Last Update : 27-April-2012, Friday

 

નડિયાદના નારણદેવ મંદિરમાં આજે ૨૫૭મો પાટોત્સવ ઉજવાશે

હજારો ભક્તો દર્શનનો લ્હાવો લેશે

નડિયાદ,તા.૨૬
નડિયાદમાં આવેલ નારણદેવના મંદિરમાં તા.૨૭-૪-૨૦૧૨ને શુક્રવારે ના રોજ ૨૫૭મો પાટોત્સવ ધામધૂમ થી ઉજવાશે. આ ધાર્મિક પ્રસંગે મંદિરમાં મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તો દર્શનનો લ્હાવો લઈ કૃતાર્થ બનશે.
નડિયાદના આ નારણદેવ મંદિરનો ઈતિહાસ રસપ્રદ છે. જેમાં નારાણદેવ ભગવાન ડભાણના કૂવામાંથી સ્વયંભૂ પ્રગટ થયા હતા. આ ભગવાનની સારસંભાળ ડભાણના પંડયા કુંટુંબ ધ્વારા લેવામાં આવતી હતી. આ પંડયા પરિવારમાં બે દીકરીઓ હતી. જેમાની એક દીકરીના લગ્ન નડિયાદ ભટ્ટ જોઈતા રામના પરિવારમાં થયા હતા.
સંવત ૧૮૧૧માં નારણદેવ ભગવાનનું નડિયાદ નાગરવાડના ઢાળ ઉપર આવેલા લક્ષ્મીજીના મંદિરમાં આગમન થયું હતું. ત્યારબાદ તેઓની પધરામણ નારણદેવ મંદિરમાં કરાવવામાં આવી હતી. વર્ષોથી આ મંદિરમાં સેવા પૂંજા કરવાનો હક ભટ્ટ અને વ્યાસ કુંટુંબને વારસાગત રીતે મળેલ છે.
વર્ષો અગાઉ નડિયાદમાં જ્યારે નારણદેવ મંદિરનું નિર્માણ કરાયું ત્યારે મલ્હારરાવ સરકારે તેનો પાયો નાંખ્યો હતો. બાદમાં તેઓ પકડાઈ જતા મંદિરના સેવકોએ ગામેગામ ફરીને પૈસા ઉધરાવી ભગવાનના આ મંદિરનું કામ પુરું કરાવ્યું હતું. મંદિરના નિર્માણ માટે આપવામાં આવતા આ દાનના પ્રવાહમાં વડોદરાના હરિભક્તિ કુટુંબના રતનબેન હરિભક્તિએ વધારે રકમનું દાન અર્પણ કર્યું હતું. આથી તેમના નામ પરથી નડિયાદના એખ તળાવનું નામ રતન તળાવ રાખવામાં આવ્યું હતું. નડિયાદના નારણદેવ મંદિરમાં યાત્રાધામ ડાકોરના રણછોડજી મંદિરમાં જે તિથિએ ઉત્સવો ઉજવાય એજ તિથિએ વૈષ્ણવ પરંપરા અનુસાર ઉજવણી કરવામાં આવે છે. તા. ૨૭-૪-૨૦૧૨ને શુક્રવારના રોજ નારણદેવ મંદિરમાં ૨૫૭માં પાટોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સ્ટાર ખેલાડીઓનો ફ્લોપ શો ઃ જંગી રકમનો સોદો ફ્રેન્ચાઇઝીઓને ભારે પડયો
તેંડુલકરને રાજ્ય સભામાં નોમિનેશન મળતાં ભારતીય ક્રિકેટજગત ખુશખુશાલ
નડાલે ગાર્સિયા-લોપેઝ સામે ૬-૧, ૬-૨થી વિજય મેળવ્યો
ઓસ્ટ્રેલિયા સામેની આખરી ટેસ્ટ જીતવા વિન્ડિઝને ૩૭૦ રનનો પડકાર

ટુર્નામેન્ટના બીજા તબક્કામાં ટીમોની ખરી કસોટી થશે

માર્ચ મહિનામાં રૃપિયા-ડોલરના ફ્યુચરમા થયેલા રેકોર્ડ કામકાજ

ચાર મહિનામાં પહેલીવાર વિદેશી સંસ્થાઓ નેટ સેલર, સ્થાનિક સંસ્થાઓ નેટ બાયર
નાણાવટી પંચને એક્સટેન્શન મુદ્દે મોદી સરકારનો ખુલાસો પૂછો
ચેમ્બર કારોબારીના ૪ સભ્ય ઓછી હાજરી બદલ ગેરલાયક ઠરશે

ગુજરાતમાં જિનેટિકલી મોડિફાઈડ મકાઈના વાવેતર પર પ્રતિબંધ

સિટીબસના ભાજપના જ કોન્ટ્રાક્ટરના ૭૦ ડ્રાઇવરોની અચાનક હડતાળ
અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્‌ટી અંગેનો રિપોર્ટ આપો ઃ હાઇકોર્ટનો હુકમ
એપ્રિલ વલણનો સાંકડી વધઘટે અંત ઃ S & P ડાઉન ગ્રેડ અસરે પીએસયુ બેંકિંગ, પાવર શેરોમાં વેચવાલી
ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને ગારમાંથી મુક્ત રાખવા એફઆઈઆઈનો અનુરોધ
પરિણામો નવા ફોર્મેટમાં રજૂ કરવાના સેબીના આદેશથી કંપનીઓ મુસીબતમાં
 
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved