેની પત્નીને એક કંિમતી ઘરેણું ભેટમાં જરૂર આપ્યું હતું.
ઇમરાનની પ્રશંસા કરતા અવંતિકા કહે છે, ‘એક વ્યક્તિ તરીકે ઇમરાન શ્રેષ્ઠ છે. કારણ કે તે તમને પૂરતો સમય આપે છે અને ટેકો પણ પૂરો પાડે છે આટલું જ નહીં તે તમને પૂરેપૂરી સ્વતંત્રતા આપે છે. આથી તેની સાથે રહેવાનો આનંદ અનેરો જ છે. તે મારી ઘણી કાળજી રાખે છે આ વાત મારે માટે એને શ્રેય આપવો જ જોઈએ.’
આ ઉપરાંત અવંતિકા એમ પણ કહે છે કે ઇમરાનને ચમચાઓથી કે જી હજુરિયાએથી ઘેરાઈ રહેવાનું ગમતું નથી. કારણ કે તેને લાગે છે કે આમ કરવાથી તે વાસ્તવિકતા સાથે સંપર્ક ગુમાવી દેસે અને તેની આ વાત જ તેને સ્પર્શી ગઈ છે.
સામે પક્ષે ઇમરાન પણ અવંતિકા તેની જીવનસંગિની હોવાની વાતનો ગર્વ વ્યક્ત કરે છે. પછી તે ઉમેરે છે, ‘‘જંિદગી ઘણી મુશ્કેલ છે. રોમાન્ટિક કે પછી માતા-પિતા સાથેના સંબંધો ઘણા મુશ્કેલ છે. આ સંબંધો સાચવવા માટે ઘણી મહેનતની જરૂર છે.
હું કરું છું તે દરેક વસ્તુઓ યોગ્ય રીતે થાય એ માટે હું મહેનત કરું એ આવશ્યક છે. મેં સાત ફિલ્મ કરી છે જેમાની બે ફ્‌લોપ ગઈ છે અને બાકીની ફિલ્મોને સફળતા મળી છે. આ પરિણામ ઉત્સાહજનક છે આથી હું રાત્રે સુખની નિદ્રા માણી શકું છું અને હું જે કરી રહ્યો છું એ યોગ્ય છે એ વાતનો સંતોષ માણી શકું છું.’’
જોકે ‘કિડનેપ’ અને ‘લક’ જેવી ફિલ્મોની નિષ્ફળતાથી ઇમરાને નિરાશા જરૂર થઈ હતી. પરંતુ છેલ્લા બે વરસ દરમિયાન મળેલી સફળતાથી તે ખુશ છે. આ ઉપરાંત સારા દિગ્દર્શકો, નિર્માતાઓ અને સહકલાકારો સાથે કામ કરવાનો આનંદ પણ ઇમરાનને છે. સોનમ કપૂર અને દીપિકા પદુકોણ તેના સારા મિત્રો બની ગયા હોવાનું તે કહે છે. સફળતાનો પ્રશ્ન છે તો, ઇમરાન આ બંનેને તેના પર હાવી થવા દેતો નથી તે માને છે કે જીવનમાં ઘણી વસ્તુઓ પર આપણો કાબુ હોતો નથી આથી તે વસ્તુઓની આપણા પર અસર થવા દેવી જોઈએ નહીં તે એમ પણ માને છે કે તેને સફળતા અપાવવા પાછળ આ ફિલ્મો જોનારા દર્શકોનો ફાળો ઘણો છે.
મોટા ભાગના કલાકારો તેમની કારકિર્દી ટોચ પર હોય ત્યારે લગ્નથી દૂર રહે છે જ્યારે ઇમરાને બોલીવૂડમાં પ્રવેશ્યા પછી ત્રીજા જ વર્ષે અવંતિકા સાથે લગ્ન કરવાની હંિમત કરી હતી. ‘‘મારે માટે મારા અંગત અને પ્રોફેશનલ જીવન વચ્ચે કોઈ સંબંધ નથી મને નથી લાગતું કે ફિલ્મની સફળતા આવા અંગત નિર્ણયો લેવામાં મદદ કરતી હોય. મારી કોઈ ફિલ્મ સારી ચાલે તો હું મારે માટે કોઈ સારી વસ્તુ ખરીદી શકું છું અને એજ કારણે મેં ‘ફેરારી કેલિફોર્નિયા’ ખરીદવાનો નિર્ણય કર્યો હતો.’’ ઇમરાન કહે છે. અવંતિકા સ્ટુડિયો ૧૮માં ફિલ્મ નિર્માતા તરીકે ફરજ બજાવે છે. આથી ઇમરાન તેની સાથે સ્ક્રિપ્ટ બાબતે ચર્ચા કરતો હોય એ સ્વાભાવિક છે. ઇમરાને કબૂલ કર્યા પ્રમાણે અવંતિકાને સ્ક્રિપ્ટ અને ફિલ્મની વાર્તા બાબતે સારી સૂઝ છે. તેને ફિલ્મ જોઈને તેના સારા અને નરસા પાસાની આસાનીથી પણ થઈ જાય છે. એક તબક્કે તેની સાથે કામ કરવાની શક્યતા ઇમરાન નકારતો નથી.
વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘માતૃ કી બીજલી કા મંડોલા’ તેની કારકિર્દીની સૌથી અઘરી ફિલ્મ હોવાનું ઇમરાન કહે છે. જોકે આ ફિલ્મમાં વિશાલનો સાથ હોવાથી તેને ચંિતા નથી એમ ઇમરાન ઉમરે છે.
‘‘કારકિર્દીમાં પ્રથમ વાર હું કોઈ અનુભવી દિગ્દર્શક સાથે કામ કરી રહ્યો છું. વિશાલે ઘણી સારી ફિલ્મો બનાવી છ.ે અત્યાર સુધી મેં કરેલી દરેક ફિલ્મ એક નવા દિગ્દર્શકની હતી. વિશાલની ફિલ્મ માટે અમે એક વર્કશોપ કરી હતી. એમાં દિગ્દર્શક અને કલાકારોએ એક ટેબલ ફરતે બેસીને પોતપોતાના દ્રશ્યો વાંચીને તેમના ટાઇમંિગનો ખ્યાલ મેળવ્યો હતો.’’ આમ ઇમરાન કહે છે.
ઇમરાને જણાવ્યા પ્રમાણે તેને આજીવન યાદ રહે એવા સંભારણા અને અનુભવો મેળવવા છે જે પ્રસિદ્ધી અને સ્ટારડમના અંત પછી તેને છેવટ સુધી સાથ આપે.

Share |
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved