Last Update : 27-April-2012, Friday

 

અવકાશ ક્ષેત્રે ભારતની મોટી છલાંગ
સ્વદેશી બનાવટના પ્રથમ ઉપગ્રહ રિસેટ-૧નું અવકાશમાં સફળ પ્રક્ષેપણ

ભારતનો પ્રથમ માઈક્રોવેવ રડાર ઈમેજિંગ સેટેેેલાઈટ કૃષિ અને આપત્તિ નિવારણમાં મદદરૃપ

(પીટીઆઈ) શ્રીહરિકોટા, તા. ૨૬
પરમાણુ ક્ષમતા ધરાવતી અગ્નિ-પાંચ મિસાઈલના સફળ પરીક્ષણ બાદ ભારતે અવકાશ ક્ષેત્રે પણ નોંધપાત્ર સિધ્ધિ હાંસલ કરી છે. ભારતે આજે વહેલી સવારે શ્રીહરિકોટા ખાતેથી સ્વદેશી બનાવટનો પહેલો રડાર ઈમેજીંગ સેટેલાઈટ 'રિસેટ-૧' અવકાશમાં તરતો મૂક્યો છે. આ ઉપગ્રહની મદદથી કૃષિ તેમજ આપદા નિવારણના ક્ષેત્રે ભારતની ક્ષમતામાં વધારો થશે. સ્વદેશી રડાર ઈમેજિંગ ટેકનોલોજી દ્વારા જૂજ દેશોમાં હવે ભારતનો પણ સમાવેશ થયો છે. આ ઉપગ્રહ વિષમ હવામાનમાં પણ ધરતીની તસવીરો લઈ શકે છે.
થીરૃવંતપુરમ્ ખાતેના વિક્રમ સારાભાઈ અવકાશ મથકના નિર્દેશક પી.એસ. વીરરાઘવને જણાવ્યું હતું કે અત્યાર સુધી આ ટેકનોલોજી માત્ર અમેરિકા, કેનેડા, જાપાન અને યુરોપીયન દેશો પાસે જ હતી. આ સફળતાને ભારતીય અવકાશ કાર્યક્રમમાં ઘણી મહત્ત્વની ગણાવતા વડાપ્રધાન મનમોહનસિંહે ઈસરોના વૈજ્ઞાાનિકોને અભિનંદન પાઠવ્યા હતાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે પી.એસ.એલ.વી. સી-૧૯ દ્વારા પ્રક્ષેપણ કરાયેલો ઈસરોનો આ અત્યાર સુધીનો સૌથી ભારે ઉપગ્રહ છે અને તેનું વચન ૧૮૫૮ કિ.ગ્રા. જેટલું છે. 'રિસેટ-૧' દેશનો પહેલો માઈક્રોવેવ રિમોટ સેન્સિંગ ઉપગ્રહ છે. તેને આજે સવારે ૫.૪૭ કલાકે ચેન્નાઈથી ૯૦ કિ.મી. દૂર આવેલા સતીષ ધવન અવકાશ મથક ખાતેથી છોડવામાં આવ્યો હતો. હાલ તેને પ્રાથમિક કક્ષામાં તરતો મૂકાયો છે અને આગામી દિવસોમાં તેને તેની મૂળ કક્ષામાં ગોઠવી દેવાશે. આજની સફળતાને ઈસરોના વડા કે. રાધાકૃષ્ણને ઘણી મોટી અને નોંધપાત્ર ગણાવી છે.
ઈસરોના વૈજ્ઞાાનિકોની ૧૦ વર્ષની મહેનતના અંતે તૈયાર થયેલા 'રિસેટ-૧' ભારે વરસાદ, ગરમી, વાદળો, ગાઢ ધુમ્મસ અને રાત્રી સહિતના પ્રતિકૂળ હવામાનમાં પણ પૃથ્વીની તસવીરો લઈ શકશે. અત્યાર સુધી ભારતને કેનેડિયન ઉપગ્રહ પર આધાર રાખવો પડતો હતો. આ ઉપગ્રહ જમીનમાં ભેજનું પ્રમાણ અને ગ્લેશિયરની સ્થિતિ સહિતની મહત્ત્વની વિગતો આપી શકશે.
આ ઉપગ્રહ સંરક્ષણ ક્ષેત્રે મદદરૃપ થશે કે કેમ એવું પૂછાતા ઈસરોના નિર્દેશક રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે રિસેટ-૧નો મુખ્ય હેતુ કૃષિ અને ખાસ કરીને ખરિફ મોસમને લગતો છે. પીએસએલવીની આ સતત ૨૦મી સફળ ફ્લાઈ હતી. અગાઉ ભારતે ૨૦૦૯ના એપ્રિલમાં રડાર ઈમેજીંગ સેટેલાઈટ રિસેટ-૨ લોંચ તો કર્યો હતો પણ તે ઉપગ્રહ ઈઝરાયેલ પાસેથી ૧૧ કરોડ ડોલરમાં ખરીદવામાં આવ્યો હતો.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સ્ટાર ખેલાડીઓનો ફ્લોપ શો ઃ જંગી રકમનો સોદો ફ્રેન્ચાઇઝીઓને ભારે પડયો
તેંડુલકરને રાજ્ય સભામાં નોમિનેશન મળતાં ભારતીય ક્રિકેટજગત ખુશખુશાલ
નડાલે ગાર્સિયા-લોપેઝ સામે ૬-૧, ૬-૨થી વિજય મેળવ્યો
ઓસ્ટ્રેલિયા સામેની આખરી ટેસ્ટ જીતવા વિન્ડિઝને ૩૭૦ રનનો પડકાર

ટુર્નામેન્ટના બીજા તબક્કામાં ટીમોની ખરી કસોટી થશે

માર્ચ મહિનામાં રૃપિયા-ડોલરના ફ્યુચરમા થયેલા રેકોર્ડ કામકાજ

ચાર મહિનામાં પહેલીવાર વિદેશી સંસ્થાઓ નેટ સેલર, સ્થાનિક સંસ્થાઓ નેટ બાયર
નાણાવટી પંચને એક્સટેન્શન મુદ્દે મોદી સરકારનો ખુલાસો પૂછો
ચેમ્બર કારોબારીના ૪ સભ્ય ઓછી હાજરી બદલ ગેરલાયક ઠરશે

ગુજરાતમાં જિનેટિકલી મોડિફાઈડ મકાઈના વાવેતર પર પ્રતિબંધ

સિટીબસના ભાજપના જ કોન્ટ્રાક્ટરના ૭૦ ડ્રાઇવરોની અચાનક હડતાળ
અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્‌ટી અંગેનો રિપોર્ટ આપો ઃ હાઇકોર્ટનો હુકમ
એપ્રિલ વલણનો સાંકડી વધઘટે અંત ઃ S & P ડાઉન ગ્રેડ અસરે પીએસયુ બેંકિંગ, પાવર શેરોમાં વેચવાલી
ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને ગારમાંથી મુક્ત રાખવા એફઆઈઆઈનો અનુરોધ
પરિણામો નવા ફોર્મેટમાં રજૂ કરવાના સેબીના આદેશથી કંપનીઓ મુસીબતમાં
 
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved