Last Update : 27-April-2012, Friday

 
મૈયત થયેલ વ્યક્તિઓનું મતદાન થતાં
કડા ગ્રા.પં.ની ચૂંટણીમાં વિજેતા સરપંચ અને પ્રિસાઇડીંગ ઓફિસરને કોર્ટનું સમન્સ

બંને ઉમેદવારોને સરખા મત મળતાં ચિઠ્ઠીઓ દ્વારા વિજેતા જાહેર કર્યા હતા

મહેસાણા , તા. ૨૬
વિસનગર તાલુકાના કડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બન્ને સરપંચના ઉમેદવારોને સરખા મત મળતા ચિઠ્ઠીઓ નાખી વિજેતા જાહેર કરાયા હતા. મતદાનના દિવસે ગ્રામ પંચાયતના બુથ નં. પાંચમાં મૈયત થયેલ ચાર વ્યક્તિઓના મત નોંધાતાં જે બાબતે બુથ એજન્ટે વાંધો લીધો હોવા છતાં કોઈ પગલાં નહીં લેવાતાં આ ચાર મત રોકાયા હોત તો ચૂંટણીના પરિણામ ઉપર ચોક્કસ અસર થઈ હોત તેમ જણાવી પરાજીત સરપંચે બુથ ને . પાંચની ચૂંટણી ફરીથી કરવા માગણી કરી છે. જે બાબતે કોર્ટમાં પણ રીટ દાખલ કરવામાં આવતા જીતેલા ઉમેદવાર અને પ્રીસાયડીંગ ઓફીસરને કોર્ટે સમન્સ બજાવ્યું છે.
વિસનગર તાલુકના કડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચાવડા નારાયણસિંહ ભુરાજી અને પટેલ મથુરભાઈ માધાભાઈ બન્ને સરપંચના ઉમેદવાર હતા. મત ગણતરીના દિવસે નારાયણસિંહ ચાવડાને ૧૭૩૯ મત અને મથુરભાઈ પટેલને ૧૭૩૮ મત મળ્યા હતા. પોસ્ટીંગ મત મથુરભાઈ પટેલને મળતા બન્ને ઉમેદવારોના મત સરખા થયા હતા. જેમાં ચિઠ્ઠીઓ નાખવામાં આવતા મથુરભાઈ પટેલ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ગ્રામ પંચાયતની ચૂંટણીના મતદાન દિવસે વોર્ડ નં. ૮ અને ૯ ના બુથ નંબર પાંચમાં મૈયત થયેલા વ્યક્તિઓ ચાવડા કનકસિંહ વિનુજી, ચાવડા કચરાજી ભગાજી, ચાવડા કોદરજી સરદારજી તથા ચાવડા શાન્તાબા કાનાજી એમ ચાર વ્યક્તિઓના નામે ખોટું મતદાન થતાં સરપંચના ઉમેદવાર નારાયણસિંહ ચાવડાના બુથ એજન્ટે જે તે સમયે જ આ મતદાન રદ કરવા માટે પ્રીસાઈડીંગ ઓફીસરને લેખિત રજુઆત કરી હતી પણ કોઈ નિર્ણય લેવાયો ન હતો. ૧૭-૪- ના રોજ કડા ગ્રામ પંચાયતની મત ગણતરી થાય તે પહેલા પણ સવારે ૯.૦૦ કલાકે ચાવડા નારાયણસિંહ ભુરાજી દ્વારા ચૂંટણી અધિકારીને લેખિત આપવામાં આવ્યું હતું કે મરણ થયેલ વ્યક્તિઓનું બોગસ વોટીંગ થયેલ હોઈ બુથ નં. ૫ ની મત ગણતરી સ્થગિત કરી ફરીથી મતદાન કરાવવું. તેમ છતાં ચૂંટણી અધિકારી દ્વારા કોઈ કાર્યવાહી થઈ નહોતી. મત ગણતરી બાદ સરપંચના બન્ને ઉમેદવારો વચ્ચે ટાઈ પડતા સરખા મત મળતા અને ચીઠ્ઠીઓ નાખી સરપંચને વિજેતા જાહેર કરાતા પરાજીત સરપંચના ઉમેદવાર ચાવડા નારાયણસિંહ ભુરાજીએ કોર્ટમાં રીટ દાખલ કરી છે કે સરપંચના પરિણામ સામે મનાઈહુકમ કેમ ન આપવો ચૂંટણી રદ કરી ફેર ચૂંટણી કેમ ન કરવી, જાણવા મળ્યા પ્રમાણે કોર્ટ દ્વારા પ્રતિવાદીઓને સમન્સ બજાવવામાં આવ્યા છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સ્ટાર ખેલાડીઓનો ફ્લોપ શો ઃ જંગી રકમનો સોદો ફ્રેન્ચાઇઝીઓને ભારે પડયો
તેંડુલકરને રાજ્ય સભામાં નોમિનેશન મળતાં ભારતીય ક્રિકેટજગત ખુશખુશાલ
નડાલે ગાર્સિયા-લોપેઝ સામે ૬-૧, ૬-૨થી વિજય મેળવ્યો
ઓસ્ટ્રેલિયા સામેની આખરી ટેસ્ટ જીતવા વિન્ડિઝને ૩૭૦ રનનો પડકાર

ટુર્નામેન્ટના બીજા તબક્કામાં ટીમોની ખરી કસોટી થશે

માર્ચ મહિનામાં રૃપિયા-ડોલરના ફ્યુચરમા થયેલા રેકોર્ડ કામકાજ

ચાર મહિનામાં પહેલીવાર વિદેશી સંસ્થાઓ નેટ સેલર, સ્થાનિક સંસ્થાઓ નેટ બાયર
નાણાવટી પંચને એક્સટેન્શન મુદ્દે મોદી સરકારનો ખુલાસો પૂછો
ચેમ્બર કારોબારીના ૪ સભ્ય ઓછી હાજરી બદલ ગેરલાયક ઠરશે

ગુજરાતમાં જિનેટિકલી મોડિફાઈડ મકાઈના વાવેતર પર પ્રતિબંધ

સિટીબસના ભાજપના જ કોન્ટ્રાક્ટરના ૭૦ ડ્રાઇવરોની અચાનક હડતાળ
અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્‌ટી અંગેનો રિપોર્ટ આપો ઃ હાઇકોર્ટનો હુકમ
એપ્રિલ વલણનો સાંકડી વધઘટે અંત ઃ S & P ડાઉન ગ્રેડ અસરે પીએસયુ બેંકિંગ, પાવર શેરોમાં વેચવાલી
ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને ગારમાંથી મુક્ત રાખવા એફઆઈઆઈનો અનુરોધ
પરિણામો નવા ફોર્મેટમાં રજૂ કરવાના સેબીના આદેશથી કંપનીઓ મુસીબતમાં
 
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved