બ્રાઝિલની૧૨ વર્ષની નતાશાએ ઘર ખરીદવા પોતના લાંબા વાળ વેચ્યા

 

 

કુદરત પણ ખરી કહેવાય...! આપે તેને આટલા લાંબા વાળ આપે અને ન આપે તેને...! જોકે અહીં વાત જરાં જુદી છે. વાળ વેચીને ઘર ખરીદવાનું કોઈ દિવસ સાંભળ્યું છે ? નહીં ને...તો સાંભળો. બ્રાઝિલના રીયો ડી જાનેરોમાં રહેતી ૧૨ વર્ષની નતાશા મો રીસ ડી એન્ડ્રાડેસે સ્વપ્નનું ઘર મેળવવા માટે તેના પાંચ ફૂટ અને બે ઇંચ લાંબા વાળ કપાવી નાખ્યા. આટલા લાંબા વાળ ધોવા માટે દર સપ્તાહે ચાર કલાકનો સમય આપવો પડતો અને તેને ઓળવા માટે દરરોજ દોઢ કલાક જેટલો સમય લાગે તે તો જુદો! નતાશાએ તેના વાળ ૯ હજાર ડોલરમાં વેચ્યા હતા. શરૃઆતમાં તેને રડવું આવ્યું પણ હવે માત્ર ૪૦ સે.ની.ના બોબ કટવાળને તે મનભરીને માણે છે. નતાશા બાળકી હતી ત્યારથી તેણે ક્યારેય વાળ કપાવ્યા નહોતા.