Last Update : 27-April-2012, Friday

 

જન્મનાં એક જ સપ્તાહમાં બાળકને જનેતાએ ત્યજી દીધો
ખોડખાંપણ વાળા બાળકને સયાજીમાં છોડીને માતા ફરાર

કુમળા બાળકનાં આંતરડાનો નીચેનો ભાગ બંધ હતો જેને સયાજી હોસ્પિટલનાં તબિબોએ જટિલ ઓપરેશન બાદ ખોલી નાંખ્યો

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,ગુરૃવાર
શારીરીક ખોડ સાથે જન્મેલા બાળકની સારવાર કરાવવા માટે તેની જનેતા તેને સયાજી હોસ્પિટલમાં લઈ આવી હતી. જ્યાં તબિબોનાં હાથમાં પોતાના સંતાનને સોંપીને માતા અચાનક ફરાર થઈ જતા ખળભળાટ મચી ગયો હતો. આ બનાવ અંગે રાવપુરા પોલીસે તપાસ શરૃ કરી છે. માતાને શોધવા માટે પોલીસે મધ્યપ્રદેશ પોલીસનો પણ સંપર્ક કર્યો છે.
હોસ્પિટલનાં સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, મધ્યપ્રદેશનાં ઠડાલા પંથકનાં મછલીમાતા ગામે રહેતી રમીલા હેમસંગ કટારા નામની મહિલાને પાંચ સંતાનો હતા. તેમ છતાંય તેને છઠ્ઠી વખત ગર્ભ રહ્યો હતો. પ્રસુતિકાળ પુર્ણ થતાની સાથે જ તેણે એક સપ્તાહ પહેલા એક બાળકને જન્મ આપ્યો હતો. પરંતુ, કમનસીબીએ હતી કે, આ બાળકનાં આંતરડાનો નીચેનો ભાગ બંધ હતો. જેથી રમીલા તેને લઈને ઠડાલા ગામનાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પહોંચી હતી. જ્યાં તબિબોએ બાળકને વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં રિફર કર્યો હતો.
જેથી ૨૧મીએ રમીલા પોતાના ખોડખાંપણ વાળા બાળકને લઈને સયાજી હોસ્પિટલમાં આવી હતી. જ્યાં તબિબોએ બાળકની શારિરીક તપાસ હાથ ધરતા તેના આંતરડાનો નીચેનો ભાગ બંધ હોવાનું નિદાન થયુ હતુ. જેથી તબિબોએ તેનું તાત્કાલિક ઓપરેશન હાથ ધર્યુ હતુ. ત્યારબાદ તેને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જે દરમિયાન ૨૫મીએ માતા રમીલા તબિબોની નજર ચુકવીને વોર્ડની બહાર નીકળી ગઈ હતી અને તક મળતાની સાથે જ પોતાના માસુમ બાળકને છોડીને ભાગી છૂટી હતી. આ બાબતની જાણ થતાં જ તબિબો ચોંકી ઉઠયા હતા અને તેમણે આજે રાવપુરા પોલીસને આ બનાવની જાણ કરી હતી. બીજી તરફ માતાથી વિખુટા પડેલા બાળકને અન્ય કોઈ શારિરીક મુશ્કેલી ન નડે તે માટે તેને કાચની પેટીમાં રાખવામાં આવ્યો હતો. હાલમાં બાળકની તબિયત સારી છે અને તેની યોગ્ય સારવાર ચાલી રહી છે તેવુ સયાજી હોસ્પિટલનાં સિનીયર ડોક્ટર્સે જણાવ્યુ હતુ.

 

બાળકની કમનસીબી ઃ શારિરીક ખોડમાંથી મુક્તી મળી પરંતુ, જનેતા છોડીને ભાગી છૂટી
આંતરડાનો નીચેનો ભાગ બંધ હોવાની શારિરીક ખોડ સાથે સયાજી હોસ્પિટલમાં લવાયેલા ત્રણેક દિવસનાં કુમળા બાળકનું ક્લુસ્ટોમી જેવુ જટિલ ઓપરેશન હાથ ધરવાનો નિર્ણય સયાજી હોસ્પિટલનાં સિનીયર તબિબોએ લીધો હતો. આખરે, નિષ્ણાત તબિબોની ટીમે ખાસ યોજના બનાવીને બે દિવસ અગાઉ તેનું ઓપરેશન હાથ ધર્યું હતુ. આ ઓપરેશન દરમિયાન બાળકનાં મોટા આંતરડાનો કેટલોક ભાગ બહાર કાઢીને તેના આંતરડાનાં નીચેનાં બંધ ભાગને ખુલ્લો કરી દેવાયો હતો. આ સાથે જ બાળક શારિરીક ખોડમાંથી મુક્ત થયો હતો. પરંતુ, બાળકની કમનસીબી એ હતી કે, શારિરીક ખોડમાંથી મુક્ત થયા બાદ તેની જનેતા જ તેને છોડીને ભાગી ગઈ હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સ્ટાર ખેલાડીઓનો ફ્લોપ શો ઃ જંગી રકમનો સોદો ફ્રેન્ચાઇઝીઓને ભારે પડયો
તેંડુલકરને રાજ્ય સભામાં નોમિનેશન મળતાં ભારતીય ક્રિકેટજગત ખુશખુશાલ
નડાલે ગાર્સિયા-લોપેઝ સામે ૬-૧, ૬-૨થી વિજય મેળવ્યો
ઓસ્ટ્રેલિયા સામેની આખરી ટેસ્ટ જીતવા વિન્ડિઝને ૩૭૦ રનનો પડકાર

ટુર્નામેન્ટના બીજા તબક્કામાં ટીમોની ખરી કસોટી થશે

માર્ચ મહિનામાં રૃપિયા-ડોલરના ફ્યુચરમા થયેલા રેકોર્ડ કામકાજ

ચાર મહિનામાં પહેલીવાર વિદેશી સંસ્થાઓ નેટ સેલર, સ્થાનિક સંસ્થાઓ નેટ બાયર
નાણાવટી પંચને એક્સટેન્શન મુદ્દે મોદી સરકારનો ખુલાસો પૂછો
ચેમ્બર કારોબારીના ૪ સભ્ય ઓછી હાજરી બદલ ગેરલાયક ઠરશે

ગુજરાતમાં જિનેટિકલી મોડિફાઈડ મકાઈના વાવેતર પર પ્રતિબંધ

સિટીબસના ભાજપના જ કોન્ટ્રાક્ટરના ૭૦ ડ્રાઇવરોની અચાનક હડતાળ
અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્‌ટી અંગેનો રિપોર્ટ આપો ઃ હાઇકોર્ટનો હુકમ
એપ્રિલ વલણનો સાંકડી વધઘટે અંત ઃ S & P ડાઉન ગ્રેડ અસરે પીએસયુ બેંકિંગ, પાવર શેરોમાં વેચવાલી
ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને ગારમાંથી મુક્ત રાખવા એફઆઈઆઈનો અનુરોધ
પરિણામો નવા ફોર્મેટમાં રજૂ કરવાના સેબીના આદેશથી કંપનીઓ મુસીબતમાં
 
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved