Last Update : 27-April-2012, Friday

 
સુરત જિલ્લામાંથી પસાર થનારા મુંબઇ-વડોદરાના
એક્સપ્રેસ હાઇવે માટે સંપાદનના વિરોધમાં ખેડૂત સમાજની સભા

કામરેજ ચાર રસ્તા કેળા મંડળ ખાતે તા.૨૯મીએ બપોરે બે વાગે આંદોલનની રૃપરેખા નક્કી કરવા ચર્ચા-વિચારણા કરાશે

બારડોલી, ગુરુવાર
સુરત જિલ્લામાંથી પસાર થનારા મુંબઇથી વડોદરાના એક્સપ્રેસ હાઇવે માટે જમીન સંપાદન કાર્યવાહીના વિરોધમાં રવિવારે કામરેજ ચાર રસ્તા કેળા મંડળ ખાતે ખેડૂત સમાજ દ્વારા જાહેર સભા રાખવામાં આવી છે.
મુંબઇથી વડોદરા વચ્ચે ૪૪૦ કિલોમીટર લાંબા સુચિત એક્સપ્રેસ હાઇવેને મિર્માણ માટે જમીન સંપાદન માટે અધિકારીઓએ સુરત જિલ્લામાં કામગીરી શરૃ કરી છે. સુચિત એક્સપ્રેસ હાઇવેના નિર્માણ માટે ભરૃચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના ખેડૂતોની હજારો એકર ખેતીની જમીનનો ભોગ લેવાશે. ચારેય જિલ્લામાં સંપાદિત થનારી જમીનો બારેમાસ ખેતીની ફળદ્રુપ જમીનો છે. પિયત વિસ્તારમાં જમીનોમાં એક વર્ષમાં એકથી વધુ પાક ખેડૂતો લઇ રહ્યા છે. સુચિત એક્સપ્રેસ હાઇવે હાલના હયાત ને.હા.નં.૮થી માત્ર ૨ થી ૩ કિ.મી. નજીકથી જ પસર થાય છે. હાલમાં કાર્યરત ને.હા.નં.૮ પર બંને તરફ ત્રણ-ત્રણ ટ્રેક ચાલુ છે અને વાહન વ્યવહાર ઝડપી અને વિનાવિઘ્ને ટ્રાફિક ચાલી રહ્યો છે ત્યારે સૂચિત એક્સપ્રેસ હાઇવેની કોઇ જરૃરિયાત જણાતી નથી તેવા મુદ્દા ઉપસ્થિત કરીને ગુજરાત રાજ્ય ખેડૂત સમાજ દ્વારા લડત શરૃ કરી છે. પલસાણા તાલુકાના પુણી ગામે જમીન સંપાદન કરવા માટે આવેલા નેશનલ હાઇવે ઓથોીટીના અધિકારીઓનો ઘેરાવ કરી કામગીરી ન કરવા દઇ ખેડૂત સમાજની આગેવાનીમાં ખેડૂતોએ વિરોધ કરતાં અધિકારીઓ કામગીરી પડતી મુકી જતાં રહ્યા હતા. બાદમાં રવિવાર તા.૨૯-૪-૧૨ના રોજ બપોરે ૨.૦૦ વાગે કામરેજ ચાર રસ્તા કેળા મંડળ ખાતે ખેડૂતોની જંગી સભાનું ખેડૂત સમાજ દ્વારા આયોજન કર્યું છે. જેમાં સુચિત એક્સપ્રેસ હાઇવે માટે જમીન સંપાદન કાર્યવાહી ચાલી રહી છે. તેનો વિરોધ કરવા અંગે આંદોલનની રૃપરેખા નક્કી કરવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવશે તેમ ગુજરાત રાજ્ય ખેડૂત સમાજના મહામંત્રી જયેશ પટેલે જણાવ્યું છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સ્ટાર ખેલાડીઓનો ફ્લોપ શો ઃ જંગી રકમનો સોદો ફ્રેન્ચાઇઝીઓને ભારે પડયો
તેંડુલકરને રાજ્ય સભામાં નોમિનેશન મળતાં ભારતીય ક્રિકેટજગત ખુશખુશાલ
નડાલે ગાર્સિયા-લોપેઝ સામે ૬-૧, ૬-૨થી વિજય મેળવ્યો
ઓસ્ટ્રેલિયા સામેની આખરી ટેસ્ટ જીતવા વિન્ડિઝને ૩૭૦ રનનો પડકાર

ટુર્નામેન્ટના બીજા તબક્કામાં ટીમોની ખરી કસોટી થશે

માર્ચ મહિનામાં રૃપિયા-ડોલરના ફ્યુચરમા થયેલા રેકોર્ડ કામકાજ

ચાર મહિનામાં પહેલીવાર વિદેશી સંસ્થાઓ નેટ સેલર, સ્થાનિક સંસ્થાઓ નેટ બાયર
નાણાવટી પંચને એક્સટેન્શન મુદ્દે મોદી સરકારનો ખુલાસો પૂછો
ચેમ્બર કારોબારીના ૪ સભ્ય ઓછી હાજરી બદલ ગેરલાયક ઠરશે

ગુજરાતમાં જિનેટિકલી મોડિફાઈડ મકાઈના વાવેતર પર પ્રતિબંધ

સિટીબસના ભાજપના જ કોન્ટ્રાક્ટરના ૭૦ ડ્રાઇવરોની અચાનક હડતાળ
અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્‌ટી અંગેનો રિપોર્ટ આપો ઃ હાઇકોર્ટનો હુકમ
એપ્રિલ વલણનો સાંકડી વધઘટે અંત ઃ S & P ડાઉન ગ્રેડ અસરે પીએસયુ બેંકિંગ, પાવર શેરોમાં વેચવાલી
ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને ગારમાંથી મુક્ત રાખવા એફઆઈઆઈનો અનુરોધ
પરિણામો નવા ફોર્મેટમાં રજૂ કરવાના સેબીના આદેશથી કંપનીઓ મુસીબતમાં
 
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved