Last Update : 27-April-2012, Friday

 
પ્રેમમાં પાગલ યુવાને યુવતિના મંગેતરના ઘરે બનાવટી સગા મોકલ્યા
'યોગીતા લગ્ન કરવાની ના પાડે છે, અમે લગ્ન ફોક કરવા આવ્યા'
વાંસદાના ભીનારનો ચેતન રોહિત ગંગપુરની યોગીતા જાદવને એકતફી પ્રેમ કરે છેઃચેતન અને તેને મદદ કરનાર બે યુવાનો જેલમાં
રૃપેશ નામનો યુવાન યોગીતાનો મામો બની ચોરવણી ગયો હતો
વાંસદા, ગુરુવાર
વાંસદા તાલુકાના ભીનાર ગામના યુવાને પોતાની સાથે કોમ્પ્યુટર કોર્ષ કરતી યુવતિના એકતરફી પ્રેમમાં પાગલ બની યુવતિની સગાઇ તોડાવવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી છે. પ્રેમમાં પાગલ યુવાને બે યુવાનોની મદદ લઇ તેઓને યુવતિના મંગેતરના ઘરે મોકલી આપ્યા હતા. જ્યાં યુવતિના મામા તરીકે ઓળખ આપી એક યુવાને યુવતિના મંગેતરના પરિવારજનોને અમે લગ્ન ફોક કરવા આવ્યા છે એમ કહ્યું હતું. જો કે પ્રેમી યુવાનનો યુવતિની સગાઇ તોડવાના પ્રયાસનો ભાંડો ફુટી જતાં પ્રેમી યુવાન અનેતેને મદદ કરનારા બંને યુવાનોએ જેલમાં જવાની નોબત આવી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર વાંસદા તાલુકાના ભીનાર ગામે ઉતારા ફળિયામાં રહેતા ચેતન જગુભાઇ રોહિત (ઉ.વ.૨૧) વાંસદા ખાતે કોમ્પ્યુટર કોર્ષ કરે છે. ચેતનને તેની સાથે કોમ્પ્યુટર કોર્ષ કરતી ગંગપુર ગામે ડુંગરી ફળિયામાં રહેતી યોગીતા બુધીયાભાઇ જાદવ (ઉ.વ.૨૨) સાથે મિત્રતા થઇ હતી. ચેતન મનોમન યોગીતાને પ્રેમ કરવા માંડતા તેણે પોતે હરિજન જાતિનો હોવા છતાં પોતે રાજપૂત હોવાની યોગીતાને ઓળખ આપી હતી. યોગીતાને એકતરફી પ્રેમ કરવા માંડેલા ચેતને યોગીતા સમક્ષ લગ્ન કરવાની માંગણી કરી હતી પણ યોગીતાને ચેતનની જાતિ અંગેની જાણ થતાં તેણે લગ્નની ના પાડી દીધી હતી. જેથી ચેતને યોગીતાને રૃબરૃમાં અને પછી ફોન કરીને જણાવ્યું હતું કે, ''જો તું મારી સાથે લગ્ન નહીં કરે અને મારી નહીં થાય તો હું તને બીજાની તો નહીં જ થવા દઉં, જો તું બીજા સાથે લગ્ન કરશે તો તને અને તારા પતિને જાનથી મારી નાંખી હું પણ મરી જઇશ, તારો ફોટો મેં લીધો હતો તે ફોટો અને મારો ફોટો એક જ કોપીમાં કોમ્પ્યુટરમાં બનાવડાવ્યો છે, જે ફોટો તું જે છોકરા સાથે લગ્ન નક્કી કરશે તે છોકરાને હું બતાવી તારા લગ્ન તોડાવી નાંખીશ.''
દરમિયાન યોગીતાના લગ્ન તાલુકાના જ ચોરવણી ગામે ડોકીયા ફળિયામાં રહેતા કમલેશ સાથે નક્કી થયા હતા અને ચાંદલા વિધિ પણ થઇ ગઇ હતી. જેની જાણ ચેતનને થતાં તે નાસીપાસ થઇ ગયો હતો. ગત મંગળવારે ચેતન નાની વઘઇ ગામે અંબિકા નદીના કિનારે હનુમાનજી મંદિર પાસે બેસી રડતો હતો. ચેતનને રડતો જોઇ રૃપેશ મણીલાલ મંગા અને રાજુ માધુભાઇ પવાર ત્યાં પહોંચ્યા હતા અને રડવાનું કારણ પૂછતાં ચેતને પોતાની યોગીતા સાથેની એકતરફી પ્રેમની કહાની સંભળાવી હતી. જે સાંભળી રૃપેશ અને રાજુને દયા આવી હતી. તેઓ ચેતનને મદદ કરવા તૈયાર થયા હતા. બાદમાં ત્રણેયે યોગીતાના મંગેતરના ઘરે જઇ તેના લગ્ન તોડાવવાનો પ્લાન ઘડી કાઢયો હતો. રૃપેશ યોગીતાનો બનાવટી મામો બન્યો હતો અને ત્રણેય ચોરવણી ગામે પહોંચી ગયા હતા. યોગીતાના મંગેતર કમલેશના ઘરે પહોંચી રૃપેશે પોતાની યોગીતાના મામા તરીકે ઓળખ આપી કહ્યું હતું કે, યોગીતા હવે લગ્ન કરવાની ના પાડે છે, જો લગ્ન કરાવશો તો હું આપઘાત કરી લઇશ એવું કહે છે. જેથી અમે લગ્ન ફોક કરવા આવ્યા છે. જો કે રૃપેશની વાત પર યોગીતાના સાસરાવાળાને શક જતાં તેમણે યોગીતાના ઘરે જાણ કરી હતી. જેથી ચેતન, રૃપેશ અને રાજુનો ભાંડો ફુટી ગયો હતો. આ ચર્ચા દરમિયાન ચેતન અને રાજુ ત્યાંથી ભાગી ગયા હતા. જ્યારે રૃપેશ ભેરવાઇ ગયો હતો. ચોરવણી ગામના લોકોએ પોલીસને બોલાવી રૃપેશને પોલીસને સોંપ્યો હતો. બનાવ અંગે યોગીતાએ છેતરપીંડી કરવા સબબ ગુનો નોંધાવતા પોલીસે ચેતન, રાજુ અને રૃપેશની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સ્ટાર ખેલાડીઓનો ફ્લોપ શો ઃ જંગી રકમનો સોદો ફ્રેન્ચાઇઝીઓને ભારે પડયો
તેંડુલકરને રાજ્ય સભામાં નોમિનેશન મળતાં ભારતીય ક્રિકેટજગત ખુશખુશાલ
નડાલે ગાર્સિયા-લોપેઝ સામે ૬-૧, ૬-૨થી વિજય મેળવ્યો
ઓસ્ટ્રેલિયા સામેની આખરી ટેસ્ટ જીતવા વિન્ડિઝને ૩૭૦ રનનો પડકાર

ટુર્નામેન્ટના બીજા તબક્કામાં ટીમોની ખરી કસોટી થશે

માર્ચ મહિનામાં રૃપિયા-ડોલરના ફ્યુચરમા થયેલા રેકોર્ડ કામકાજ

ચાર મહિનામાં પહેલીવાર વિદેશી સંસ્થાઓ નેટ સેલર, સ્થાનિક સંસ્થાઓ નેટ બાયર
નાણાવટી પંચને એક્સટેન્શન મુદ્દે મોદી સરકારનો ખુલાસો પૂછો
ચેમ્બર કારોબારીના ૪ સભ્ય ઓછી હાજરી બદલ ગેરલાયક ઠરશે

ગુજરાતમાં જિનેટિકલી મોડિફાઈડ મકાઈના વાવેતર પર પ્રતિબંધ

સિટીબસના ભાજપના જ કોન્ટ્રાક્ટરના ૭૦ ડ્રાઇવરોની અચાનક હડતાળ
અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્‌ટી અંગેનો રિપોર્ટ આપો ઃ હાઇકોર્ટનો હુકમ
એપ્રિલ વલણનો સાંકડી વધઘટે અંત ઃ S & P ડાઉન ગ્રેડ અસરે પીએસયુ બેંકિંગ, પાવર શેરોમાં વેચવાલી
ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને ગારમાંથી મુક્ત રાખવા એફઆઈઆઈનો અનુરોધ
પરિણામો નવા ફોર્મેટમાં રજૂ કરવાના સેબીના આદેશથી કંપનીઓ મુસીબતમાં
 
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved