Last Update : 27-April-2012, Friday

 

વન મિનિટ પ્લીઝ

રાષ્ટ્રીય
1) ઓડિશામાં બીજેડીના ધારાસભ્ય ઝિણા હિક્કાને માઓવાદીઓએ આજે મુક્ત કરી દીધા હતા. હિક્કા ૩૪ દિવસથી માઓવાદીઓના કબજામાં હતા. માઓવાદીઓએ આટલા દિવસ દરમિયાન કોઈ કનડગત કરી ન હોવાનું હિક્કાએ જણાવ્યું.
2) સર્વોચ્ચ અદાલતની એમપાવર્ડ કમિટિએ કેરળના ૧૧૬ વર્ષ જૂના મુલ્લાપેરિયાર ડેમને સલામતી અંગેની લીલીઝંડી આપી. સમિતિએ અહેવાલ સીલબંધ કવરમાં સર્વોચ્ચ અધાલતને સોંપ્યો. ચોથી મેના રોજ અદાલત કેસ હાથમાં લેશે.
3) સર્વોચ્ચ અદાલતે તેના ન્યાયાધીશ દુલવીર ભંડારીની આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટિસ (આઇસીજે)માં નિમણૂંક થવા સામેની અરજી નકારી કાઢતા જણાવ્યું છે કે આ નિમણૂંકને સર્વોચ્ચ અદાલતની કામગીરી સાથે લેવા દેવા નથી. અને તેનાથી અદાલતની કામગીરીમાં હસ્તક્ષેપ થશે નહીં.
4) મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં માઓવાદીઓએ બે ગ્રામજનોની હત્યા બાદ અન્ય ૧૦નું અપહરણ કર્યું. માર્યા ગયેલા ગ્રામજનો પોલીસના બાતમીદાર હોવાની સેવાતી શંકા.
5) સૈન્યના નિવૃત્ત અધિકારી લેફટનન્ટ જનરલ તેજિન્દર સિંહ દ્વારા દાખલ કરાયેલા માનહાનીના દાવાના સંદર્ભે સૈન્યના વડા જનરલ વી.કે. સિંહને સમન્સ બજાવવાનો નિર્ણય પાંચમી મે સુધી મોકુફ રાખતી દિલ્હીની અદાલત.
6) કેરળમાં મહિલા પ્રવાસની હેન્ડબેગમાં જોવા મળેલા બે ફૂટ લાંબા સાપના કારણે ઉધમ મંડલમ્ ખાતેની હોટેલમાં દોડધામ. આ દંપતી મુદુમલાઈ ખાતે રાત ગાળીને આજે જ આ હોટેલમાં આવ્યું હતું. સાપ ઝેરી ન હોવાની જાણ થતાં સ્થિતિ થાળે પડી. જોકે સાપ મહિલાની હેન્ડબેગમાં કેવી રીતે પહોંચ્યો તે અંગે તપાસ ચાલુ.
7) બાંગ્લાદેશના વાયુદળના વિમાનને ગઈ સાંજે બંગાળના મુર્શીદાબાદ જીલ્લામાં ઇમરજન્સી ઉતરાણ કરવાની ફરજ પડી હતી. વિમાનના પાઇલટ રશિદને મેડીકલ તપાસ માટે કોલકાતા લઈ જવાયો છે અને સ્વસ્થ જાહેર કરાયા બાદા તેને ભારતીય વાયુદળના વિમાનમાં ઢાકા મોકલવામાં આવશે.
8) આ વર્ષે ભારતમાં ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી પૃથ્વી વિજ્ઞાાન પ્રધાન વિલાસરાવ દેશમુખે કરી છે. તેમણે કહ્યું હતું કે સતત ત્રીજા વર્ષે ભારતમાં દુષ્કાળની સ્થિતિ ઊભી થશે નહીં.
9) દેશમાં આર્થિક સુધારાની ગતિ ધીમી રહેવા અંગે ટિપ્પણી કરનારા મુખ્ય આર્થિક સલાહકાર કૌશિક બાસુ આજે વડાપ્રધાન મનમોહનસિંહને મળ્યા હતાં. ઓગસ્ટ સુધી પદ પર રહેનારા બાસુએ તેમની ટિપ્પણી અંગે વડાપ્રધાનને ખુલાસો કર્યો હોવાનું માનવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય

1) પાક.ની સર્વોચ્ચ અદાલતે અદાલતના તિરસ્કાર બદલ દોષીત જાહેર કરેલા વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીને નૈતિકતાના ધોરણે રાજીનામુ આપવાની જરૃર નથી ઃ પાકિસ્તાની કેબિનેટ. ગિલાની ગુનાઈત અપરાધમાં દોષીત ન હોવાનું કારણ આગળ ધર્યું.
2) ચીનમાં તાજેતરના વર્ષોમાં સર્જાયેલા રાજકીય સંકટના સૂત્રધાર અને કોમ્યુનિસ્ટ પાર્ટીના દિગ્ગજ નેતા રહી ચુકેલા બો ઝિલાઈ પર પક્ષના અન્ય નેતાઓની જાસૂસી કરાવવાનો આરોપ મુકાયો છે. જેમની જાસૂસી કરાઈ તેમાં ચીનના રાષ્ટ્રપતિ હૂ જિન્તાઓ પણ સામેલ હોવાનું માનવામાં આવે છે.
3) ગયા વર્ષે એક સ્ટ્રીપ ક્લબની બહાર થયેલી ઈજા માટે બ્રાઝિલની ભૂતૂપર્વ રૃપજીવી રોમિલ્ડા ફેરેઈરાની અમેરિકી દૂતાવાસ અને તેના પાંચ કર્મચારી સામે કેસ દાખલ કરવાની યોજના. અમેરિકી દૂતાવાસના વાહને મારેલી ટક્કરથી રોમિલ્દાને ગંભીર ઈજા પહોંચી હતી અને તે મેડિકલ ખર્ચ, માનસિક આઘાત અને નોકરી ગુમાવવા સહિતનો દાવો પણ માંડશે.
4) પાકિસ્તાનમાં તાલિબાન પરંપરા અને નીતિરીતી પર કટાક્ષ કરનારા કોમેડિયન નિસાર ખાનનું કટ્ટરવાદીઓએ અપહરણ કરી લીધું છે. ખાન પેશાવરમાં એક લગ્ન સમારોહ દરમિયાન લોકોનું મનોરંજન કરી રહ્યા હતાં અને ત્યારબાદ કેટલાક લોકો ખાનને તેમની સાથે લઈ ગયા પણ પરત મુકી ગયા નથી!
5) ઈસ્લામાબાદ ખાતેના અમેરિકી દૂતાવાસે અલ કાયદાના પૂર્વ વડા ઓસામા બિન લાદેનની પહેલી વરસીના સંદર્ભે તેના કર્મચારીઓને સાવધ રહેવા જણાવ્યું છે. દૂતાવાસે કર્મચારીઓને આગામી કેટલાક દિવસો સુધી રેસ્ટોરંટ કે બજારમાં ન જવાની તાકીદ કરી છે.
6) દક્ષિણ ચીન સમુદ્રના મુદ્દે વકરી રહેલા વિવાદના સંદર્ભે આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપની ફિલિપાઈન્સની માગણીને ચીને નકારી કાઢી છે. બીજી બાજુ ચીની સૈન્યએ જણાવ્યું હતું કે તે આ દરિયાઈ ક્ષેત્રમાં બેઈજીંગના અધિકારોનું રક્ષણ કરવાની ભૂમિકા અદા કરશે.
7) લિબિયાના ભૂતપૂર્વ પ્રમુખ ચાર્લ્સ ટેલરને યુધ્ધ અપરાધોમાં મદદ કરવા તેમજ અપરાધ આચરવા બદલ આંતરરાષ્ટ્રીય અદાલતે દોષીત જાહેર કર્યા છે. ૧૯૯૧ થી ૨૦૦૨ દરમિયાન ચાર્લ્સે એસ. લીઓન બળવાખોરોને શસ્ત્રો, દારૃગોળો અને અન્ય સાધનો પૂરા પાડયા હતાં... લીઓનનું નામ વાંચીને 'સન્ની લીઓન'ને યાદ કરવાની જરૃર નથી. અહીં સિએરા લીઓનની વાત ચાલી રહી છે!
8) સંયુક્ત રાષ્ટ્રોની શાંતિ સેનામાં ફરજ બજાવી રહેલા બાંગ્લાદેશી સૈનિકોએ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ૧ અબજ ડોલર જેટલી રકમ ઘરે મોકલી હોવાનું યુએન ખાતેના બાંગ્લાદેશના દૂતે જણાવ્યું છે. યુએનની શાંતિ સેનામાં બાંગ્લાદેશનો ફાળો સૌથી મોટો છે અને તેના ૧૦ હજારથી વધુ જવાનો વિશ્વભરમાં યુએનના મિશનમાં જોડાયેલા છે.
9) ઉત્તર કોરિયાની મિસાઈલની અડધો ડઝન કરતાં પણ વધુ તસવીરોનો અભ્યાસ કરનારા નિષ્ણાંતોના મતે આ તમામ મિસાઈલ નકલી છે. તજજ્ઞાોના આ તારણના કારણે ઉત્તર કોરિયાના સૈન્ય ક્ષમતાના દાવા પરની શંકામાં વધારો થયો છે.
10) પાકિસ્તાની વિદેશ પ્રધાન હિના રબ્બાની ખારે જણાવ્યું હતું કે પાકિસ્તાની સરહદમાં આતંકવાદીઓ સામે થતાં અમેરિકી ડ્રોન્સ હુમલા બંધ થવા જ જોઈએ તેવું પાકે. અનેકવાર કહ્યું છે પણ વોશિંગ્ટન ઈસ્લામાબાદની વાત કાને ધરતું નથી. દરમિયાન નવેમ્બરમાં થયેલા નાટો હુમલા બાદ આજે પહેલીવાર પાકિસ્તાન અને અમેરિકાએ દ્વિપક્ષીય વાટાઘાટો આગળ ધપાવી હતી.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સ્ટાર ખેલાડીઓનો ફ્લોપ શો ઃ જંગી રકમનો સોદો ફ્રેન્ચાઇઝીઓને ભારે પડયો
તેંડુલકરને રાજ્ય સભામાં નોમિનેશન મળતાં ભારતીય ક્રિકેટજગત ખુશખુશાલ
નડાલે ગાર્સિયા-લોપેઝ સામે ૬-૧, ૬-૨થી વિજય મેળવ્યો
ઓસ્ટ્રેલિયા સામેની આખરી ટેસ્ટ જીતવા વિન્ડિઝને ૩૭૦ રનનો પડકાર

ટુર્નામેન્ટના બીજા તબક્કામાં ટીમોની ખરી કસોટી થશે

માર્ચ મહિનામાં રૃપિયા-ડોલરના ફ્યુચરમા થયેલા રેકોર્ડ કામકાજ

ચાર મહિનામાં પહેલીવાર વિદેશી સંસ્થાઓ નેટ સેલર, સ્થાનિક સંસ્થાઓ નેટ બાયર
નાણાવટી પંચને એક્સટેન્શન મુદ્દે મોદી સરકારનો ખુલાસો પૂછો
ચેમ્બર કારોબારીના ૪ સભ્ય ઓછી હાજરી બદલ ગેરલાયક ઠરશે

ગુજરાતમાં જિનેટિકલી મોડિફાઈડ મકાઈના વાવેતર પર પ્રતિબંધ

સિટીબસના ભાજપના જ કોન્ટ્રાક્ટરના ૭૦ ડ્રાઇવરોની અચાનક હડતાળ
અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્‌ટી અંગેનો રિપોર્ટ આપો ઃ હાઇકોર્ટનો હુકમ
એપ્રિલ વલણનો સાંકડી વધઘટે અંત ઃ S & P ડાઉન ગ્રેડ અસરે પીએસયુ બેંકિંગ, પાવર શેરોમાં વેચવાલી
ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને ગારમાંથી મુક્ત રાખવા એફઆઈઆઈનો અનુરોધ
પરિણામો નવા ફોર્મેટમાં રજૂ કરવાના સેબીના આદેશથી કંપનીઓ મુસીબતમાં
 
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved