અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં જીવરાજ પાર્ક પાસે આવેલ મલાવ તળાવની દુર્દશા જોવા જેવી છે. આ તળાવમાં ચારેય બાજુ ઝાંખરા અને ઝાડીઓ ઊગી નીકળી છે જ્યારે વચ્ચેના ભાગમાં પણ આવી જ દશા છે. આ તળાવની રોજ મુલાકાતે આવતા લોકોનો આક્રોશ એ છે કે સત્તાધીશોએ આ તળાવના વિકાસમાં પૂરતો રસ નથી લીધો. લોકો એ જ કહે છે કે જો મલાવ તળાવ ચોખ્ખા પાણીથી છલોછલ ભરાયેલું હોય તો કેવું સુંદર દ્રશ્ય લાગે. અત્યારે તો વચ્ચેના ભાગમાં ઝાંખરા સાથે કમળો ઊગી નીકળ્યા છે. (તસ્વીર ઃ ગૌતમ મહેતા)