ગુજરાતમાં શિક્ષિત બેકારોની સંખ્યા સતત વધતી જાય છે. તે મુદ્દાને લઇને વિદ્યાર્થી સંગઠ્ઠનોએ અને બેકારોએ ગુરૃવારે સરદાર બાગ પાસે આવેલ ટેક્સી સ્ટેન્ડની કારોને સાફ કરવાનો અનોખો કાર્યક્રમ રાખ્યો હતો. વિદ્યાર્થી સંગઠ્ઠનોના કહેવા મુજબ ગુજરાતમાં દસ લાખથી વધુ શિક્ષિત બેકારો છે. આની સામે નોકરીની તકોનો કોઇ અવકાશ જ નથી. આવા શિક્ષિત બેકારોએ ગંભીર પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ગુજરાતના લાખો શિક્ષિત બેકારો જશે ક્યાં તેનો જવાબ રાજ્યની ભાજપ સરકાર આપે. સરકારના જુદા જુદા વિભાગોમાં લગભગ ૭૦,૦૦૦થી વધુ ખાલી જગ્યાઓ છે પરંતુ આ જગ્યાઓ ભરવા કોઇપણ પગલા ભાજપ સરકારે લીધા નથી. જ્યારે બીજી તરફ ભણેલ ગણેલ બેકારોની સંખ્યા પણ ઉત્તરોત્તર વધતી જાય છે. (તસ્વીરઃ ગૌતમ મહેતા)