Last Update : 27-April-2012, Friday

 

ફિલ્મ ઃ ‘ભૂમિકા’ (’૭૭)

- અશોક દવે

ગીતો
૧. તુમ્હારે બિના જી ના લગે ઘરમેં... પ્રીતિ સાગર
૨. સાવન કે દિન આયે સજનવા આન મિલો પ્રીતિ સાગર- ભૂપેન્દ્ર
૩. મેરા જીસ્કીલા બાલમ ના આયા પ્રીતિ સાગર
૪. મેરે જીંદગી કી કશ્તિ, તેરે પ્યારકા સહારા ચંદ્રુ આત્મા
૫. ઘટ ઘટ મેં રામ રમૈયા (રાગ ઃ લલિત) ફિરોઝ દસ્તૂર
૬. મોંદર બાજુ રે (રાગ ઃ શુદ્ધ કલ્યાણ) સરસ્વતિ રાણે
૭. મોંદર બાજુ રે (રાગ ઃ શુદ્ધ કલ્યાણ) મીના ફાતરપેકર, ઉત્તરા કેલકર
(ગીતકારો ઃ વસંત દેવ (૩), મજરૂહ (૧, ૨), રાજા મેંહદીઅલી ખાન
(૪) બાકીના પારમ્પરિક)
ફિલ્મ ઃ ‘ભૂમિકા’ (’૭૭)
નિર્માતા ઃ ફેની વરિયાવા
દિગ્દર્શક ઃ શ્યામ બેનેગલ
સંગીત ઃ વનરાજ ભાટિયા
થિયેટર ઃ સંભવતઃ - એડવાન્સ (અમદાવાદ)
રનંિગ ટાઇમઃ ૧૪ રીલ્સ ઃ ૧૪૫ મિનિટ
કલાકારો ઃ સ્મિતા પાટિલ, અમોલ પાલેકર, અનંત નાગ, નસીરૂદ્દીન શાહ, અમરીશ પુરી, સુલભા દેશપાંડે, ઓમ પુરી, કુલભુષણ ખરબંદા, જી. એમ. દુરાની
સ્ત્રીના ચરિત્ર ઉપર પુરુષની પ્રતિષ્ઠા અવલંબિત હોઈ શકે છે. સીધો દાખલો ઃ દાખલો આપવા પૂરતું માની લઈએ કે, તમે સીધા માણસ છો. (હસવાનું નહિ !) તમારી નજર ખરાબ નથી અને... કશું જ ખરાબ નથી. ચરિત્રના મામલે આજ સુધી તમારા નામે કોઈ કલંક નોંધાયું નથી, પણ રસ્તે જતા અચાનક કોઈ સ્ત્રી તમારી જાણ બહાર અથડાય અને તમે કાંઈ રીએક્ટ કરી શકો, તે પહેલાં તો ચીસ પાડીને બધાની વચ્ચે તમને ગાળ દે, ‘‘સાલા નાલાયક... તારા ઘરમાં માં-બહેન નથી ?... ચાઇ- જોઇને મને અથડાય છે તે...?’’
કબૂલ કરો કે, રસ્તે ઊભેલાઓમાંથી એક પણ જણ તમારી ફૅવર કરવાનું છે ખરું ? એમાં ય પેલી સ્ત્રી જરાક અમથી સુંદર હશે તો એના કેટલા ભાઈઓ (અને ફાધરો...!!!) ફૂટી નીકળશે. તમારા કોઈ ખુલાસાની જરૂર જ નહિ. લોકો સીધા તમને ધમકાવવા કે ફટકારવા માંડશે... આખી જંિદગી જે ચરિત્ર અને પ્રતિષ્ઠાને તમે દીકરીની જેમ સાચવી રાખી હતી. તે એક દુષ્ટ સ્ત્રીના આક્ષેપથી કલંકિત થઈ ગઈ ને તમે કશું કરી શકતા નથી.
સ્ત્રીઓ અંગે દરેકનો અનુભવ નોખો નોખો હોય પણ એક બાબતે સર્વસંમતિ કે, તમારા ટચમાં આવેલી સ્ત્રીની તમે પ્રશંસા કરતા રહો, એનું સારું બોલો, એ કહે તેમ ચલાવતા રહો અને એને જ્યાં સુધી તમારી જરૂરત છે, ત્યાં સુધી જ તમે કામના માણસ, એક વખત તમારા માટેની એની ગરજ પૂરી થઈ ગઈ અને બીજો મળી ગયો, પછી આવી સ્ત્રીઓ કાચી સેકંડમાં તમને ફેંકી દે... કોઈ પણ આક્ષેપ મૂકીને, કોઈ પણ નીચલી કક્ષાએ ઉતરી જઈને !
એની લાઇફમાં નવા આવેલા બીજા પુરુષને તમે સમજાવી પણ શકતા નથી કે, ‘‘બેટા, આજે હું હતો... કાલે તારો ય વારો આવશે. આ સ્ત્રીને હજી તેં મારા જેટલી ઓળખી નથી. એને પુરુષો બદલાની આદત પડી ગઈ છે. તારી એને જરૂરત છે ત્યાં સુધી જ તું વિશ્વોત્તમ પુરુષ... જરૂરત પતી ગઈ ને એને નવો મળી ગયો પછી તને એવા રસ્તે ફેંકી દેશે, જ્યાંથી પાછા આવવા તને રીક્ષા ય નહિ મળે !’’
બસ.. એક્ઝેટ, આ જ વિષયવસ્તુ ઉપર શ્યામ બેનેગલે અદ્‌ભુત ફિલ્મ બનાવી હતી, ‘ભૂમિકા’. ઉપરની વાત જેવો અનુભવ તમને સાડા આઠ ટકા પણ થયો હોય તો આ ફિલ્મ જોઈ લેવા જેવી છે... (અને તમે એવી સ્ત્રી હો તો તો ખાસ જો જો... નવા પુરુષને મિત્ર બનાવવાની તરકીબો ફિલ્મની હિરોઇન ઉષા (સ્મિતા પાટિલ) તમને ૧૪૫ મિનિટમાં શીખવી દેશે. વિષયવસ્તુ ૭૦- ૮૦ વર્ષ પહેલાના ભારતની છેે, પણ સ્ત્રીઓની આ ઇતર પ્રવૃત્તિ તો રામાયણ- મહાભારતના વખતથી ચાલી આવે છે અને જો ઇ.સ. ૨૦૧૨ના આ ડીસેમ્બરની ૧૨મી તારીખે સમગ્ર પૃથ્વીનો વિનાશ નક્કી જ હોય અને નવી પૃથ્વી બનાવવાના ઓર્ડરો અપાઈ ગયા હોય તો ત્યારે પણ સ્ત્રીઓ આવી જ રહેવાની. કોઈ પંખો ચાલુ કરો !
ઇન ફૅક્ટ શ્યામ બેનેગલે આ ફિલ્મ ’૪૦ના દાયકાની મરાઠી સ્ટેજ અને ફિલ્મ અભિનેત્રી હંસા વાડકરની મરાઠી આત્મકથા ઉપરથી બનાવી છે. આમ તો દરેક ફિલ્મની શરુઆતમાં બધા નિર્માતાઓ પાટિયું મારી દેતા હોય છે કે, મતલબ આ ફિલ્મના કોઈ પણ પાત્રો કે ઘટના સાથે હાલમાં જીવિત કે મૃત્યુ પામેલ કોઈ વ્યક્તિ ઉપરથી આ ફિલ્મ બનાવવામાં આવી નથી. જો કોઈને એમ લાગતું હોય તો તે એક સંયોગમાત્ર છે.’ એવું આ ફિલ્મના ટાઇટલ્સમાં ય લખવામાં આવ્યું છે. પણ મરાઠી સાહિત્ય અને ફિલ્મો સાથે સંકળાયેલા જાણકારોના મતે, હંસા વાડકરે એના ફિલ્મી જીવન દરમ્યાન ફિલ્મ ‘નવરંગ’વાળા વ્હી. શાંતરામે એને પ્રેમજાળમાં ફસાવીને એને લૂંટી લીધી હોવાની આડકતરી સાબિતીઓ આત્મકથામાં આપી છે.
મતલબ, કદાચ સાચું પણ હોય તો ય, વ્હી. તો કારણ વગરના ભરાઈ ગયા ને ? હંસા પરિણીત હોવા છતાં કોઈ એક પુરુષની થઈને રહી નહોતી. (ને નિખાલસતાપૂર્વક આત્મકથામાં એનો એકરાર પણ કર્યો છે.) ફિલ્મ બનાવવામાં શ્યામ બેનેગલે ઘ્યાન એ રાખ્યું છે કે, હંસાના લફરાબાજ જીવનમાં આવેલા અનેક પુરુષો (અમોલ પાલેકર, અનંત નાગ, અમરીશ પુરી કે નસીરૂદ્દીન શાહ)ને કે ખુદ હંસાને શ્યામે દોષિત ઠરાવ્યા નથી. દોષિત કોણ છે અથવા દોષિત કહેવાય કે નહિ, એ તર્કબુદ્ધિ શ્યામે પ્રેક્ષકો ઉપર છોડી છે. એમણે પોતાનો ઓપિનિયન ક્યાંય નથી આપ્યો કે, ‘‘જુઓ, ભોલીભાલી સ્મિતા પાટિલનો સેક્સ માટે ઉપયોગ કરીને અમરીશે કેવી છોડી દીધી ? કે પછી આટઆટલા પુરુષો બદલતી સ્મિતા આમ જુઓ તો હીરોઇન નહિ, વેશ્યા જ કહેવાય ને ? એવો કોઈ ઇશારો શ્યામે નથી કર્યો. એમણે દર્શકોની બુદ્ધિ ઉપર વિશ્વાસ રાખ્યો છે કે, નક્કી તમે જ કરો કે, સેક્સના મામલે અસલી ગુન્હેગાર કોણ, પુરુષ કે સ્ત્રી... ? કે પછી, બેમાંથી કોઈ નહિ !!!’’
અલબત્ત, સ્ત્રી હીરોઇનના સ્થાને હોય કે, શાકવાળી- દૂધવાળીને સ્થાને હોય, એની મરજી વિના જગતનો સહુથી નઠારો પુરુષ પણ એક ઇંચ આગળ વધી શકતો નથી, એવી સમજ અવ્યક્તપણે આ ફિલ્મમાં શ્યામે આપી જ છે. આત્મકથામાં મોટા ભાગે તો પોતાનું ઢાંકીને બીજા ઉપર દોષારોપણ કરવાનું હોય છે અથવા સો કોલ્ડ નિખાલસતા બતાવવા લેખકો પોતાના દુર્ગુણો એ રીતે બતાવશે જે અવ્યક્તપણે એમનો ગુણ સાબિત થાય જેમ કે... ‘‘... ‘‘કબૂલ કરું છું કે મારી લોકપ્રિયતાથી પ્રેરાઈને અનેક સ્ત્રીઓએ મારી નજીક આવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ હું સુખી દાંપત્યજીવનનો પુરસ્કર્તા હોવાથી દરેકને હુુંં વિનયપૂર્વક ના પાડી દેતો, તો કેટલીકે મને નપુંસક અને કાયર કીધો.. તો હા ભ’ઇ, મર્દાનગી પરસ્ત્રી સાથે સંબંધો બાંધવાથી જ મપાતી હોય તો હું ચોક્કસ નપુંસક છું... મારી પત્નીનો આવો મત નથી, તેથી સુખી છું.’’ વાચકોનું ઘ્યાન ખેંચવા અને પોતાના પ્રત્યે સહાનુભૂતિ મેળવવા ઉપરાંત એક આદર્શ પુરુષની છાપ પ્રસ્થાપિત કરવા લેખકો આવી કહેવાતી નિખાલસતા બતાવતા હોય છે, એવી નિખાલસતા હંસા વાડેકરે ક્યાંય બતાવી નથી. એના ફિલ્મી અને અંગત જીવનમાં આવેલા તમામ પુરુષોમાંથી કોઈએ ‘એને’ ફસાવી છે, એવું હંસીએ ક્યાંય વ્યક્ત કે અવ્યક્તપણે કીઘું નથી. પોતે સંજોગોનો શિકાર બનીને પરપુરૂષો સાથે દેહસંબંધ બાંધતી હતી, એવું ય એણે કીઘું નથી. અવારનવાર પુરૂષો બદલતા રહેવામાં એનો ચોખ્ખો હેતુ એ ચોક્કસ દેખાઈ આવે છે કે, અલ્ટિમેટલી એને લાઇફમાં શાંતિ જોઈતી હતી, ઠરીઠામ થવું હતું, એ પુરુષના દેહની ભૂખી નહોતી, પુરુષ આપી શકે એ સ્ટેટસ, હૂંફ અને શાંતિની ભૂખી હતી.
નાઉ જસ્ટ થિન્ક ઓફ ઇટ... આટલો બધો વિયર્ડ લાગે એવો રોલ તો સ્મિતા પાટિલ સિવાય બીજી કોણ કરી શકવાની હતી ? કોઈ નહિ ને ?
સ્મિતા પાટિલ શ્યામ બેનેગલની શોધ છે, પૂનાની ફિલ્મ્સ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટયૂટમાં એક્ટંિગ શીખીને આવેલી સ્મિતાને શ્યામે પહેલી વાર ‘ચરણદાસ ચોર’માં ચમકાવી, આપણે તો, ‘હેંએએએએ...’ બોલી નાખીએ કે, ’૫૫માં જન્મીને ’૮૬માં ગુજરી ગયેલી સ્મિતા પાટિલે આટલા ટૂંકા ગાળામાં ૭૫ હંિદી ફિલ્મોમાં કામ કરી લીઘું હતું. ’૭૦નો એ દાયકો શ્યામ બેનેગલ, ગોવંિદ નિહલાણી, બાસુ ચેટર્જી, બાસુ ભટ્ટાચાર્ય, ગિરીશ કર્નાડ જેવા સર્જકોને કારણે ‘પૅરેલલ સિનેમા’ તરીકે ઓળખાયો. બાકી આપણે કાયમ જોતા હોઈએ, એને એ લોકો ‘મેઇનસ્ટ્રીમ સિનેમા’ તરીકે ઓળખે, સાવ સાદી ભાષામાં આર્ટ ફિલ્મ અને કમર્શિયલ ફિલ્મ કહેવાય, તો શશી કપૂરે જુદી અને વાસ્તવિક વ્યાખ્યા આપી હતી કે, હંિદી ફિલ્મોમાં આર્ટ કે કમર્શિયલ ફિલ્મ જેવું કાંઈ હોતું જ નથી.. કાં તો સારી ફિલ્મ કહેવાય ને કાં તો નબળી ફિલ્મ... બસ ! તો અવળચંડા આઇ.એસ. જોહરે એની મજાક પ્રમાણે જરા ગમ્મત પડે એવી વ્યાખ્યા આપી હતી કે, ‘ભારતમાં બે પ્રકારની ફિલ્મો બને છે... એક ખરાબ ફિલ્મ અને બીજી... બહુ ખરાબ ફિલ્મ.’
આ જે શ્યામ, ગોવંિદ કે ગીરિશ બનાવતા, એ ફિલ્મોમાં શિક્ષિત વર્ગના દર્શકો માટે એક ચીજ સારી બનતી કે, એમાં ફિલ્મ કે એની વાર્તાને મહત્ત્વ અપાય. એ લોકો માટે અમિતાભ બચ્ચન કે ઓમ પુરી વચ્ચે કોઈ ભેદ નહતો, પાત્ર અગત્યનું હતું. સૌથી મોટી વાત એ હતી કે, આ પેરેલલ સિનેમાના દિગ્દર્શકો સત્યજીત રે કે મૃણાલ સેનો બનાવતા એવી દંભી ફિલ્મો ય બનાવતા નહોતા, જેમાં રજૂઆત પ્રેક્ષકોને મુંઝવવા માટે મોટું કામ કરતી. શિક્ષિત ઘરોનો એક પાછો દંભી વર્ગ આપણે ત્યાં અત્યારે ય ખરો કે, જેમાં સમજ ન પડે, એવી સો-કોલ્ડ કલાત્મક ફિલ્મના ઉછળી ઉછળીને વખાણ કરવાના. સરકારોમાં તો અમથી ય લાંબી બુદ્ધિ હોય નહિ, એટલે આવી ફિલ્મો કે એના બનાવનારાઓને નેશનલ એવોર્ડ આપી દેવાના. આપણા ડ્રોઇંગરૂમવાળાઓ ખુશ ! આખી દુનિયામાં અનેક એવોર્ડ જીતી લાવનારી ઇંગ્લિશ ફિલ્મ જોતી વખતે આપણા ભાઈઓ અડધી ફિલ્મે તો તૌબા પોકારી ગયેલા... એકી કરીને પાછા આવવાની ય હંિમત નહોતી ચાલતી,પણ બહાનુ બહુ કામમાં આવતું માટે ફિલ્મમાં બેસી રહેનાર કરતા એકી કરવા જતો વર્ગ બહુ મોટો હતો.. સવાલ એટલો જ હતો કે, આવો મૂઢ માર ખાઈને આવનારા આપણા ગુજ્જુભાઈઓ બહાર પાછા આ ફિલ્મ વિશે બહુ મોટી મોટી વાતો કરે, જાણે ખૂબ અંજાયા હોય !
સદ્‌નસીબે, ગોવંિદ નિહલાણી (અર્ધ સત્ય) કે શ્યામ બેનેગલોએ એવી ફિલ્મો બનાવી જે ભલે મનોરંજક નહોતી, પણ દંભ વગરની અર્થપૂર્ણ ફિલ્મો હોવાના કારણે સામાન્ય પ્રેક્ષકોને ય થિયેટરો સુધી ખેંચી લાવતી. આ લોકોના એક્ટરોની પાછી ટીમ નક્કી જ હોય. સ્મિતા પાટિલ ન હોય તો શબાના આઝમી, બાકી બધી ફિલ્મોમાં નસીરૂદ્દીન શાહ, ઓમ પુરી, ડો. મોહન અગાશે, સાઘુ મેહર, અમરીશપુરી, કુલભુષણ ખરબંદા, અનંત નાગ કે સવિતા બજાજ હોય જ. ’૭૦ના દાયકાની આ ફિલ્મો ‘મંથન’, ‘ભૂમિકા’, ‘આક્રોશ’, ‘ચક્ર’, ‘ચિદમ્બરમ’, ‘મિર્ચ મસાલા’, ‘નિશાંત’, ‘ગમન’ ગુજરાતી ફિલ્મ ‘ભવની ભવાઈ’, ‘આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યું આતા હૈ’’, ‘બાઝાર’, ‘અર્થ’ અને ‘મંડી’ જેવી ફિલ્મોમાં કામ કર્યા પછી સ્મિતાએ અમિતાભ બચ્ચન સાથે ‘નમકહલાલ’ જેવી અનેક કમર્શિયલ ફિલ્મોમાં ય પોતાની અભિનયક્ષમતા પુરવાર કરી દીધી. આવી ફિલ્મોમાં શબાના આઝમી ય નૅક-એન્ડ-નૅક જતી હતી, તો સ્વાભાવિક છે, સ્મિતા એને બધે નડતી હોય... ફિર ક્યા ? પોલિટિક્સ અને છીછરી ગેઇમ્સ રમીને શબાનાએ સ્મિતાનો કાંટો ફિલ્મોમાંથી કઢાવી નાંખ્યો. શબાના પાસે બૅકંિગ કેટલું મોટું, એ તમે ક્યાં નથી જાણતા ?
મુંબઈમાં પહેલી વાર ટી.વી. આવ્યું ત્યારે મુંબઈ દૂરદર્શન પર બે નામો બહુ ગાજેલા. એક લુકુ સાન્યાલ અને બીજી સ્મિતા પાટીલ. આ લુકુ એટલે ન્યુ થિયેટર્સની ફિલ્મોના જાણીતા હીરો અને છેલ્લે છેલ્લે રાજેશ ખન્નાની ફિલ્મ ‘આરાધના’માં શર્મિલા ટાગોરના પિતા બનતા પહાડી સાન્યાલની દીકરી. કમનસીબે આજના ફિલ્મ સ્ટાર પ્રતીક બબ્બરને જન્મ આપ્યાના બે જ સપ્તાહમાં સ્મિતા ગુજરી ગઈ.
અમોલ પાલેકર તો બધે બેસ્ટ જ હોય, એમાં મેં નવું શું કીઘું ? કેટલો સાહજીક એક્ટર હતો એ ! એને કોઈ પણ રોલ આપો એ અમોલ પાલેકર સહેજ પણ નહિ લાગે.. જે તે રોલ કર્યો હશે એ પાત્ર લાગશે. કમનસીબે આટલી સુંદર ફિલ્મો આપ્યા પછી એને નિર્માતા- દિગ્દર્શક બનવાની ઘૂન ચઢી ગઈ કે ઍક્ટર અમોલને એણે ભૂંસી નાખ્યો. શશી કપૂરની ફિલ્મ ‘‘કલયુગ’’માં એનો દુશ્મન બનતો અનંત નાગ પણ અહીં ટૂંકા રોલમાં છે. પણ કહી દીઘું ને કે આ બધા બેનેગલો કે નિહલાણીઓની ફિલ્મોમાં સ્ટાર્સનું કોઈ મહત્ત્વ ન હોય, પાત્રનું મહત્ત્વ હોય, એટલે ‘ભૂમિકા’માં નસીરૂદ્દીન જેવો વર્લ્ડ-ક્લાસ હીરો એક એક્સ્ટ્રાની જેમ થોડી વાર માટે જ આવે છે. ઓમ પુરી તો ક્યારે આવીને જતો રહે છે તે ફક્ત એક દ્રષ્યને કારણે ખબર ન પડે. ફિલ્મના શુટંિગમાં જુલ્મી રાજા બને છે. જૂના જમાનાનો અપ્રસિદ્ધ અને બદનામ ગાયક જી.એમ. જી.એમ. દુરાની પણ બાળપણની સ્મિતાને શાસ્ત્રીય ગાયકી શીખવાડતા ગુરૂ તરીકે એક દ્રષ્ય માટે આવી જાય છે. ફિલ્મના સંગીતમાં વનરાજ ભાટિયાને ફિલ્મ પ્રમાણે સંગીત આપવું પડે એમ હોવાથી ખાસ કોઈ નોંધપાત્ર કામ થયું નથી.
હવે તો આ બધી ફિલ્મો આપણને જોયે પણ ૩૫- ૪૦ વર્ષો થઈ ગયા અને એ વખતે પણ ‘ભૂમિકા’ ગમી હતી... હવે તો વધારે ગમશે.. ‘મેચ્યોર’ પણ વધારે થયા છીએ
ને ?

Share |
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved