Last Update : 27-April-2012, Friday

 

પોરબંદર નગરપાલિકાના બસ ગેરેજમાં આગને લીધે લાખોના ટાયરો ભસ્મીભૂત

ફાયર જવાનોએ ત્રણ કલાક સુધી પાણીનો મારો ચલાવીને મેળવેલો આગ પર કાબુઃ આગ શોર્ટસર્કીટથી લાગી કે અન્ય કોઇ કારણોસર? તેની તપાસ શરૃ

પોરબંદર, તા. ૨૬
પોરબંદર નગરપાલિકાના રેલવે સ્ટેશન પાસે આવેલા બસ ગેરેજમાં ગઇકાલે રાત્રે બે વાગ્યે વિકરાળ આગ ભભૂકી ઉઠતા લાખો રૃપિયાના નવેનવા ટાયરો સળગી ગયા છે તો આ આગ શોર્ટ સર્કીટથી લાગી કે અન્ય કોઇ કારણોસર? તે અંગેની તપાસ શરૃ થઇ છે.
આ બનાવની વિગત એવી છે કે નગરપાલિકાના બસ ગેરેજના અંદરના ભાગે રૃમમા ગઇકાલે રાત્રે શોર્ટસર્કીટથી અથવા તો નજીકમાં આવેલી ધર્મશાળામાં રસોઇ બનાવવાની કામગીરી પુરી થઇ ગયા બાદ કોલસામાંથી તીખારો ઉડતાં આ આગ લાગતાં જોતજોતામાં જ આગે વિકરાળ રૃપ ધારણ કરી લીધુ હતું. આ ગેરેજમાં જેસીબી અને ટ્રક સહિત મેટાડોરના અનેક નવા ટાયરોનો સામાન હતો અને આગની વિકરાળતા એટલી હતી કે રબરના આ ટાયરોની આગનો ધુમાડો આકાશમાં ઉડતો બે કિ.મી. સુધી નજરે ચડતો હતો તથા ટાયર સળગવાનો ભડભડ અવાજ પણ રાત્રીના સુનકાર વાતાવરણમાં ગુંજી ઉઠતા ત્યાંના કર્મચારીએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. પોરબંદર ફાયરબ્રિગેડના સુપ્રી. રમેશભાઇ કોટીયા ઉપરાંત જવાનો પરેશભાઇ, રસીદભાઇ ગફાર, ધીરજભાઇ કરશન, ભરતગર, કિરીટભાઇ કોટીયા તાબડતોબ પહોંચી ગયા હતા તો હેલ્થ ઓફીસર વિનુભાઇ અગ્રાવત ઉપરાંત અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓ પણ તાત્કાલીક હાજર થઇ ગયા હતાં.
ફાયર જવાનોએ ૩ કલાક સુધી પાણીનો મારો ચલાવીને ૪ બંબા પાણી ઠાલવ્યું હતું અને આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લીધો હતો.

ફાયર બ્રિગેડની સમય સુચકતાથી મોટી જાનહાની સર્જાતા ટળી
પોરબંદર ફાયરબ્રિગેડની સમય સુચકતાથી આગની નુકસાની ઘટી હતી કેમ કે જે તે સ્થળે આગ લાગી એ બસ ગેરેજમાં ૨૦૦ લીટર ઓઇલ ભરેલો કેરબો હતો અને સમયસર આગ બુઝાવી દેવાતા ત્યાં સુધી અગ્નિજવાળાઓ પહોંચી ન હતી. જો ત્યાં સુધી આગ પહોંચી હોત તો બ્લાસ્ટ થવાની શકયતા હતી. એટલું જ નહીં પરંતુ આગ લાગી ત્યાંથી ૩૦ ફૂટના અંતરે જ નગરપાલિકાના વાહનોને ડીઝલ પુરાવવા માટેનો પંપ આવેલો છે અને જો આગ ત્યાં સુધી ફેલાઇ ગઇ હોત તો સમગ્ર બિલ્ડીંગ સહિત અન્ય વાહનોનો પણ સફાયો થઇ ગયો હોત!

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સ્ટાર ખેલાડીઓનો ફ્લોપ શો ઃ જંગી રકમનો સોદો ફ્રેન્ચાઇઝીઓને ભારે પડયો
તેંડુલકરને રાજ્ય સભામાં નોમિનેશન મળતાં ભારતીય ક્રિકેટજગત ખુશખુશાલ
નડાલે ગાર્સિયા-લોપેઝ સામે ૬-૧, ૬-૨થી વિજય મેળવ્યો
ઓસ્ટ્રેલિયા સામેની આખરી ટેસ્ટ જીતવા વિન્ડિઝને ૩૭૦ રનનો પડકાર

ટુર્નામેન્ટના બીજા તબક્કામાં ટીમોની ખરી કસોટી થશે

માર્ચ મહિનામાં રૃપિયા-ડોલરના ફ્યુચરમા થયેલા રેકોર્ડ કામકાજ

ચાર મહિનામાં પહેલીવાર વિદેશી સંસ્થાઓ નેટ સેલર, સ્થાનિક સંસ્થાઓ નેટ બાયર
નાણાવટી પંચને એક્સટેન્શન મુદ્દે મોદી સરકારનો ખુલાસો પૂછો
ચેમ્બર કારોબારીના ૪ સભ્ય ઓછી હાજરી બદલ ગેરલાયક ઠરશે

ગુજરાતમાં જિનેટિકલી મોડિફાઈડ મકાઈના વાવેતર પર પ્રતિબંધ

સિટીબસના ભાજપના જ કોન્ટ્રાક્ટરના ૭૦ ડ્રાઇવરોની અચાનક હડતાળ
અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્‌ટી અંગેનો રિપોર્ટ આપો ઃ હાઇકોર્ટનો હુકમ
એપ્રિલ વલણનો સાંકડી વધઘટે અંત ઃ S & P ડાઉન ગ્રેડ અસરે પીએસયુ બેંકિંગ, પાવર શેરોમાં વેચવાલી
ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને ગારમાંથી મુક્ત રાખવા એફઆઈઆઈનો અનુરોધ
પરિણામો નવા ફોર્મેટમાં રજૂ કરવાના સેબીના આદેશથી કંપનીઓ મુસીબતમાં
 
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved