Last Update : 27-April-2012, Friday

 
ધુ્રતિ પટેલના પતિ અને જેઠને પોલીસ કસ્ટડીમાં VIP સવલત
પોલીસ અમલદાર સસ્પેન્ડ ઃ બે લોકઅપ ગાર્ડ સામે તપાસનો આદેશ

દિવ્યેશ અને હિરલ પટેલ લોકઅપની બહાર જમવાનું લઇને આવેલા શખ્સ સાથે ખુરશી પર બેસી વાત કરતા ડીએસપીના હાથે ઝડપાયા

નવસારી, ગુરૃવાર
નવસારીનાં ચકચારી ધુ્રતિ અપમૃત્યુ કેસમાં તેના આરોપી પતિ અને જેઠને પોલીસ રિમાન્ડ દરમ્યાન કસ્ટડીમાં વી.આઇ.પી. સવલત આપવામાં આવે છે. એવી બાતમી મળતાં નવસારી જિલ્લા પોલીસવડાએ ગતરાત્રે જલાલપોર પોલીસ મથકની સરપ્રાઇઝ વીઝીટ કરતા બન્ને આરોપી લોકઅપની બહાર ખુરશી ઉપર આરામથી બેઠા રંગેહાથ ઝડપાઇ જતા જિલ્લા પોલીસવડાએ ફરજ ઉપરના જવાબદાર પોલીસ અમલદારને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેતાં ચકચાર મચી છે અને લોકઅપ ગાર્ડ તરીકે ફરજ બજાવતાં બે પોલીસ કર્મચારી સામે તપાસનો હુકમ કર્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ ધુ્રતિ પટેલ અપમૃત્યુ પ્રકરણમાં તેના આરોપી પતિ દિવ્યેશ પટેલ અને જેઠ હિરલ પટેલનાં નવસારી સેશન્સ કોર્ટે વધુ સાત દિવસનાં પોલીસ રિમાન્ડ મંજુર કર્યા હતા અને ગત તા. ૧૯-૪-૧૨થી બન્ને આરોપી ભાઇઓ પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ ઉપર રાખવામાં આવ્યા હતા આ બન્ને આરોપીઓને કસ્ટડીમાં વી.આઇ.પી. સુવિધા મળતી હોવાની બાતમી નવસારી જિલ્લાનાં નવા વરાયેલા પોલીસવડા નિલેશ જાંજડીયાને મળી હતી. ગઇકાલે રાત્રે ૯-૧૫ કલાકે જિલ્લા પોલીસવડાએ આ બન્ને આરોપીઓને જે સ્થળે રાખવામાં આવ્યા હતા તે જલાલપોર પોલીસ મથકની સરપ્રાઇઝ વીઝીટ કરતાં ડીએસપી ખુદ ચોંકી ગયા હતા.
ધુ્રતિનો આરોપી પતિ દિવ્યેશ અને તેનો જેઠ હિરલ લોકઅપની બહાર તેમના માટે જમવાનું લઇને આવેલા શખ્સ સાથે ખુરશી પર બેસીને આરામથી વાતો કરતા હતા! આરોપીઓ લોકઅપ બહાર લાવવાનું કારણ કે તે અંગે કોઇ નોંધ ચોપડે કરવામાં આવી નહતી. અને તેનો કોઇ યોગ્ય ખુલાસો ફરજ ઉપરનો પોલીસ અમલદાર પી.એસ.ઓ. હંસરાજ નાગેશ્વર કરી શકયો નહતો. આથી ડી.એસ.પી.એ ફરજમાં બેદરકારી બદલ તેને તાત્કાલિક સ્થળ ઉપર જ સસ્પેન્ડ કરી દીધો હતો. ત્યારબાદ આરોપીઓ પોલીસનાં રિમાન્ડ કસ્ટડીમાં હોય તેમનાં લોકઅપ માટે ફરજ પર મુકવામાં આવેલા લોકઅપ ગાર્ડ હે.કો. પ્રભાતસિંહ નારસિંહ તથા પો.કો. અશોક પુનાજીની સામે હેડકવાર્ટર ડી.વાય.એસ.પી. એમ.એ. ચૌહાણને તપાસ કરવાનો હુકમ કર્યો હતો. જેનાં કારણે પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
અગાઉ પણ આરોપીઓને સબજેલમાં વી.આઇ.પી. ટ્રીટમેન્ટ અપાતી હોવાની ફરિયાદ પગલે નવસારી સબજેલ પણ વિવાદમાં આવી ચુકી હતી. જયારે આ ચકચારી પ્રકરણમાં પોલીસનો બોગ લેવાયો છે. આ વાત વાયુવેગે શહેરમાં પ્રસરતાં ચકચાર મચી છે.

 

ધુ્રતિના પતિ-જેઠ રિમાન્ડ પુરા થતાં કસ્ટડીમાં ધકેલાયા
૭ દિવસમાં થયેલી તપાસમાં અમુક રિપોર્ટ આવવાના બાકી હોવાથી આજે મીડીયાને માહિતી આપવામાં આવશે
નવસારી, ગુરૃવાર
નવસારીનાં ચકચારિત ધુ્રતિ અપમૃત્યુ કેસના આરોપી પતિ અને જેઠનાં આજે સાત દિવસના રિમાન્ડ પુરા થતાં પોલીસે બંને આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. જેમાં કોર્ટે બંને આરોપીઓને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલાવી આપ્યા હતા. રિમાન્ડ દરમ્યાન કરવામાં આવેલી તપાસમાં અમુક રીપોર્ટ આવવાના બાકી હોવાથી તપાસ અંગેની માહિતી પોલીસ આવતીકાલે મીડીયાને આપશે એવું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી મુજબ ધુ્રતિનાં શંકાસ્પદ મોદના આરોપી પતિ દિવ્યેશ અને જેઠ હિરલનાં નવસારી સેશન્સ કોર્ટે ગત તા. ૧૯-૪-૧૨નાં રોજ સાત દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા હતા. જે આજે બપોરે ૩-૦૦ કલાકે પુરા થતાં પોલીસે બંને આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરતાં કોર્ટે તેમને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલાવી આપવાનો હુકમ કર્યો હતો. આ રિમાન્ડ દરમ્યાન પોલીસે રીડીંગ ઓફ ઇલેકટ્રોનીકસ સર્વેલન્સ, રી-કન્સ્ટ્રકશન, બ્લડ સેમ્પલો લઇ તપાસ, ક્રોસ એકઝામીનેશન વિગેરેની સઘન તપાસ હાથ ધરી હતી. નવસારી જિલ્લા પોલીસ હેડકવાર્ટરનાં ડી.વાય.એસ.પી. એમ.એ. ચૌહાણની આગેવાનીમાં જલાલપોર પી.આઇ. એમ.આર. ચાવડા, એલ.સી.બી. પી.આઇ. કે.એન. પટેલ સહિત પોલીસની ટીમો તપાસમાં જોડાઇ હતી. સમગ્ર તપાસનો નિચોડ શું આવ્યો છે? તે અંગેની માહિતી આપવા માટે અમુક રીપોર્ટ આવવાનાં બાકી હોવાથી તેના વગર માહિતી અધુરી રહી જતી હોય પોલીસ આવતીકાલે સાજે સંપૂર્ણ તપાસની માહિતી મીડીયાને આપશે એવું મુખ્ય તપાસ અધિકારી ડી.વાય.એસ.પી. એમ.એ. ચૌહાણે (એચ.કયુ.) ટેલીફોનીક વાતચીત દરમ્યાન આજે સાજે જણાવ્યું હતું.
આમ છેલ્લાં એક મહિનાથી ચર્ચાના એરણે ચઢેલાં ધુ્રતિ અપમૃત્યુ કેસનાં ઉપરથી આવતીકાલે સંભવતઃ પડદો ઉંચકાશે! એવુ ચર્ચાતું જાણવા મળે છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સ્ટાર ખેલાડીઓનો ફ્લોપ શો ઃ જંગી રકમનો સોદો ફ્રેન્ચાઇઝીઓને ભારે પડયો
તેંડુલકરને રાજ્ય સભામાં નોમિનેશન મળતાં ભારતીય ક્રિકેટજગત ખુશખુશાલ
નડાલે ગાર્સિયા-લોપેઝ સામે ૬-૧, ૬-૨થી વિજય મેળવ્યો
ઓસ્ટ્રેલિયા સામેની આખરી ટેસ્ટ જીતવા વિન્ડિઝને ૩૭૦ રનનો પડકાર

ટુર્નામેન્ટના બીજા તબક્કામાં ટીમોની ખરી કસોટી થશે

માર્ચ મહિનામાં રૃપિયા-ડોલરના ફ્યુચરમા થયેલા રેકોર્ડ કામકાજ

ચાર મહિનામાં પહેલીવાર વિદેશી સંસ્થાઓ નેટ સેલર, સ્થાનિક સંસ્થાઓ નેટ બાયર
નાણાવટી પંચને એક્સટેન્શન મુદ્દે મોદી સરકારનો ખુલાસો પૂછો
ચેમ્બર કારોબારીના ૪ સભ્ય ઓછી હાજરી બદલ ગેરલાયક ઠરશે

ગુજરાતમાં જિનેટિકલી મોડિફાઈડ મકાઈના વાવેતર પર પ્રતિબંધ

સિટીબસના ભાજપના જ કોન્ટ્રાક્ટરના ૭૦ ડ્રાઇવરોની અચાનક હડતાળ
અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્‌ટી અંગેનો રિપોર્ટ આપો ઃ હાઇકોર્ટનો હુકમ
એપ્રિલ વલણનો સાંકડી વધઘટે અંત ઃ S & P ડાઉન ગ્રેડ અસરે પીએસયુ બેંકિંગ, પાવર શેરોમાં વેચવાલી
ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને ગારમાંથી મુક્ત રાખવા એફઆઈઆઈનો અનુરોધ
પરિણામો નવા ફોર્મેટમાં રજૂ કરવાના સેબીના આદેશથી કંપનીઓ મુસીબતમાં
 
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved