Last Update : 27-April-2012, Friday

 

તરસાલી - જામ્બવા બાયપાસ નજીક
મધરાતે સ્લીપરકોચ લકઝરી બસ આગમાં ખાક ઃ મુસાફરોનો બચાવ

મોટી દુર્ઘટના ટળી ઃ આખી બસ અગનગોળામાં ફેરવાઇ ગઇ ઃ અનેક મુસાફરોનો સામાન રહી ગયો

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,ગુરૃવાર
તરસાલી બાયપાસ નજીક જામ્બવા જતા માર્ગ ઉપર ગઇકાલે મધરાતે અમદાવાદથી સુરત તરફ જતી સ્લીપરકોચવાળી લકઝરી બસમાં આગ લાગતા મુસાફરોનો અદભૂત બચાવ થયો હતો. મોટાભાગના મુસાફરો સામાન લઇને નીચે ઉતરી શક્યા હતા. જ્યારે કેટલાક સામાન કાઢી શક્યા ન હતા. ફાયર બ્રિગેડ મદદે આવે ત્યાં સુધી આખી બસ અગનગોળામાં ફેરવાઇ ગઇ હતી અને હાડપીંજર બની ગઇ હતી. આગનું કારણ જાણવા ફોરેન્સીક નિષ્ણાતોની મદદ લેવાઇ છે.
વડોદરા નજીક તરસાલી બાયપાસ નજીક જામ્બવા જતા માર્ગ ઉપર ગઇકાલે રાત્રે એકાદવાગે બનેલા બનાવે લકઝરી બસના મુસાફરો તેમજ હાઇવે પરના સેંકડો વાહન ચાલકોના જીવ અધ્ધર કરી દીધા હતા.
બનાવની વિગત એવી છે કે બાબારાજ ટ્રાવેલ્સની અમદાવાદથી સુરત તરફ જતી સ્લીપર કોચ વાળી લકઝરી બસમાં પાછળના ભાગે ધુમાડા નિકળવા માંડતા બૂમરાણ મચી હતી.
અનેક મુસાફરો ગાઢ નિંદ્રામાં પોઢી ગયા હતા. અને તેઓ સફાળા જાગ્યા તે વખતે બસમાં ધુમરાણ મચ્યુ હતુ.
મુસાફરો જીવ બચાવવા માટે જે સામાન હાથ લાગ્યો તે લઇ ઉતરી રહ્યા હતા. થોડી જ વારમાં બસમાં આગ પકડાઇ હતી. પરંતુ ત્યાં સુધી મુસાફરો સલામત રીતે બહાર આવી ગયા હતા.
ફાયર બ્રિગેડને જાણ કરાતા જીઆઇડીસી ના સ્ટેશન ઓફિસર સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. પરંતુ ત્યાં સુધી આખી બસ ભડભડ સળગી રહી હતી. ફાયર બ્રિગેડે આગ કાબુમાં લીધી ત્યારે બસ હાડપિંજર બની ચુકી હતી.
આગ લાગવાનું ચોકકસ કારણ જાણી શકાયુ ન હતુ. જેને કારણે પોલીસે ફોરેન્સીક નિષ્ણાંતોની મદદ લીધી હતી. આમ, મુસાફરો આબાદ રીતે ઉગરી જતાં મોટી દુર્ઘટના થતાં રહી ગઇ હતી.

 

સ્લીપર કોચ લકઝરી બસની
ડીકીમાં અગરબત્તીનું મટીરીયલ હોવાથી આગ ઝડપથી પ્રસરી ગઇ
બે કીમી સુધી ચક્કાજામ થતા ફાયર બ્રિગેડને બસ સુધી પહોચતાં નાકે દમ આવ્યો

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,ગુરૃવાર
અમદાવાદથી સૂરત તરફ જતી સ્લીપર કોચ લકઝરી બસની ડેકીમાં અગરબત્તીનાં મટિરિયલનો જથ્થો ભરેલો હોઇ આગ ઝડપભેર પ્રસરી ગઇ હતી. હાઇ-વે ઉપર અગનગોળામાં ફેરવાઇ ગયેલી બસને કારણે બે કી.મી. સુધી ચક્કાજામ થતાં ફાયર બ્રિગેડને નાકેદમ આવી ગયો હતો.
અમદાવાદથી સૂરત જતી લકઝરી બસમાં પાછળનાં ભાગેથી આગ લાગી હતી.
ફાયર બ્રિગેડનાં સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે પાછલનાં ભાગે ડેકીમાં અગરબત્તીનુ મટિરિયલ ભરેલું હોઇ આગ ઝડપભેર પકડાઇ ગઇ હતી. આખી બસ અગનગોળામાં ફેરવાઇ જતાં વાહન ચાલકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને બે કી.મી. સુધી ચક્કાજામ થઇ ગયો હતો. વાહનોની લાંબી કતારને લીધે ફાયર બ્રિગેડને લકઝરી બસ સુધી પહોંચતાં નાકેદમ આવી ગયો હતો.

લકઝરી બસમાં પાછળ બેઠેલી
મહિલા મુસાફરની સતર્કતાને કારણે તમામ મુસાફરો બચ્યા
બસમાં નીચેના ભાગે ગરમી લાગતા મહિલાએ બૂમરાણ મચાવી

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,ગુરૃવાર
લકઝરી બસમાં મુસાફરી કરતી મહિલાની સતર્કતાને કારણે ગાઢ નિંદ્રામાં પોઢેલા મુસાફરો સહિત તમામ મુસાફરોના જીવ બચી ગયા હતા.
તરસાલી બાયપાસથી જામ્બુવા જતા માર્ગ ઉપર ગઈ મધરાતે સ્લીપર કોચ લકઝરી બસમાં આગ લાગવાના બનાવમાં એક મહિલાએ દાખવેલી હિંમતને કારણે મુસાફરોના જીવ બચી ગયા હતા.
ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા પ્રમાણે બસમાં પાછળના ભાગે બેઠેલી મહિલાને બસ નીચેથી ગરમ થઈ રહી હોય તેમ લાગતા તેણે તુર્તજ ક્લીનર અને અન્ય મુસાફરોનું ધ્યાન દોર્યુ હતુ. અ
ા વખતે ધુમાડા દેખાવા માંડતા મુસાફરો ગભરાયા હતા અને જીવ બચાવવા જે કાંઈ સામાન હાથ લાગ્યો તે લઈ નીચે ઉતરી ગયા હતા. જ્યારે કેટલાકનો સામાન અંદર રહી ગયો હતો. મુસાફરો ઉતરી ગયા ત્યારબાદ આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સ્ટાર ખેલાડીઓનો ફ્લોપ શો ઃ જંગી રકમનો સોદો ફ્રેન્ચાઇઝીઓને ભારે પડયો
તેંડુલકરને રાજ્ય સભામાં નોમિનેશન મળતાં ભારતીય ક્રિકેટજગત ખુશખુશાલ
નડાલે ગાર્સિયા-લોપેઝ સામે ૬-૧, ૬-૨થી વિજય મેળવ્યો
ઓસ્ટ્રેલિયા સામેની આખરી ટેસ્ટ જીતવા વિન્ડિઝને ૩૭૦ રનનો પડકાર

ટુર્નામેન્ટના બીજા તબક્કામાં ટીમોની ખરી કસોટી થશે

માર્ચ મહિનામાં રૃપિયા-ડોલરના ફ્યુચરમા થયેલા રેકોર્ડ કામકાજ

ચાર મહિનામાં પહેલીવાર વિદેશી સંસ્થાઓ નેટ સેલર, સ્થાનિક સંસ્થાઓ નેટ બાયર
નાણાવટી પંચને એક્સટેન્શન મુદ્દે મોદી સરકારનો ખુલાસો પૂછો
ચેમ્બર કારોબારીના ૪ સભ્ય ઓછી હાજરી બદલ ગેરલાયક ઠરશે

ગુજરાતમાં જિનેટિકલી મોડિફાઈડ મકાઈના વાવેતર પર પ્રતિબંધ

સિટીબસના ભાજપના જ કોન્ટ્રાક્ટરના ૭૦ ડ્રાઇવરોની અચાનક હડતાળ
અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્‌ટી અંગેનો રિપોર્ટ આપો ઃ હાઇકોર્ટનો હુકમ
એપ્રિલ વલણનો સાંકડી વધઘટે અંત ઃ S & P ડાઉન ગ્રેડ અસરે પીએસયુ બેંકિંગ, પાવર શેરોમાં વેચવાલી
ક્રોસ બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને ગારમાંથી મુક્ત રાખવા એફઆઈઆઈનો અનુરોધ
પરિણામો નવા ફોર્મેટમાં રજૂ કરવાના સેબીના આદેશથી કંપનીઓ મુસીબતમાં
 
 

Gujarat Samachar Plus

રોપ મલખંભ રમતને જીવંત રાખતા શહેરના બાળવીરો
ક્રેડિટ પર સ્મોકંિગના રવાડે ચઢેલી ગર્લ્સ લો હજાર, બાકીના આવતા મહિને
વિદેશની કમાણીને બાય બાય કહી વતનની વાટ પકડી
ગરમીથી બચવા અને એક્સ્ટ્રા લુક માટે યંગસ્ટર્સમાં સ્પોટ્‌ર્સ હેલમેટનો ક્રેઝ
‘હેટ સ્ટોરી’ના ઉત્ફેટ અને ફૂડના ફંડામાં સ્લિમ ફીટનેસ મંત્ર પોસ્ટરો ઉપર સ્ટે મુકાયો!
 

Gujarat Samachar glamour

સલમાન-કેટની જોડી રેકોર્ડ બ્રેક સાબિત થશે
એક કરોડ ડોલર મળશે તો ન્યૂડ થઇશઃ વીણા
જેકી શ્રોફને ‘તાનસેન’ બનવું છે
રણબીરે ઓડીમાં એકેય ગર્લ-ફ્રેન્ડને લટાર મરાવી નથી
પૂનમ પાંડેને ‘‘આઈએમ ૧૮’’ માટે એક કરોડ મળ્યા
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved