Last Update : 27-April-2012, Friday

 
સુરત:હોસ્પિટલે દર્દીને રૂ.4.31 લાખ ચૂકવ્યા

- લાંબી કાનૂની લડત બાદ ચુકાદો

 

- વધુ પડતો એનેસ્થેસીયા આપી હાનિ પહોંચાડવા બદલ

અડાજણના સરોજબેન મહેતાને હાથના અંગુઠાના સામાન્ય ઓપરેશન વખતે જીવનું જોખમ ઉભું થયું હતું ઃ ૨૭ દિવસે ભાનમાં આવ્યા હતા

(પ્રતિનિધિ દ્વારા) સુરત, ગુરૃવાર
સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા પરિવારના એક મહિલા સભ્યને ૧૯૯૫મા હાથનાં અગુંઠામાં દુખાવો થયો હતો. આ માટે નાનું ઓપરેશન સુરત જનરલ હોસ્પીટલમાં કરાવવામાં આવ્યુ હતું. જોકે, આ વખતે એનેસ્થેશીયા આપવામાં ભુલ થતાં દર્દીના જીવને જોખમ ઉભું થયું હતું. ત્યાર બાદ પણ હોસ્પીટલ દ્વારા દર્દીની કાળજી ન લેવાતા અન્ય હોસ્પીટલમાં ખસેડી માંડ માંડ જીંદગી બચાવવામાં આવી હતી. આ અંગે ગ્રાહક તકરાર નિવારણ કમિશન, અમદાવાદમાં કેસ ચાલતાં બેદકારી દાખવનારી હોસ્પીટલે ૪.૩૧ લાખ રૃપિયા ચુકવવા પડયા હતા. ૧૭ વર્ષના લાંબા કાનુની જંગ બાદ આ ચુકાદો આળ્યો છે.
હાલ સુરતના અડાજણ વિસ્તારમા રહેતા સરોજ બહેન મહેતાને ૧૯૯૫માં જમણા હાથના અંગુઠામાં દુખાવો ઉપડતાં સારવાર માટે સુરત જનરલ હોસ્પીટલમાં સેવા આપતાં હાડકાના રોગના નિષ્ણાંત ડૉ. રાજીવ રાજ ચૌધરીની સારવાર કરાવવામાં આવી હતી. દર્દીનો એક્સરે જોઈને ૭ ઓગષ્ટ ૧૯૯૫ના રોજ શસ્ત્રક્રિયા કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
એક ઈંચના માઈનોર ઓપરેશન માટે સરોજ બેનને સુરત જનરલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઓપરેશન પહેલા ડૉ. તુષાબેન જોષીએ આવીને ઈન્જેક્શન આપ્યું હતુ. પરંતુ લોકલ એનેસ્થેશીયા આપવાના બદલે ટોટલ એનેસ્થેશીયા આપી દેવાતા સરોજ બેન ઓપરેશન બાદ પણ ભાનમાં આવ્યા ન હતા. ત્યાર બાદ તેમની તબિયત લથડતાં આઈ.સી.યુ.મા ખસેડવામાં આવ્યા હતા.ત્યાર પછી પણ હોસ્પીટલના સ્ટાફ દ્વારા સરોજબેનની યોગ્ય સાર સંભાળ ન લેવાતા દિવસેને દિવસે તેમની હાલત કથળતી જતી હતી. જેના કારણે તેઓને ૩ દિવસની સુરત જનરલ હોસ્પીટલની સારવાર બાદ ગીરીશ ગુ્રપ ઓફ હોસ્પીટલમાં દાખલ કરવામા આવ્યા હતા. જ્યાં તેઓને વેન્ટીલેટર પર મુકી ૨૭ દિવસની સારવાર બાદ ભાનમાં આવ્યા હતા.
આ સમયે તેની સારવારનું બિલ ૨.૨૨ લાખ રૃપિયા થયું હતું. હોસ્પીટલ દ્વારા દર્દીની સારવારમાં બેદકારી દાખવવા બદલ તથા દર્દીને માનસિક ત્રાસ બદલ ગ્રાહક તકરાર નિવારણ કમિશન (ગુજરાત રાજ્ય) અમદાવાદમાં અપીલ નંબર- ૧૩૩૩-૨૦૧૦ અને અપીલ નંબર- ૧૩૪૦-૨૦૧૦થી ફરિયાદ કરવામાં આવી હતી.
જેમાં સુરત જનરલ હોસ્પીટલના પ્રમુખ, સેક્રેટરી તથા એનેસ્થેસ્ટ તુષા જોષી સહિત ૧૫ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સમગ્ર કેસની દલીલો બાદ ગ્રાહક તકરાર નિવારણ કમિશન અમદાવાદ દ્વારા સુરત જનરલ હોસ્પીટલને રૃા. ૪,૩૧,૪૭૮ દર્દીને ચુકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જેના કારણે હોસ્પીટલ દ્વારા આ રકમનો ચેક ચુકવવામાં આવ્યો છે. ૧૯૯૫માં જ્યારે ઓપરેશન કરાયું ત્યારે સરોજબહેનની તેમની ઉંમર ૪૯ વર્ષની હતી. આજે જ્યારે તેમને થયેલા નુકસાન અંગે ચુકવણી કરવામા આવી ત્યારે તેમની ઉંમર ૬૬ વર્ષની થઈ ગઈ છે. આમ લાંબા સમયની લડત બાદ તેઓને થયેલા માનસિક તથા આર્થિક નુકસાનનું વળતર મળ્યું છે.

અંગુઠાનું ઓપરેશન રૃપિયા રૃા.૨.૨૨ લાખમાં પડયું હતું
સરોજબેનના પુત્ર વિમલભાઇને માનસિક આઘાત લાગતા પેરાલીસીસનો એટેક આવ્યો હતો
(પ્રતિનિધિ દ્વારા) સુરત, ગુરૃવાર
સુરત જનરલ હોસ્પીટલમાં સરોજબેન મહેતાનું અંગુઠાનું ઓપરેશન ૨.૨૨ લાખ રૃપિયામા પડયું હતું. આ ઉપરાત તબીબની બેદરકારીના કારણે દર્દી તથા તેમના સગાંઓને અનેક મુશ્કેલી પડી હતી. ૧૭ વર્ષ બાદ વળતર ચુકવવામાં આવતાં પરિવારજનોને ન્યાય મળ્યો હોવાનો સંતોષ થયો છે.
ચુકાદા બાદ સરોજબેનના પુત્ર વિમલભાઈએ જણાવ્યું હતું કે, જે રીતે હોસ્પીટલ દ્વારા બેદકારી દાખવવામાં આવી હતી તે ઘણી જ ગંભીર હતી. અમે માંડ અમારા માતાને મોતના મુખમાંથી પાછા ખેંચી લાવ્યા હતા. આ ઘટનામાં પુત્રને માનસિક આઘાત લાગતા પેરાલીસીશનો એટેક પણ આવ્યો હતો. ગ્રાહક તકરાર નિવારણ દ્વારા જે ચુકાદો આપવામા ંઆવ્યો છે તે જોતાં અમને ઘણો સંતોષ થયો છે.

 

 
 
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સ્ટાર ખેલાડીઓનો ફ્લોપ શો ઃ જંગી રકમનો સોદો ફ્રેન્ચાઇઝીઓને ભારે પડયો
તેંડુલકરને રાજ્ય સભામાં નોમિનેશન મળતાં ભારતીય ક્રિકેટજગત ખુશખુશાલ
નડાલે ગાર્સિયા-લોપેઝ સામે ૬-૧, ૬-૨થી વિજય મેળવ્યો
ઓસ્ટ્રેલિયા સામેની આખરી ટેસ્ટ જીતવા વિન્ડિઝને ૩૭૦ રનનો પડકાર

ટુર્નામેન્ટના બીજા તબક્કામાં ટીમોની ખરી કસોટી થશે

માર્ચ મહિનામાં રૃપિયા-ડોલરના ફ્યુચરમા થયેલા રેકોર્ડ કામકાજ

ચાર મહિનામાં પહેલીવાર વિદેશી સંસ્થાઓ નેટ સેલર, સ્થાનિક સંસ્થાઓ નેટ બાયર
નાણાવટી પંચને એક્સટેન્શન મુદ્દે મોદી સરકારનો ખુલાસો પૂછો
ચેમ્બર કારોબારીના ૪ સભ્ય ઓછી હાજરી બદલ ગેરલાયક ઠરશે

ગુજરાતમાં જિનેટિકલી મોડિફાઈડ મકાઈના વાવેતર પર પ્રતિબંધ

સિટીબસના ભાજપના જ કોન્ટ્રાક્ટરના ૭૦ ડ્રાઇવરોની અચાનક હડતાળ
અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્‌ટી અંગેનો રિપોર્ટ આપો ઃ હાઇકોર્ટનો હુકમ
એપ્રિલ વલણનો સાંકડી વધઘટે અંત ઃ S & P ડાઉન ગ્રેડ અસરે પીએસયુ બેંકિંગ, પાવર શેરોમાં વેચવાલી
ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને ગારમાંથી મુક્ત રાખવા એફઆઈઆઈનો અનુરોધ
પરિણામો નવા ફોર્મેટમાં રજૂ કરવાના સેબીના આદેશથી કંપનીઓ મુસીબતમાં
 
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved